Last Update : 01-April-2012,Sunday
 

ત્રણ વર્ષમાં પ્રથમવાર ભારતની ચૂકવણીની તુલા વિપરિત થઈ

ડિસેમ્બર ત્રિમાસિકમાં બેલેન્સ ઓફ પેમેન્ટમાં ૧૨.૮ અબજ ડોલરની ખાધ

મુંબઈ, તા. ૩૦
ભારતની ચૂકવણની તુલા ત્રણ વર્ષમાં પ્રથમવાર નેગેટીવ થઈ ગઈ હતી. ડિસેમ્બરમાં પૂર્ણ થયેલ ત્રણ મહિનામાં, ડોલરનો આંતરપ્રવાહ ઘટતાં અપેક્ષાનુસાર જ ચાલુ ખાતાની ખાધ વધી હતી. ૨૦૧૧ની છેલ્લા ત્રિમાસિક ગાળામાં વૈશ્વિક રોકાણકારો વધુ જોખમ લેવા માગતા ન હોવાનું વલણ જોવા મળ્યુ ંહતું. સાથે સાથે જ ભારતીય અર્થતંત્રમાં પણ પીછેહઠ જોવા મળી હતી અને રાજકોષીય ખાધ પણ વધવા લાગી તેથી દેશમાં આવતો નાણાંનો પ્રવાહ ઘટી ગયો હતો.
આ ત્રણ માસની મુદતમાં ચૂકવણીની તુલા (બેલેન્સ ઓફ પેમેન્ટ)ની ખાધ ૧૨.૮ અબજ ડોલરની થઈ હતી, જેની સામે ગત વર્ષના તેજ સમયે ૪ અબડ ડોલરની પુરાંત બીઓપીમાં જોવા મળી હતી. ૨૦૦૮નાં ડિસેમ્બર ક્વોર્ટરમાં છેલ્લે બેલેન્સ ઓફ પેમેન્ટ નેગેટિવ જોવા મળ્યું હતું. ત્યારે લેહમાન બ્રધર્સની કટોકટી સર્જાઈ હતી.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતુ ંકે ટ્રેડ ડેફિસિર વધવાનાં કારણે તથા ફાઈનાન્સીંગની જરૃરિયાતની સરખામણીએ મૂડી પ્રવાહ પણ ઘણો જ ઓછો રહેતા ફોરેન એક્સચેન્જ રિઝર્વ (વિદેશી હૂંડિયામણની અનામતો)માંથી ભંડોળ ઓછું થયું હતું.
ડિસેમ્બર ક્વોર્ટરમાં દેશની ચાલુ ખાતાની ખાધ ૧૯.૬ અબજ ડોલરની થઈ હતી જે એક વર્ષ પૂર્વેની ૯૭ અબજ ડોલરની સરખામણીએ લગભગ ડબલ થઈ ગઈ હતી. એપ્રિલમાં નાણાકીય વર્ષ શરૃ થયું ત્યારથી ડેફિસ્ટિર વધવા લાગ્યું છે. કેમ કે નિકાસો ઘટવા લાગી અને આયાતો વધવાનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો.
આંતરરાષ્ટ્રીય ક્રૂડ તેલનાં ભાવો વધવાનાં કારણે ઇમ્પોર્ટ બિલ વધ્યું હતું કેમ કે ભારતની ૮૦ ટકા ક્રૂડ તેલ જરૃરિયાત આયાત દ્વારા પૂરી કરાય છે.
અર્થશાસ્ત્રીઓનાં મંતવ્ય મુજબ આપણુ બીઓપી પ્રેસરમાં જ રહેવાની ધારણા છે કેમ કે આપણે એટલા ભંડોળો આકર્ષી નહીં શકીએ કે જેપી કરંટ એકાઉન્ટની ખાધ પૂરી શકે.
૨૦૧૧માં વિદેશી સંસ્થાઓએ નેટ ધોરણે માત્ર ૮.૦૫ અબજ ડોલરનું રોકાણ કર્યુ ંહતું જે પૂર્વેનાં વર્ષે રૃા. ૩૯.૨ અબજ ડોલરનું હતું.
જોવા મળેલ બીઓપીની ખાધ નોમુરાનાં ડિસેમ્બર ત્રિમાસિક માટેનાં ૧૦ અબજ ડોલરની બીઓપી ખાધના અંદાજની સરખામણીએ વધુ આવી છે. ડિસેમ્બરમાં મધ્ય ભાગમાં તો રૃપિયો ડોલર સામે ૫૪.૩૦નાં રેકોર્ડ લો પર પહોંચી ગયો હતો. કેમ કે ત્યારે ગ્લોબલ ઇન્વેલાહને વૈશ્વિક અર્થતંત્ર અંગેની ચિંતાએ ઘેરી લેતાં તેઓ ઉભરતાં અર્થતંત્રોમાંથી વધુ મૂડી પાછી ખેંચાઈ જવાનો ડર રાખતા હતા. જોકે એફ.ડી.આઈ, પોર્ટફોલિયો, ઇન્વેસ્ટમેન્ટ અને ભારતીય કંપનીઓનાં વિદેશી બોરોઇંગને કારણે ફાયનાન્સીયલ અકાઉન્ટમાં ૨૦.૯ અબજ ડોલરની પુરાંત ડિસેમ્બર ત્રિમાસિકમાં જોવા મળી હતી. જે પુરોગામી ત્રિમાસિકમાં ૧૭.૯ અબજ ડોલરનો સરપ્લસ દેખાડતી હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નિફ્ટી ૫૧૮૮થી ૫૪૧૧, સેન્સેક્ષ ૧૭૦૫૫થી ૧૭૭૭૭ની રેન્જમાં ફંટાશે
જેમ્સ-જ્વેલરીની નિકાસ ૩૯ ટકા ગગડીને ૨.૭ અબજ ડોલર
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
ઓરિસ્સામાં પોસ્કોના રૃપિયા ૬૧૦૦૦ કરોડના પ્લાન્ટને મંજૂરી સસ્પેન્ડ
ત્રણ વર્ષમાં પ્રથમવાર ભારતની ચૂકવણીની તુલા વિપરિત થઈ
ઓઈલ કંપનીઓનો પેટ્રોલના ભાવ વધારાનો નિર્ણય મોકૂફ
એક માસમાં સિંગતેલમાં રૃ.૨૦૦નો તોતિંગ વધારો
આઇપીએલ-૫માં જાહેરખબરોમાંથી રૃપિયા ૭૬૦ કરોડની આવક થશે
ભારતીય ટીમ ૨૭.૫ ઓવરો રમીને સાઉથ આફ્રિકાથી પરત આવશે
તેંડુલકરનો ૧૦૦ સદીનો રેકોર્ડ ક્યારેય નહીં તુટે ઃ ગિલક્રિસ્ટ

આઇપીએલમાં દિલ્હી અને ડેક્કનની મેચોના કાર્યક્રમમાં ફેરફાર

માયામી માસ્ટર્સ ઃ યોકોવિચ અને મરે વચ્ચે ફાઇનલ મુકાબલો

રેલ્વેમાં ભાડાવધારો આજથી અમલી એસી વર્ગ ૧- ૨માં ભાડા વધશે
સૌથી શ્રીમંત એશિયનોની યાદીમાં લક્ષ્મી મિત્તલ ટોચના ક્રમે
રશિયામાં સૌથી મોટા મંદિરને તોડવાનો કોર્ટનો આદેશ
 
 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં નેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved