Last Update : 01-April-2012,Sunday
 

નિવૃતિ બાદ સરકારી વિભાગ અને બોર્ડ-નિગમોમાં રખાયેલા
કરાર આધારિત તમામ અધિકારી કર્મચારીઓને છૂટા કરી દેવાયા

કોઇ પણ વિભાગમાં હવેથી કરારના ધોરણે નિવૃત કર્મચારીને નિમણૂક આપતા પહેલા મુખ્યમંત્રીની મંજૂરી લેવી પડશેઃજીએડીનો આદેશ

ગાંધીનગર,શનિવાર
રાજ્ય સરકાર હસ્તકની વિવિધ કચેરીઓ અને બોર્ડ-કોર્પોરેશનોમાં ખાલી પડેલી જગ્યાઓ ઉપર કરારના ધોરણે રાખવામાં આવેલા નિવૃત અધિકારી-કર્મચારીઓને તાત્કાલિક અસરથી છૂટા કરી દેવાના આદેશો સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે. હવેથી આ પ્રકારની નિમણૂંકો વખતે મુખ્યમંત્રીની મંજૂરી લેવાની રહેશે. આ માટેનો વિધિવત ઠરાવ કરી દેવામાં આવતાં મોટાભાગના સરકારી ખાતાઓમાંથી કરાર આધારિત કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે.
રાજ્ય સરકાર હસ્તકના વિવિધ વિભાગો, ખાતાના વડાની કચેરીઓ ઉપરાંત બોર્ડ-નિગમોમાં ખાલી પડેલી જગ્યાઓ ઉપર નિવૃત થયેલા કર્મચારીઓ-અધિકારીઓને કરારના ધોરણે નિમણૂંક આપવામાં આવતી હતી. આ નિમણૂંક પાછળનો આશય એવો હતો કે, વર્ષો સુધી સરકારના વિભાગોમાં ફરજ બજાવ્યા બાદ નિવૃત થયેલા આ કર્મચારીઓના જ્ઞાાનનો લાભ લઇ શકાય અને કામગીરી અસરકારકરીતે થઇ શકે. આ અન્વયે સરકાર દ્વારા કરવામાં આવેલા ઠરાવના આધારે વિવિધ વિભાગો અને બોર્ડ-નિગમોમાં મોટી સંખ્યામાં નિવૃત કર્મચારીઓને કરાર આધારિત નિમણૂંકો આપવામાં આવી હતી. પરંતુ કેટલાક કિસ્સામાં આ પ્રકારની નિમણૂંકોમાં સરકારનું કોઇ નિયંત્રણ રહેતું નહીં હોવાનું પણ ધ્યાને આવ્યું હતું. કારણ કે, નિવૃતિ બાદ કરાર આધારિત નિમણૂંક પામેલા કેટલાક કર્મચારીઓ દ્વારા ગેરરીતિ કે ઉચાપત આચરવાના કિસ્સામાં તેમના પેન્શન-ઇજાફા કે પગાર અટકાવવા જેવા રેગ્યુલર કર્મચારી સામે લઇ શકાતા પગલાં આવા કેસમાં લઇ શકાતા ન હતા. માત્ર તેમને છૂટા કર્યા સિવાય કોઇ પગલાં લેવાતા ન હતા. જેની કરાર આધારીત કર્મચારીઓ ઉપર અસર પણ પડી શકે તેમ ન હતી. આખરે સરકાર દ્વારા હવે કરાર આધારિત તમામ કર્મચારીઓને છૂટા કરી દેવાનું ફરમાન કરવામાં આવ્યું છે.
સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ માટેનો ઠરાવ પણ બહાર પાડી દેવામાં આવ્યો છે. વિભાગના અધિક સચિવ (સેવા) હર્ષ બ્રહ્મભટ્ટની સહી સાથેના આ ઠરાવમાં જણાવાયું છે કે, કોઇપણ નિવૃત સરકારી અધિકારી-કર્મચારીને સચિવાલયના કોઇપણ વિભાગ, ખાતાના વડાની કચેરી અથવા રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ-કોર્પોરેશન-કંપનીમાં ઉપરાંત સરકારી સોસાયટી, સંસ્થામાં નિવૃત્તિ પછી કરાર આધારિત નિમણૂંક આપવાની હોય ત્યારે તે અંગે સચિવાલયના સંબંધિત વિભાગે સામાન્ય વહીવટ વિભાગ, નાણાં વિભાગ, મુખ્ય સચિવ અને સંબંધિત મંત્રી મારફતે મુખ્યમંત્રીની પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે. આ પ્રકારની કાર્યવાહી અનુસર્યા સિવાય કોઇપણ કરાર આધારિત નિમણુંક આપી શકાશે નહીં.હાલમાં મુખ્યમંત્રીની પૂર્વ મંજૂરી સિવાય કોઇ નિમણૂંક આપવામાં આવેલી હોય તો તેનો તાત્કાલિક અસરથી અંત લાવવાનો રહેશે. અને તે પ્રકારની તમામ નિમણુંકના કેસો મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવાના રહેશે.
સામાન્ય વહીવટ વિભાગના આ ઠરાવના પગલે મોટાભાગના વિભાગો દ્વારા આજે ૩૧મી માર્ચ સુધીમાં તમામ કરાર આધારિત નિવૃત કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે. જોકે, માર્ગ અને મકાન વિભાગના પ્રોજેક્ટ ઇમ્પ્લીમેન્ટેશન યુનિટ સહિતના કેટલાક વિભાગોમાં હજી પણ આવા કર્મચારીઓ કાર્યરત હોવાની ચર્ચા પણ સચિવાલયમાં થઇ રહી હતી. બીજીતરફ સરકારના આ નિર્ણયના પગલે કરારના ધોરણે ફરજ બજાવતા અંદાજે ચાર હજાર જેટલા નિવૃત સરકારી અધિકારી-કર્મચારીઓને અસર થઇ છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નિફ્ટી ૫૧૮૮થી ૫૪૧૧, સેન્સેક્ષ ૧૭૦૫૫થી ૧૭૭૭૭ની રેન્જમાં ફંટાશે
જેમ્સ-જ્વેલરીની નિકાસ ૩૯ ટકા ગગડીને ૨.૭ અબજ ડોલર
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
ઓરિસ્સામાં પોસ્કોના રૃપિયા ૬૧૦૦૦ કરોડના પ્લાન્ટને મંજૂરી સસ્પેન્ડ
ત્રણ વર્ષમાં પ્રથમવાર ભારતની ચૂકવણીની તુલા વિપરિત થઈ
ઓઈલ કંપનીઓનો પેટ્રોલના ભાવ વધારાનો નિર્ણય મોકૂફ
એક માસમાં સિંગતેલમાં રૃ.૨૦૦નો તોતિંગ વધારો
આઇપીએલ-૫માં જાહેરખબરોમાંથી રૃપિયા ૭૬૦ કરોડની આવક થશે
ભારતીય ટીમ ૨૭.૫ ઓવરો રમીને સાઉથ આફ્રિકાથી પરત આવશે
તેંડુલકરનો ૧૦૦ સદીનો રેકોર્ડ ક્યારેય નહીં તુટે ઃ ગિલક્રિસ્ટ

આઇપીએલમાં દિલ્હી અને ડેક્કનની મેચોના કાર્યક્રમમાં ફેરફાર

માયામી માસ્ટર્સ ઃ યોકોવિચ અને મરે વચ્ચે ફાઇનલ મુકાબલો

રેલ્વેમાં ભાડાવધારો આજથી અમલી એસી વર્ગ ૧- ૨માં ભાડા વધશે
સૌથી શ્રીમંત એશિયનોની યાદીમાં લક્ષ્મી મિત્તલ ટોચના ક્રમે
રશિયામાં સૌથી મોટા મંદિરને તોડવાનો કોર્ટનો આદેશ
 
 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં નેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved