Last Update : 01-April-2012,Sunday
 

સાબરકાંઠા જિલ્લાના ૬૦૦ તળાવ ખાલીખમ બનતાં ગંભીર પરિસ્થિતિ

અનેક વિસ્તારોમાં સિંચાઈનો કોઈ લાભ મળતો નહી હોવાથી આવનારા દિવસો વિકટ બનવાના એંધાણ

બાયડ, તા. ૩૧
ઉનાળાની શરૃઆત થતાં જ સર્વત્ર પાણીના પોકાર શરૃ થઈ ગયા છે તેમાં સાબરકાંઠા જિલ્લો પણ બાકાત નથી. જિલ્લાના ૬૦૦ જેટલાં તળાવો સુકાભઠ્ઠ થઈ જતાં આવનારા દિવસોમાં પાણીની ગંભીર સ્થિતિ સર્જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે ત્યારે આ દિશામાં વહીવટી તંત્ર અસરકારક કામગીરી કરી અંતરીયાળ વિસ્તારમાં પાણી પહોંચાડે તેવી માંગણી ઉઠી છે.
ઉનાળાની શરૃઆત સાથે જ ગરમીનો પારો ૪૧ ડિગ્રીએ પહોંચી ગયો છે અને આવનારા દિવસોમાં રેકોર્ડ બ્રેક ગરમી નોંધાશે તે નિશ્ચિત બન્યું છે. જિલ્લાના ૧૩ તાલુકાના અનેક છેવાડાના વિસ્તારોમાં પાણીની સમસ્યા પ્રતિદિન ગંભીર સ્વરૃપ ધારણ કરી રહી છે અને ૬૦૦ જેટલાં તળાવોમાંથી પાણી અદ્રશ્ય થઈ જતાં ઉનાળાના આવનારા દિવસો આકરા બનશે તેવું જણાઈ રહ્યું છે.
ખાસ કરીને મેઘરજનો આદિવાસી વિસ્તાર, ભિલોડા, માલપુર અને વિજયનગરના અંતરીયાળ વિસ્તારોમાં પાણીની સમસ્યા શરૃ થઈ ગઈ છે. ૬૦૦ તળાવો ખાલીખમ બનતાં પશુપાલકો પણ ચિંતિત બન્યા છે. વળી મેઘરજ,માલપુર, વિજયનગર અને ભિલોડા તાલુકામાં સિંચાઈની કોઈ જ સગવડ ન હોવાથી લોકો ચિંતાતુર બન્યા છે.
બાયડ, ધનસુરા અને તલોદ-પ્રાંતિજના લોકો માટે જીવાદોરી સમાન સુજલામ-સુફલામ કેનાલમાં પાણી બંધ કરી દેવામાં આવતાં કેનાલ સૂકાઈ ગઈ છે. જિલ્લાના છેવાડાના અનેક વિસ્તારોમાં મહિલાઓ પીવાનું પાણી પણ એક-બે કિલોમીટર દૂરથી લાવી રહી છે. અનેક ગામોમાં પાણી પૂરુ પાડતા હેન્ડપંપ પણ તૂટી જતાં લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૧૩ તાલુકાનો સરવે કરવામાં આવે અને લોકોને પાણીની જરૃરીયાત પૂરી કરવામાં આવે તે અત્યંત જરૃરી બન્યું છે. ઉનાળાના બાકી અઢી મહિના જેટલો સમય કેટલો કપરો બનશે તે તો આવનારો સમય જ બતાવશે પરંતુ, અત્યારથી તળાવોથી લઈ ચેકડેમો સુકાભઠ્ઠ થઈ ગયા છે ત્યારે તંત્ર તરફથી કેવા અસરકારક પગલાં ભરવામાં આવે છે તેના ઉપર મીટ મંડાયેલી છે.

 

ગામડાઓમાં અનેક હેન્ડપંપ શૉ-પીસ
જિલ્લાના ૧૩ તાલુકાઓના અનેક ગામડાઓમાં પાણીની સમસ્યા દૂર કરવા માટે હેન્ડપંપ બનાવવામાં આવ્યા છે પરંતુ, આજે જ્યારે પાણીની તાતી જરૃરીયાત ઉભી થઈ છે તેવા સમયે ૫૦ ટકાથી વધુ હેન્ડપંપ શૉ-પીસ બની ગયા છે અને લોકો પાણી માટે આમતેમ ભટક્યા કરે છે. તૂટી ગયેલા હેન્ડપંપનો સરવે કરી તૈયાર કરવામાં આવે તો લોકોને થોડી ઘણી રાહત મળી શકે તેમ છે.

 

સુજલામ-સુફલામ કેનાલ સૂકાઈ ગઈ
સાબરકાંઠા જિલ્લાના બાયડ, ધનસુરા અને તલોદ-પ્રાંતિજ તાલુકાના ખેડૂતો માટે જીવાદોરી સમાન સુજલામ-સુફલામ કેનાલ સૂકાઈ ગઈ છે. છેલ્લા બે મહિનાથી પાણી છોડવામાં નહી આવતાં ખેડૂતોને રવી પાકમાં પણ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. હવે ખરા ઉનાળામાં પાણીની સમસ્યા સર્જાઈ છે ત્યારે કેનાલમાં પાણીનો એક રાઉન્ડ છોડવામાં આવે તેવી ખેડૂતો માંગણી કરી રહ્યા છે.

મેઘરજ તાલુકામાં ૩૬ તળાવોમાં પાણી સુકાયું

નાના ૧૨૬ તળાવો પણ ખાલીખમ ઃ સિંચાઈના અભાવે તાલુકામાં વિકટ બનેલી પરિસ્થિતિ

મેઘરજ, તા. ૩૧
મેઘરજ તાલુકામાં સિંચાઈ યોજના હસ્તકના ૧૬૨ જેટલા અનુશ્રવણ તળાવો પૈકી ૧૨૬ જેટલા તળાવો ખાલીખમ છે.મેઘરજ જેવા પછાત આદિવાસી બક્ષીપંચ વસ્તી ધરાવતો તાલુકો છે. આ તાલુકાના ખેડૂતો આકાશી ખેતી ઉપર નભી રહ્યા છે. મેઘરજ જિલ્લા પંચાયત હસ્તકના સિંચાઈ ખાતાના ડેપ્યુટી ઈજનેર પી.એમ. ડામોરે જણાવ્યું તું કે મેઘરજ તાલુકામાં ગત વર્ષે ૪૬ ઈંચ વરસાદ તુટી પડવાના કારણે તાલુકાના ૧૬૨ જેટલવા અનુશ્રવણ તળાવો ભરાયા હતા. જેમ દિવસો પસાર થતા ગયા તેમજ તળાવોના પાણીના સ્તર નીચે જવાના કારણે આજે તાલુકામાં ૧૨૬ જેટલા તલાવો સુકાભઠ્ઠ થઈ ગયા છે. ૧૨૬ જેટલા તળાવોખાલી હોવાનાકારણે આ તાલુકાના ખેડૂતો ખેતી માટે ઉપયોગ થઈ શકે તેમ નથી.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નિફ્ટી ૫૧૮૮થી ૫૪૧૧, સેન્સેક્ષ ૧૭૦૫૫થી ૧૭૭૭૭ની રેન્જમાં ફંટાશે
જેમ્સ-જ્વેલરીની નિકાસ ૩૯ ટકા ગગડીને ૨.૭ અબજ ડોલર
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
ઓરિસ્સામાં પોસ્કોના રૃપિયા ૬૧૦૦૦ કરોડના પ્લાન્ટને મંજૂરી સસ્પેન્ડ
ત્રણ વર્ષમાં પ્રથમવાર ભારતની ચૂકવણીની તુલા વિપરિત થઈ
ઓઈલ કંપનીઓનો પેટ્રોલના ભાવ વધારાનો નિર્ણય મોકૂફ
એક માસમાં સિંગતેલમાં રૃ.૨૦૦નો તોતિંગ વધારો
આઇપીએલ-૫માં જાહેરખબરોમાંથી રૃપિયા ૭૬૦ કરોડની આવક થશે
ભારતીય ટીમ ૨૭.૫ ઓવરો રમીને સાઉથ આફ્રિકાથી પરત આવશે
તેંડુલકરનો ૧૦૦ સદીનો રેકોર્ડ ક્યારેય નહીં તુટે ઃ ગિલક્રિસ્ટ

આઇપીએલમાં દિલ્હી અને ડેક્કનની મેચોના કાર્યક્રમમાં ફેરફાર

માયામી માસ્ટર્સ ઃ યોકોવિચ અને મરે વચ્ચે ફાઇનલ મુકાબલો

રેલ્વેમાં ભાડાવધારો આજથી અમલી એસી વર્ગ ૧- ૨માં ભાડા વધશે
સૌથી શ્રીમંત એશિયનોની યાદીમાં લક્ષ્મી મિત્તલ ટોચના ક્રમે
રશિયામાં સૌથી મોટા મંદિરને તોડવાનો કોર્ટનો આદેશ
 
 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં નેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved