રવિવારે જગત પાલક ભગવાન રામચંદ્રજીની જયંતી ભવ્ય રીતે ઉજવાશે. અમદાવાદના જગન્નાથ મંદિરમાં રામજી મંદિરમાં બિરાજમાન ભગવાન રામચંદ્રજી, સીતાજી અને લક્ષ્મણજીની પ્રતિમાઓ પર અનોખો શણગાર રચવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભગવાનના વાઘા ખાસ મથુરામાં તૈયાર કરીને લાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે રામનવમીની ભવ્ય આરતી પણ યોજાશે. ધાર્મિક ગ્રંથો અને વેદ પુરાણોના આધારે રવિવારની રામનવમી એ જગત પાલક ભગવાન રામચંદ્રજીનો ૨૧,૬૫,૯૭૬મો જન્મ દિવસ ગણાશે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્રજીની જયંતીની અમદાવાદમાં ભવ્ય ઉજવણી થાય છે. (તસવીર ઃ ગૌતમ મહેતા)