Last Update : 01-April-2012,Sunday
 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૩૧-૩-૨૦૧૨ શનિવાર
ચૈત્ર સુદ આઠમ-દુર્ગાષ્ટમી
ભવાની ઉત્પત્તિ
અન્નપૂર્ણા પૂજા

 

દિવસના ચોઘડિયા ઃ કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ.
રાત્રિનો ચોઘડિયા ઃ લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૩૪ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૩ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૩૪ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૧ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૩૫ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૦ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૨૨ મિ. (સૂ) ૭ ક. ૨૨ મિ. (મું) ૭ ક. ૨૩ મિ.
જન્મરાશિ ઃ આજે રાત્રે ૨ ક. ૫૮ મિ. સુધીમાં જન્મેલ બાળકની મિથુન (ક.છ.ઘ.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની કર્ક (ડ.હ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ આદ્રા સવારના ૭ ક. ૫૯ મિ. સુધી પછી પુનર્વસુ.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-મીન, મંગળ-સંિહ(વ), બુધ-મીન (વ.) ગુરૂ-મેષ, શુક્ર-વૃષભ, શનિ-તુલા(વ.), રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંત્ર-રાત્રે ૨ ક. ૫૮ મિ. સુધી મિથુન પછી કર્ક.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮ ઉત્તરાયણ વસંતૠતુ. રા.દિ.ચૈ/૧૧
માસ-તિથિ-વાર ઃ ચૈત્ર સુદ આઠમને શનિવાર.
દુર્ગાષ્ટમી. ભવાની ઉત્પત્તિ. અશોક કાલીકા પ્રાશન. અન્નપૂર્ણા પૂજા.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ જમાદિ ઉલ અવ્વલ માસનો ૦૭ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ આવાં માસનો ૧૬ રોજ મહેર

 

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ દુર્ગાષ્ટમીનો આજનો દિવસ ધર્મકાર્યથી હૃદય-મનની પ્રસન્નતાનો રહે. નોકરી-ધંધાના કામમાં આનંદ રહે.

 

વૃષભ ઃ ધર્મકાર્યથી દુર્ગાષ્ટમીના દિવસે આનંદમાં રહો. ઘર-પરિવારના પુત્ર પૌત્રાદિકના, નોકરી-ધંધાના કામમાં વ્યસ્તતા રહે.

 

મિથુન ઃ આનંદથી તમારું તેમજ અન્યનું કામકાજ કરી શકો. પત્ની-સંતાન-પરિવારનું કામ થાય. નોકરી ધંધાનું કામ થાય.

 

કર્ક ઃ દુર્ગાષ્ટમીના આજના દિવસો ખર્ચ થાય પરંતુ ધર્મકાર્યથી આનંદ રહે. ભૂતકાળનાં સંસ્મરણો તાજા થાય.

 

સંિહ ઃ આપના તેમજ અન્યના કામમાં સાનુકૂળતા રહે. વધારાનું કામકાજ કરી શકો. ધર્મકાર્ય થાય. યશ સફળતા મળે.

 

કન્યા ઃ નોકરી-ધંધાના, ઘર પરિવારના, પુત્ર પુત્રૌદિકના કામમાં, ધર્મકાર્યમાં વ્યસ્તતા છતાં આનંદ અનુભવો.

 

તુલા ઃ દુર્ગાષ્ટમીનો આજનો દિવસ ધર્મકાર્યથી, યાત્રા પ્રવાસ-મુલાકાતથી આનંદનો રહે. નોકરી ધંધાનું કામ થાય.

 

વૃશ્ચિક ઃ આજે આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળવું. માર્ચની આખરી તારીખે નોકરી-ધંધાની ચંિતા રહે.

 

ધન ઃ આપના વ્યવહારિક-સામાજીક-પારિવારિક, ધાર્મિક કામમાં સાનુકૂળતા રહે. નોકરી-ધંધામાં લાભ થાય.

 

મકર ઃ દુર્ગાષ્ટમીએ આજે ધર્મકાર્યથી હૃદય-મનની પ્રસન્નતા રહે. કાર્ય-સફળતા જણાય. લાભ થાય. આનંદ રહે.

 

કુંભ ઃ આપના ઘર-પરિવાર-પત્ની-સંતાનના કામમાં વ્યસ્ત રહેવાનું થાય. ધર્મકાર્ય થાય. નોકરી ધંધાનું કામ થાય.

 

મીન ઃ સગા સંબંધી-મિત્રવર્ગના વ્યવહારમાં, કામકાજમાં વ્યસ્તતાના કારણે શ્રમ-થાક અનુભવો. નોકરી-ધંધામાં ચંિતા રહે.

 

- પ્રા. અગ્નિદત્ત પદમનાભ

 

જન્મતારીખ વર્ષ સંકેત તા. ૩૧ માર્ચ

 

આજથી શરૂ થઈ રહેલ આપનું જન્મવર્ષ ખર્ચનું રહે પરંતુ આનંદ અનુભવાય. સારા કામમાં ખર્ચ થાય, બચતમાં રોકાણ થાય. પરદેશ યાત્રા, ધર્મકાર્ય, શુભકાર્યના આયોજનમાં પ્રગતિ જણાય.

 

* જેમના જન્મના ગ્રહ બળવાન હશે તેમને મકાન-વાહનની કે અન્ય ચીજવસ્તુની ખરીદી થાય. આવકમાં, સુખસંપત્તિમાં વધારો થાય.

 

* પત્ની સાથેના વિવાદમાં જીદ્દ-મુમતનો ટકરાવ ચંિતાજનક બને. પ્રેમ-મિત્રતા-લાગણીના સંબંધમાં વિક્ષેપ, અંતર વધતું જાય. બિમારીથી ખર્ચ થાય.

 

* સંતાનના વિદ્યાભણતર, વિવાહલગ્નના પ્રશ્નમાં ચંિતા રહે. સંતાનનું સ્વતંત્ર સ્વચ્છંદી માનસ તમને દુઃક આપનારું રહે.

 

* સ્ત્રી વર્ગને પતિ-સંતાનની ચંિતા રહે પરંતુ ભક્તિ-પૂજા-મંત્રજાપથી પતિ-સંતાનની ચંિતા હળવી થાય.

 

* વિદ્યાર્થીવર્ગને ભણવા માટેનો ખર્ચ વધે. ચંિતા રહે.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

નવા ક્લાર્ક લેવા માટેના ઇન્ટરવ્યુ વખતે લલ્લુને પૂછવામાં આવ્યું...
‘ભારતના વડાપ્રધાનનું નામ શું છે ?’
લલ્લુએ જવાબ આપ્યો, ‘ડૉ. મનમોહનસંિહ.’
‘બરોબર, ભારતની આઝાદીની લડત ક્યારે શરૂ થઈ અને ક્યારે ખતમ થઈ ?’
‘૧૮૫૭માં શરૂ થઈ અને ૧૯૪૭માં પૂરી થઈ,’ લલ્લુ બોલ્યો.
‘બરોબર, હવે છેલ્લો સવાલ... પૃથ્વીની જેમ બીજા ગ્રહો પર જીવ છે ?’
‘વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે છે... પણ...’ લલ્લુએ કહ્યું, ‘હજી સુધી એક પણ વૈજ્ઞાનિક એ પુરવાર કરી શક્યો નથી.’
ઇન્ટરવ્યુ પતાવીને લલ્લુ બહાર આવ્યો તો ત્યાં બેઠેલા બીજા ઉમેદવારોએ એની પાસેથી જાણી લીઘું કે એને શું શું કેવા કેવા સવાલો પૂછેલા ! લલ્લુ સવાલ-જવાબ જે થયેલા એ બતાવીને જતો રહ્યો. થોડી વારે પછીના ઉમેદવાર ચમનનો વારો આવ્યો.
ચમનને પહેલો સવાલ પૂછ્‌યો, ‘તમારું નામ ?’
‘ડૉ. મનમોહનસંિહ.’
‘અચ્છા ! તમારો જન્મ ક્યારે ?’
‘૧૮૫૭માં શરૂ થયો અને ૧૯૪૭માં પૂરો થયો...!’
‘અચ્છા ?...’ ઇન્ટરવ્યુ લેનારે અંતે કહ્યું, ‘તું પાગલ તો નથી ને ?’
‘વૈજ્ઞાનિકોનું તો એમ જ કહેવું છે,’ ચમન બોલ્યો, ‘પણ કોઈ વૈજ્ઞાનિક એ પુરવાર કરી શક્યો નથી.’

[Top]
 

આજ ની રેસીપી

 

વેજિટેબલ ક્લબ સેન્ડવિચ
સામગ્રી ઃ બ્રેડ ૧ મઘ્યમ કદની, માખણ ૧૦૦ ગ્રામ, સફેદ મરચું ૧/૪ ચમચી, મસ્ટર્ડ પાવડર ૧/૪ ચમચી, ટમેટાં ૩, સિરકામાં પલાળેલી ડુંગળી ૩, ટમેટા કેચપ અંદાજથી, લીલા વટાણા ૧૦૦ ગ્રામ, ફ્‌લાવર ૧૦૦ ગ્રામ, ચણાનો લોટ ૧૦૦ ગ્રામ.
રીત ઃ બ્રેડની સ્લાઇસની કઠણ કિનારી કાઢી નાખો. લીલા વટાણા, ફ્‌લાવર બારીક કાપો તેને ચણાના લોટ સાથે એક વાસણમાં થોડા સાંતળી લો. તેમાં થોડો ટોમેટો કેચઅપ, સફેદ મરચું, મસ્ટર્ડ પાવડર, બારીક કાપેલી ડુંગળી, કાપેલી કોથમીર વગેરે નાખી મસાલાનું એકસરખું મિશ્રણ બનાવી દો.
બ્રેડની એક સ્લાઇસ પર માખણ લગાવી તેની ઉપર ટોમેટો કેચઅપ લગાવો. તેની ઉપર બીજી સ્લાઇસ મૂકી બરાબર ચીપકાવી દો.
આ બધી સામ્રીને ક્લબ સેન્ડવિચના સાંચામાં મૂકી ગરમ તેલમાં તળી લો. ખૂબ સ્વાદિષ્ટ સેન્ડવિચ છે.
પીન વ્હીલ સેન્ડવિચ
સામગ્રી ઃ ૧ મઘ્યમ કદની (વગર કાપેલી) બ્રેડ, માખણ ૨૦૦ ગ્રામ ટમેટાનો સોસ, ફુદીનાની ચટણી મીઠું જરૂર જેટલા.
રીત ઃ બ્રેડને લાંબા ટુકડામાં કાપો. તેના ચારે બાજુના કડક ભાગને કાઢી નાખો. વેલણની મદદથી આ કકડાને હળવે હાથે વણવો કેમ કે તેને જરા પાતળો કરવાનો જ આશય છે. ત્યાર બાદ માખણ લગાવો અને તેની ઉપર ટમેટાનો સોસ અથવા ફુદીનાની ચટણી મીઠું લગાવી તેનો રોલ બનાવી દો. સોસ અને ચટણીના અલગ સેન્ડવીચ બનાવો. નેપકિનમાં વીંટીને થોડો સમય એક બાજુએ મૂકી દો અથવા ફ્રિજમાં મૂકી દો. ત્યાર બાદ કાઢીને તેની ગોળ ગોળ સેન્ડવીચ કાપી લો. આ સેન્ડવીચ ખૂબ સ્વાદિષ્ટ લાગશે. તદ્દન સાદી સેન્ડવીચ છે.

[Top]

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved