Last Update : 01-April-2012,Sunday
 

૧૩.૫ અબજ પાઉન્ડની મિલ્કત સાથે
સૌથી શ્રીમંત એશિયનોની યાદીમાં લક્ષ્મી મિત્તલ ટોચના ક્રમે

૯.૫ અબજ પાઉન્ડ સાથે હીન્દૂજા દ્વિતીય ક્રમે વેદાંત ગુ્રપના અનિલ અગ્રવાલ ૩.૨ અબજની મિલકત સાથે તૃતીય ક્રમે
(પી.ટી.આઈ.) લંડન, તા. ૩૧
એનઆરઆઈ સ્ટીલ-ટાઈકૂન લક્ષ્મી મિત્તલ અને તેમનાં કુટુંમ્બની મિલ્કતમાં ૨ અબજ પાઉન્ડ ઘટાડો થઈ તે, ૧૩.૫ અબજ પાઉન્ટ જેટલી થઈ હોવા છતાં ૨૦૧૨ની એશિયન-રીચની યાદીમાં તેઓ ટોચનાં સ્થાને રહ્યાં છે.
બ્રિટનના ''૧૦૧ સૌથી શ્રીમંત એશિયનો ઃ ૨૦૧૨''ની ''એશિયન રિચ લિસ્ટ''ની યાદી ''ઇસ્ટર્ન આઇ'' દ્વારા પ્રસિદ્ધ કરાઈ છે. આ ''ઈસ્ટર્ન આઈ'' એશિયન મિડીયા એન્ડ માર્કેટિંગ ગૂ્રપ (એએમજી)નું પ્રકાશન છે.
આ ''રિચ-લિસ્ટ'' ગઇકાલે રાત્રે એશિયન મિડીયા એન્ડ માર્કેટિંગ ગૂ્રપના સીપીઈ એડીટર-ઇન-ચીફ રમણિકલાલ સોલંકીએ એશિયન બિઝનેસ એવોર્ડઝ સમારંભ સમયે પ્રસિદ્ધ કર્યું હતું.
૨૦૧૨નાં વર્ષમાં, ટ્રાન્સપોર્ટથી ઓઈલ સુધી જેમના વ્યવહારો પથરાયેલા છે તેવા હિન્દૂજાની સંપત્તિમાં ૯.૫ અબજ પાઉન્ડ જેટલી થઈ છે. આ રીતે તેઓ રીચ-એશિયાની યાદીમાં દ્વિતીય ક્રમે રહેલાં છે.
વેદાંત ગૂ્રપના ચેરમેન અનિલ અગ્રવાલ પાસે ૩.૨ અબજ પાઉન્ડની સંપત્તિ છે. તેઓ આ યાદીમાં ત્રીજા ક્રમે રહેલા છે. જોકે તેમની સંપત્તિમાં ૧.૩ અબજ પાઉન્ડનો ઘટાડો થયો છે. ૨૦૧૧નાં વર્ષમાં વેદાંત ગુ્રપની કુલ સંપત્તિ ૪.૫ અબજ પાઉન્ડ હતી.
કેપ્રોના ચેરમેન અને વેસ્ટમિન્સર યુનિવર્સિટી તથા વૉલ્વરહેમ્પટન યુનિવર્સિટીના ચાન્સેલર લોર્ડ સ્વરાજ પોલ શ્રીમંત એશિયનોની યાદીમાં, ૬૭૫૦ લાખ પાઉન્ડની સંપત્તિ સાથે આ યાદીમાં ૭મા ક્રમે આવે છે. તેઓની સંપત્તિમાં ગત વર્ષ કરતાં આ વર્ષે ૭ કરોડ ૫૦ લાખ પાઉન્ડનો વધારો થયો છે. આ અહેવાલ પ્રમાણે પોતાનાં ૮૧ વર્ષનાં જીવનકાળ દરમિયાન લોર્ડ પોલે ટેકનીકલ સંશોધનો પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમના મતે હવે ''કોમ્પોઝિટસ'' તરીકે ઓબામાના કાર્બન ફાયબર ભવિષ્યમાં પોલાદનું સ્થાન લઈ શકશે. એરબસ તેનો ઉપયોગ કરે છે. અને બોઇંગ-૭૮૭ પણ ભવિષ્યમાં તેનો ઉપયોગ કરશે.
ભારતમાં લોર્ડ પોલની ૩૬ કંપનીઓ કાર્યરત છે જેમાં ૮,૦૦૦ કર્મચારીઓ કામ કરે છે.
જેટ એરવેઝના નરેશ ગોયલનું સ્થાન આ યાદીમાં ૧૯મું છે. તેઓની મિલકત ૨,૭૫૦ લાખ પાઉન્ડ જેટલી છે. જ્યારે વીટા માયોટિક્સના કરતાર લલવાણી અને તેમના પુત્ર તેજ લલવાણી ૧,૫૫૦ લાખ પાઉન્ડની મિલ્કત સાથે આ યાદીમાં ૩૦માં ક્રમે રહેલાં છે.
આ સમારંભમાં બોલતાં આર્સેલર મિત્તલના ચેરમેન અને સીઇઓ લક્ષ્મી મિત્તલે કહ્યું હતું કે, ''આપણે તે સ્વીકારવું જ પડે તેમ છે કે, હજી પણ વિશ્વ અર્થતંત્ર, વિશેષતઃ વિકસિત દેશોનું અર્થતંત્ર હજી બટકણું જ રહ્યું છે. ચીન અત્યારે વિકાસ ક્ષેત્રે અગ્રેસર છે. તેમ છતાં ભારત, દક્ષિણ અમેરિકા, દક્ષિણ આફ્રિકા અને મધ્યપૂર્વનાં અર્થતંત્રો પણ ધ્યાનાકર્ષક બની રહ્યાં છે.''
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નિફ્ટી ૫૧૮૮થી ૫૪૧૧, સેન્સેક્ષ ૧૭૦૫૫થી ૧૭૭૭૭ની રેન્જમાં ફંટાશે
જેમ્સ-જ્વેલરીની નિકાસ ૩૯ ટકા ગગડીને ૨.૭ અબજ ડોલર
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
ઓરિસ્સામાં પોસ્કોના રૃપિયા ૬૧૦૦૦ કરોડના પ્લાન્ટને મંજૂરી સસ્પેન્ડ
ત્રણ વર્ષમાં પ્રથમવાર ભારતની ચૂકવણીની તુલા વિપરિત થઈ
ઓઈલ કંપનીઓનો પેટ્રોલના ભાવ વધારાનો નિર્ણય મોકૂફ
એક માસમાં સિંગતેલમાં રૃ.૨૦૦નો તોતિંગ વધારો
આઇપીએલ-૫માં જાહેરખબરોમાંથી રૃપિયા ૭૬૦ કરોડની આવક થશે
ભારતીય ટીમ ૨૭.૫ ઓવરો રમીને સાઉથ આફ્રિકાથી પરત આવશે
તેંડુલકરનો ૧૦૦ સદીનો રેકોર્ડ ક્યારેય નહીં તુટે ઃ ગિલક્રિસ્ટ

આઇપીએલમાં દિલ્હી અને ડેક્કનની મેચોના કાર્યક્રમમાં ફેરફાર

માયામી માસ્ટર્સ ઃ યોકોવિચ અને મરે વચ્ચે ફાઇનલ મુકાબલો

રેલ્વેમાં ભાડાવધારો આજથી અમલી એસી વર્ગ ૧- ૨માં ભાડા વધશે
સૌથી શ્રીમંત એશિયનોની યાદીમાં લક્ષ્મી મિત્તલ ટોચના ક્રમે
રશિયામાં સૌથી મોટા મંદિરને તોડવાનો કોર્ટનો આદેશ
 
 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં નેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved