Last Update : 01-April-2012,Sunday
 
રામ રાખે તેને કોણ ચાખે ?
બ્રિટનમાં એક કૂતરાએ ઇમર્જન્સી નંબર ડાયલ કરી જીવ બચાવ્યો !
ટેલિફોનના વાયરના ફાંસલામાં ફસાયેલા કૂતરાના પંજાથી ૯૯૯ નંબર ડાયલ થયો
લંડન, તા. ૨૯
અંગ્રેજીમાં કહેવત છે કે 'એવરી ડોગ હેઝ હીઝ ડે' દરેક કુતરાનો પણ એક સમય હોય છે. પણ આ કહેવત બ્રિટનના એક કુતરાને જુદી જ રીતે લાગુ પડી. 'બેસેટ હોન્ડ' નસ્લના એક કુતરાના ગળા ફરતો ટેલીફોનનો વાયર વિંટળાઇ જતા તેને શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગી પણ કુદરતનો ચમત્કાર ગણો કે પછી જયોર્જ નામના આ બે વર્ષીય કુતરાનું આયુષ્ય પણ કુતરો બચી ગયો !
બન્યું એવું કે કુતરાના ગળે વાયર વીંટળાઈ જતા કુતરો ટેલીફોન પાસે જ છુટવા માટે મથામણ કરી રહ્યો હતો અને તરફડી રહ્યો હતો. તેની મથામણ દરમ્યાન કુતરાના પંજાથી જ ૯૯૯ નંબર દબાયો હોય કે ગમે તે કારણોસર પણ પશ્ચિમ યોર્કશાયરના ઇમર્જન્સી વિભાગનો ફોન ધણધણી ઊઠયો ઇમર્જન્સી સેવાના કર્મચારીએ ફોન ઉઠાવ્યો પણ તેમાં માત્ર જોરથી હાંફવાનો, શ્વાસ લેવાનો જ અવાજ સંભળાતો હતો ! કોઈ ફરિયાદ કરતું નહતું પણ ઇમર્જન્સી વિભાગે મામલાને ગંભીર ગણીને તરત જ પોલીસ તંત્રનું ધ્યાન દોર્યું અને યોર્કશાયર પોલીસ ફોન નંબરના આધારે એડ્રેસ મેળવીને તરત જ ડ્રાઇવીંગ શિખવવાનો વ્યવસાય કરતા સ્ટીવ બ્રાઉનના ઘરે પહોંચ્યા પણ ત્યાં તાળું હતું.
પડોશમાં રહેતા પોલ વોકરને ત્યાં તપાસ કરી તો ચાવી તેમને ત્યાં હતી. જયારે બંધ મકાનમાં સ્ટીવ બ્રાઉન અને તેની પુત્રી લીડીઆ રહેતા હોવાનું અને અત્યારે તે ઘરે ન હોવાનું માલુમ પડયું. તાળું ખોલીને પોલીસ જયારે મકાનમાં પ્રવેશીને મૃતદેહને આરોપીઓને ઝડપી લેવાની નેમ સાથે રૃમો ફેંદતી હતી ત્યારે પડોશી પોલ વોકરે જોયું કે કુતરો ટેલીફોનના વાયરમાં અટવાયેલો હતો. તેને ગળા ફરતે વાયરનો ગાળીયો એટલો ટાઇટ થઇ ગયો હતો અને એ એટલો ડરી ગયેલો હતો કે તેનામાં ભસવાની પણ હોંશ રહી ન હતી. વોકરે પોલીસને આ દ્રષ્ય દર્શાવ્યું અને પોલીસ સહિત તમામ હસી પડયા. વોકર તેમજ પોલીસે કુતરાને મુકત કરી દીધો.
વોકરે પત્રકારોને કહ્યું હતું કે તે (કુતરો) ખુબ જ ડરી ગયેલો હતો. મેં તાત્કાલીક વાયર કાઢી નાંખ્યો પણ તેણે ૯૯૯ કેવી રીતે ડાયલ કર્યો તે સમજાતું નહતું. હા ૯ નંબર પર તેના પંજાનું નિશાન હતું.
જયારે કુતરાની માલીક લીડીયાએ કહ્યું કે તેના પંજાથી સતત ૯ નંબર દબાઈ ગયો હશે. અન્યથા તે મૃત્યુ પામ્યો હોત. અમને હજી પણ ખબર નથી કે તેણે ઇમર્જન્સી નંબર કયા પ્રકારે ડાયલ કર્યો કેમ કે તે બહુ હોંશીયાર નથી. તે ઘણીવાર મોજા ચાવી જાય તેવો અણઘડ કુતરો છે. જો કે આખા પ્રસંગને અંતે એ બાબત તો નક્કી થાય જ કે 'જાકો રાખે સાંઈઆ મારી શકે ના કોઈ, બાલન બાંકા કરી શકે સોજગ બેરી હોય.'

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નિફ્ટી ૫૧૮૮થી ૫૪૧૧, સેન્સેક્ષ ૧૭૦૫૫થી ૧૭૭૭૭ની રેન્જમાં ફંટાશે
જેમ્સ-જ્વેલરીની નિકાસ ૩૯ ટકા ગગડીને ૨.૭ અબજ ડોલર
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
ઓરિસ્સામાં પોસ્કોના રૃપિયા ૬૧૦૦૦ કરોડના પ્લાન્ટને મંજૂરી સસ્પેન્ડ
ત્રણ વર્ષમાં પ્રથમવાર ભારતની ચૂકવણીની તુલા વિપરિત થઈ
ઓઈલ કંપનીઓનો પેટ્રોલના ભાવ વધારાનો નિર્ણય મોકૂફ
એક માસમાં સિંગતેલમાં રૃ.૨૦૦નો તોતિંગ વધારો
આઇપીએલ-૫માં જાહેરખબરોમાંથી રૃપિયા ૭૬૦ કરોડની આવક થશે
ભારતીય ટીમ ૨૭.૫ ઓવરો રમીને સાઉથ આફ્રિકાથી પરત આવશે
તેંડુલકરનો ૧૦૦ સદીનો રેકોર્ડ ક્યારેય નહીં તુટે ઃ ગિલક્રિસ્ટ

આઇપીએલમાં દિલ્હી અને ડેક્કનની મેચોના કાર્યક્રમમાં ફેરફાર

માયામી માસ્ટર્સ ઃ યોકોવિચ અને મરે વચ્ચે ફાઇનલ મુકાબલો

રેલ્વેમાં ભાડાવધારો આજથી અમલી એસી વર્ગ ૧- ૨માં ભાડા વધશે
સૌથી શ્રીમંત એશિયનોની યાદીમાં લક્ષ્મી મિત્તલ ટોચના ક્રમે
રશિયામાં સૌથી મોટા મંદિરને તોડવાનો કોર્ટનો આદેશ
 
 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં નેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved