Last Update : 01-April-2012,Sunday
 

જય રઘુનંદન જય સીયારામ, હે પરદુઃખ ભંજન તુમ્હે પ્રણામ
કૌશલ્યાનંદનનો જન્મોત્સવ ઉજવવા આજે સૌરાષ્ટ્ર બનશે રામમય

શોભાયાત્રા, મહાપૂજા, મહાઆરતી, સત્સંગ, સુંદરકાંડના પાઠ, રામધૂન, ચોપાઇ ગાન સહિતના કાર્યક્રમો યોજાશેઃ ચારેબાજુ છવાશે ધર્મોત્સવ
પ્રતિનિધિઓ દ્વારા રાજકોટ, તા. ૩૧
સૌરાષ્ટ્રભરમાં રવિવારે કૌશલ્યાનંદરન શ્રીરામ જન્મોત્સવ ભારે ધૂમધામથી ભક્તિભાવ સાથે ઉજવાશે. રામનવમી નિમિત્તે ઠેર ઠેર શોભાયાત્રા યોજાશે. આ ઉપરાંત મહાપૂજા, મહાઆરતી સત્સંગ, સુંદરકાંડના પાઠ, રામધૂન, ચોપાઇ ગાન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. રામમંદિરો રોશની, ધજાપતાકાના અનેરા શણગારથી દિપી ઉઠયા છે.
* જામનગરમાં હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવહર મિત્રમંડળના નેજા હેઠળ તા. ૧ના રામનવમી નિમિત્તે ભવ્ય રામસવારીનું આયોજન કરાયું છે. રામનવમીના ૨૯ વર્ષ પૂર્ણ થઇને ૩૦માં વર્ષમાં પ્રવેશ થતો હોવાથી વિવિધ સંસ્થાઓ દ્વારા વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે. સાંજ ૪.૩૦ વાગ્યે તળાવની પાળે બાલા હનુમાનજીના મંદિરથી રામસવારીનું પ્રસ્થાન કરાવાશે. રામનવમીમાં વિવિધ સંસ્થાઓના સહયોગથી ૪૩થી વધુ સુંદર અને આકર્ષક ફલોટસ જોડાશે જ્યારે રામનવી સમગ્ર શહેરમા જેજે માર્ગો પર ધૂમવાની છે તે માર્ગ પર ૬૨ સ્થળોએ પ્રસાદ તથા સરબતનું વિતરણ કરાશે. રાત્રે ૧૨ વાગ્યે પંચેસ્વર ટાવર પાસે આવેલા ભગવાન રામચંદ્રજીના મંદિરે રામસવારીના પૂર્ણાહૂતિ કરાશે.
જામનગરમાંપંચેશ્વર ટાવર નજીકની લોહાણા મહાજનવાડીમાં તા. ૧-૪-૨૦૧૨ના શ્રી રામચંદ્રજીનો જન્મદિન ઉજવવા માટે રામાયણની પૂજા, ધ્વજારોહણ અને બપોરે ૧૨ વાગ્યે શ્રીરામ જન્મ આરતીનું આયોજન લોહાણા મહાજન સંસ્થા દ્વારા કરાયું છે.
* પોરબંદરમાં રવિવારે લોહાણા મહાપરિષદની કેળવણી સમિતિ દ્વાર ભગવાન શ્રીરામના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. સવારે જશરાજદાદા મંદિર, સ્ટેશન રોડથી મહાજનવાડી સુધી ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન થશે. શોભાયાત્રા બાદ બપોરે ૧૨ કલાકે રામભગવાનના જન્મોત્સવની ભવ્ય ઉજવણી સાથે મટકીફોડ લોહાણા મહાજનવાડીના રામમંદિર ખાતે યોજાશે. રવિવારે સાંજે ૬.૩૦ કલાકથી ધાર્મિક સંગીતસંધ્યા ઉપરાંત સુંદરકાંડ અને લોકડાયરાના સ્વરૃપમાં શ્રીરામ ચરિત સાથે ભજનો અને રવિવારે સાંજે ૫ કલાકે બાળકોની ધાર્મિક વેશભૂષા સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
પોરબંદરમાં નરસંગટેકરી ખાતે આવેલા સુપ્રસિધ્ધ સાંઇબાબાના મદિરે રામનવમી નિમિત્તે રામજન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. સવારે ૧૦ વાગ્યાથી રામધૂન અનેભજનોનો કાર્યક્રમ થશે અને ત્યારબાદ મહાપ્રસાદી યોજાશે.
ખંભાળિયા વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળના સંયુક્ત ઉપક્રમે ભવ્ય શોભાયાત્રા સાંજે ચાર વાગ્યે રામમંદિરેથી શરૃ થઇ, બરછા સ્ટ્રીટ, લુહાર ચાળ, ગુગળી ચોક, વિજય ચોક, શાકમાર્કેટ, રાજડા રોડ, જોધપુર ગેઇટ, નગર ગેઇટ, વિગેરે વિસ્તારોમાંથી પસાર થઇ રામમંદિરે પૂર્ણ થશે.
ખંભાળિયાના રઘુવંશી એકતા મંચ દ્વારા લોહાણા મહાજનના સાથ સહકારથી રવિવારે રામનવમી નિમિત્તે રઘુવંશી જ્ઞાાતિના તમામ ભાઇઓ-બહેનો, પરિવારો માટે આજે સમુહ પ્રસાદનું આયોજન બેઠક રોડ પર આવેલ વી.ડી. બરછા લોહાણા મહાન વાડી ખાતે કરાયેલ છે.
આ ઉપરાંત ખંભાળિયાની લોહાણા વિદ્યાર્થી ભુવનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રામનવમીના પવિત્ર દિવસે શ્રી રામ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થશે. બપોરે બાર વાગ્યે રામજન્મોત્સવ ઉજવાશે. જલારામ મંદિરે પણ રામનવમી નિમિત્તે બપોરે બાર વાગ્યે રામજન્મોત્સવની ઉજવણી, આરતી સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે.
* રામચરિત માનસ સુંદરકાંડ મંદિર, ધોરાજી દ્વારા શ્રીરામમંદિર વઘાસિયા ચોરા, મુકામે રામજન્મોત્સવનો કાર્યક્રમ સવારે ૯ થી બપોરે ૧૨ વાગ્યા સુધી યોજાશે.
ધોરાજીના રામમંદિર ખાતેવર્ષોથી પરંપરા મુજબ ભગવાનશ્રી રામનો જન્મોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવશે. જેમાં શ્રીરામચંદ્ર ધૂન મંડળ અને દરિદ્ર નારાયણ ટ્રસ્ટ દ્વારા સવારે ૮ વાગ્યાથી સાંજના ૮ વાગ્યા સુધી અખંડ ૧૨ કલાક શ્રીરામ જય રામ જય જય રામ મહામંત્રની ધુન યોજાશે. બપોરે ૧૨ કલાકે ભવ્ય રામ જન્મોત્સવ ઉજવાશે. આ સાથે મહાઆરતી વગેરે કાર્યક્રમો યોજાશે. તેમજ કોલેજ ગ્રાઉન્ડમાં એક દિવસીય ભવ્ય લોકમેળો યોજાશે.
* વાંકાનેરના જડેશ્વર રોડ ઉપર આવેલ પ્રસિધ્ધ જડેશ્વર મહાદેવ મંદિરે રવિવારે બપોરે બાર વાગ્યે મહાઆરતી થશે સાજે ૫ વાગ્યે રામ ધુન અને રાત્રે સાડા નવ વાગ્યે સંતવાણી યોજાશે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નિફ્ટી ૫૧૮૮થી ૫૪૧૧, સેન્સેક્ષ ૧૭૦૫૫થી ૧૭૭૭૭ની રેન્જમાં ફંટાશે
જેમ્સ-જ્વેલરીની નિકાસ ૩૯ ટકા ગગડીને ૨.૭ અબજ ડોલર
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
ઓરિસ્સામાં પોસ્કોના રૃપિયા ૬૧૦૦૦ કરોડના પ્લાન્ટને મંજૂરી સસ્પેન્ડ
ત્રણ વર્ષમાં પ્રથમવાર ભારતની ચૂકવણીની તુલા વિપરિત થઈ
ઓઈલ કંપનીઓનો પેટ્રોલના ભાવ વધારાનો નિર્ણય મોકૂફ
એક માસમાં સિંગતેલમાં રૃ.૨૦૦નો તોતિંગ વધારો
આઇપીએલ-૫માં જાહેરખબરોમાંથી રૃપિયા ૭૬૦ કરોડની આવક થશે
ભારતીય ટીમ ૨૭.૫ ઓવરો રમીને સાઉથ આફ્રિકાથી પરત આવશે
તેંડુલકરનો ૧૦૦ સદીનો રેકોર્ડ ક્યારેય નહીં તુટે ઃ ગિલક્રિસ્ટ

આઇપીએલમાં દિલ્હી અને ડેક્કનની મેચોના કાર્યક્રમમાં ફેરફાર

માયામી માસ્ટર્સ ઃ યોકોવિચ અને મરે વચ્ચે ફાઇનલ મુકાબલો

રેલ્વેમાં ભાડાવધારો આજથી અમલી એસી વર્ગ ૧- ૨માં ભાડા વધશે
સૌથી શ્રીમંત એશિયનોની યાદીમાં લક્ષ્મી મિત્તલ ટોચના ક્રમે
રશિયામાં સૌથી મોટા મંદિરને તોડવાનો કોર્ટનો આદેશ
 
 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં નેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved