Last Update : 01-April-2012,Sunday
 

ધો. ૯ની વિદ્યાર્થિનીનું છરીની અણીએ રિક્ષામાં અપહરણ કર્યું
વિરમગામમાં તરૃણી ઉપર ચાર નરાધમોનો 'ગેંગરેપ'

પરિવારને મારી નાંખવાની ધમકીથી ભયભીત તરૃણી 'ચૂપ' રહી પણ રક્તસ્ત્રાવ, પિડાથી કરૃણ વાસ્તવિકતા ખૂલીઃ ૩ આરોપીની ધરપકડ

અમદાવાદ, શનિવાર
વિરમગામમાં ૧૪ વર્ષની તરૃણી ઉપર ચાર નરાધમોએ બળાત્કાર ગુજાર્યાની ઘટનાથી ચકચાર મચી છે. ગત ગુરૃવારે ધો. ૯ની વિદ્યાર્થિની બૂક લેવા માટે બહેનપણીની ઘરે બૂક લેવા જતી હતી ત્યારે ચાર શખ્સોએ છરીની અણિએ રિક્ષામાં અપહરણ કર્યું હતું. ગામથી થોડે દૂર વણી રેલવે ફાટક પાસે ગરનાળા નીચે હવસ સંતોષીને નરાધમો તરૃણીને તેના ઘર પાસે મુકી ગયા હતા. પરિવારને મારી નાંખવાની ધમકી અપાઈ હોવાથી તરૃણી ચૂપ રહી હતી. પરંતુ, ગુપ્ત ભાગેથી લોહી નીકળતા અને અસહ્ય પિડાથી દવાખાને લઈ જવાતાં 'ગેંગરેપ' થયાની કરૃણ વાસ્તવિકતા ખૂલી હતી. લાંબા વિચાર બાદ પરિવારજનોએ સમાજના અનિષ્ટો સામે હિમ્મતપૂર્વક ફરિયાદ નોંધાવાતાં પોલીસે ચારમાંથી ત્રણ આરોપીને પકડી પાડયાં છે. સંવેદનશીલ વિરમગામમાં સમાજના દરેક વર્ગના લોકો જઘન્ય કૃત્ય આચરનાર સામે કડક પગલાં લેવાય તેવી લાગણી વ્યક્ત કરે છે.
વિરમગામના નાના પરકોટા વિસ્તારમાં રહેતી ધો. ૯ની વિદ્યાર્થિની, ૧૪ વર્ષની તરૃણી તા. ૨૮ને ગુરૃવારે સાંજે તેની બહેનપણીને ત્યાં બૂક લેવા નીકળી હતી. સાંજે ૬-૩૦ વાગ્યાના અરસામાં વોરાફળી, પાણીની ટાંકી પાસે એક ડેરી પાસે હાથ પકડી ચપ્પુ બતાવીને તરૃણીને રિક્ષામાં ખેંચી લેવાઈ હતી. ચપ્પુની અણીએ ડરાવીને તરૃણીને વિરમગામ-ધ્રાંગધ્રા હાઈવે પર વણી રેલવે ફાટક નજીક ફોરલેન હાઈવેના નવા બનતા ગરનાળાં નીચે લઈ જવાઈ હતી. ગરનાળાં નીચે ચાર નરાધમોએ સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો.
રાતે ૮-૩૦ વાગ્યાના અરસામાં તરૃણીને તેના ઘર પાસે ઉતારી જવાઈ હતી. તરૃણીને એવી ધમકી અપાઈ હતી કે- 'જો કોઈને વાત કરીશ તો તારા પરિવારને ખતમ કરી દઈશું.' અમાનવીય કૃત્ય પછી ધમકીથી ડરી ગયેલી તરૃણી માતા ઘરે ન હોવાથી અસહ્ય પીડા વચ્ચે પોતાનાં લોહીવાળા કપડાં ધોવા લાગી હતી. એવામાં જ આવી પહોંચેલી માતાએ લોહી નીકળવાનું કારણ પૂછતાં ડરી ગયેલી તરૃણીએ પડી જવાથી ઈજા થયાનું કહ્યું હતું. જો કે, રક્તસ્ત્રાવ અને દુઃખાવો ન ઘટતાં દવાખાને લઈ જવાયેલી તરૃણી ઉપર સામુહિક બળાત્કાર થયાનું તબીબે જણાવ્યું હતું. પુત્રીની સામાજીક બદનામીના ડરથી પરિવારે ચૂપ રહેવાનું પસંદ કર્યું હતું. પરંતુ, સામાજીક અનિષ્ટો સામે લડત આપવાનો નિર્ણય કરી અંતે ફરિયાદ નોંધાવાઈ હતી. અપહરણ, ધમકી અને સામુહિક બળાત્કારની ફરિયાદ નોંધાવાયાના કલાકોમાં પોલીસે યુસુફ, સદ્દામ અને ટેપલો નામના ત્રણ આરોપીને પકડી પાડયા છે. ઈશાદ નામના નાસી ગયેલા ચોથા આરોપીને શોધવા પોલીસ ટૂકડીઓ કાર્યરત છે. તરૃણીને સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડાઈ છે.
અમદાવાદ રૃરલ એસ.પી. રાજીવરંજન ભગતે કહ્યું કે- આ કલંકરૃપ ઘટના છે અને પોલીસ કડક નિષ્પક્ષ કાર્યવાહી કરી રહી છે. સમાજના દરેક વર્ગના લોકોએ જ્ઞાાતિ કે જાતિના વિવાદથી દુર રહી ઘૃણાસ્પદ કૃત્ય કરનારાં આરોપીઓને પકડી સખત નશ્યત અપાય તમામ વર્ગના લોકો કહી રહ્યાં છે ને એ દિશામાં પોલીસની કાર્યવાહી ચાલુ છે.

વિરમગામમાં 'અજંપા' વચ્ચે ચૂસ્ત બંદોબસ્ત
* વિરમગામમાં તરૃણી ઉપર સામુહિક બળાત્કારની ઘટના ગુરૃવારે સાંજે બની હતી. પરિવારે આજે ફરિયાદ નોંધાવાયાના કલાકોમાં જ પોલીસે ચારમાંથી ૩ આરોપીને પકડયા છે. સંવેદનશીલ વિરમગામમાં અજંપો પ્રવર્તે છે. આજે શનિવારે લોકોના ટોળાંએ રજૂઆત કરતાં પોલીસે કડક કાર્યવાહીની ખાતરી આપી હતી. રવિવારે રામનવમી છે ત્યારે પોલીસે સાવચેતીરૃપે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.

ચાર લૂખ્ખાને સખત નશ્યત કરવા તમામ વર્ગની રજૂઆત
* વિરમગામ કોમી દ્રષ્ટિએ સંવેદનશીલ 'ટાઉન' ગણાવાય છે. પણ, તરૃણી ઉપર ગેંગરેપની ઘટનાને તમામ વર્ગના લોકોએ વખોડી છે. દરેક ધર્મ અને કોમના આગેવાનોએ આજે પોલીસ અધિકારીઓ સમક્ષ સામાજીક હીનતાનું કૃત્ય કરનારને પકડી દાખલો બેસે તેવા કડક પગલાં લેવા રજૂઆત કરી હતી. સાથોસાથ, આવા કિસ્સામાં સામાજીક ઐક્ય દાખવી નરાધમો સામે સખત નશ્યતની હિમાયત કરી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નિફ્ટી ૫૧૮૮થી ૫૪૧૧, સેન્સેક્ષ ૧૭૦૫૫થી ૧૭૭૭૭ની રેન્જમાં ફંટાશે
જેમ્સ-જ્વેલરીની નિકાસ ૩૯ ટકા ગગડીને ૨.૭ અબજ ડોલર
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
ઓરિસ્સામાં પોસ્કોના રૃપિયા ૬૧૦૦૦ કરોડના પ્લાન્ટને મંજૂરી સસ્પેન્ડ
ત્રણ વર્ષમાં પ્રથમવાર ભારતની ચૂકવણીની તુલા વિપરિત થઈ
ઓઈલ કંપનીઓનો પેટ્રોલના ભાવ વધારાનો નિર્ણય મોકૂફ
એક માસમાં સિંગતેલમાં રૃ.૨૦૦નો તોતિંગ વધારો
આઇપીએલ-૫માં જાહેરખબરોમાંથી રૃપિયા ૭૬૦ કરોડની આવક થશે
ભારતીય ટીમ ૨૭.૫ ઓવરો રમીને સાઉથ આફ્રિકાથી પરત આવશે
તેંડુલકરનો ૧૦૦ સદીનો રેકોર્ડ ક્યારેય નહીં તુટે ઃ ગિલક્રિસ્ટ

આઇપીએલમાં દિલ્હી અને ડેક્કનની મેચોના કાર્યક્રમમાં ફેરફાર

માયામી માસ્ટર્સ ઃ યોકોવિચ અને મરે વચ્ચે ફાઇનલ મુકાબલો

રેલ્વેમાં ભાડાવધારો આજથી અમલી એસી વર્ગ ૧- ૨માં ભાડા વધશે
સૌથી શ્રીમંત એશિયનોની યાદીમાં લક્ષ્મી મિત્તલ ટોચના ક્રમે
રશિયામાં સૌથી મોટા મંદિરને તોડવાનો કોર્ટનો આદેશ
 
 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં નેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved