Last Update : 01-April-2012,Sunday
 

ત્રણ દિવસના ટૂંકા સપ્તાહમાં નિફ્ટી ૫૧૮૮થી ૫૪૧૧, સેન્સેક્ષ ૧૭૦૫૫થી ૧૭૭૭૭ની રેન્જમાં ફંટાશે

ગુરુવારે મહાવીર જયંતી, શુક્રવારે ગુડફ્રાઇડેના બજારો બંધ રહેશે

આઇટીસી હસ્તક ૬૨ ટકા પ્રમોટર હોલ્ડિંગની ઇન્ટરનેશનલ ટ્રાવેલ હાઉસ અપેક્ષીત ઇપીએસ રૃા. ૨૬.૩૦, અપેક્ષીત બુક વેલ્યુ રૃા. ૧૩૮, શેરદીઠ ઓપરેટીંગ પ્રોફીટ રૃા. ૨૦૦થી વધુ, ભારતની એકમાત્ર આઇએસઓ ૯૦૦૧ પ્રમાણીત ટ્રાવેલ કંપની રૃા. ૧૭૯ ભાવે માત્ર ૬.૮૦ના પી/ઇએ ઉપલબ્ધ

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, શનિવાર
નાણા પ્રધાન પ્રણવ મુખર્જીએ બજેટમાં ઉદ્યોગોને એક્સાઇઝ, સર્વિસ ટેક્ષના સપાટામાં લીધા સાથે હંમેશ મુજબ જેટને સમજતા અર્થઘટન કરતા ત્રણથી ચાર દિવસ લાગી જતાં હોય છે, પરંતુ આ વખતે અન્ય મોટાભાગની જોગવાઇઓ સમજાઇ ગઇ, પણ એફઆઇઆઇ-વિદેશી સંસ્થાકીય રોકાણકારોના માધ્યમથી પી-નોટસ પાર્ટીસિપેટરી નોટસ થકી મોરીશીયસ માર્ગે રોકાણ કરનારાઓને મૂંઝવણમાં મૂકી દેતી જનરલ એન્ટિ- અવોઇડન્સ રૃલ્સ (જીએએઆર) જોગવાઇ દાખલ કરીને ગૂંચવાડો સર્જ્યો, જે ગૂંચ ઉકેલવામાં પણ પ્રણવદાએ પોતે લાંબો સમય લઇને એફઆઇઆઇ રૃટથી પી-નોટસ થકી રોકાણ કરનારાઓની પોઝિશન ઉલટસુલટ કરાવી દઇ ૧૪ દિવસના વનવાસ બાદ સ્પષ્ટતા કરી. પી-નોટસ ધારકોની ટેક્ષ જવાબદારી રહેશે નહીં એવો ખુલાસો નાણાકીય વર્ષ ૨૦૧૧-૧૨ના અંતિમ દિવસે જ કરીને ઘણાને મુંઝવણમાં માર્ચ વલણના અંત પૂર્વે અફડાતફડીમાં ઓળીયા સરખા કરાવી દીધા અને એપ્રિલ વલણના આરંભે જ સેન્સેક્ષની ૩૪૬ પોઇન્ટ અને નિફ્ટીની ૧૧૭ પોઇન્ટની તેજી સાથએ બજારનું સેન્ટીમેન્ટ હવે બદલાઇ જવાનો સંકેત આપી દીધો છે.
પેટ્રોલના તોળાતા ભાવ વધારાઓ હજુ ફુગાવાના જોખમ છતાં આ પરિબળ ડિસ્કાઉન્ટ થશે!
નાણાપ્રધાનની સ્પષ્ટતા સાથે એફઆઇઆઇએ પણ પોતાનો મૂડ બદલીને વર્ષના અંતિમ દિવસે કેશ સેગ્મેન્ટમાં રૃા. ૯૫૦ કરોડથી વધુ રકમના શેરોની ચોખ્ખી ખરીદી કરી સામે ઇન્ડેક્ષ ફ્યુચર્સમાં રૃા. ૫૦૦ કરોડની વેચવાલીના આંકડા છતાં એકંદર તેજીનો મૂડ બતાવ્યો છે પરંતુ હજુ રાષ્ટ્રીય મોરચે સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ફુગાવાનું જોખમ ક્રુડ ઓઇલના ઉંચા પ્રવર્તતા ભાવોને પરિણામે યથાવત હોઇ ઉદ્યોગો- કોર્પોરેટ ઇન્ડિયાનો ઊંચા ધિરાણ દરો- ઋણ બોજ હળવો કરવામાં ખચકાટમાં રહી રિઝર્વ બેંક પ્રમુખ દરોમાં ઘટાડો કરવાનું ટાળી રહ્યા છે. પેટ્રોલ- ડીઝલ, એલપીજીના ભાવમાં રૃા. ૩થી ૫ વધારો અપેક્ષીત છે. છતાં પરિબળને બજાર ડિસ્કાઉન્ટ કરી દઇ સુધારાની ચાલ બતાવશે એવી શક્યતા છે. કોર્પોરેટ ઇન્ડિયાના જાન્યુઆરીથી માર્ચ ૨૦૧૨ના ચોથા ત્રિમાસિકના પરિણામોમાં પણ ઘણી કંપનીઓ મંદ પડતી માત્ર વૃદ્ધિ - ઊંચા ઋણ બોજ અને કાચામાલના ઊંચા ખર્ચના દબાણમાં નબળા પરિણામ અપેક્ષીત છે, પરંતુ ચોથા ત્રિમાસિકના પરિણામોથી વિશેષ હવે કંપનીઓના ભાવિ કામગીરી નવા નાણાકીય વર્ષ ૨૦૧૨-૧૩ના પરિણામોના અંદાજો શક્ય છે કે ખરાબ સમય બાદ નવું વર્ષ ઉજળું નીવડવાની અપેક્ષાએ બજારને તેજી તરફી દોરી જશે.
રિઝર્વ બેંક દ્વારા વ્યાજ દરમાં અપેક્ષીત ઘટાડો બજારને તેજીના ઝોનમાં લઇ જશે
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ હાલ તુરંત પ્રમુખ દરોમાં ઘટાડો કરવામાં સાવચેતી બતાવી છે, પરંતુ હવે ઉદ્યોગોને મંદીમાં ખાબકતા અટકાવવા અને આર્થિક વૃદ્ધિનું ચિત્ર ખરડાતું અટકાવવા અનિવાર્ય બની ગયેલો વ્યાજ દરમાં ઘટાડો નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં અપેક્ષીત છે, જે શક્ય છે બજારને તેજીના નવા ઝોનમાં લઇ જશે. આમ નેગેટીવ પરિબળો પછી એ રાષ્ટ્રીય મોરચે હોય કે આંતરરાષ્ટ્રીય મોરચે નવા વર્ષ ૨૦૧૨-૧૩માં મ્યાન થતાં જઇ શક્ય છે કે બજાર માટે નવું વર્ષ તેજીના મંડાણ સાથે તોફાની તેજીનું બની રહે.
ડાર્ક હોર્સ ઃ ઇન્ટરનેશનલ ટ્રાવેલ હાઉસ
ભારતમાં એકમાત્ર ISO-9001 પ્રમાણિત ટ્રાવેલ કંપની માત્ર બીએસઇ લિસ્ટેડ ઇન્ટરનેશનલ ટ્રાવેલ હાઉસ લિમિટેડ, જે આઇટીસી લિમિટેડ દ્વારા પ્રમોટેડ કંપની ૩૧ વર્ષથી કાર્યરત એવોર્ડસ ફોર એથીક્સ ઇન બિઝનેસ, બેસ્ટ ટ્રાવેલ એજન્સી એવોર્ડ સળંગ ત્રણ વર્ષ, બેસ્ટ કાર રેન્ટલ કંપનીનો એવોર્ડ મેળવનાર, ઇન્સ્ટીટયુટ ઓફ ડિરેક્ટર્સ ઇન અસોસીયેશન વીથ ધ વર્લ્ડ કાઉન્સિલ ફોર કોર્પોરેટ ગર્વનન્સ, યુ.કે. દ્વારા, ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાના હસ્તે ''ગોલ્ડન પીકોક એવોર્ડ'' મેળવનાર પ્રતિષ્ઠિત કંપની ૧૩ અબજ અમેરિકી ડોલરની વેચાણ આવક ધરાવતી મલ્ટિનેશનલ ટ્રાવેલની લીડર કંપની ગ્લોબલ સ્ટાર ટ્રાવેલ મેનેજમેન્ટ સાથે નેટવર્ક પાર્ટનર ધરાવતી, ભારતમાં કુલ ૪૨ ઓફિસ, ૧૩ સ્થળો, જેમાં IATA ની ૧૦ ટ્રાવેલ ઓફિસ, ૧૩ કાર રેન્ટલ ઓફિસ અને ૧૯ ટ્રાવેલ કાઉન્ટર દ્વારા સંપૂર્ણ ટ્રાવેલ મેનેજમેન્ટ સોલ્યુશન સર્વિસ પૂરા પાડતી, બધી ટ્રાવેલ જરૃરીયાત માટે વન સ્ટોપ શોપ, જે ભારતીય અને મલ્ટિનેશનલ ૧૬૦ કોર્પોરેટ હાઉસો જેમ કે Vodagone, AICL, Citibank, Samsung, Max Hospitals, FICCI, ESSAR Group, Siemens, ABN AMRO, 3M તથા પૂણo ITC ગુ્રપને બિઝનેસ ટ્રાવેલ્સ, લીઝર ટ્રાવેલ્સ, કોર્પોરેટ ટ્રાવેલ, કાર રેન્ટલ, ડેસ્ટીનેશન મેનેજમેન્ટ સર્વિસિઝ, વર્લ્ડ ક્લાસ હોલીડેઝ, ઇન્સેન્ટીવ ગુ્રપ ટ્રાવેલ કંપની કોન્ફરન્સ મેનેજમેન્ટ અને ફોરેન એક્ષચેન્જીસ બધી જ સર્વિસ કોર્પોરેટ વિશ્વને આપતી અને કંપની પ્રમુખ પ્રોફેશનલ બોડીઝમાં
(૧) યુનિવર્સલ ફેડરેશન ઓફ ટ્રાવેલ એજન્ટસ
(૨) અમેરિકન સોસાયટી ઓફ ટ્રાવેલ એજન્ટ
(૩) ઇન્ટરનેશનલ કોંગ્રેસ એન્ડ કન્વેન્શન્સ અસોસીયેશન
(૪) ટ્રાવેલ એજન્ટસ અસોસીયેશન ઓફ ઇન્ડિયા
(૫) વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન
(૬) ડીપાર્ટમેન્ટ ઓફ ટુરિઝમ, ભારત સરકાર
(૭) I.A.T.A સાથે જોડાયેલી હોવાને લીધે દર વર્ષે નવા શિખર સર કરી રહી છે.
કંપની હાલ છેલ્લા એક દાયકામાં વધારે વિદેશી ગ્રાહકોને વૈશ્વિક મેડીકલ સર્વિસ ટ્રાવેલ એજન્સી તેમજ ઇન્ટરનેશનલ ટ્રેડ ફોર્સ, જે વર્લ્ડ ટ્રાવેલ માર્ટ, લંડન- યુ.કે, ઇન્ટરનેશનલ ટુરીઝમ બોર્સે, બર્લીન- જર્મની સહિતના કોન્ટ્રેક્ટસ મેળવે છે. આ સ વિાય ગ્લોબસ અને કોસમોસ વર્લ્ડ ફેમસ ટ્રાવેલ એજન્સી સાથે હોલી ડે પેકેજીસ ઓફ ઇન્ડિયાના માર્કેટીંગ કરાર માટે 'જનરલ સેલ્સ એજન્ટ'ના કરાર કરેલા છે. આ પ્રતિષ્ઠિત ટ્રાવેલ એજન્સીથી જેણે થોમસ કૂક અને કોક્ષ એન્ડ કિંગ્સની તીવ્ર સ્પર્ધામાં સારી સફળતા મેળવી છે. જે ઇન્ટરનેશનલ ટ્રાવેલ હાઉસ કંપની જેમાં ૬૨ ટકા હોલ્ડિંગ આઇટીસી લિ. હસ્તક અને ૧૦.૩૬ ટકા એફઆઇઆઇ, મ્યુચ્યુઅલ ફંડો, એચએનઆઇ વગેરે પાસે છે, જ્યારે આમ જનતા પાસે ૨૭.૬૪ ટકા શેર હોલ્ડિંગ છે.
માર્ચ અંતના ગત નાણાકીય વર્ષ ૨૦૧૦-૧૧માં રૃા. ૧૧૧ની બુક વેલ્યુ નેટ ઓપરેટીંગ આવક શેરદીઠ રૃા. ૧૮૧.૨૪ ફ્રી રીઝર્વ શેરદીઠ રૃા. ૧૦૦.૨૫, ચોખ્ખા નફા પર ડિવિડન્ડ પેઆઉટ રેશીયો ૨૨ ટકાથી ૩૪ ટકા ધરાવે છે. (૧) વર્ષ ૨૦૧૦-૧૧માં કંપનીએ વેચાણ રૃા. ૧૪૬ કરોડ અને ૧૧.૪૫ એનપીએમ થકી ચોખ્ખો નફો રૃા. ૧૬.૭૧ કરોડ મેળની ઇપીએસ શેરદીઠ કમાણી રૃા. ૨૦.૯૦ નોંધાવી હતી. (૨) ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક એપ્રિલથી જૂન ૨૦૧૧માં વેચાણ ૨૩.૫૩ ટકા વૃદ્ધિએ રૃા. ૪૦.૭૪ કરોડ પર ૧૨.૩૭ ટકા એનપીએમ (નેટ પ્રોફીટ માર્જીન) થકી રૃા. ૬.૩૦ ઇપીએસ નોંધાવી હતી. (૩) બીજા ત્રિમાસિક જુલાઇથી સપ્ટેમ્બર ૨૦૧૧માં વેચાણ ૨૦.૫૭ ટકા વૃદ્ધિએ રૃા. ૪૦.૮૦ કરોડ થકી ૧૧.૯૧ ટકા એનપીએમ નોંધાવી ચોખ્ખો નફો રૃા. ૪.૮૬ કરોડ મેળવી ઇપીએસ રૃા. ૬.૦૮ હાંસલ કરી હતી. (૪) ત્રીજા ત્રિમાસિક ઓક્ટોબરથી ડિસેમ્બર ૨૦૧૧માં વેચાણ ૦.૦૩ ટકા વૃદ્ધિ સામે ૧૨.૪૭ ટકા એનપીએમ થકી ચોખ્ખો નફો રૃા. ૫.૨૪ કરોડ નોંધાવી ઇપીએસ રૃા. ૬.૫૬ નોંધાવી છે. (૫) ચોથા ત્રિમાસિક જાન્યુઆરીથી માર્ચમાં અપેક્ષીત વેચાણ ૨૦ ટકા વૃદ્ધિએ રૃા. ૪૯ કરોડ મેળની ૧૨ ટકા એનપીએમ થકી ચોખ્ખો નફો રૃા. ૫.૮૮ કરોડ અને ઇપીએસ રૃા. ૭.૩૫ અપેક્ષીત છે. (૬) આમ પૂર્ણ વર્ષ ૨૦૧૧-૧૨માં વેચાણ રૃા. ૧૭૨.૫૧ કરોડ, ચોખ્ખો નફો રૃા. ૨૧.૦૨ કરોડ, ઇપીએસ રૃા. ૨૬.૩૦ અપેક્ષીત છે.
આમ આઇટીસી લિમિટેડ દ્વારા ૬૨ ટકા હોલ્ડિંગની ભારતમાં એકમાત્ર આઇએસઓ ૯૦૦૧ સર્ટીફાઇડ કંપની જે, કોર્પોરેટ ઇન્ડિયા અને મલ્ટિનેશનલ કંપનીઓને સર્વિસ પૂરી પાડતી ૯૦૦ કારનો કાફલો ધરાવતી, ૭૦૦ પ્રોફેશનલ પ્રશિક્ષિત સ્ટાફ ધરાવતી માર્ચ ૨૦૧૨ની બુક વેલ્યુ રૃા. ૧૩૮ અપેક્ષીત, નેટ ઓપરેટીંગ આવક શેર દીઠ રૃા. ૨૦૨, સંપૂર્ણ ઋણ-ડેટ મુક્ત, કોક્ષ એન્ડ કિંગ્સના ૨૬ના પી/ઇ, થોમસ કૂકના ૨૩ના પી/ઇ સામે માત્ર ૧૫નો પી/ઇ આપીએ તો પણ અપેક્ષીત ઇપીએસ રૃા. ૨૬.૩૦ પ્રમાણે રૃા. ૩૯૫ના ભાવને આંબી શકનાર હાલ માત્ર બીએસઇ પર રૃા. ૧૭૯ ભાવે માત્ર ૬.૮૦ના પી/ઇએ ઉપલબ્ધ છે. જે પોર્ટફોલીયોમાં ટૂંકા, મધ્યમ, લાંબાગાળા માટે સમાવવા શ્રેષ્ઠ તક ઉપલબ્ધ છે.
ત્રણ દિવસના ટૂંકા સપ્તાહમાં સેન્સેક્ષ નીચામાં ૧૭૦૫૫થી ઉપરમાં ૧૭૭૭૭ રેન્જમાં ફંટાશે
આગામી સપ્તાહ માત્ર ત્રણ ટ્રેડીંગ દિવસનું છે, ૫, એપ્રિલ ૨૦૧૨ના ગુરુવારે મહાવીર જયંતી અને ૬, એપ્રિલ ૨૦૧૨ના શુક્રવારે ગુડ ફ્રાઇડે નીમિત્તે શેરબજારો બંધ રહેનાર હોઇ ત્રણ દિવસના ટૂંકા સપ્તાહમાં પેટ્રોલના શક્ય ભાવ વધારા સાથે ઓટોમોબાઇલ કંપનીઓના વાહનોના અને સિમેન્ટ કંપનીઓના સિમેન્ટ વેચાણના માર્ચ ૨૦૧૨ મહિનાના આંકડા સોમવારે ૧, એપ્રિલના બજારોમાં ઇન્ડેક્ષ બેઝડ બે-તરફી ચાલ સાથે ઘટાડે સ્ટોક આકર્ષણનું રહેશે. એનએવી બેઝડ ગત શુક્રવારે વર્ષાતે તેજીનું ઓપરેશન જોવાયા બાદ હવે નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં સેન્સેક્ષ નીચામાં ૧૭૦૫૫થી ઉપરમાં ૧૭૭૭૭ અને નિફ્ટી નીચામાં ૫૧૮૮થી ઉપરમાં ૫૪૧૧ની રેન્જમાં અથડાશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નિફ્ટી ૫૧૮૮થી ૫૪૧૧, સેન્સેક્ષ ૧૭૦૫૫થી ૧૭૭૭૭ની રેન્જમાં ફંટાશે
જેમ્સ-જ્વેલરીની નિકાસ ૩૯ ટકા ગગડીને ૨.૭ અબજ ડોલર
સોના-ચાંદીમાં માર્ચ વર્ષાન્તે રેફરન્સ દરો ઘટયા
ઓરિસ્સામાં પોસ્કોના રૃપિયા ૬૧૦૦૦ કરોડના પ્લાન્ટને મંજૂરી સસ્પેન્ડ
ત્રણ વર્ષમાં પ્રથમવાર ભારતની ચૂકવણીની તુલા વિપરિત થઈ
ઓઈલ કંપનીઓનો પેટ્રોલના ભાવ વધારાનો નિર્ણય મોકૂફ
એક માસમાં સિંગતેલમાં રૃ.૨૦૦નો તોતિંગ વધારો
આઇપીએલ-૫માં જાહેરખબરોમાંથી રૃપિયા ૭૬૦ કરોડની આવક થશે
ભારતીય ટીમ ૨૭.૫ ઓવરો રમીને સાઉથ આફ્રિકાથી પરત આવશે
તેંડુલકરનો ૧૦૦ સદીનો રેકોર્ડ ક્યારેય નહીં તુટે ઃ ગિલક્રિસ્ટ

આઇપીએલમાં દિલ્હી અને ડેક્કનની મેચોના કાર્યક્રમમાં ફેરફાર

માયામી માસ્ટર્સ ઃ યોકોવિચ અને મરે વચ્ચે ફાઇનલ મુકાબલો

રેલ્વેમાં ભાડાવધારો આજથી અમલી એસી વર્ગ ૧- ૨માં ભાડા વધશે
સૌથી શ્રીમંત એશિયનોની યાદીમાં લક્ષ્મી મિત્તલ ટોચના ક્રમે
રશિયામાં સૌથી મોટા મંદિરને તોડવાનો કોર્ટનો આદેશ
 
 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં નેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved