શનિવારે ઝાહિદા મુંબઈથી આવતા તેનું માત્ર ત્રણ માસની બાળકી રૃકૈયા ફાતીમા સાથે મિલન થયું હતું. ઝાહિદાએ રૃકૈયાને દૂધ પાયું હતું. જ્યારે બીજી તરફ રૃકૈયા ઝાહિદાની જ બાળકી છે તે પ્રસ્થાપિત કરવા માટે માતા અને પુત્રીના લોહીના નમૂના સિવિલ હોસ્પિટલમાં લેવાયા હતા. આ નમૂનાઓને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં પણ રૃકૈયા સતત હસતી હોવાથી તેણે લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. જ્યારે ડી.એન.એ. ટેસ્ટના પ્રોસીજરમાં ઘણો સમય લાગતા માતા અને પુત્રીને કયાં રાખવા તે પણ નક્કી કરવામાં આવશે. (તસ્વીર ઃ ગૌતમ મહેતા)