Last Update : 01-April-2012,Sunday
 
યુનિ.ની સુરક્ષા અને કેમ્પસ ફરતે દબાણોનો મુદ્દો ઉછળ્યો
ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં રાત પડે દારૃડીયા અડ્ડો જમાવે છે

ફાઈન આર્ટસથી વીસીના બંગલા ની સાથે સાથે પરફોર્મિંગ આર્ટસની બહાર પણ લારીવાળાઓના ત્રાસથી વિદ્યાર્થીઓ હેરાન

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,શનિવાર
એમ.એસ.યુનિવર્સીટીની આજે મળેલી સેનેટની બેઠકમાં પણ યુનિવર્સીટીની કથળેલી સુરક્ષા વ્યવસ્થા અને કેમ્પસની ચારે તરફ થતા લારી ગલ્લાના દબાણો ચર્ચાનો વિષય રહ્યા હતા.ફાઈન આર્ટસ ફેકલ્ટીના ડીને તો ગૃહમાં એવી ચોંકાવનારી રજુઆત કરી હતી કે ફેકલ્ટીમાં રાતના સમયે દારૃ પીધેલા તત્વો ખુલ્લેઆમ ફરે છે.
આવા જ એક યુવાનને મેં પકડયો હતો ત્યારે તેણે ઉલ્ટાનુ મારા પર રોફ ઝાડયો હતો કે તમે ડીન હોય તો શુ થઈ ગયુ...મારે શુ લેવાદેવા.આમ રાત પડે ફેકલ્ટી જો દારૃડીયાઓનો અડ્ડો બનતી હોય તો ફેકલ્ટીમાં રાતના સમયે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓની સલામતી શુ?ફેકલ્ટીમાં એક જ સીક્યુરીટી ગાર્ડ છે અને તે પણ ૭૦ વર્ષના..જેઓ ત્રણ ત્રણ શીફ્ટમાં ફરજ બજાવે છે.અન્ય એક સભ્યે ડીએનહોલની આસપાસના રસ્તા પર ઉભી રહેતી રૃપજીવીનીઓનો મુદ્દો ઉઠાવ્યો હતો અને તેના કારણે હોસ્ટેલની વિદ્યાર્થીનીઓને વગર કારણે બદનામી સહન કરવી પડતી હોવાની દલીલ કરી હતી.સભ્યોએ સુરક્ષા વ્યવસ્થા વધારવા માટે અને જરૃર પડે તો પોલીસની મદદ લેવામાં આવે તેવી માંગ કરી હતી.
કમાટી બાગ-ફતેગંજ રોડ પર યુનિવર્સીટી કેમ્પસને અડીને ઉભી રહેલી લારીઓની જેમ પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીની આસપાસ ઉભા રહેતી લારીઓ અંગે પણ સેનેટમાં રજુઆત થઈ હતી.આ લારીઓના કારણે ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓને જવા આવવાનો રસ્તો નથી મળતો.લારીઓ વાળા વધેલુ ખાવાનુ ફેકલ્ટીને અડીને આવેલી દિવાલ પર નાંખી જાય છે અને બીજા દિવસે વિદ્યાર્થીઓને દુર્ગંધ સહન કરવાનો વારો આવે છે.કેટલાક સભ્યોએ વાઈસ ચાન્સેલરને પરફોર્મિંગ આર્ટસની આ સમસ્યા દુર કરવા માટે કોર્પોરેશનને પત્ર લખવા માટે જણાવ્યુ હતું.

 

શહેર પોલીસનો એકશન પ્લાન
ATM ઉઠાવાનો પ્રયાસ થશે તો તુર્તજ સાયરન વાગશે
પોલીસ અધિકારીઓએ બેંક અધિકારીઓ સાથે બેઠક યોજી ઃ ATM મુકવા માટે પોલીસનું NOC ફરજીયાત

પોલીસ સિક્યુરીટી ગાર્ડને તાલીમ આપશે
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,શનિવાર
શહેરમાંથી રોકડા રકમ સાથેના બબ્બે એટીએમ ઉઠાવી જવાના અને એક એટીએમનું કેશ બોક્સ ખોલી લાખોની રોકડ ઉઠાવી જવાના બનેલા બનાવ બાદ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓએ બેંકોના અધિકારીઓ સાથે બેઠક યોજી એટીએમ સાથે એલાર્મ જોડવા સહિતના મહત્વના પગલા લેવાનો એકશન પ્લાન તૈયાર કર્યા છે.
શહેરમાં એટીએમ ઉઠાવી જવાના અને તેમાંથી રોકડ રકમની ઉઠાંતરી કરવાના બનાવોએ શહેર પોલીસ તંત્ર અને બેંકોના અધિકારીઓની ઉંઘ ઉડાડી દીધીછે.
શહેર પોલીસ કમિશનર સતિષ શર્મા અને અધિક પોલીસ કમિશનર ડીજે પટેલે એટીએમ નાબનાવો અટકાવવા માટે બેંક અધિકારીઓ સાથેબેઠક યોજી એક એકશન પ્લાન તૈયાર કર્યોછે.
પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે નવા એટીએમ જયાં પણ મુક્યા હશે તો તેના માટે બેંકોએ પોલીસ પાસે એનઓસી મેળવવું પડશે. આ ઉપરાંત એટીએમ જમીન સાથે જોડાયેલુ હોવું જરૃરી છે. જયારે તેની આસપાસ અને બહારની બાજુએ કેમેરા પણ જરૃરી છે.
એટીએમ ભીતને અડીને હોય તો તસ્કરને પાછળનું કેશ બોકસ તોડવામાં મુશ્કેલી પડશે.
જયારે એટીએમની સાથે એલાર્મ જોડેલુ હોય તોતોડવાનો પ્રયત્ન થતાં જ સાયરન વાગી ઉઠે અને તસ્કરોને કામ પડતુ મુકવાની ફરજ પડે. એટીએમમાં રાત્રી દરમિયાન સિક્યુરીટી જવાન હોવા જરૃરી છે. પોલીસ એટીએમની યાદી તૈયાર કરી પેટ્રોલીંગ કરશે અને જરૃર પડે સિક્યુરીટી ગાર્ડને તાલીમ પણ આપશે.
આ ઉપરાંત કેશ બોક્સ ખોલવાના ગુપ્ત પાસવર્ડ પણ વખતો વખત બદલવા પડશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નિફ્ટી ૫૧૮૮થી ૫૪૧૧, સેન્સેક્ષ ૧૭૦૫૫થી ૧૭૭૭૭ની રેન્જમાં ફંટાશે
જેમ્સ-જ્વેલરીની નિકાસ ૩૯ ટકા ગગડીને ૨.૭ અબજ ડોલર
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
ઓરિસ્સામાં પોસ્કોના રૃપિયા ૬૧૦૦૦ કરોડના પ્લાન્ટને મંજૂરી સસ્પેન્ડ
ત્રણ વર્ષમાં પ્રથમવાર ભારતની ચૂકવણીની તુલા વિપરિત થઈ
ઓઈલ કંપનીઓનો પેટ્રોલના ભાવ વધારાનો નિર્ણય મોકૂફ
એક માસમાં સિંગતેલમાં રૃ.૨૦૦નો તોતિંગ વધારો
આઇપીએલ-૫માં જાહેરખબરોમાંથી રૃપિયા ૭૬૦ કરોડની આવક થશે
ભારતીય ટીમ ૨૭.૫ ઓવરો રમીને સાઉથ આફ્રિકાથી પરત આવશે
તેંડુલકરનો ૧૦૦ સદીનો રેકોર્ડ ક્યારેય નહીં તુટે ઃ ગિલક્રિસ્ટ

આઇપીએલમાં દિલ્હી અને ડેક્કનની મેચોના કાર્યક્રમમાં ફેરફાર

માયામી માસ્ટર્સ ઃ યોકોવિચ અને મરે વચ્ચે ફાઇનલ મુકાબલો

રેલ્વેમાં ભાડાવધારો આજથી અમલી એસી વર્ગ ૧- ૨માં ભાડા વધશે
સૌથી શ્રીમંત એશિયનોની યાદીમાં લક્ષ્મી મિત્તલ ટોચના ક્રમે
રશિયામાં સૌથી મોટા મંદિરને તોડવાનો કોર્ટનો આદેશ
 
 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં નેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved