Last Update : 01-April-2012,Sunday
 
અપહરણ-હત્યા કેસના આરોપીનો લોકઅપમાં ફાંસો ખાઇ આપઘાત

ભાવનગરના તળાજાના વૃધ્ધ રવજીભાઇ બામણીયાની ફાયનાન્સરની હત્યા કરી લાશ સળગાવવાના ગુનામાં ધરપકડ થઇ હતી

(પ્રતિનિધિ દ્વારા) સુરત, શનિવાર
સુરતના વરાછા વિસ્તારમાં ૧૨ દિવસ અગાઉ ફાયનાન્સરનું અપહરણ કરી તેની હત્યાના બનાવમાં વરાછા પોલીસે ગત બપોરે જેની ધરપકડ કરી હતી તે ભાવનગરના તળાજાના વેજોદરી ગામના વૃધ્ધે ગત સાંજે વરાછા પોલીસ મથકના લોકઅપના ટોઇલેટમાં જ બારીના સળીયા સાથે કપડું બાંધી આત્મહત્યા કરી લીધી હતી. સાંજે ૬.૩૦ વાગ્યે બાથરૃમ ગયેલા વૃધ્ધ આરોપીની લાશ છેક રાત્રે ૧૧.૧૫ કલાકે અન્ય આરોપીને નજરે ચઢ્યા બાદ પોલીસને જાણ થઇ હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વરાછા અશ્વનીકુમાર રોડ સ્થિત રૃપસાગર સોસાયટીમાં રહેતા વૃધ્ધ ફાયનાન્સર- હીરા દલાલ લક્ષ્મણભાઇ બારીયાને ઉછીના લીધેલા રૃ।. ૨.૨૦ લાખ પરત આપવા નહીં પડે તે માટે ગત સોમવાર તા.૧૯મીના રોજ તેમનું અપહરણ કરી હત્યા કરી દેવામાં આવી હતી. લક્ષ્મણભાઇની ગળે ટૂંપો દઇ હત્યા કરી લાશ પણ સળગાવી દેનાર ત્રણ આરોપી મોલાભાઇ સોમતભાઇ બારીયા, તેના ભાઇ જીવણ અને વિનુ વિઠ્ઠલભાઇ બાંભણીયાની વરાછા પોલીસે ધરપકડ કરી હતી.
ત્રણેયની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે વિનુ લક્ષ્મણભાઇને ગુરુ મહારાજ આવવાના છે તેને મળવા લઇ જવાના બહાને લઇ ગયો હતો અને બાદમાં હત્યા કરી હતી. પોલીસની તપાસમાં ગુરુ મહારાજ સુરત આવી ગયા છે તેવું સ્થાપિત કરવા મોલાના ભાવનગર તળાજાના વેજોદરી ગામમાં રહેતા બનેવી રવજીભાઇ ખાંટાભાઇ બામણીયા (ઉ.વ.૬૨)એ ફોન કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.
આથી વરાછા પોલીસે તળાજાના ડાથા પોલીસને જાણ કરતાં ડાથા પોલીસ ૨૬મીની રાત્રે રવજીભાઇને ઉંચકી લાવી હતી અને તે રાત્રે ત્યાં જ લોકઅપમાં રાખ્યા હતા. બીજા દિવસે સુરતના વરાછા પોલીસ મથકના પી.એસ.આઇ. બી.એમ. દેસાઇ ડાથા આવી તેમને લઇ ગયા હતા. બે દિવસ પૂછપરછ કર્યા બાદ વરાછા પોલીસે ગત બપોરે અઢી કલાકે તેમની સત્તાવાર ધરપકડ કરી હતી.
દરમિયાન, અન્ય આરોપીઓ સાથે વરાછા પોલીસ મથકના લોકઅપમાં રાખવામાં આવેલા રવજીભાઇ ગતસાંજે ૬.૩૦ વાગ્યે લોકઅપના ટોઇલેટમાં ગયા હતા. પરંતુ ઘણા લાંબા સમય સુધી તે બહાર આવ્યા ન હતા. લોકઅપમાં રાખવામાં આવેલા હત્યાના અન્ય બનાવના આરોપી, જુગારના આરોપીઓ તેમજ તડીપાર ભંગના આરોપી આ બાબતથી તદ્દન અજાણ હતા. જ્યારે વરાછા પોલીસ મથકના સ્ટાફે પણ શિફટ બદલાઇ ત્યારે લોકઅપ ચેક કરવાની તસ્દી લીધી ન હતી.
ેછેક રાત્રે ૧૧.૧૫ કલાકે તજીપાર ભંગનો આરોપી ગૌરવ અશોકભાઇ બલર (રહે. ૨૦૧, ધર્મનંદન એપાર્ટમેન્ટ, માતૃશક્તિ રોડ, કાપોદ્રા) પેશાબ કરવા ટોઇલેટમાં ગયો ત્યારે રવજીભાઇ બારીના સળિયા સાથે કપડું બાંધી ગળે ફાંસો ખાધેલી હાલતમાં નજરે ચઢતાં તે ગભરાઇ ગયો હતો. તેણે બૂમાબૂમ કરતાં પી.એસ.ઓ. દોડી ગયો હતો અને આ અંગે પી.આઇ. આર.એસ. પટેલને જાણ કરી હતી.
પી.આઇ.એ તપાસ કરતાં રવજીભાઇ મૃત મળી આવ્યા હતા. રવજીભાઇએ આત્મહત્યા કરી લેતાં આ અંગે ઉચ્ચ અધિકારીઓ તેમજ રવજીભાઇના પરિવારને જાણ કરી વરાછા પી.આઇ.એ રવજીભાઇના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડયો હતો. વરાછા પોલીસે આ પ્રકરણમાં આત્મહત્યાનો ગુનો નોંધ્યો છે. વધુ તપાસ વરાછા પી.આઇ.આર. એસ. પટેલ કરી રહ્યા છે.

 

રવજીભાઇના મોત માટે જવાબદાર સામે ગુનો નોંધવા માંગણી
(પ્રતિનિધિ દ્વારા) સુરત, શનિવાર
વરાછા પોલીસ મથકના ટોઇલેટમાં આત્મહત્યા કરનાર રવજીભાઇના પરિવારજનોએ તેમનું ફરી પોસ્ટ મોર્ટમ કરી જવાબદાર સામે ગુનો નોંધાય તેમજ સીઆઇડી ક્રાઇમને તપાસ સોંપાય તેવી માંગણી કરી છે. રવજીભાઇની આત્મહત્યાને પગલે તેમના ગમમાં અને સમાજમાં ભારે રોષ વ્યાપી ગયો છે.
ફાયનાન્સર-હીરા દલાલનું અપહરણ કરી હત્યાના બનાવમાં ધરપકડ થયા બાદ વરાછા પોલીસ મથકના લોકઅપમાં બંધ ભાવનગરના તળાજાના વેજોદરી ગામના વૃધ્ધ રવજીભાઇ ખાટાભાઇ બામણીયાએ ગત સાંજે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.
ખેતીકામની સાથે માતાજીની કૃપા હોવાથી ભગત તરીકે પણ જાણીતા રવજીભાઇના એક ભાઇ મથુરભાઇ ભાવનગર ડીએસપી કચેરીમાં સિનીયર કલાર્ક છે જ્યારે બીજા ભાઇ મોહનભાઇ માજી સરપંચ છે. કોળી સમાજમાં પ્રતિષ્ઠીત કુટુંબ ગણાતો આ પરિવાર હંમેશા રચનાત્મક પ્રવૃત્તિ કરતો હોવાથી તેમની ધરપકડ બાદ આત્મહત્યાની ઘટનાને પગલે ભારે રોષ ફાટી નીકળ્યો છે.
રવજીભાઇના પરિવારજનોએ ટેલીફોનીક વાતચીતમાં તેમના મોત માટે પોલીસ જ જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો હતો. પરિવારજનો તેમજ સમાજના અગ્રણીઓએ રવજીભાઇના મૃતદેહનું ફરી પી.એમ.કર્યા બાદ જવાબદારો સામે હત્યાનો ગુનો નોંધવા અને સમગ્ર બનાવની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવા માંગણી કરી હતી.
કોળી સમાજના આગેવાન ભૂપતભાઇ બારૈયાએ ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે રવજીભાઇની ધરપકડ બાદ આત્મહત્યાને પગલે કોળી સમાજમાં તેમજ ગામમાં ભારે રોષ છે. આ બનાવની ન્યાયીક તપાસ થવી જોઇએ.

 

ટિફીન આપવા વહુને મળવા દેવાતે તો રવજીભાઇ બચી શક્યા હોત
(પ્રતિનિધિ દ્વારા) સુરત, શનિવાર
સામાજીક પ્રતિષ્ઠા ધરાવતા રવજીભાઇની અપહરણ-હત્યાના ગુનામાં ધરપકડ થતાં ભારે હતાસ હતા. વરાછા વિસ્તારમાં રહેતા અને ઘણા સમય અગાઉ ગુમ થઇ ગયેલા તેમના મોટા પુત્રની પત્ની ગત બપોરે તેમને પોલીસ મથકમાં ટીફીન આપવા ગઇ હતી ત્યારે રવજીભાઇ સાથએની વાતચીતમાં હતાશા સ્પષ્ટ જણાતી હતી.
વરાછા પોલીસે તે સમયે તેમની સત્તાવાર ધરપકડ કરી ન હતી. પરંતુ બપોરે ધરપકડ કર્યા બાદ જ્યારે સાંજે સાડા છના અરસામાં રવજીભાઇએ આત્મહત્યા કરી લીધી તે બાબતથી પોલીસ સ્ટેશનના કર્મચારીઓ અજાણ હતા. સાત વાગ્યે રવજીભાઇની પુત્રવધુ ટીફીન આપવા ફરી આવી હતી.
પરંતુ પોલીસે તેને મળવા દીધી ન હતી અને કાલે આવવા કહ્યું હતું. જો તે સમયે પોલીસે ટીફીન તેની પાસેથી લઇ રવજીભાઇ અંગે થોડી પણ તપાસ કરી હોત તો કદાચ તેમને બચાવી શક્યા હોત.

 

 
 
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નિફ્ટી ૫૧૮૮થી ૫૪૧૧, સેન્સેક્ષ ૧૭૦૫૫થી ૧૭૭૭૭ની રેન્જમાં ફંટાશે
જેમ્સ-જ્વેલરીની નિકાસ ૩૯ ટકા ગગડીને ૨.૭ અબજ ડોલર
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
ઓરિસ્સામાં પોસ્કોના રૃપિયા ૬૧૦૦૦ કરોડના પ્લાન્ટને મંજૂરી સસ્પેન્ડ
ત્રણ વર્ષમાં પ્રથમવાર ભારતની ચૂકવણીની તુલા વિપરિત થઈ
ઓઈલ કંપનીઓનો પેટ્રોલના ભાવ વધારાનો નિર્ણય મોકૂફ
એક માસમાં સિંગતેલમાં રૃ.૨૦૦નો તોતિંગ વધારો
આઇપીએલ-૫માં જાહેરખબરોમાંથી રૃપિયા ૭૬૦ કરોડની આવક થશે
ભારતીય ટીમ ૨૭.૫ ઓવરો રમીને સાઉથ આફ્રિકાથી પરત આવશે
તેંડુલકરનો ૧૦૦ સદીનો રેકોર્ડ ક્યારેય નહીં તુટે ઃ ગિલક્રિસ્ટ

આઇપીએલમાં દિલ્હી અને ડેક્કનની મેચોના કાર્યક્રમમાં ફેરફાર

માયામી માસ્ટર્સ ઃ યોકોવિચ અને મરે વચ્ચે ફાઇનલ મુકાબલો

રેલ્વેમાં ભાડાવધારો આજથી અમલી એસી વર્ગ ૧- ૨માં ભાડા વધશે
સૌથી શ્રીમંત એશિયનોની યાદીમાં લક્ષ્મી મિત્તલ ટોચના ક્રમે
રશિયામાં સૌથી મોટા મંદિરને તોડવાનો કોર્ટનો આદેશ
 
 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં નેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved