Last Update : 01-April-2012,Sunday
 
રૃમાં મિલોની ખરીદી વચ્ચે ભાવોમાં ચમકારો ઃ ૨૪૩ લાખ ગાંસડી નવા માલો બજારમાં આવ્યા

મોસમના અંતે ૨૮ લાખ ગાંસડીનો સ્ટોક સિલ્લક રહ્યાનો અંદાજ

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૩૧
મુંબઈ રૃ બજારમાં આજે ભાવો મક્કમ રહ્યા હતા. મથકોએ ગુજરાત બાજુ સંકર-૪ માલોમાં મિલોની ખરીદી નિકળ્યાના સમાચારો હતા. મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્ર લાઈનમાં પણ મિલોની ડિમાન્ડ દેખાઈ છે. ઓલ ઈન્ડિયા દૈનિક સરેરાશ આવકો હાલ ૧.૧૦થી ૧.૨૦ લાખ ગાંસડી આવી રહી છે. દરમિયાન, ગુજરાત સંકર-૪માં અંજાર બાજુ રૃ.૩૪૨૦૦માં ૮૦૦થી ૯૦૦ ગાંસડીના વેપારો થયા હતા.સૌરાષ્ટ્ર લાઈનમાં સવારે ભાવો રૃ.૩૫૨૦૦ બોલાયા પછી રૃ.૩૪૫૦૦થી ૩૪૬૦૦માં વેપારો થયાના સમાચારો હતા. ગુજરાત કલ્યાણના ભાવો રૃ.૨૬૦૦૦ રહ્યા હતા. મધ્ય-પ્રદેશ બાજુ ભાવો ફરધર પાકના માલોના રૃ.૨૯૫૦૦થી ૩૨૫૦૦ તથા સારા માલોના રૃ.૩૩૫૦૦થી ૩૪૦૦૦ રહ્યા હતા, નોર્થ બાજુ નરમાના ભાવો મણના પંજાબ, હરિયાણા તથા રાજસ્થાન બાજુ જાતવાર નીચામાં રૃ.૩૪૦૦થી ૩૪૫૦ તથા સારાના રૃ.૩૬૯૦થી ૩૭૧૦ રહ્યા હતા,ન્યુયોર્ક વાયદા બજારના ઓવરનાઈટ સમાચારો આજે નજીકની ડિલીવરીમાં ધીમો ઘટાડો જયારે દૂરની ડિલીવરીઓમાં ૧૫થી ૨૦ પોઈન્ટનો ચમકારો બતાવી રહ્યા હતા. દરમિયાન, વેપારી વર્તુળોના અંદાજ મુજબ ૨૦૧૧-૧૨નો પાક ૩૧૫ લાખ ગાંસડી આવવાની શક્યતા છે અને આ પૈકી અત્યાર સુધીમાં આશરે ૨૪૩ લાખ ગાંસડી નવો માલ બજારમાં આવી ગયો છે. નવી મોસમમાં આરંભમાં કેરી ઓવર સ્ટોક ૨૫ લાખ ગાંસડી તથા મોસમ દરમિયાન આયાત છ લાખ ગાંસડી ગણતાં કુલ ઉપલબ્ધ પુરવઠો ૩૪૬ લાખ ગાંસડીનો બજારમાં અંદાજાયો છે. આની સામે મિલ વપરાશ ૧૫ લાખ તથા ખાધ અને અન્ય વપરાશ ૧૩ લાખ ગણતાં તથા નિકાસ ૧૧૦ લાખ ગાંસડી ગણતાં કુલ વપરાશ ૩૧૮ લાખ ગાંસડીનો અંદાજાયો છે આમ ૨૦૧૧-૧૨ના રૃ વર્ષના અંતે પુરાંત (સિલ્લક સ્ટોક) આશરે ૨૮ લાખ ગાંસડી રહેવાની શક્યતા બતાવાઈ છે.
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નિફ્ટી ૫૧૮૮થી ૫૪૧૧, સેન્સેક્ષ ૧૭૦૫૫થી ૧૭૭૭૭ની રેન્જમાં ફંટાશે
જેમ્સ-જ્વેલરીની નિકાસ ૩૯ ટકા ગગડીને ૨.૭ અબજ ડોલર
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
ઓરિસ્સામાં પોસ્કોના રૃપિયા ૬૧૦૦૦ કરોડના પ્લાન્ટને મંજૂરી સસ્પેન્ડ
ત્રણ વર્ષમાં પ્રથમવાર ભારતની ચૂકવણીની તુલા વિપરિત થઈ
ઓઈલ કંપનીઓનો પેટ્રોલના ભાવ વધારાનો નિર્ણય મોકૂફ
એક માસમાં સિંગતેલમાં રૃ.૨૦૦નો તોતિંગ વધારો
આઇપીએલ-૫માં જાહેરખબરોમાંથી રૃપિયા ૭૬૦ કરોડની આવક થશે
ભારતીય ટીમ ૨૭.૫ ઓવરો રમીને સાઉથ આફ્રિકાથી પરત આવશે
તેંડુલકરનો ૧૦૦ સદીનો રેકોર્ડ ક્યારેય નહીં તુટે ઃ ગિલક્રિસ્ટ

આઇપીએલમાં દિલ્હી અને ડેક્કનની મેચોના કાર્યક્રમમાં ફેરફાર

માયામી માસ્ટર્સ ઃ યોકોવિચ અને મરે વચ્ચે ફાઇનલ મુકાબલો

રેલ્વેમાં ભાડાવધારો આજથી અમલી એસી વર્ગ ૧- ૨માં ભાડા વધશે
સૌથી શ્રીમંત એશિયનોની યાદીમાં લક્ષ્મી મિત્તલ ટોચના ક્રમે
રશિયામાં સૌથી મોટા મંદિરને તોડવાનો કોર્ટનો આદેશ
 
 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં નેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved