Last Update : 01-April-2012,Sunday
 
નવસારી નાયકચારી ધુ્રતિ પટેલ હત્યા કેસમાં
દિવ્યેશની પ્રેમિકા કોમલ ગાંધીએ આપઘાત કર્યાની અફવાથી દોડધામ
વલસાડ રહેતી કોમલ ગાંધીના આપઘાતની અફવા ફેલાતા પોલીસ કંટ્રોલ અને સીટી પોલીસના ફોન સતત રણક્યા
વલસાડ, શનિવાર
નવસારીનાં ચકચારી ધુ્રતિ પટેલ હત્યા કેસમાં દિવ્યેશની પ્રેમિકા કમ સેલ્સગર્લ એવી હાલ વલસાડ રહેતી કોમલગાંધીએ સમાજના અને પોલીસનાં ડરથી આપઘાત કરી લીધો હોવાની આફવાથી પોલીસ તંત્ર દોડતું થઇ ગયું હતું. આ બનાવની પુછપરછ માટે સવારથી સાંજ સુધી વલસાડ પોલીસ કંટ્રોલ રૃમ અને સીટી પોલીસ સ્ટેશનના ફોન સતત રણકતા રહેતાં પોલીસ પણ કંટાળી ગઇ હતી.
નવસારીના ચોક્સી પરિવારની પુત્રી અને પ્રભાત સ્ટોરનાં સંચાલકની પુત્રવધુ ધુ્રતિ દિવ્યેશ પટેલની તા.૨૫-૦૩-૧૨ના રોજ રાત્રે ભેદી સંજોગોમાં ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેમાં અંત પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી ધુ્રતિના સાસરીયાઓની ધરપકડ કરી હતી. લવમેરેજ કરનારાં આ દંપતિની લવસ્ટોરીમાં દરાર બનનારી સેલ્સગર્લ કમ દિવ્યેશની પ્રેમિકા કોમલગાંધી ૮ માસની ગર્ભવતી હોવાથી હાલ તેનાં સાસરે વલસાડ ખાતે રહે છે. પોતે આ કેસમાં ફસાઇ જવાની બીકે તથા સમાજમાં બદનામ થઇ જવાથી કોમલગાંધીએ સાસરામાં આપઘાત કરી લીધો હોવાની આજે અફવા ઉડી હતી. ધુ્રતિ પટેલ અને શ્વેતાં પાંચાલનાં હત્યા કેસમાં દરરોજ આંચકા અપાવનારી ઘટના બનતી હોય કોમલ ગાંધીએ આપઘાત કર્યો હોવાની અફવાને લોકોએ સાચી માની લીધી હતી.
પરિણામે આજે સવારથી જ વલસાડ પોલીસ કંટ્રોલ રૃમ તથા વલસાડ સીટી પોલીસનાં ફોન રણકી ઉઠયા હતા. વલસાડ સીટી પોલીસ સ્ટેશનનાં પીએસઓ રમેશભાઇનાં જણાવ્યા મુજબ કોમલ ગાંધીએ આપઘાત કર્યો હોવાની પુછપરછ માટે ૧૫થી વધુ ફોન આવ્યા હતાં.
આ મામલે વલસાડ ડીએસપી ડી.બી. વાઘેલાંને પુછતાં તેમણે મારી પાસે પણ અફવા આવી હતી એમ કહ્યું હતું. જોકે પોલીસ તપાસ કરી રહી છે એમ પણ ઉમેર્યુ હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નિફ્ટી ૫૧૮૮થી ૫૪૧૧, સેન્સેક્ષ ૧૭૦૫૫થી ૧૭૭૭૭ની રેન્જમાં ફંટાશે
જેમ્સ-જ્વેલરીની નિકાસ ૩૯ ટકા ગગડીને ૨.૭ અબજ ડોલર
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
ઓરિસ્સામાં પોસ્કોના રૃપિયા ૬૧૦૦૦ કરોડના પ્લાન્ટને મંજૂરી સસ્પેન્ડ
ત્રણ વર્ષમાં પ્રથમવાર ભારતની ચૂકવણીની તુલા વિપરિત થઈ
ઓઈલ કંપનીઓનો પેટ્રોલના ભાવ વધારાનો નિર્ણય મોકૂફ
એક માસમાં સિંગતેલમાં રૃ.૨૦૦નો તોતિંગ વધારો
આઇપીએલ-૫માં જાહેરખબરોમાંથી રૃપિયા ૭૬૦ કરોડની આવક થશે
ભારતીય ટીમ ૨૭.૫ ઓવરો રમીને સાઉથ આફ્રિકાથી પરત આવશે
તેંડુલકરનો ૧૦૦ સદીનો રેકોર્ડ ક્યારેય નહીં તુટે ઃ ગિલક્રિસ્ટ

આઇપીએલમાં દિલ્હી અને ડેક્કનની મેચોના કાર્યક્રમમાં ફેરફાર

માયામી માસ્ટર્સ ઃ યોકોવિચ અને મરે વચ્ચે ફાઇનલ મુકાબલો

રેલ્વેમાં ભાડાવધારો આજથી અમલી એસી વર્ગ ૧- ૨માં ભાડા વધશે
સૌથી શ્રીમંત એશિયનોની યાદીમાં લક્ષ્મી મિત્તલ ટોચના ક્રમે
રશિયામાં સૌથી મોટા મંદિરને તોડવાનો કોર્ટનો આદેશ
 
 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં નેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved