Last Update : 01-April-2012,Sunday
 
GTU દ્વારા પરિણામ જાહેરઃ પ્રથમ વર્ષ ડિગ્રી
ઇજનેરીના પ્રથમ સેમેસ્ટરમાં ૨૭૨૬૩ વિદ્યાર્થીઓ નાપાસ !
માત્ર ૧૦૦૨૨ વિદ્યાર્થીઓ પાસ ઃ ૩૫ ટકાએ પ્રવેશ, ફેકલ્ટીની અછત, અધૂરો સીલેબસ, મોડા પ્રવેશ સહિતનાં કારણો જવાબદાર
અમદાવાદ,શનિવાર
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સાથે સંકળાયેલી તમામ ડિગ્રી એન્જિનીયરિંગ કોલેજોમાં પ્રથમ સેમેસ્ટરમાં અભ્યાસ કરતાં અંદાજે ૩૮ હજાર જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષાનું પરિણામ ગઇકાલે જાહેર કરવામા આવ્યું હતુ.ં જેમાં માત્ર ૧૦૦૨૨ વિદ્યાર્થીઓ પાસ અને ૨૭૨૬૩ વિદ્યાર્થીઓ નાપાસ જાહેર થયા હતા. આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નાપાસ જાહેર થતાં ભારે હોબાળો મચી ગયો હતો. ૩૫ ટકાએ પ્રવેશ અને મોડે સુધી પ્રવેશ કાર્યવાહી ચાલુ રાખવા ઉપરાંત ફેકલ્ટીની અછત અને અભ્યાસક્રમ પુરો ન થવા સહિતના અનેક કારણોના કારણે આટલું નીચુ પરિણામ આવ્યું હોવાનું સત્તાવાળાઓ માની રહ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર જીટીયુ દ્વારા લેવાયેલી બી.ઇ. સેમેસ્ટર -૧નું પરિણામ જાહેર થતાંની સાથે જ એન્જિનીયરિંગ કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો છે. પરીક્ષા આપનારા અંદાજે ૩૮ હજાર વિદ્યાર્થીઓ પૈકી ૨૭૨૬૩ વિદ્યાર્થીઓ એટલે કે ત્રીજા ભાગના વિદ્યાર્થીઓ નાપાસ જાહેર થયા છે. જયારે માત્ર ૧૦૦૨૨ વિદ્યાર્થીઓ જ પાસ થયા છે. આટલી મોટી સંખ્યામા નાપાસ થવા પાછળ વિદ્યાર્થીઓ ઉત્તરવહીઓ આડેધડ તપાસી હોવાના આક્ષેપો કરી રહ્યા છે.
સૂત્રો કહે છે ડિગ્રી ઇજનેરીમાં ચાલુ વર્ષે ૩૫ ટકાએ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. સામાન્ય રીતે ૩૫ ટકાએ સારી કોમર્સ કોલેજોમાં પણ પ્રવેશ મળતો નથી. આમછતાં ડિગ્રી ઇજનેરીમાં ૩૫ ટકાએ પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેના કારણે પ્રથમ વર્ષમાં વિદ્યાર્થીઓ નબળો દખાવ કરે તે સ્વભાવિક છે. આ ઉપરાંત મોડે સુધી એટલે કે ઓગસ્ટ-સપ્ટેમ્બર સુધી પ્રવેશ કાર્યવાહી ચાલતી હતી. આ સિવાય ખાલી પડેલી બેઠકો પર કોલેજોને સ્વતંત્ર રીતે પ્રવેશની છૂટ આપતાં નવેમ્બર સુધી કોલેજોએ વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યા હતા. ડિસેમ્બરમાં પરીક્ષા હોવાથી આ પ્રકારે મોડા પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને વાંચવાની કોઇ તક મળી નથી. આ ઉપરાંત મોટાભાગની કોલેજોમાં અપુરતા સ્ટાફ, ફેકલ્ટીનો અભાવ અને સીલેબસ પુરો ન થવાની અસર પર પરિણામ પર પડી હોવાનું નિષ્ણાંતો માની રહ્યા છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નિફ્ટી ૫૧૮૮થી ૫૪૧૧, સેન્સેક્ષ ૧૭૦૫૫થી ૧૭૭૭૭ની રેન્જમાં ફંટાશે
જેમ્સ-જ્વેલરીની નિકાસ ૩૯ ટકા ગગડીને ૨.૭ અબજ ડોલર
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
ઓરિસ્સામાં પોસ્કોના રૃપિયા ૬૧૦૦૦ કરોડના પ્લાન્ટને મંજૂરી સસ્પેન્ડ
ત્રણ વર્ષમાં પ્રથમવાર ભારતની ચૂકવણીની તુલા વિપરિત થઈ
ઓઈલ કંપનીઓનો પેટ્રોલના ભાવ વધારાનો નિર્ણય મોકૂફ
એક માસમાં સિંગતેલમાં રૃ.૨૦૦નો તોતિંગ વધારો
આઇપીએલ-૫માં જાહેરખબરોમાંથી રૃપિયા ૭૬૦ કરોડની આવક થશે
ભારતીય ટીમ ૨૭.૫ ઓવરો રમીને સાઉથ આફ્રિકાથી પરત આવશે
તેંડુલકરનો ૧૦૦ સદીનો રેકોર્ડ ક્યારેય નહીં તુટે ઃ ગિલક્રિસ્ટ

આઇપીએલમાં દિલ્હી અને ડેક્કનની મેચોના કાર્યક્રમમાં ફેરફાર

માયામી માસ્ટર્સ ઃ યોકોવિચ અને મરે વચ્ચે ફાઇનલ મુકાબલો

રેલ્વેમાં ભાડાવધારો આજથી અમલી એસી વર્ગ ૧- ૨માં ભાડા વધશે
સૌથી શ્રીમંત એશિયનોની યાદીમાં લક્ષ્મી મિત્તલ ટોચના ક્રમે
રશિયામાં સૌથી મોટા મંદિરને તોડવાનો કોર્ટનો આદેશ
 
 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં નેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved