Last Update : 01-April-2012,Sunday
 
નવા પશ્ચિમ ઝોનમાં ૨૯૦૦૦ મિલકતો વધી
મ્યુનિ. ટેક્સના ૬૩૫ કરોડના લક્ષ્યાંક સામે ૬૧૧ કરોડની આવક
પ્રોપર્ટી ટેક્સનો આંકડો ૫૦૦ કરોડને આંબી ગયો ઃ હજુ પણ ૧૧૯૫ કરોડની ઉઘરાણી બાકી

અમદાવાદ, શનિવાર
અમદાવાદ મ્યુનિ. ટેક્સ વિભાગની આવક ૬૩૫ કરોડના લક્ષ્યાંક સામે આજે નાણાંકીય વર્ષના છેલ્લા દિવસે ૬૧૧ કરોડના આંકને આંબી ગઈ છે. જેમાં પ્રોપર્ટી ટેક્સના રૃા. ૫૩૦ કરોડના લક્ષ્યાંક સામે રૃા. ૫૦૦ કરોડની આવક થઈ છે. આ લક્ષ્યાંકમાં ૧૦ કરોડ વેકેટલેન્ડ ટેક્સના ગણવામાં આવ્યા હતાં જેની સામે માત્ર ૨૦ લાખની આવક જ થઈ છે. ગયા વર્ષે ટેક્સની કુલ આવક ૫૫૦.૦૬ કરોડ હતી, તેમાં ચાલુ વર્ષે ૬૧ કરોડનો વધારો નોંધાયો હતો.
આ અંગે ટેક્સ વિભાગના ડે. કમિશનર આર્જવ શાહે જણાવ્યું હતું કે, મ્યુનિ.ના ઈતિહાસમાં પહેલી વખત પ્રોપર્ટી ટેક્સની આવક ૫૦૦ કરોડના આંકને આંબી ગઈ છે. ચાલુ વર્ષે ૨૩૪૬૦ મિલકતો સીલ કરી દેવામાં આવી હતી તેની સામે ૩૭ કરોડની વસુલાત થઈ છે. જોકે જુની ફોર્મ્યુલાના ૪૬૦ કરોડ બાકી છે, તેમાં વ્યાજ માફી ૧૦૦ ટકા આવવાની વારંવાર જાહેરાત કરવા છતાં માત્ર ૧૩ કરોડની જ વસુલાત થઈ શકી છે. કરદાતાઓની વાંધા અરજીઓ ૧,૧૩,૦૦૦ આવી હતી તેમાંથી ૧ લાખનો નીકાલ થઈ ગયો છે.
દરમ્યાનમાં પ્રાપ્ત વિગતો અનુસાર આવક વધવાનું એક કારણ નવી મિલકતો વધી છે તે પણ છે. ગયા વર્ષે કોમર્શીયલ અને રહેઠાંણની મિલકતો ૧૬,૦૮,૫૮૭ હતી તે વધીને ૧૬,૪૪,૯૫૭ થઈ છે. નવા પશ્ચિમ ઝોનમાંથી આકારણી કરતાં ૨૯૦૦૦ મિલકતોનો વધારો નોંધાયો છે. ઉપરાંત વ્યાજ માફીની રિબેટની સ્કીમમાં ગયા વર્ષે ૬૧.૮૦ કરોડની આવક થઈ હતી તેની સામે ચાલુ વર્ષે ૪૫.૧૨ કરોડની આવક નોંધાઈ છે.

કોને ત્યાંથી કેટલી બેનામી આવક મળી
જે.ટી.ગુ્રપ રૃા.૨૨ કરોડ
આકાશ ગુ્રપ રૃા.૨૧ કરોડ
આર્કિટેક્ટ
સંજય જોષી,
નિલેશ પટેલ રૃા.૨ કરોડ
ખીમજી ભરવાડ રૃા.૩૦ કરોડ

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નિફ્ટી ૫૧૮૮થી ૫૪૧૧, સેન્સેક્ષ ૧૭૦૫૫થી ૧૭૭૭૭ની રેન્જમાં ફંટાશે
જેમ્સ-જ્વેલરીની નિકાસ ૩૯ ટકા ગગડીને ૨.૭ અબજ ડોલર
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
ઓરિસ્સામાં પોસ્કોના રૃપિયા ૬૧૦૦૦ કરોડના પ્લાન્ટને મંજૂરી સસ્પેન્ડ
ત્રણ વર્ષમાં પ્રથમવાર ભારતની ચૂકવણીની તુલા વિપરિત થઈ
ઓઈલ કંપનીઓનો પેટ્રોલના ભાવ વધારાનો નિર્ણય મોકૂફ
એક માસમાં સિંગતેલમાં રૃ.૨૦૦નો તોતિંગ વધારો
આઇપીએલ-૫માં જાહેરખબરોમાંથી રૃપિયા ૭૬૦ કરોડની આવક થશે
ભારતીય ટીમ ૨૭.૫ ઓવરો રમીને સાઉથ આફ્રિકાથી પરત આવશે
તેંડુલકરનો ૧૦૦ સદીનો રેકોર્ડ ક્યારેય નહીં તુટે ઃ ગિલક્રિસ્ટ

આઇપીએલમાં દિલ્હી અને ડેક્કનની મેચોના કાર્યક્રમમાં ફેરફાર

માયામી માસ્ટર્સ ઃ યોકોવિચ અને મરે વચ્ચે ફાઇનલ મુકાબલો

રેલ્વેમાં ભાડાવધારો આજથી અમલી એસી વર્ગ ૧- ૨માં ભાડા વધશે
સૌથી શ્રીમંત એશિયનોની યાદીમાં લક્ષ્મી મિત્તલ ટોચના ક્રમે
રશિયામાં સૌથી મોટા મંદિરને તોડવાનો કોર્ટનો આદેશ
 
 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં નેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved