Last Update : 01-April-2012,Sunday
 

બજેટ દ્વારા સરકારની જાહેરાતો કાગળ ઉપર
૧૦૦ નવી અદાલતોની જાહેરાત અને અમલમાં આવી માત્ર એક

વર્ષ ૨૦૧૦-૧૧માં શિક્ષણ, ન્યાય સહિત અનેક વિભાગોમાં રૃા. ૪૬૩૩.૭૫ કરોડ વપરાયા નહીં

ગાંધીનગર, શનિવાર
ગુજરાત સરકાર બજેટમાં આકર્ષક યોજના મૂકીને તેનો આખું વર્ષ પ્રચાર કરે છે. પરંતુ યોજનાઓ કાગળ પર જ રહે છે. કેટલીક યોજનાઓ કેન્દ્ર સરકારના અનુદાન આધારિત હોય છે. જેથી રકમ નહીં વપરાવાના કારણે આ રકમ પરત જતી હોય છે. વર્ષ ૨૦૧૦-૧૧માં સરકારે રાજ્યમાં ૧૦૦ નવી અદાલતોની સ્થાપના કરવાની જાહેરાત કરી હતી. તે પૈકી માત્ર એક જ નવી અદાલતની સ્થાપના થઈ હતી. આ પ્રકારે કુલ રૃા. ૪૬૩૩.૭૫ કરોડ વપર્યા વિના પડી રહ્યા હતાં.
બજેટમાં ૩૮ ખાસ અદાલતો અને ૧૦૦ વધારાની અદાલતોની સ્થાપના માટે જોગવાઈ કરવામાં આવી હતી. તે પૈકી માત્ર એક રાજુલા ખાતે વધારાની જિલ્લા અદાલત થઈ શકી હતી. એવી જ રીતે ૧૨ ખાસ અદાલતો, વરિષ્ઠ સિવિલ ન્યાયધીશોની ૨૨૫ વધારાની અદાલતો અને સિવિલ ન્યાયાધીશોની ૪૨૦ વધારાની અદાલતોની સ્થાપના માટે બજેટમાં રૃા. ૧૬૬.૨૦ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. તેની સામે માત્ર સાત અદાલતોની જ સ્થાપના થઈ શકી અને રૃા. ૧૫૮.૩૩ કરોડ વપરાયા વિના પરત સોંપાયા હતાં.
કેગના જાહેર થયેલા અહેવાલમાં આપેલી વિગતોમાં સ્ટાફની ભરતી ન થવાથી કે જમીન સંપાદન ન થવાના કારણે કેન્દ્ર પુરસ્કૃત યોજના અમલમાં આવી શકી ન હતી.
પી.વી.પી.ના ધોરણે નવ પોલીટેકનિક શરૃ કરવા રૃા. ૨૨.૫૦ કરોડ તથા ૧૦ ડિગ્રી કોલેજ શરૃ કરવા રૃા. ૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. આ માટે ખાનગી ભાગીદારોને મામુલી દરે જમીન આપવાની હતી. પરંતુ આ કોલેજો માટે મહેસૂલ વિભાગ જમીન સંપાદન ન કરી શકતા પૂરેપૂરી જોગવાઈ પરત સોંપાઈ હતી.
સરસ્વતી યાત્રા નામની એક યોજના ચલાવવા માટે રૃા. ૭૫.૩૪ કરોડની બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી. આ યોજના માટે ગ્રામ, ક્ષેત્ર, અને જિલ્લા સ્તરે સમિતિઓની રચના કરવાની હતી. પરંતુ સમિતિઓની રચના ન થવાના કારણે રૃા. ૪૮.૯૭ કરોડ પરત સોંપાયા હતાં.
આ પ્રકારે વિવિધ યોજનાઓમાં રકમ ન વપરાતાં સરકારે બજેટમાં જાહેર કરેલી રકમ પૈકી ૪૬૩૩.૭૫ કરોડ જેટલી રકમ વપરાયા વિના રહી હતી.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નિફ્ટી ૫૧૮૮થી ૫૪૧૧, સેન્સેક્ષ ૧૭૦૫૫થી ૧૭૭૭૭ની રેન્જમાં ફંટાશે
જેમ્સ-જ્વેલરીની નિકાસ ૩૯ ટકા ગગડીને ૨.૭ અબજ ડોલર
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
ઓરિસ્સામાં પોસ્કોના રૃપિયા ૬૧૦૦૦ કરોડના પ્લાન્ટને મંજૂરી સસ્પેન્ડ
ત્રણ વર્ષમાં પ્રથમવાર ભારતની ચૂકવણીની તુલા વિપરિત થઈ
ઓઈલ કંપનીઓનો પેટ્રોલના ભાવ વધારાનો નિર્ણય મોકૂફ
એક માસમાં સિંગતેલમાં રૃ.૨૦૦નો તોતિંગ વધારો
આઇપીએલ-૫માં જાહેરખબરોમાંથી રૃપિયા ૭૬૦ કરોડની આવક થશે
ભારતીય ટીમ ૨૭.૫ ઓવરો રમીને સાઉથ આફ્રિકાથી પરત આવશે
તેંડુલકરનો ૧૦૦ સદીનો રેકોર્ડ ક્યારેય નહીં તુટે ઃ ગિલક્રિસ્ટ

આઇપીએલમાં દિલ્હી અને ડેક્કનની મેચોના કાર્યક્રમમાં ફેરફાર

માયામી માસ્ટર્સ ઃ યોકોવિચ અને મરે વચ્ચે ફાઇનલ મુકાબલો

રેલ્વેમાં ભાડાવધારો આજથી અમલી એસી વર્ગ ૧- ૨માં ભાડા વધશે
સૌથી શ્રીમંત એશિયનોની યાદીમાં લક્ષ્મી મિત્તલ ટોચના ક્રમે
રશિયામાં સૌથી મોટા મંદિરને તોડવાનો કોર્ટનો આદેશ
 
 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં નેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved