Last Update : 01-April-2012,Sunday
 

ટ્રેનમાંથી મળેલી બાળકીને જોઇ મુંબઇની મહિલાએ કહ્યું
'આ મારી જ દીકરી છે DNA ટેસ્ટ કરાવો'

સાહીદાએ આપેલા પૂરાવા પૂરતા ન હોઇ ડી.એન.એ ટેસ્ટ કરાવાયા રીપોર્ટ આવ્યા બાદ જ બાળકીને સોપવામાં આવશેઃ રેલવે પોલીસ

અમદાવાદ, શનિવાર
જન્મભૂમિ એક્સપ્રેસમાંથી મળેલી ત્રણ માસની બાળકી પોતાની દીકરી 'રૃકૈયા ફાતીમા' હોવાનો દાવો કરતી મુંબઇની સાહીદા આજે કેટલાક સંબંધીઓ તથા પુરાવા સાથે અમદાવાદ આવી પહોંચી હતી. સાહીદાએ રેલવે પોલીસને આપેલા પુરાવા યોગ્ય નહીં જણાતા સાહીદાએ સામેથી તેના તથા બાળકીના ડી.એન.એ ટેસ્ટ કરાવવાનું પોલીસને જણાવ્યું હતુ. પોલીસે પણ બાળકી ખોટા હાથોમાં ન જાય તે માટે મહિલા તથા બાળકીને પોલીસ બંદોબસ્તમાં ડી.એન.એ ટેસ્ટ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યા હતા. જ્યાં માતા-પુત્રીનું સુખદ મિલન પણ થયું હતુ.
કાંકરીયા યાર્ડમાં ઉભેલી જન્મભૂમિ એક્સપ્રેસના એસ-૧ કોચમાંથી બુધવારે સવારે મળી આવેલી ત્રણ માસની ફુલ જેવી બાળકી પોતાની દિકરી રૃકૈયા ફાતીમા હોવાનો દાવો કરતી મુંબઇના ભીવંડીની સૈયદ કનીજ જોહર ઉર્ફ સાહીદા સવારે ૭ વાગ્યે એમ.પી આશ્રમ પર પહોંચી હતી. પોલીસની પરવાનગી વગર નહીં મળવા દેવાતા સાહીદા ચોધાર આંસુએ રડી પડી હતી અને દીકરીને એકવાર બતાવવાની આજીજી કરી હતી. આશ્રમના સત્તાધિશો પણ માની મમતા સામે મજૂબર થઇ ગયા હતા. સાહીદાને બાળકી પાસે લઇ ગયા હતા. બાદમાં સાહીદાને કાળુપુર રેલવે પોલીસ પાસે મોકલી હતી. પોલીસે સાહીદા ઉપરાંત તેના પાડોશીઓના નિવેદન નોંધ્યા હતા અને પુરાવા તપાસ્યા હતા.
રેલવે પી.આઇ પી.પી પીરોજીયાનું કહેવું છે કે- સાહીદા બાળકીનો જે ફોટો લઇને આવી હતી તે ફોટો જન્મના ૧૫ દિવસ બાદનો હતો. જેથી ત્રણ મહિનાની બાળકીને ફોટા પરથી જોઇને ઓળખવી શક્ય નથી. એટલું જ નહીં તેણે મુંબઇના મુમરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં પણ તેનો પતિ યાસીન તેની બાળકીને લઇને ભાગી ગયો છે તેવો ઉલ્લેખ નથી. ફરિયાદ માત્ર પતિ દ્વારા અપાતા ત્રાસની છે. પીરોજીયાએ ઉમેર્યું હતુ કે પોલીસે સાહીદાને પુરાવા અપુરતા હોવાનું જણાવતા જ સાહીદા ડી.એન.એ ટેસ્ટ કરાવવા તૈયાર થઇ ગઇ હતી. તપાસ માટે પણ સાયન્ટિફિક પુરાવા તરીકે ડી.એન.એનો રીપોર્ટ જરૃરી હોય બાળકી તથા સાહીદાને સિવિલ હોસ્પિટલ મોકલી અપાયા હતા.
સિવિલ હોસ્પિટલમાં માસૂમ બાળકી તથા સાહીદાના લોહીના નમૂના લઇ બાળકીને પરત મોડી સાંજે એમ.પી આશ્રમમાં મુકવામાં આવી હતી. પોલીસનું કહેવું છે કે રીપોર્ટ આવ્યા બાદ જ યોગ્ય જણાયે બાળકીને મહિલાના હાથમાં સોંપાશે.

એક મહિને માતા પુત્રીનું હોસ્પિટલમાં સુખદ મિલન!
* સુત્રોનું કહેવું છે કે સાહીદા તથા ત્રણ માસની બાળકીને જ્યારે હોસ્પિટલમાં લઇ જવાયા ત્યારે લોકોની ભીડ વચ્ચે સાહીદાએ તેની દીકરીને તેડી લીધી હતી. દીકરીને તેડતાની સાથે જ સાહીદા પોક મુકીને રડવા લાગી હતી. એટલામાં બાળકી પણ રડતા તેણે દીકરીને દુગ્ધપાન કરાવ્યું હતુ. સુત્રોનું કહેવું છે કે રીપોર્ટ ને આવતા પખવાડીયા જેટલો સમય લાગશે, ત્યાં સુધી બાળકીને આશ્રમમાં જ રાખવામાં આવશે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નિફ્ટી ૫૧૮૮થી ૫૪૧૧, સેન્સેક્ષ ૧૭૦૫૫થી ૧૭૭૭૭ની રેન્જમાં ફંટાશે
જેમ્સ-જ્વેલરીની નિકાસ ૩૯ ટકા ગગડીને ૨.૭ અબજ ડોલર
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
ઓરિસ્સામાં પોસ્કોના રૃપિયા ૬૧૦૦૦ કરોડના પ્લાન્ટને મંજૂરી સસ્પેન્ડ
ત્રણ વર્ષમાં પ્રથમવાર ભારતની ચૂકવણીની તુલા વિપરિત થઈ
ઓઈલ કંપનીઓનો પેટ્રોલના ભાવ વધારાનો નિર્ણય મોકૂફ
એક માસમાં સિંગતેલમાં રૃ.૨૦૦નો તોતિંગ વધારો
આઇપીએલ-૫માં જાહેરખબરોમાંથી રૃપિયા ૭૬૦ કરોડની આવક થશે
ભારતીય ટીમ ૨૭.૫ ઓવરો રમીને સાઉથ આફ્રિકાથી પરત આવશે
તેંડુલકરનો ૧૦૦ સદીનો રેકોર્ડ ક્યારેય નહીં તુટે ઃ ગિલક્રિસ્ટ

આઇપીએલમાં દિલ્હી અને ડેક્કનની મેચોના કાર્યક્રમમાં ફેરફાર

માયામી માસ્ટર્સ ઃ યોકોવિચ અને મરે વચ્ચે ફાઇનલ મુકાબલો

રેલ્વેમાં ભાડાવધારો આજથી અમલી એસી વર્ગ ૧- ૨માં ભાડા વધશે
સૌથી શ્રીમંત એશિયનોની યાદીમાં લક્ષ્મી મિત્તલ ટોચના ક્રમે
રશિયામાં સૌથી મોટા મંદિરને તોડવાનો કોર્ટનો આદેશ
 
 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં નેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved