Last Update : 01-April-2012,Sunday
 

કચ્છભરના સોની વેપારીઓ અડગ ઃ ભુજમાં ઝવેરીઓની મીણબત્તી સાથે રોષપૂર્ણ રેલી

 
કાળા કાયદાને નાબુદ કરવા
નાણામંત્રીની સદબુધ્ધિ માટે જિલ્લામાં હવન, સત્યનારાયણ કથા આજે સોનીઓ મુખ્યમંત્રીને રજૂઆત કરશે
ભુજ,મંગળવાર
એક્સાઈઝ ડયુટીના કાળા કાયદા સામે સોના-ચાંદીના વેપારીઓનો વિરોધ દિવસે દિવસે આકરા તેવર ધારણ કરી રહ્યો છે. દેશની સાથે કચ્છના જુદા જુદા વિસ્તારના ઝવેરીઓ સામેલ થઈ રહ્યા છે. ત્યારે જિલ્લાની સાથે ભુજના સોની વેપારીઓએ સવારે નાણામંત્રીને સદબુધ્ધિ મળે તે હેતુથી ગાયત્રી હવન કરી સાંજે મીણબત્તી સાથે મશાલરૃપ રેલી કાઢી હતી.
કેન્દ્રીય બજેટમાં સોનાના અન બ્રાન્ડેડ દાગીના પર એક ટકા એક્સાઈઝ ડયુટી અને સોનાની આયત ડયુટીમાં પણ બે ટકાનો વધારો કરાતી જોગવાઈને કાળો કાયદો લેખાવતા વેપારીઓ જડબેસલાક હડતાલ રાખી આકરા પાણીએ વિરોધ નોંધાવી રહ્યા છે. જે પગલે કચ્છભરમાં વિરોધ પ્રદર્શિતના કાર્યક્રમો વચ્ચે આજે ભુજના ઝવેરીઓએ સરાફ બજારમાં નાણા મંત્રી પ્રણવ મુખર્જીને સદબુધ્ધિ આપે તે માટે મંત્રોના જાપ સાથે ગાયત્રી હવન કરવામાં આવ્યો હતો. તો સાંજે ૭ વાગ્યે વેપારીઓએ કેન્ડલ માર્ચ રેલી કાઢી હતી. શહેરના શરાફ બજારમાંથી સોની મહાજનની છઠ્ઠી બારી રીંગ રોડ, બસ સ્ટેશન, અનમ રીંગરોડ સહિતના રસ્તાઓ પર કેન્ડલ લાઈટ સાથે રેલી નીકળી હતી તો આવતી કાલે કચ્છના ૧૦૦થી વધારે સોનીઓ મુખ્યમંત્રી સમક્ષ આ મુદ્દે રજૂઆત કરવા આવેદનપત્ર પાઠવવા ગાંધીનગર જશે.
માંડવી તાલુકાના ઝવેરીઓ સવારે આઝાદ ચોક મધ્યે એકઠા થઈ ગાયત્રી હવન કર્યું હતું તો માંડવી સહિત નખત્રાણા, અબડાસા, લખપત, મુંદરા સહિતના સોના-ચાંદીના વેપારીઓએ ગાયત્રી હવન, સત્યનારાયણ પૂજા જેવા ધાર્મિકકાર્યક્રમો કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. પૂર્વ કચ્છના અંજારમાં સોનીઓએ બપોરે સત્યનારાયણની પુજામાં એકઠા થઈ નાણામંત્રીને ભગવાન સદબુધ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી. રાપર બુલીયન મરચન્ટ એસોસીએશન બજેટમાં કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવેલી એક્સાઈઝ ડયુટીના વિરોધમાં નાણામંત્રીને અકલ આવે અને તે આ કાળો કાયદો પાછો ખેંચે તે માટે ગાયત્રી હવન બાદ બાઈક રેલી મારફતે વિરોધ કર્યો હતો.
કેન્દ્ર બજેટ જાહેર થયાના બીજા દિવસથી જ દુકાનો બંધ રાખી હડતાલમાં ઉતરીને વેપારીઓ વ્યાપક વિરોધ નોંધાવી રહ્યા છે. જેના પગલે આજે ૧૧માં દિવસે પણ દુકાનો બંધ રહેતા આર્થિક વ્યવહારો ઠપ્પ થવાનો આંકે સતત વધવા પામ્યો છે. સરકાર પણ વેપારીઓના વિરોધને નજર અંદાજ કરી રહી હોવાથી તમામ મામલો ગરમી પકડી રહ્યો છે. ગાંધીધામમાં સવારે સોની વેપારીઓએ સત્યનારાયણની કથા કરી હતી તો આવતીકાલે ગાંધીધામ તાલુકામાંથી ૪૦ જેટલા વેપારીઓ મુખ્યમંત્રીને મળવા માટે જશે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નિફ્ટી ૫૧૮૮થી ૫૪૧૧, સેન્સેક્ષ ૧૭૦૫૫થી ૧૭૭૭૭ની રેન્જમાં ફંટાશે
જેમ્સ-જ્વેલરીની નિકાસ ૩૯ ટકા ગગડીને ૨.૭ અબજ ડોલર
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
ઓરિસ્સામાં પોસ્કોના રૃપિયા ૬૧૦૦૦ કરોડના પ્લાન્ટને મંજૂરી સસ્પેન્ડ
ત્રણ વર્ષમાં પ્રથમવાર ભારતની ચૂકવણીની તુલા વિપરિત થઈ
ઓઈલ કંપનીઓનો પેટ્રોલના ભાવ વધારાનો નિર્ણય મોકૂફ
એક માસમાં સિંગતેલમાં રૃ.૨૦૦નો તોતિંગ વધારો
આઇપીએલ-૫માં જાહેરખબરોમાંથી રૃપિયા ૭૬૦ કરોડની આવક થશે
ભારતીય ટીમ ૨૭.૫ ઓવરો રમીને સાઉથ આફ્રિકાથી પરત આવશે
તેંડુલકરનો ૧૦૦ સદીનો રેકોર્ડ ક્યારેય નહીં તુટે ઃ ગિલક્રિસ્ટ

આઇપીએલમાં દિલ્હી અને ડેક્કનની મેચોના કાર્યક્રમમાં ફેરફાર

માયામી માસ્ટર્સ ઃ યોકોવિચ અને મરે વચ્ચે ફાઇનલ મુકાબલો

રેલ્વેમાં ભાડાવધારો આજથી અમલી એસી વર્ગ ૧- ૨માં ભાડા વધશે
સૌથી શ્રીમંત એશિયનોની યાદીમાં લક્ષ્મી મિત્તલ ટોચના ક્રમે
રશિયામાં સૌથી મોટા મંદિરને તોડવાનો કોર્ટનો આદેશ
 
 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં નેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved