Last Update : 01-April-2012,Sunday
 
તેલમિલરોની ભાવવધારાની નીતિ સામે તમાશો જોતુ તંત્ર
સિંગતેલની સાથે સાઈડ તેલોમાં તેજી પ ામતેલમાં પણ ડબ્બે રૃા ૩૫નો ઉછાળો
છેલ્લા એક મહિનામાં સિંગતેલમાં રૃા ૨૦૦નો વધારો થતાં ડબ્બાનો ભાવ રૃા ૨૦૫૦, કપાસિયા અને પામતેલ પણ મોંઘું
રાજકોટ, શનિવાર
સિંગતેલ સહિત તમામ ખાદ્યતેલોમાં એકાએક તેજી ફાટી નીકળી છે. સિંગતેલ, કપાસિયા તેલમાં ડબ્બે રૃા ૨૦ વધ્યા છે. તો પામતેલમાં ડબ્બે રૃા ૩૫નો ઉછાળો આવતા ગૃહિણીઓમાં કાળો કકડાટ મચી ગયો છે. સિંગતેલ ૧ કિલોમાં રૃા ૨ વધી રૃા ૧૩૫ના ભાવ બોલાઈ ગયા છે. છેલ્લા એક મહિનામાં સીંગતેલમાં રૃા. ૨૦૦નો જંગી ઉછાળાએ રૃા. ૨૦૪૫થી ૨૦૫૦ના ભાવ બોલાઇ ગયા છે. જ્યારે પામ તેલમાં રૃા. ૧૦૦થી ૧૦૩૫ થઇ ગયા છે. ભાજપ સરકારે તેલ મિલરો પાસેથી ચૂંટણી ફંડનો મોટો તોડ કર્યો હોય ખાદ્યતેલોમાં અસહ્ય ઉછાળો થવા છતાં મૌન બેસી તમાશો નિહાળી રહી છે.
સીંગદાણામાં ડિમાન્ડ ઘટી છે. કેશોદ બાજુ સીંગદાણા ૪૦થી ૫૦ કાઉન્ટના રૃા ૭૧૦૦૦, ૬૦થી ૭૦ કાઉન્ટના રૃા ૭૦,૦૦૦ના ભાવ રહ્યાં છે. સીંગદાણા જી - ૧૦ના ભાવ રૃા ૭૩૦૦ હતા સીંગદાણામાં ટનદીઠ રૃા ૧૫૦૦થી ૨૦૦૦નો ઘટાડો થયો છે. મગફળીના ભાવ સ્થિર રહ્યાં છે. છતાં સિંગતેલના ભાવમાં ઘટવાના બદલે વધી રહ્યાં છે. ચાલુ વરસે મગફળીનો પાક ઓછો થયો છે તેવું સરકાર સારી પેટે જાણતી હોવા છતાં સૌરાષ્ટ્રમાંથી પરપ્રાંતમાં ઠલવાતા સીંગદાણા પર કોઈ જાતની રોક ન લગાવતા ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. મગફળીની નીકળતી સીઝનમાં ખેડૂતોને તેના ઉત્પાદનના પોષણક્ષમ ભાવનો મળ્યા નથી મગફળીની સીઝન સમયે મોટાભાગના ખેડુતોએ ખાંડીદીઠ રૃા ૯૫૦૦તી ૧૦,૦૦૦ના ભાવે મગફળી વેંચી દીધી હતી. ત્યારે તેલના ભાવ રૃા ૧૩૦૦ આસપાસ રહ્યાં હતાં. ખેડુતો પાસેથી નીચાભાવે માલ પડાવી લીધા પછી તેલમિલરોએ અને સંગ્રાહખોરોએ ભાવ ઉચકવાનું શરૃ કરતાં આજે મગફળીના ખાંડીના ભાવ રૃા ૨૨,૦૦૦થી ૨૩૦૦૦ અને સિંગતેલ ડબ્બાના ભાવ રૃા ૨૦૪૫થી ૨૦૫૦ની ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયાં છે. તેલમિલરોએ શરૃ કરેલી નફાખોરી સામે સરકારે ઘૂમટો તાણી લેતા આમ પ્રજાની દયનીય સ્થિતિ સર્જાઈ છે. ખાદ્યતેલોના ભાવમાં થોડો ઘણો વધારો થતો હતો ત્યારે કાગારોળ મચાવી નાખનારા ભાજપના કાર્યકરો હવે સિંગતેલના ભાવ રૃા ૨૦૦૦ની સપાટી કુદાવી ગયા છતાં કેમ ચૂપ બેઠા છે. તેવો સવાલ ઉઠયો છે. સિંગતેલ પાછળ સાઈડતેલોમાં પણ તેજી ફુંકાઈ છે. પામતેલમાં ડબ્બે રૃા ૧૦૦ વધી રૃા ૯૩૫ સામે રૃા ૧૦૩૫, સરસવતેલના પંદર દિવસ પહેલા રૃા ૧૨૧૦ હતાં તેમાં રૃા ૧૧૦ વધી રૃા ૧૩૨૦ મકાઈ તેલ, સનફલાવર તેલના ભાવ પણ રૃા ૧૨૨૦ થઈ જતાં ગરીબવર્ગને સાઈડતેલો પણ ખરીદવા મુશ્કેલ બન્યાં છે. સીંગદાણાની બેફામ નિકાસ થતાં પરિસ્થિતિ કાબુ બહાર જતી રહી છે. કાચામાલની અછતનો તેલમિલરોએ ભરપૂર ગેરલાભ ઉઠાવી તેલના ભાવને આંગળીના ઈશારે નચાવી આમ પ્રજાને લૂટી રહ્યાં છે. નવી ઉનાળુ મગફળીને બજારમાં આવતા એકથી દોઢ મહિના જેવો સમય લાગે તેમ છે. ત્યારે સરકાર તરફથી કોઈ આકરા પગલાં ન લેવામાં આવે તો તેલમિલરો ખાદ્યતેલોના ભાવને કયાં લઈ જાય તે કહેવું મુશ્કેલ છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નિફ્ટી ૫૧૮૮થી ૫૪૧૧, સેન્સેક્ષ ૧૭૦૫૫થી ૧૭૭૭૭ની રેન્જમાં ફંટાશે
જેમ્સ-જ્વેલરીની નિકાસ ૩૯ ટકા ગગડીને ૨.૭ અબજ ડોલર
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
ઓરિસ્સામાં પોસ્કોના રૃપિયા ૬૧૦૦૦ કરોડના પ્લાન્ટને મંજૂરી સસ્પેન્ડ
ત્રણ વર્ષમાં પ્રથમવાર ભારતની ચૂકવણીની તુલા વિપરિત થઈ
ઓઈલ કંપનીઓનો પેટ્રોલના ભાવ વધારાનો નિર્ણય મોકૂફ
એક માસમાં સિંગતેલમાં રૃ.૨૦૦નો તોતિંગ વધારો
આઇપીએલ-૫માં જાહેરખબરોમાંથી રૃપિયા ૭૬૦ કરોડની આવક થશે
ભારતીય ટીમ ૨૭.૫ ઓવરો રમીને સાઉથ આફ્રિકાથી પરત આવશે
તેંડુલકરનો ૧૦૦ સદીનો રેકોર્ડ ક્યારેય નહીં તુટે ઃ ગિલક્રિસ્ટ

આઇપીએલમાં દિલ્હી અને ડેક્કનની મેચોના કાર્યક્રમમાં ફેરફાર

માયામી માસ્ટર્સ ઃ યોકોવિચ અને મરે વચ્ચે ફાઇનલ મુકાબલો

રેલ્વેમાં ભાડાવધારો આજથી અમલી એસી વર્ગ ૧- ૨માં ભાડા વધશે
સૌથી શ્રીમંત એશિયનોની યાદીમાં લક્ષ્મી મિત્તલ ટોચના ક્રમે
રશિયામાં સૌથી મોટા મંદિરને તોડવાનો કોર્ટનો આદેશ
 
 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં નેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved