Last Update : 01-April-2012,Sunday
 
દેશી તથા આયાતી ખાદ્યતેલોમાં ભાવો ફરી ઉછળ્યા ઃ વાયદામાં તેજીની સર્કિટો લાગી

પામતેલમાં ૧૫૦૦થી ૧૬૦૦ ટનના વેપારો થયા ઃ શિકાગોમાં ૧૫૦ પોઈન્ટનો ઉછાળો ઃ રૃ.૩૫૦૦ને પાર કરતો એરંડા વાયદો

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૩૧
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે એરંડા વાયદામાં આંચકા પચાવી ભાવો ફરી વધી આવ્યા હતા, મુંબઈ એરંડા જૂનના ભાવો રૃ.૩૪૮૬ વાળા આજે રૃ.૩૪૯૦ ખુલી નીચામાં રૃ.૩૪૮૮ રહ્યા પછી ઉછળી રૃ.૩૫૦૦ને પાર કરી રૃ.૩૫૦૮ થઈ છેલ્લે રૃ.૩૫૦૨ રહ્યા હતા. ૬૦ ટનના વેપારો થયા હતા. અને મથકો પાછળ મુંબઈ વાયદામાં આજે ઘટાડે માનસ લેવાનું રહ્યું હતું. અન્ય તેલિબિંયા તથા તેલના વાયદાઓમાં આજે તેજી આવતા તેના કારણે પણ એરંડા વાયદામાં ઘટાડે વેંચાણો કપાયા હતા. મુંબઈ હાજર એરંડાના ભાવો રૃ.૩૪૭૫ના મથાળે જો કે આજે ટકેલા રહ્યા હતા. દિવેલના હાજર ભાવો એફએસજી કંડલાના રૃ.૭૨૩ વાળા રૃ.૭૨૫ રહ્યા હતા, દરમિયાન, શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૧૫૧, ૧૫૦ તથા ૧૫૦ પોઈન્ટ ઉછળ્યાના સમાચારો હતા. ઘરઆંગણે આજે ઈન્દોર સોયાતેલ વાયદો રૃ.૭૩૭.૯૦ વાળો ઉછળી રૃ.૭૫૨.૮૦ થઈ છેલ્લે રૃ.૭૫૨ રહ્યાના સમાચારો હતા. ત્યાં તેજીની સક્રિટ લાગી હતી. સોયાબીન તથા અન્ય બિંયામાં પણ ઉછાળો આવ્યો હતો. મુંબઈમાં આજે પામતેલમાં એપ્રિલ માટે રૃ.૬૨૬તી ૬૩૦ ની રેન્જમાં ૧૫૦૦થી ૧૬૦૦ ટનના વેપારો થયા હતા.મુંબઈ હાજર બજારમાં આજે પામતેલના ભાવો રૃ.૬૧૫ વાળા ઉછળી છેલ્લે રૃ.૬૩૦ બોલાઈ ગયા હતા, જયારે સીપીઓ (ક્રૂડ પામઓઈલ)ના ભાવો વધી છેલ્લે રૃ.૬૦૫ રહ્યા હતા. સોયાતેલના ભાવો ડિગમના વધી છેલ્લે રૃ.૬૭૮ તથા રિફા.ના રૃ.૬૯૨ વાળા ઉછળી છેલ્લે રૃ.૭૦૦થી ૭૦૨ રહ્યા હતા. સિંગતેલના ભાવો રૃ.૧૨૨૫ વાળા રૃ.૧૨૩૦ રહ્યા હતા જયારે રાજકોટ બાજુ ભાવો રૃ.૧૨૫૦ તથા ૧૫ કિલોના રૃ.૧૯૧૫ રહ્યા હતા.કપાસિયા તેલના ભાવો રૃ.૬૮૦ વાળા ઉછળી રૃ.૬૯૦થી ૬૯૨ રહ્યા હતા. મસ્ટર્ડના ભાવો વધી રૃ.૮૦૦ને આંબી ગયા હતા. સનફલાવરના ભાવો વધી છેલ્લે રૃ.૬૫૫ તથા રિફા.ના રૃ.૭૧૮ બોલાઈ રહ્યા હતા. મુંબઈ ખોળ બજારમાં આજે કપાસિયા તેલના ભાવો રૃ.૫૦૦ વધી રૃ.૧૪૫૦૦ રહ્યા હતા. જયારે અન્ય ખોળો શાંત રહ્યા હતા.

 

ખાંડમાં ત્રિમાસિક કવોટા છૂટો થવા છતાં બજારમાં પાંખા વેપારો વચ્ચે સાંકડી વધઘટે
નવી મુંબઈ ખાંડ બજારમાં આજે માંગ ધીમી રહી હતી. ભાવો બે તરફી વધઘટે અથડાતા રહ્યા હતા. કેન્દ્ર સરકારે એપ્રિલથી જૂનના ૩ મહિના માટે મુક્ત વેચાણનો કવોટા ૪૫ લાખ ટનનો આવ્યાના સમાચારો હતા અને દર મહિને મિલોને આ પૈકી ૨૫ ટકા કવોટા ફરજીયાત પણે વેંચવાનું જણાવાયું છે. આ સમાચારોની જો કે આજે બજાર પર કોઈ તાત્કાલિક અસર જણાઈ ન હતી. આજે હાજરમાં ભાવો કિવ.ના રૃ.૨૮૬૦થી ૨૯૧૧ તથા સારાના રૃ.૨૯૮૧થી ૩૦૪૧ રહ્યા હતા જયારે નાકા ડિલીવરીના ભાવો ૨૮૦૦થી ૨૮૫૦ તથા સારાના રૃ.૨૯૦૦થી ૩૦૦૦ રહ્યા હતા. મોડી સાંજે નાકાના ભાવો રૃ.૨૮૨૦થી ૨૯૨૦ તથા સારાના રૃ.૨૮૫૫થી ૨૯૬૫ બોલાઈ રહ્યા હતા. જયારે મિલો પર છેલ્લે ભાવો નાકાના ભાવોથી રૃ.૯૦ જેટલા નીચા રહ્યાના સમાચારો હતા.

 

૨૦૧૨માં ટાયરની માંગ વધવા સાથે કુદરતી રબરમાં પૂરવઠા ખેંચની વકી
રબરના ઉત્પાદનમાં ૪ ટકા જ્યારે માંગ ૪.૭૦ ટકા વધવા શક્યતા

૨૦૧૨માં કુદરતી રબરની માંગ તેના પૂરવઠા કરતાં વધુ રહેવાની શકયતા છે. ચાલુ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા એટલે કે જાન્યુઆરીથી માર્ચ દરમિયાન રબરની માંગમાં ૩.૧૦ ટકાનો ઉછાળો આવવાની ધારણાં છે. સંપૂર્ણ વર્ષ માટે જોઈએ તો રબરની માંગ ૪.૭૦ ટકા જેટલી વધી શકે છે જે ગયા વર્ષે ૧.૪૦ ટકા વધી હતી, એમ એસોસિએશન ઓફ નેચરલ રબર પ્રોડયુસિંગ કન્ટ્રીઝે (એએનઆરપીસી) જણાવ્યું હતું.
ઓટોમોટિવ ટાયર મેન્યુફેકચરર્સ એસોસિએશનના જણાવ્યા પ્રમાણે ટ્રક તથા બસના ટાયરનું ઉત્પાદન જાન્યુઆરી માસમાં ગયા વર્ષના જાન્યુઆરીની સરખામણીએ ૬ ટકા ઊંચું રહ્યું હતું. પરંતુ ઊતારુ કાર અને હળવા કમર્સિઅલ વાહનોના ટાયરના ઉત્પાદનમાં અનુક્રમે પાંચ ટકા અને એક ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. કારના ટાયર કરતાં બસ તથા ટ્રકના ટાયરને કારણે કુદરતી રબરની માંગ વધી છે એમ એએનઆરપીસીના સૂત્રોએ જણાવ્યું હતું.
બીજી બાજુ રબરનું ઉત્પાદન ગયા વર્ષના ૪.૯૦ ટકાની સરખામણીએ ૨૦૧૨માં ચાર ટકા ઊંચું રહેવાની શકયતા છે. એએનઆરપીસી વિસ્તારમાં ઉત્પાદન વૃદ્ધિ આ વર્ષે મંદ પડવાની ધારણાં છે. એએનઆરપીસીના સભ્યો દ્વારા કુદરતી રબરનું ઉત્પાદન જાન્યુઆરીમાં ૧૨.૮૦ ટકા ઘટયું હતું. ચીન ખાતેથી માંગ મંદ રહેતા જાન્યુઆરીમાં થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા અને મલેશિયમાં રબરનું ઉત્પાદન ઘટયું હતું. જો કે ચીન અને વિયેટનામમાં સાધારણ વધ્યું હતું. મલેશિયામાં ફેબુ્રઆરીમાં કમોસમી વરસાદને કારણે વૃક્ષમાંથી રબર કાઢવાનું મુશકેલ રહ્યું હતું.
ચાલુ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એએનઆરપીસી વિસ્તારોમાંથી રબરના પૂરવઠામાં ૫.૧૦ ટકાનો ઘટાડો થવાની વકી છે.

 

 

નિકાસ માંગને પગલે સ્થાનિકે કાંદાના ભાવમાં ઉછાળો
આવક ઘટતાં અને નિકાસ માંગ વધતા કાંદાના પાકવાળા વિસ્તારોની આસપાસની બજારોમાં કાંદાના ભાવ ઊંચકાયા હતા. ૨૦૧૧-૧૨ના નાણાંકીય વર્ષના અંતિમ સમયગાળાને કારણે પણ બજારોમાં આવક ઘટી હતી. ખરિફકાંદાની આવક લગભગ પૂરી થવા આવી છે અને ખેડૂતો પાસે સ્ટોક લગભગ રહ્યો નથી. મહારાષ્ટ્રમાં રાજ્ય સરકાર તરફથી કદાચ સબસિડી જાહેર થાય તેવી અપેક્ષા સાથે રાજ્યના કાંદા ઊગાડતા ખેડૂતો સ્ટોક પકડીને બેઠા હોવાનું પણ અહીંની સ્થાનિક એપીએમસી બજારમાં ચર્ચાતું હતું.
સબસિડી નહીં મળે તો પણ કદાચ સરકાર પોતે જ ઊંચા ભાવે ખરીદી કરશે એવી તેઓ ધારણાં રાખી રહ્યા છે. પૂણે એપીએમસી બજાર ખાતે ગુરુવારે પ્રતિ ક્વિન્ટલ સરેરાશ ભાવ રૃપિયા ૪૯૦ હતો જે શુક્રવારે ઘટીને રૃપિયા ૪૦૦ આસપાસ થઈ ગયો હતો. જો કે આગલા સપ્તાહે રૃપિયા ૩૬૦નો ભાવ હતો. અખાતી વિસ્તારમાંથી માંગ આવતા નિકાસ પણ વધી હોવાનું બજારના વર્તુળોએ જણાવ્યું હતું.મલેશિયા અને શ્રીલંકા પણ સારો માલ ઉપાડી રહ્યા છે.
નવા નાણાંકીય વર્ષના પ્રારંભમાં માલની આવક વધવા સાથે આગામી સપ્તાહમાં ભાવ દબાય તેવી શકયતા છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નિફ્ટી ૫૧૮૮થી ૫૪૧૧, સેન્સેક્ષ ૧૭૦૫૫થી ૧૭૭૭૭ની રેન્જમાં ફંટાશે
જેમ્સ-જ્વેલરીની નિકાસ ૩૯ ટકા ગગડીને ૨.૭ અબજ ડોલર
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
ઓરિસ્સામાં પોસ્કોના રૃપિયા ૬૧૦૦૦ કરોડના પ્લાન્ટને મંજૂરી સસ્પેન્ડ
ત્રણ વર્ષમાં પ્રથમવાર ભારતની ચૂકવણીની તુલા વિપરિત થઈ
ઓઈલ કંપનીઓનો પેટ્રોલના ભાવ વધારાનો નિર્ણય મોકૂફ
એક માસમાં સિંગતેલમાં રૃ.૨૦૦નો તોતિંગ વધારો
આઇપીએલ-૫માં જાહેરખબરોમાંથી રૃપિયા ૭૬૦ કરોડની આવક થશે
ભારતીય ટીમ ૨૭.૫ ઓવરો રમીને સાઉથ આફ્રિકાથી પરત આવશે
તેંડુલકરનો ૧૦૦ સદીનો રેકોર્ડ ક્યારેય નહીં તુટે ઃ ગિલક્રિસ્ટ

આઇપીએલમાં દિલ્હી અને ડેક્કનની મેચોના કાર્યક્રમમાં ફેરફાર

માયામી માસ્ટર્સ ઃ યોકોવિચ અને મરે વચ્ચે ફાઇનલ મુકાબલો

રેલ્વેમાં ભાડાવધારો આજથી અમલી એસી વર્ગ ૧- ૨માં ભાડા વધશે
સૌથી શ્રીમંત એશિયનોની યાદીમાં લક્ષ્મી મિત્તલ ટોચના ક્રમે
રશિયામાં સૌથી મોટા મંદિરને તોડવાનો કોર્ટનો આદેશ
 
 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં નેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved