Last Update : 01-April-2012,Sunday
 

ઓરિસ્સામાં પોસ્કોના રૃપિયા ૬૧૦૦૦ કરોડના
પ્લાન્ટને અપાયેલી પર્યાવરણિય મંજૂરી સસ્પેન્ડ

ટ્રિબ્યુનલના આદેશથી દેશમાં સૌથી મોટા સૂચિત એફડીઆઈ હાલમાં ઘોંચમાં

નવી દિલ્હી, તા. ૩૧
દક્ષિણ કોરિઆની સ્ટીલ ઉત્પાદક કંપની પોસ્કોએ ભારતમાં પોતાના પાયા નાંખવા ફરી એકડે એકથી શરૃ કરવાનો વારો આવ્યો છે. ભારતમાં પ્રવેશ માટે છેલ્લા છ વર્ષથી ચાલી રહેલી પોસ્કોની મહેનત હાલમાં પાણીમાં ગઈ છે અને તે પણ પર્યાવરણના મુદ્દાને લઈને. ઓરિસ્સામાં ૧૨ અબજ ડોલર (આજના રૃપિયા ૬૧૪૪૦ કરોડ)ના સ્ટીલ પ્લાન્ટને સરકારે આપેલી પર્યાવરણિય મંજૂરીને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે સસ્પેન્ડ કરી છે અને સંપૂર્ણ પ્રોજેકટને નવેસરથી જોવા સરકારને આદેશ આપ્યો છે.
કંપનીને પર્યાવરણિય મંજૂરી તબક્કાવાર અપાઈ છે અને સંપૂર્ણ પ્રોજેકટની પર્યાવરણ પર અસર જે હાલના આકલન કરતાં એકદમ જ અલગ થઈ શકે છે. જયરામ રમેશની આગેવાની હેઠળના પર્યાવરણ મંત્રાલય દ્વારા ગયા વર્ષે આ પ્રોજેકટને પરવાનગી અપાઈ હતી. પર્યાવરણ અને વન મંત્રાલયે પ્રોજેકટનો ફરીથી અભ્યાસ કરવાનો રહેશે અને મંત્રાલય દ્વારા ૩૧ જાન્યુઆરી ૨૦૧૧ના રોજ અપાયેલી મંજૂરી આથી સસ્પેન્ડ થાય છે એમ ટ્રિબ્યનલે તેના આદેશમાં જણાવ્યું હતું. આ એક બંધારણિય સંસ્થા છે જે ખાસ કરીને પર્યાવરણિય મુદ્દાઓ હાથ ધરે છે.
પોસ્કોનો આ પ્લાન્ટ પૂર્વ ઓરિસ્સામાં ૪૦૦૦ એકર જમીન પર ઊભો થવાનો હતો, જો કે આમાંની ૭૫ ટકા વન જમીન છે. ભારતમાં અત્યારસુધીનું આ સૌથી મોટું ફોરેન ડાયરેકટ ઈન્વેસ્ટમેન્ટ થવાનું હતું. ભારતમાં મોટા ઔદ્યોગિક પ્રોજેકટો દ્વારા પર્યાવરણિય અને નિયમનકારી સમશ્યાનું આ એક ઉદાહરણ હતું એમ પર્યાવરણવાદીઓ માની રહ્યા છે.
જનીન હસ્તગત કરવાની પ્રક્રિયાનો છેદ ઉડાવવા ઉપરાંત પર્યાવરણિય અસરનું અપૂરતું વિશ્લેષણ થયું હોવાનો પણ દાવો કરાઈ રહ્યો છે. વોડાફોનના ટેકસેસનના મુદ્દા, પાછલી તારીખથી ટેકસ લાગુ કરવાની બજેટ જાહેરાત, ટુજી લાયસન્સ રદ કરવાના કોર્ટના આદેશને કારણે દેશમાં વિદેશી મૂડીરોકાણનું વાતાવરણ આમ પણ ખરડાયું છે ત્યારે ટ્રિબ્યનલના આ આદેશથી દેશમાં સૌથી મોટા એફડીઆઈ સામે જોખમ ઊભું થયું છે.
પોસ્કો પ્રોજેકટ પ્રક્રિયા હેઠળ છે અને તે ટૂંક સમયમાં અમલમાં મુકાશે એમ વડાપ્રધાન ડો. મનમોહન સિંહે તાજેતરની તેમની સિઉલ મુલાકાત વેળાએ દક્ષિણ કોરિઆના પ્રમુખ લી મ્યંુગ-બાકને જણાવ્યું હતું. પોસ્કો અને ઓરિસ્સા સરકાર વચ્ચે થયેલા સમજૂતી કરારમાં આ પ્રોજેકટ વાર્ષિક ૧.૨૦ કરોડ ટન સ્ટીલનું ઉત્પાદન કરાશે એમ જણાવાયું છે જ્યારે પર્યાવરણ અસર પ્રથમ તબક્કાના માત્ર ૪૦ લાખ ટનના ઉત્પાદનની જ કાઢવામાં આવી છે એમ ટ્રિબ્યુનલે જણાવ્યું હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નિફ્ટી ૫૧૮૮થી ૫૪૧૧, સેન્સેક્ષ ૧૭૦૫૫થી ૧૭૭૭૭ની રેન્જમાં ફંટાશે
જેમ્સ-જ્વેલરીની નિકાસ ૩૯ ટકા ગગડીને ૨.૭ અબજ ડોલર
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
ઓરિસ્સામાં પોસ્કોના રૃપિયા ૬૧૦૦૦ કરોડના પ્લાન્ટને મંજૂરી સસ્પેન્ડ
ત્રણ વર્ષમાં પ્રથમવાર ભારતની ચૂકવણીની તુલા વિપરિત થઈ
ઓઈલ કંપનીઓનો પેટ્રોલના ભાવ વધારાનો નિર્ણય મોકૂફ
એક માસમાં સિંગતેલમાં રૃ.૨૦૦નો તોતિંગ વધારો
આઇપીએલ-૫માં જાહેરખબરોમાંથી રૃપિયા ૭૬૦ કરોડની આવક થશે
ભારતીય ટીમ ૨૭.૫ ઓવરો રમીને સાઉથ આફ્રિકાથી પરત આવશે
તેંડુલકરનો ૧૦૦ સદીનો રેકોર્ડ ક્યારેય નહીં તુટે ઃ ગિલક્રિસ્ટ

આઇપીએલમાં દિલ્હી અને ડેક્કનની મેચોના કાર્યક્રમમાં ફેરફાર

માયામી માસ્ટર્સ ઃ યોકોવિચ અને મરે વચ્ચે ફાઇનલ મુકાબલો

રેલ્વેમાં ભાડાવધારો આજથી અમલી એસી વર્ગ ૧- ૨માં ભાડા વધશે
સૌથી શ્રીમંત એશિયનોની યાદીમાં લક્ષ્મી મિત્તલ ટોચના ક્રમે
રશિયામાં સૌથી મોટા મંદિરને તોડવાનો કોર્ટનો આદેશ
 
 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં નેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved