Last Update : 01-April-2012,Sunday
 

કરમસદની પરિણીતાનો સાસરિયાંના ત્રાસથી ગળાફાંસો ખાઈ આપઘાત

પતિ, સાસુ અને નણંદ સામે ફરિયાદ

આણંદ,તા.૩૧
આણંદ તાલુકાના કરમસદ ગામની એક કોડભરી પરિણીતાએ પતિ, સાસુ અને નણંદના અમાનુષીભર્યા ત્રાસથી તોબા પોકારી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાની ચોંકાવનારી વિગત વિદ્યાનગર પોલીસની તપાસમાં ખુલવા પામી છે. પોલીસે પરિણીતાની માતાની ફરિયાદના આધારે પરિણીતાને આત્મહત્યા કરવા માટે મજબુર કરનાર પતિ, સાસુ અને નણંદ સામે ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ આણંદ તાલુકાના કરમસદ ગામે આવેલ જીઈબી સામે ઈન્દીરા કોલોનીમાં રહેતા કાજલબેન મિતેશભાઈ હરિજન(વાઘેલા) નામની પરિણીતાએ ગત તા.૨૭મીના રોજ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે વિદ્યાનગર પોલીસે સૌપ્રથમ અપમૃત્યુનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પરિણીતાના પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યાનું ખુલતાં જ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ બનાવ અંગે મૃતક કાજલબેનના માતા ગીતાબેન જેઠાભાઈ રાવજીભાઈ વાઘેલા(હરિજન) (રહે.હરીઓમનગર, નડિયાદ)એ વિદ્યાનગર પોલીસ મથકમાં કાજલબેેનના પતિ મિતેષભાઈ જગદીશભાઈ હરિજન, સાસુ દક્ષાબેન જગદીશભાઈ હરિજન અને નણંદ છાયાબેન જગદીશભાઈ હરિજન વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમની દિકરી કાજલના લગ્ન એક વર્ષ પૂર્વે કરવામાં આવ્યા હતા. લગ્ન કર્યા બાદ કાજલને તેનો પતિ મિતેષ, સાસુ દક્ષાબેન અવાર-નવાર શારીરિક-માનસિક ત્રાસ ગુજારતા હતા. સાસરીયાઓના દિન-પ્રતિદિન વધતા જતાં અમાનુષીભર્યા ત્રાસથી કંટાળી કાજલબેને ગત તા.૨૭મીના રોજ ભરબપોરના સુમારે પોતાના ઘરમાં મોભ સાથેે સાડીનો છેડો બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ગીતાબેને સાસરી પક્ષના સભ્યો પર આક્ષેપ કરતા વધુમાં જણાવ્યું હતું કે તેમણે તો મારી દિકરી કાજલને ઝાડા-ઉલ્ટી થઈ ગયા છે અને તેણીની હાલત ગંભીર છે તેવો સંદેશો આપવામાં આવ્યો હતો.
પરંતુ કરમસદ આવીને તપાસ કરતાં કાજલે ગળે ફાંસો ખાધો હોવાનું ખુલવા પામ્યું હતું.
વિદ્યાનગર પોલીસે ગીતાબેન જેઠાભાઈ વાઘેલાની ફરિયાદના આધારે કાજલબેનને આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણા આપનાર પતિ, સાસુ અને નણંદને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નિફ્ટી ૫૧૮૮થી ૫૪૧૧, સેન્સેક્ષ ૧૭૦૫૫થી ૧૭૭૭૭ની રેન્જમાં ફંટાશે
જેમ્સ-જ્વેલરીની નિકાસ ૩૯ ટકા ગગડીને ૨.૭ અબજ ડોલર
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
ઓરિસ્સામાં પોસ્કોના રૃપિયા ૬૧૦૦૦ કરોડના પ્લાન્ટને મંજૂરી સસ્પેન્ડ
ત્રણ વર્ષમાં પ્રથમવાર ભારતની ચૂકવણીની તુલા વિપરિત થઈ
ઓઈલ કંપનીઓનો પેટ્રોલના ભાવ વધારાનો નિર્ણય મોકૂફ
એક માસમાં સિંગતેલમાં રૃ.૨૦૦નો તોતિંગ વધારો
આઇપીએલ-૫માં જાહેરખબરોમાંથી રૃપિયા ૭૬૦ કરોડની આવક થશે
ભારતીય ટીમ ૨૭.૫ ઓવરો રમીને સાઉથ આફ્રિકાથી પરત આવશે
તેંડુલકરનો ૧૦૦ સદીનો રેકોર્ડ ક્યારેય નહીં તુટે ઃ ગિલક્રિસ્ટ

આઇપીએલમાં દિલ્હી અને ડેક્કનની મેચોના કાર્યક્રમમાં ફેરફાર

માયામી માસ્ટર્સ ઃ યોકોવિચ અને મરે વચ્ચે ફાઇનલ મુકાબલો

રેલ્વેમાં ભાડાવધારો આજથી અમલી એસી વર્ગ ૧- ૨માં ભાડા વધશે
સૌથી શ્રીમંત એશિયનોની યાદીમાં લક્ષ્મી મિત્તલ ટોચના ક્રમે
રશિયામાં સૌથી મોટા મંદિરને તોડવાનો કોર્ટનો આદેશ
 
 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં નેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved