Last Update : 01-April-2012,Sunday
 
તબીબી શિક્ષકોની સાથે ૨૪૦ રેસિડન્ટ તબીબોની પ્રતિક હડતાલથી
સર ટી. હોસ્પિટલમાં ઓપીડી સહિતની સેવાઓ ઠપ્પ ઃ સંખ્યાબંધ દર્દીઓ રઝળી પડયા
સરકાર અને હડતાળીયા તબીબોની મડાગાંઠ વચ્ચે દર્દીઓનો ખો અચોક્કસ મુદતની હડતાલ કરવાની રેસિડન્ટ
 

બીબોની ચીમકી

ભાવનગર, શનિવાર
પગાર વધારો સહિતના પડતર પ્રશ્નોના મુદ્દે અચોક્કસ મુદતની હડતાળ પર ગયેલા તબીબી અધ્યાપકોની સાથે સર ટી. હોસ્પિટલના ૨૪૦ રેસિડન્ટ તબીબો આજે પ્રતિક હડતાલ કરતા હોસ્પિટલમાં ઓપીડી સહિતની સેવાઓ ખોરવાતા સંખ્યાબંધ દર્દીઓનો ખો નિકળી ગયો હતો.
પગાર ધોરણ સહિતના વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલની માંગણી સાથે સરકારી મેડિકલ ડેન્ટલ કોલેજોના તબીબી અધ્યાપકોની અચોક્કસ મુદતની હડતાળના દસમાં દિવસે સર ટ. હોસ્પિટલમાં ૨૪૦થી વધુ જુનીયર ડોકટર્સ જોડાતા આજે શનિવારે તબીબી સેવાઓ ખોરવાઈ હતી.જુનીયર ડોકટર્સ પણ પ્રતિક હડતાલ પર જતા ઓપીડી સેવામાં ખાસ કરીને સ્પેશિયાલીસ્ટ સેવા જેવી કે જનરલ ફીજીશ્યન, સર્જન, સ્ત્રી રોગ, આંખ,કાન નાક ગળા, પેથોલોજી તેમજ એક્સ-રે સોનોગ્રાફી જેવી સેવાઓ ઠપ્પ થઈ ગઈ હતી. રાજ્યના જુનીયર ડોક્ટર્સોએ પણ આ લડતને એમનો પોતાનો ટેકો જાહેર કરી ને જો સરકાર તબીબી અધ્યાપકોની માગણીનો ઉકેલ નહિ આવે તો અચોક્કસ મુદતની હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી છે.
બીજી તરફ સારવાર માટે આવેલાભાવનગર શહેર અને બહારગામના દર્દીઓ અને તેમના સ્વજનોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડયો હતો. તબીબી અધ્યાપકોની હડતાળને પગલે શનિવારે સર ટી. હોસ્પિટલમાં માત્ર ૭૫૩ ઓપીડી કેસ, ૫૧ જેટલા નવા ઈન્ડોર કેસ નોંધાયા હતા. જ્યારે દીવસ દરમ્યાન એક પણ મેજર ઓપરેશનો થયા નહોતા.
આજે સવારે તબીબી શિક્ષકો સર ટી. હોસ્પિટલનાં પ્રાંગણમાં એકઠા થઈ સરકારના વલણ સામે સુત્રોચ્ચાર અને રોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે સરકારે અન્ય ૨૫થી૩૦હજાર શિક્ષકોને (આર્ટસ, કોમર્સ કોલેજો)ને વર્ષોથી યુજીસીના પગાર ધોરણનો લાભ આપ્યો છે જેનો દર વર્ષે ૩૬૦ કરોડ અને ૪ વર્ષના એરિયર્સનો ૧૪૫૦ કરોડનો આર્થિક બોજ સહન કર્યો છે જ્યારે ગુજરાતના સરકારી મેડિકલ કોલેજોના માત્ર ૨૭૦૦ તબીબી શિક્ષકોને લાભ આપ્યો નથી અને વ્યાજબી માગણી માટે આનાકાની કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે દસ દિવસથી હડતાળને કારણે કોલેજોમાં શૈક્ષણિક કાર્ય ખોરવાયું છે. તેમજ અનુસ્નાતક કક્ષાની પરીક્ષાઓ તેમજ મેડિકલ કાઉન્સીલનું ઈન્સપેકશન પણ પાછુ ગયું છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નિફ્ટી ૫૧૮૮થી ૫૪૧૧, સેન્સેક્ષ ૧૭૦૫૫થી ૧૭૭૭૭ની રેન્જમાં ફંટાશે
જેમ્સ-જ્વેલરીની નિકાસ ૩૯ ટકા ગગડીને ૨.૭ અબજ ડોલર
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
ઓરિસ્સામાં પોસ્કોના રૃપિયા ૬૧૦૦૦ કરોડના પ્લાન્ટને મંજૂરી સસ્પેન્ડ
ત્રણ વર્ષમાં પ્રથમવાર ભારતની ચૂકવણીની તુલા વિપરિત થઈ
ઓઈલ કંપનીઓનો પેટ્રોલના ભાવ વધારાનો નિર્ણય મોકૂફ
એક માસમાં સિંગતેલમાં રૃ.૨૦૦નો તોતિંગ વધારો
આઇપીએલ-૫માં જાહેરખબરોમાંથી રૃપિયા ૭૬૦ કરોડની આવક થશે
ભારતીય ટીમ ૨૭.૫ ઓવરો રમીને સાઉથ આફ્રિકાથી પરત આવશે
તેંડુલકરનો ૧૦૦ સદીનો રેકોર્ડ ક્યારેય નહીં તુટે ઃ ગિલક્રિસ્ટ

આઇપીએલમાં દિલ્હી અને ડેક્કનની મેચોના કાર્યક્રમમાં ફેરફાર

માયામી માસ્ટર્સ ઃ યોકોવિચ અને મરે વચ્ચે ફાઇનલ મુકાબલો

રેલ્વેમાં ભાડાવધારો આજથી અમલી એસી વર્ગ ૧- ૨માં ભાડા વધશે
સૌથી શ્રીમંત એશિયનોની યાદીમાં લક્ષ્મી મિત્તલ ટોચના ક્રમે
રશિયામાં સૌથી મોટા મંદિરને તોડવાનો કોર્ટનો આદેશ
 
 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં નેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved