Last Update : 01-April-2012,Sunday
 
મુંબઇ બંદરેથી ઊપડતી અને મુંબઇ પાછી ફરતી
ક્રૂઝ કંપનીઓ પાસેથી વધુ ટેક્સ વસૂલવા બાબતે સુપ્રીમની નોટિસ

અગાઉ હાઇ કોર્ટે ફગાવી દીધેલી ઇન્કમ ટેક્સ ખાતાની અરજીને આઇ-ટીએ સુપ્રીમમાં પડકારી

મુંબઇ, તા.૩૧
દરિયાઇ સફરના શોખીન પ્રવાસીઓને વૈભવશાળી બોટમાં મુંબઇથી ઉપડતી અને મુંબઇ બંદરે જ પૂરી થતી રાઉન્ડ સફર કરાવતી સી-લાઇનર કંપનીઓને લકઝરી જહાજો કે તરતી હૉટેલોની શ્રેણીમાં મૂકીને તેમની પાસેથી વધુ ટેક્સ ઉઘરાવવાની આવકવેરા ખાતાની દલીલને ફગાવી દેનારા બોમ્બે હાઇ કોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારાતાં શુક્રવારે સ્ટાર ક્રૂઝ કંપનીને નોટિસ મોકલાઇ હતી.
આવકવેરા ખાતા તરફથી એડિશનલ સોલિસિટર જનરલ વિવેક તનખાએ ખંડપીઠના ત્રણ ન્યાયાધીશો સમક્ષ દલીલ કરી હતી કે સ્ટાર ક્રૂઝિસ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ કંપની તેમના લકઝરી જહાજોની સફરને 'પેસેન્જર ટ્રાન્સપોર્ટ' તરીકે ખપાવીને ૨૦ ટકાનો કર ચૂકવવાને બદલે ૭.૫ ટકા કર ભરવા માગે છે. આ દલીલ સાંભળ્યા બાદ જજોએ સ્ટાર ક્રૂઝિસને નોટિસ પાઠવી હતી.
આવકવેરા ખાતાએ જણાવ્યું હતું કે 'સુપરસ્ટાર લિબ્રા' નામની ભારત બહારની કંપની મુંબઇ બંદરેથી ઉપડતી અને મુંબઇ પાછી ફરતી બે દિવસ અને એક રાત્રિ- મુકામની સાગરી સફર ઉપરાંત મુંબઇથી ગોવા અને ફરી પાછી મુંબઇ સુધીની ત્રણ દિવસ અને બે રાત્રિની સફર તેમજ મુંબઇ- લક્ષદ્વીપ- મુંબઇની પાંચ દિવસ તથા ચાર રાત્રિની સફરનું આયોજન કરતી હતી.
ઇન્કમટેક્સ વિભાગે અપીલમાં કહ્યું હતું કે 'સુપરસ્ટાર લિબ્રા'નો બિઝનેસ માત્ર પ્રવાસીઓને એક સ્થળેથી બીજા સ્થળે લઇ જવા પૂરતો મર્યાદિત નહોતો પરંતુ તેની મુખ્ય પ્રવૃત્તિ સફર દરમિયાન પ્રવાસીઓની સરભરા અને મનોરંજન પૂરું પાડવાની હતી. આ પ્રવૃત્તિ દરિયામાં તરતી હોટેલ ચલાવવા જેવી હોવાથી કંપની પાસેથી ૭.૫ ટકાને બદલે ૨૫ ટકા કર વસૂલવાનું પગલું યોગ્ય હતું.
આવી સફર એક પ્રકારનું પેકેજ ડીલ હતું અને પ્રવાસીઓએ ચૂકવેલી પૈસા પ્રમાણે તેમને વૈભવશાળી સગવડો અપાતી હતી. વસવાટની સુવિધામાં સ્ટેટ-રૃમથી લઇને ઇકોનોમી અને એક્ઝિક્યુટિવ સ્વિટ જેવી સગવડોનો સમાવેશ કરાયો હતો. ઉપરાંત તેમની પાસેથી શોપિંગ, રૃમ- સર્વિસ અને પેકેજમાં ફઉલ્લેખ નહિ કરાયેલી સેવાઓ બદલ પણ ફી ઉઘરાવાતી હતી. આવકવેરાના કાયદા મુજબ સાડા સાત ટકા ટેક્સ એવાં જહાજોને લાગુ પડે છે જે પ્રવાસીઓ ઉપરાંત ઢોરઢાંખર, ટપાલ કે માલસામાન એક બંદરેથી બીજા બંદરે પહોંચાડતાં હોય છે, જ્યારે સુપરસ્ટાર લિબ્રા પ્રવાસીઓ પાસેથી આતિથ્ય અને મનોરંજન પેટે પૈસા ઉઘરાવતી હતી, એમ આઇ-ટી ખાતાએ કહ્યું હતું.
જો કે આઇ-ટીની એપેલેટ ટ્રાઇબ્યુનલે આ દલીલ સ્વીકારી નહોતી અને જણાવ્યું હતું કે સુપરસ્ટાર લિબ્રા જહાજોના સંચાલનના વ્યવસાયમાં હોવાથી તેમનું એસેસમેન્ટ સંબંધિત કાયદા હેઠળ કરવું જોઇએ. આથી હાઇ કોર્ટે ટ્રાઇબ્યુનલ સામેની આવકવેરા ખાતાની અપીલ ફગાવી દીધી હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નિફ્ટી ૫૧૮૮થી ૫૪૧૧, સેન્સેક્ષ ૧૭૦૫૫થી ૧૭૭૭૭ની રેન્જમાં ફંટાશે
જેમ્સ-જ્વેલરીની નિકાસ ૩૯ ટકા ગગડીને ૨.૭ અબજ ડોલર
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
ઓરિસ્સામાં પોસ્કોના રૃપિયા ૬૧૦૦૦ કરોડના પ્લાન્ટને મંજૂરી સસ્પેન્ડ
ત્રણ વર્ષમાં પ્રથમવાર ભારતની ચૂકવણીની તુલા વિપરિત થઈ
ઓઈલ કંપનીઓનો પેટ્રોલના ભાવ વધારાનો નિર્ણય મોકૂફ
એક માસમાં સિંગતેલમાં રૃ.૨૦૦નો તોતિંગ વધારો
આઇપીએલ-૫માં જાહેરખબરોમાંથી રૃપિયા ૭૬૦ કરોડની આવક થશે
ભારતીય ટીમ ૨૭.૫ ઓવરો રમીને સાઉથ આફ્રિકાથી પરત આવશે
તેંડુલકરનો ૧૦૦ સદીનો રેકોર્ડ ક્યારેય નહીં તુટે ઃ ગિલક્રિસ્ટ

આઇપીએલમાં દિલ્હી અને ડેક્કનની મેચોના કાર્યક્રમમાં ફેરફાર

માયામી માસ્ટર્સ ઃ યોકોવિચ અને મરે વચ્ચે ફાઇનલ મુકાબલો

રેલ્વેમાં ભાડાવધારો આજથી અમલી એસી વર્ગ ૧- ૨માં ભાડા વધશે
સૌથી શ્રીમંત એશિયનોની યાદીમાં લક્ષ્મી મિત્તલ ટોચના ક્રમે
રશિયામાં સૌથી મોટા મંદિરને તોડવાનો કોર્ટનો આદેશ
 
 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં નેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved