Last Update : 01-April-2012,Sunday
 
શ્વેતા પંચાલ મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલવા પોલીસની કવાયત
લખાણના નમૂના માટે ગોવિંદના ઘરે તપાસ, દારુની બોટલો મળી

ફિંગરપ્રિન્ટના નમૂના પણ લેવાયાઃ સ્યુસાઇડ નોટના અક્ષરો ચકાસવા હેન્ડરાઇટીંગ એક્ષપર્ટની મદદ લેવાશેઃ પરિવારના પણ નિવેદન લેવાયા

નવસારી, શનિવાર
નવસારીના ચકચારી શ્વેતા પંચાલના રહસ્યમય હત્યા કેસના આરોપી ગોવિંદ આસુદાણીએ પણ ભેદી સંજોગોમાં આપઘાત કરી લેતાં શ્વેતા પંચાલના હત્યાનું કારણ શોધવું પોલીસ માટે મુશ્કેલ બન્યું છે. પોલીસે આ રહસ્યમય મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલવા આજે ગોવિંદના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરી તેના ફિંગરપ્રિન્ટ, લખાણના નમૂના અને બે દારૃની બોટલ કબ્જે કરી હતી.
પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ એક સપ્તાહ અગાઉ નવસારી ટાટા હોલની બાજુમાં મહેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતી શ્વેતા પંચાલ રહસ્યમય રીતે ગુમ થઇ ગયા બાદ તેની ગળુ દબાવી હત્યા કરીને હાંસાપોર રેલ્વે ફાટક પાસે નિર્જન જગ્યામાંથી ફેંકી દેવામાં આવેલી લાશ મળી આવી હતી. આ ચકચારી હત્યા કેસમાં શ્વેતાના પતિના ખાસ મિત્ર ગોવિંદ આસુદાણી સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ફરાર થઇ ગયેલા ગોવિંદની લાશ ગઇકાલે ભેદી સંજોગોમાં વિરાવળ સ્થિત પૂર્ણા નદીના પુલ ઉપરથી લટકતી મળી આવી હતી. જેના કારણે શહેરમાં ભારે ચકચાર સાથે અનેક તર્ત-વિતર્કો વહેતા થયા છે.
ગોવિંદ પાસેથી ૧૯ પાનાની સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેના આધારે શ્વેતા અને ગોવિંદ એક બીજાના ગળાડૂબ પ્રેમમાં હોવાનું જાણવા મળે છે. ત્યારે ગોવિંદે શ્વેતાની હત્યા કેમ કરી ? તેનો કોઇ જવાબ મળતો નથી ! શ્વેતાની હત્યાનું રહસ્ય એક માત્ર ગોવિંદ પાસેથી જ મળી શકે તેમ હતું. પરંતુ તેણે ભેદી રીતે આપઘાત કરતાં શ્વેતાની હત્યાનું રહસ્ય વણઉકેલ્યું રહેવા પામ્યું છે. આ ચકચારી કેસની તપાસ રેન્જ આઇ.જી. હસમુખ પટેલે નવસારી એલસીબી પોલીસને સોંપી હતી.
આજરોજ નવસારી એલસીબી પોલીસે તપાસનો દૌર શરૃ કર્યો હતો. હત્યાનો આરોપી ગોવિંદ આસુદાણીના સિંધી કેમ્પ સ્થિત ઘરે પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. લગભગ ત્રણ કલાક ચાલેલા આ સર્ચ ઓપરેશન દરમ્યાન પોલીસે ગોવિંદની ફિંગરપ્રિન્ટ, તેના જુના ગુજરાતી-અંગ્રેજી અક્ષરોવાળા લખાણો કબ્જે કર્યા હતા. જે તેની પાસેથી મળી આવેલી સ્યુસાઇડ નોટના અક્ષરો સાથે મેળવવા હેન્ડરાઇટીંગ એક્સપર્ટ પાસે મોકલવામાં આવશે. સાથે તેના કબાટમાંથી બે દારૃની બાટલી પણ મળી આવતાં તેને કબ્જે કરી પોલીસે તે અંગે ગોવિંદ સામે પ્રોહીબીશનનો ગુનો નંધવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે શ્વેતાના પતિ અંકુર પંચાલની પૂછપરછ હાથ ધરી છે. જ્યારે ગોવિંદના પરિવારના પણ નિવેદનો લીધા હતા.
સમગ્ર પ્રકરણમાં શ્વેતાની હત્યા કેમ કરવામાં આવી હતી ? તેનો કોઇ ખુલાસો થઇ શક્યો નથી. એલસીબી પી.આઇ. કે.એન. પટેલ ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે.

 

ગોવિંદની સ્યુસાઇડ નોટમાં સૂચક લખાણ
નવસારી આવતાની સાથે જ હું તારી પાસે આવીશ, મારે કોઇને મળવું નથી
મારો ડીકો (શ્વેતા) મરવા કહેતો ત્યારે મેં રોકેલી, તારે મરવું હોય ત્યારે કહેજે તને મારીને હું પણ તારી પાસે આવીશ
નવસારી, શનિવાર
''નવસારી આવતાની સાથે જ હું તારી પાસે આવીશ, ડીકા (શ્વેતા) તારા આત્માની શાંતિ માટે મે હરિદ્વારમાં પૂજા કરાવી છે, મેં મારી અને તારી માફી માંગી છે'' આ વાક્યો ગઇકાલે ભેદી રીતે આપઘાત કરનાર ગોવિંદ આસુદાણીએ પોતાની ૧૯ પાનાની સ્યુસાઇડ નોટમાં લખ્યા છે. વધુમાં એવું લખ્યુ છે કે, મારો ડીકો મરવા કહેતો હતો. ત્યારે મેં મરવા રોકેલી તારે જ્યારે મરવું હોય ત્યારે કહેજે હું તને મારીને હું પણ તારી પાસે આવી જઇશ ! ગોવિંદ કોણ ? ગોવિંદ કેવો ? ગોવિંદ એટલે શું શું કરી શકે ? ગોવિંદ ગોવિંદ ગોવિંદ આ શબ્દો બોલતા રહો તમારૃં જીવન સફળ બની જશે ! એવા ઉલ્લેખ સાથે ગોવિંદે નવસારીમાં કોઇને મળવું નથી. આવતાની સાથે જ તારી પાસે આવીશ એવું લખી પોતાના પરિવારની માફી પણ માંગી છે. તેણે લખ્યું છે કે, મમ્મી-પપ્પા દરેક પાસે માફી માંગવી છે મને માફ કરજો ! વધુમાં તેણે અંકુર પણ નિર્દોષ છે. અને મારો ડીકો પણ નિર્દોષ છે. હું મારા ડીકા પાસે જાઉ છું ! મને માફ કરજો મારો ડીકો બહુ સારો હતો. અમને બન્નેને માફ કરજો ! એ મને બોલાવે છે. હું આવી રહ્યો છું. ! એવું લખાણ મરનાર ગોવિંદે પોતાની સ્યુસાઇડ નોટમાં લખ્યું છે. ગોવિંદ અને શ્વેતા બંન્ને એક બીજાનાં ગળાડૂબ પ્રેમમાં હતા. અને ગોવિંદ શ્વેતાને લાડથી ડીકો કહેતો હતો.

 

ગોવિંદના ભેદી મોત બાદ શ્વેતાના પતિ અંકુરની સઘન પૂછપરછ
અંકુરે જ તેનો અને શ્વેતાનો પાસપોર્ટ ગુમ કર્યો તથા અંકુરને લંડનની કોઇ યુવતિ સાથે પ્રેમસંબંધ હોવાની ચર્ચા
નવસારી, શનિવાર
નવસારીના ચકચારી શ્વેતા પંચાલ હત્યા કેસના આરોપી ગોવિંદના ભેદી આપઘાત બાદ શ્વેતાનો પતિ અંકુર શંકાના ઘેરામાં આવી ગયો છે. શ્વેતાની હત્યાનું કારણ જાણવા માટે પોલીસ અંકુરની સતત પૂછપરછ કરી રહી છે.
શ્વેતા પંચાલની રહસ્યમય હત્યા પ્રકરણમાં પોલીસે ગોવિંદ સામે હત્યાનો ગુનો નોંધ્યા બાદ આરોપી ગોવિંદની લાશ ગઇકાલે રહસ્યમય રીતે પૂર્ણા નદીના પુલ ઉપરથી લટકતી મળી આવી હતી. આથી શ્વેતાની હત્યા કયા કારણસર થઇ હતી ? તેના રહસ્ય ઉપર હાલ પડદો પડી ગયો છે. ગોવિંદના પરિવારજનોએ ગોવિંદને આ કેસમાં ફસાવામાં આવ્યો છે. તથા તેણે આપઘાત કર્યો નથી, પરંતુ તેની હત્યા કરાઇ છે એવી ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો.
ગોવિંદના રહસ્યમય આપઘાત બાદ શ્વેતાનો પતિ શંકાના ઘેરામાં આવી ગયો છે. પોલીસ તેની સતત પૂછપરછ કરી રહી છે. શ્વેતા અને અંકુરના પાસપોર્ટ ગુમ કરવા પાછળ પહેલા ગોવિંદનું નામ ચર્ચામાં હતું. પણ હવે પાસપોર્ટ ગુમ કરવાનું કારસ્તાન અંકુરે જ કર્યું હોવાની ચર્ચાએ ભારે જોર પકડયું છે. કહેવાય છે કે અંકુરને લંડનમાં કોઇ યુવતિ સાથે પ્રેમ થઇ ગયો હતો અને અંકુર તેની સાથે પરણવા માંગતો હતો. જેથી તેણે ગોવિંદે પાસપોર્ટ ગુમ કર્યા હોવાની વાત ફેલાવી હોવાની ચર્ચાએ જોર પકડયું છે.

 

 
 
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નિફ્ટી ૫૧૮૮થી ૫૪૧૧, સેન્સેક્ષ ૧૭૦૫૫થી ૧૭૭૭૭ની રેન્જમાં ફંટાશે
જેમ્સ-જ્વેલરીની નિકાસ ૩૯ ટકા ગગડીને ૨.૭ અબજ ડોલર
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
ઓરિસ્સામાં પોસ્કોના રૃપિયા ૬૧૦૦૦ કરોડના પ્લાન્ટને મંજૂરી સસ્પેન્ડ
ત્રણ વર્ષમાં પ્રથમવાર ભારતની ચૂકવણીની તુલા વિપરિત થઈ
ઓઈલ કંપનીઓનો પેટ્રોલના ભાવ વધારાનો નિર્ણય મોકૂફ
એક માસમાં સિંગતેલમાં રૃ.૨૦૦નો તોતિંગ વધારો
આઇપીએલ-૫માં જાહેરખબરોમાંથી રૃપિયા ૭૬૦ કરોડની આવક થશે
ભારતીય ટીમ ૨૭.૫ ઓવરો રમીને સાઉથ આફ્રિકાથી પરત આવશે
તેંડુલકરનો ૧૦૦ સદીનો રેકોર્ડ ક્યારેય નહીં તુટે ઃ ગિલક્રિસ્ટ

આઇપીએલમાં દિલ્હી અને ડેક્કનની મેચોના કાર્યક્રમમાં ફેરફાર

માયામી માસ્ટર્સ ઃ યોકોવિચ અને મરે વચ્ચે ફાઇનલ મુકાબલો

રેલ્વેમાં ભાડાવધારો આજથી અમલી એસી વર્ગ ૧- ૨માં ભાડા વધશે
સૌથી શ્રીમંત એશિયનોની યાદીમાં લક્ષ્મી મિત્તલ ટોચના ક્રમે
રશિયામાં સૌથી મોટા મંદિરને તોડવાનો કોર્ટનો આદેશ
 
 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં નેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved