Last Update : 01-April-2012,Sunday
 
રામનવમી સાથે વડોદરાને આ રીતે પણ નાતો છે
૧૮૩૬માં વડોદરાના કવિ ગિરધરે એક રામાયણની રચના કરી હતી

ગુજરાતમાં રચાયેલુ આ એકમાત્ર છંદબધ્ધ રામાયણ છેઃઆ રામાયણના આધારે ૧૮૩૮માં સચિત્ર હસ્તપ્રત પણ લખાઈ હતી

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,શનિવાર
આવતીકાલે રામનવમી છે.ભારતના કરોડો હિંદુઓના આરાધ્ય દેવ ભગવાન શ્રીરામની જીવનકથાને સૌથી પહેલા વાલ્મિક ઋષિએ શબ્દદેહ આપ્યો હતો.એ બાદ ભારતમાં સંખ્યાબંધ રામાયણ રચાયા છે ત્યારે તેમાં નોંધવા જેવી એક વાત એ પણ છે કે એક રામાયણની રચના વડોદરાના કવિ ગિરધરે પણ કરી હતી.આ રામાયણ ૧૮૩૬માં રચાયુ હતુ.એ બાદ ૧૮૩૮માં તેના આધારે એક સચિત્ર હસ્તપ્રત તૈયાર થઈ હતી.જે આજે પણ એમ.એસ.યુનિવર્સીટીના ઓરીએન્ટલ ઈનસ્ટીટયુટમાં સચવાયેલી છે.
ઈન્સ્ટીટયુટના ડાયરેક્ટર પ્રા.મુકુંદ વાડેકરનુ કહેવુ છે કે આખા ગુજરાતમાં કવિ ગિરધર એક માત્ર કવિ છે જેમણે છંદોબધ્ધ રામાયણ લખ્યુ હતુ.પાદરાના માસરગામમાં જન્મેલા કવિ ગિરધરનો પરિવાર ૧૮૨૦માં વડોદરામાં સ્થાયી થયો હતો.૧૮૩૬માં તેમણે ગિરધર રામાયણ લખ્યુ હતુ.જેમાં ૭ કાંડ,૨૯૯ અધ્યાય અન ૯૫૧૧ ચોપાઈઓ છે.મૂળે ગુજરાતી ભાષામાં લખાયેલુ અને સંપૂર્ણપણે છન્દોબધ્ધ તેમજ પ્રાદેશીક સંગીતમાં ગવાતુ આ અપ્રતિમ રામાયણ છે.કદાચ આ ગુજરાતનુ એકમાત્ર છંદબધ્ધ રામાયણ છે.પ્રેમાનંદે રાાણાયન લખવાની શરુઆત કરી હતી જે પુરુ થયુ ન હતુ.તેની પ્રતો પણ સંખ્યાબંધ વખત પ્રકાશીત થઈ ચુકી છે.રસપ્રદ વાત એ છે કે ગિરધર રામાયણ તે સમયે રામાણય આખ્યાનકારોમાં પ્રિય બન્યુ હતુ.મારૃ,મેવાડો,સામેરી,સોરઠ જેવા રાગોમા આ રામાયણ ગવાતુ હતુ.
કવિ ગિરધરના જીવન અને કવન વિશે સૌથી પહેલા ઓરીએન્ટલ ઈન્સ્ટીટયુટના જ નિવૃત્ત સંશોધન અધિકારી ડો.દેવદત્ત જોષીએ એક પુસ્તક લખ્યુ હતુ.ગિરધરકૃત રામાયણની રસપ્રદ વાત એ પણ છે કે તેમાં સામાજીક રીતિ રિવાજોને પણ પ્રસંગાનુરૃપ વણી લેવાયા છે.તે પછી લગ્નમાં કંસાર આરોગવાની વાત હોય કે વરઘોડૈામાં પીઠી ચોળવાની,ગેણેશ પૂજન કે રામણદીવા સાથે વરઘોડોમાં જવાનો પ્રસંગ હોય.ડો.વાડેકરનુ કહેવુ છે કે આ રામાયણ પરથી શહેરના સુલ્તાનપુરા વિસ્તારમાં અધ્યારૃની પોળમાં રહેતા નરોત્તમ વિદ્યારામ અધ્યારૃએ ૧૮૩૮માં એક સચિત્ર હસ્તપ્રતની રચના કરી હતી અને આ હસ્તપ્રત ઓરીએન્ટલ ઈન્સ્ટીટયુટમાં આજે પણ સચવાઈ રહી છે.

 

ગિરધરકૃત રામાયણ કઈ રીતે જુદુ પડે છે
રામ નામ લખીને નહી પણ ઉચ્ચારણો કરીને પથ્થરો તરતા મુકાયા હતા
ગિરધરકૃત રામાયણમાં સામાન્ય રીતે રામાયણમાં જે પ્રસંગો આપણને વાંચવા મળે છે તેમાં કેટલાક રસપ્રદ ફેરફારો પણ જોવા મળે છે.જેમકે
ગિરધરકૃત રામાયણમાં કહેવાયુ છે કે બ્રહ્માએ ભવિષ્ય ભાખ્યુ હતુ કે દશરથનો પુત્ર રાવણનો નાશ કરશે એટલે રાવણે દશરથને મારવાનો પ્રયત્ન કર્યો હતો.જેમાં તે સફળ થયો ન હતો.
બાલકાંડમાં જ ભગવાન રામે ભારતના વિવિધ તીર્થોની યાત્રા કરી હોવાનુ આ રામાયણમાં વર્ણન કરાયુ છે.
શલ્યા બનેલી અહલ્યાને રામના પદસ્પર્શની વાત કવિ ગિરધરને ગમતી નહી હોવાથી તેમણે પોતાના રામાયણમાં વર્ણન કર્યુ છે કે રામના પગનો સ્પર્શ જે ધૂળને થયો હતો તે પવનની સાથે ઉડી હતી અને તેના સ્પર્શથી અહલ્યા પાવન થઈ હતી.
રાવણને મારવા માટે દેવોએ જ સીતાહરણની યાોજના ઘડી હતી.હરણ પ્રસંગે દેવોના કહેવા પ્રમાણે સીતાએ પોતાનુ મૂળ સ્વરૃપ ગુપ્ત રાખ્યુ હતુ અને છાયાસીતા સ્વરૃપે રાવણ સાથે લંકા તરફ પ્રયાણ કર્યુ હતુ.
રામસેતુ માટે રામનામ લખેલા પથ્થરો દરિયામાં તરતા મુકાયા ન હતા.બલ્કે વાનરસેનાએ રામનામના ઉચ્ચારણ સાથે પથ્થરો તરતા મુક્યા હતા અને તે રીતે સેતુ બંધાયો હતો.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નિફ્ટી ૫૧૮૮થી ૫૪૧૧, સેન્સેક્ષ ૧૭૦૫૫થી ૧૭૭૭૭ની રેન્જમાં ફંટાશે
જેમ્સ-જ્વેલરીની નિકાસ ૩૯ ટકા ગગડીને ૨.૭ અબજ ડોલર
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
ઓરિસ્સામાં પોસ્કોના રૃપિયા ૬૧૦૦૦ કરોડના પ્લાન્ટને મંજૂરી સસ્પેન્ડ
ત્રણ વર્ષમાં પ્રથમવાર ભારતની ચૂકવણીની તુલા વિપરિત થઈ
ઓઈલ કંપનીઓનો પેટ્રોલના ભાવ વધારાનો નિર્ણય મોકૂફ
એક માસમાં સિંગતેલમાં રૃ.૨૦૦નો તોતિંગ વધારો
આઇપીએલ-૫માં જાહેરખબરોમાંથી રૃપિયા ૭૬૦ કરોડની આવક થશે
ભારતીય ટીમ ૨૭.૫ ઓવરો રમીને સાઉથ આફ્રિકાથી પરત આવશે
તેંડુલકરનો ૧૦૦ સદીનો રેકોર્ડ ક્યારેય નહીં તુટે ઃ ગિલક્રિસ્ટ

આઇપીએલમાં દિલ્હી અને ડેક્કનની મેચોના કાર્યક્રમમાં ફેરફાર

માયામી માસ્ટર્સ ઃ યોકોવિચ અને મરે વચ્ચે ફાઇનલ મુકાબલો

રેલ્વેમાં ભાડાવધારો આજથી અમલી એસી વર્ગ ૧- ૨માં ભાડા વધશે
સૌથી શ્રીમંત એશિયનોની યાદીમાં લક્ષ્મી મિત્તલ ટોચના ક્રમે
રશિયામાં સૌથી મોટા મંદિરને તોડવાનો કોર્ટનો આદેશ
 
 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં નેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved