Last Update : 01-April-2012,Sunday
 

ગૃહમાં ભ્રષ્ટાચારને મુદ્દે ચર્ચા કરવા દેવા લોકશાહી આઘાડી તૈયાર જ નથી

વિપક્ષોના ૧૪ સભ્ય સસ્પેન્ડ કરવાને મુદ્દે વિપક્ષી નેતાનો આક્ષેપ

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.૩૧
વિધાનસભામાં વિપક્ષી સભ્યોની સંખ્યા ઘટાડવા સત્તારૃઢ પક્ષે ૧૪ સભ્યને સસ્પેન્ડ કરવાનું આકરું પગલું ભર્યું હોવાનો આક્ષેપ વિપક્ષોએ કર્યો હતો. મહારાષ્ટ્ર વિધાનસભામાં ગઈકાલે ગણેશમૂર્તિ લાવી મહાઆરતી કરનારા શિવસેનાના ૧૩ અને ભા.જ.પ.ના ૧ સભ્યને એક વર્ષના લાંબા ગાળા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
ભા.જ.પ.ના વિરોધ પક્ષના નેતા એકનાથ ખડસે અને મનસેના નેતા બાળા નાંદગાંવકરે આજે વિધાનસભાના સ્પીકર દિલીપ વળસે પાટીલ સમક્ષ રજૂઆત કરી હતી.
વિધાનસભ્યોને સસ્પેન્ડ કરીને સત્તારૃઢ પક્ષ ભ્રષ્ટાચાર ઉપરની ચર્ચા ટાળવા માગતો હતો એવો આક્ષેપ વિરોધ પક્ષના નેતાએ કર્યો હતો.
ગણેશમૂર્તિ વિધાનસભામાં લાવવા સામે જોકે મનસેના નેતા બાળા નાંદગાંવકરે નારાજગી વ્યક્ત કરી હતી.
સભાગૃહમાં ગણરાયાની મૂર્તિ લાવીને પૂજા કરવા અંગે શિવસેનાએ અમને તેમજ વિપક્ષના નેતાને પણ વિશ્વાસમાં લીધા ન હોવાનું બાળા નાંદગાંવકરે જણાવ્યું હતું.
કોંગ્રેસના નેતા કૃપાશંકર સિંહે એકઠી કરેલી કરોડોની બેનામી સંપત્તિ અંગે ગઈકાલે ચર્ચા થવાની હતી જે હવે આગામી અઠવાડિયે યોજાવી જોઈએ એવી માગણી વિપક્ષના નેતાએ સ્પીકર સમક્ષ કરી હતી.
વિરોધ પક્ષના નેતાએ પણ સભાગૃહમાં ગણપતિની મૂર્તિ લાવી મહાઆરતી કરવાના કૃત્યની ટીકા કરી હતી. શિવસેનાના સભાગૃહના નેતા સુભાષ દેસાઈએ સોનાની ગણેશ મૂર્તિની ચોરી કરનારાઓને પકડવા પ્રત્યે સરકારનું ધ્યાન દોરવા મહાઆરતી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
અમે પણ ભ્રષ્ટાચારના મુદ્દે ચર્ચા કરવા ઈચ્છીએ છીએ પરંતુ ગણેશ મૂર્તિના ચોરો પકડાવા જોઈએ એ પણ મહત્ત્વનું હોવાનું સુભાષ દેસાઈએ જણાવ્યું હતું.
સસ્પેન્ડ કરવામાં આવેલાં શિવસેનાના વિધાનસભ્ય એકનાથ શિંદેએ સભાગૃહમાં કરાયેલી મહાઆરતીમાં કઈ જ ખોટું ન હોવાનું જણાવ્યું હતું.
રાજ્યમાં માત્ર અજમલ કસબ અને પ્રધાનો સુરક્ષિત છે જ્યારે સામાન્ય માણસો અને ઈશ્વર પણ સુરક્ષિત છે એમ શિંદેએ જણાવ્યું હતું.
ગઈકાલે કોંગ્રેસી નેતા કૃપાશંકર સિંહની કરોડોની બેનામી સંપત્તિ અંગે ચર્ચા થવાની હતી પરંતુ શિવસેનાના સભ્યોની ધમાલથી સભાગૃહની કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નિફ્ટી ૫૧૮૮થી ૫૪૧૧, સેન્સેક્ષ ૧૭૦૫૫થી ૧૭૭૭૭ની રેન્જમાં ફંટાશે
જેમ્સ-જ્વેલરીની નિકાસ ૩૯ ટકા ગગડીને ૨.૭ અબજ ડોલર
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
ઓરિસ્સામાં પોસ્કોના રૃપિયા ૬૧૦૦૦ કરોડના પ્લાન્ટને મંજૂરી સસ્પેન્ડ
ત્રણ વર્ષમાં પ્રથમવાર ભારતની ચૂકવણીની તુલા વિપરિત થઈ
ઓઈલ કંપનીઓનો પેટ્રોલના ભાવ વધારાનો નિર્ણય મોકૂફ
એક માસમાં સિંગતેલમાં રૃ.૨૦૦નો તોતિંગ વધારો
આઇપીએલ-૫માં જાહેરખબરોમાંથી રૃપિયા ૭૬૦ કરોડની આવક થશે
ભારતીય ટીમ ૨૭.૫ ઓવરો રમીને સાઉથ આફ્રિકાથી પરત આવશે
તેંડુલકરનો ૧૦૦ સદીનો રેકોર્ડ ક્યારેય નહીં તુટે ઃ ગિલક્રિસ્ટ

આઇપીએલમાં દિલ્હી અને ડેક્કનની મેચોના કાર્યક્રમમાં ફેરફાર

માયામી માસ્ટર્સ ઃ યોકોવિચ અને મરે વચ્ચે ફાઇનલ મુકાબલો

રેલ્વેમાં ભાડાવધારો આજથી અમલી એસી વર્ગ ૧- ૨માં ભાડા વધશે
સૌથી શ્રીમંત એશિયનોની યાદીમાં લક્ષ્મી મિત્તલ ટોચના ક્રમે
રશિયામાં સૌથી મોટા મંદિરને તોડવાનો કોર્ટનો આદેશ
 
 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં નેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved