Last Update : 01-April-2012,Sunday
 

ગાંધીનગરમાં MP, MLA, કર્મચારીઓને અપાયેલા

રાહત દરના પ્લોટમાં બાંધકામ ન થયું હોય તો શરતભંગની કાર્યવાહી

છ વખત મુદત વધારવા છતાં હજી સંખ્યાબંધ પ્લોટ ખાલી ચૂંટણીનું વર્ષ હોવાથી ફરી મુદ્દત વધારાય તેવી શક્યતા
ગાંધીનગર,શનિવાર
ગાંધીનગરમાં ધારાસભ્યો-સાંસદો અને સરકારી અધિકારી-કર્મચારીઓને ફાળવવામાં આવેલા રાહતદરના પ્લોટમાં બાંધકામ પૂર્ણ કરવા માટે અપાયેલી વધુ એક મુદ્દત આજે૩૧મી માર્ચના રોજ પૂર્ણ થતી હોવાથી બાંધકામ ન થયું હોય તેવા પ્લોટમાં શરતભંગનું હથિયાર ઉગામવાનું થાય છે. છેલ્લા છ વર્ષથી મુદ્દત લંબાવવામાં આવતી હોવા છતાં હજી સુધી સંખ્યાબંધ પ્લોટધારકોએ બાંધકામ કર્યા નથી. હવે આ મુદ્દત પૂર્ણ થઇ જતાં આવતીકાલથી કલેક્ટર કચેરી દ્વારા શરતભંગની મંજૂરી આપવાનું બંધ કરી દેવામાં આવશે.જોકે, ચૂંટણીનું વર્ષ હોવાથી ફરી એકવખત મુદ્દત વધારવામાં આવે તેવી શક્યતાઓ જોવાઇ રહી છે.
ગાંધીનગર શહેરમાં સરકારી અધિકારી/કર્મચારીઓ, ધારાસભ્યો અને સંસદસભ્યોને રાહતદરે ફાળવવામાં આવતા રહેણાંક પ્લોટમાં સરકાર દ્વારા કેટલીક શરતો મૂકવામાં આવતી હોય છે. જેમાં નિયત સમયમર્યાદામાં બાંધકામ કરી દેવાની શરત મહત્વની હોય છે. રાહતદરના પ્લોટમાં નિયત સમયમર્યાદામાં બાંધકામ કરવું ફરજીયાત હોય છે પરંતુ તેમ છતાં ઘણા પ્લોટધારકો એક યા બીજા કારણોસર નિયત સમયમાં બાંધકામ કરતા નથી. આ શરતના ભંગ બદલ પ્લોટ સરકાર દાખલ કરવાની જોગવાઇ છે. શહેરમાં આવેલા રાહતદરના સંખ્યાબંધ પ્લોટ ઉપર હજી બાંધકામ થયું નથી. બાંધકામ માટે સરકાર દ્વારા આપવામાં આવેલી આખરી મુદ્દત આજે ૩૧મી માર્ચના રોજ પૂર્ણ થઇ ગઇ છે.સરકાર દ્વારા છેલ્લા છ વર્ષથી બાંધકામ માટેની મુદ્દત લંબાવવામાં આવી રહી છે. તેમ છતાં હજી સેંકડો પ્લોટધારકોએ બાંધકામ કર્યું નથી. આથી ૩૧મી માર્ચ પછી તેમની સામે શરતભંગના પગલાંના ભાગરૃપે પ્લોટ સરકાર દાખલ કરવાના થાય છે. કલેક્ટર કચેરીની જમીન ફાળવણી શાખા દ્વારા આવતીકાલ ૧લી એપ્રિલથી શરતભંગની મંજૂરી આપવાનું બંધ કરી દેવામાં આવશે.
સામાન્યરીતે શરતભંગના કિસ્સામાં પ્લોટ સરકાર હસ્તક લઇ લેવા સુધીની જોગવાઇ છે પરંતુ હજી આવા કડક પગલાં લેવામાં આવ્યા નથી કારણકે, આવા પ્લોટધારકોની યાદીમાં ધારાસભ્યો-સાંસદોથી લઇને સનદી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓના નામ પણ સામેલ હોવાથી સરકારે કુણુ વલણ અપનાવી છ વર્ષથી મુદ્દત વધારી છે. આ વર્ષે તો ચૂંટણીનું વર્ષ હોવાથી કડક પગલાં લેવાને બદલે મુદ્દત વધારી દેવાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત થઇ રહી છે.
ઉલ્લેખનિય છે કે ત્રણ વર્ષ અગાઉ નવી નીતિ પ્રમાણેના એટલે કે વર્ષ ૨૦૦૧ બાદ ફાળવાયેલા પ્લોટમાં જ મુદ્દત વધારી આપવામાં આવી હતી. જ્યારે જૂના એટલેકે ૧૯૮૮ની નીતિ પ્રમાણેના પ્લોટમાં મુદ્દત અપાઇ ન હતી. માર્ચ-૦૯ પછી આ તમામ પ્લોટ સરકાર દાખલ કરવાના થતા હતા. આવા સો જેટલા ખાલી પ્લોટ સામે શું કાર્યવાહી કરવી તે બાબતે કલેક્ટર કચેરી દ્વારા સરકારનું માર્ગદર્શન માંગવામાં આવ્યું હતું પરંતુ સરકાર દ્વારા વલણ સ્પષ્ટ કરવામાં નહીં આવતાં કોઇ કાર્યવાહી થઇ શકી નથી. બીજીતરફ નવી નીતિ પ્રમાણેના પ્લોટને આપવામાં આવેલી મુદ્દત પણ હવે પુર્ણ થઇ ગઇ છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નિફ્ટી ૫૧૮૮થી ૫૪૧૧, સેન્સેક્ષ ૧૭૦૫૫થી ૧૭૭૭૭ની રેન્જમાં ફંટાશે
જેમ્સ-જ્વેલરીની નિકાસ ૩૯ ટકા ગગડીને ૨.૭ અબજ ડોલર
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
ઓરિસ્સામાં પોસ્કોના રૃપિયા ૬૧૦૦૦ કરોડના પ્લાન્ટને મંજૂરી સસ્પેન્ડ
ત્રણ વર્ષમાં પ્રથમવાર ભારતની ચૂકવણીની તુલા વિપરિત થઈ
ઓઈલ કંપનીઓનો પેટ્રોલના ભાવ વધારાનો નિર્ણય મોકૂફ
એક માસમાં સિંગતેલમાં રૃ.૨૦૦નો તોતિંગ વધારો
આઇપીએલ-૫માં જાહેરખબરોમાંથી રૃપિયા ૭૬૦ કરોડની આવક થશે
ભારતીય ટીમ ૨૭.૫ ઓવરો રમીને સાઉથ આફ્રિકાથી પરત આવશે
તેંડુલકરનો ૧૦૦ સદીનો રેકોર્ડ ક્યારેય નહીં તુટે ઃ ગિલક્રિસ્ટ

આઇપીએલમાં દિલ્હી અને ડેક્કનની મેચોના કાર્યક્રમમાં ફેરફાર

માયામી માસ્ટર્સ ઃ યોકોવિચ અને મરે વચ્ચે ફાઇનલ મુકાબલો

રેલ્વેમાં ભાડાવધારો આજથી અમલી એસી વર્ગ ૧- ૨માં ભાડા વધશે
સૌથી શ્રીમંત એશિયનોની યાદીમાં લક્ષ્મી મિત્તલ ટોચના ક્રમે
રશિયામાં સૌથી મોટા મંદિરને તોડવાનો કોર્ટનો આદેશ
 
 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં નેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved