Last Update : 31-March-2012,Saturday
 

પદ સલામતી માટેનો 'રામબાણ ઇલાજ'
રાજકારણમાં દિગ્ગજોને પગે પડવાની પરંપરા ધીરે ધીરે ઘર કરી ગઈ છે

માયાવતીથી માંડીને જયલલિતા સુધીના નેતાઓ 'ભગવાન'ની જેમ પૂજાય છે

નવી દિલ્હી, તા. ૩૦
સારા-નરસા પ્રસંગોએ ભગવાન અને વડીલોને પગે લાગવાની પરંપરા ઘણી જૂની છે પણ આ પ્રથા હવે રાજકારણમાં પણ ઘર કરી ગઈ છે. કેબિનેટના પ્રધાનો અને સરકારી અધિકારીઓ મુખ્યપ્રધાનને પગે લાગતા હોય તેવા દ્રશ્યો અનેકવાર પ્રસિદ્ધથઈ ચૂક્યા છે. આ સ્થિતિ તમલિનાડુ, હિમાચલપ્રદેશ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, ઉતરપ્રદેશ અને પંજાબ સહિતના રાજ્યોમાં જોવા મળી છે.
તમિલનાડુ વિધાનસભામાં બજેટ રજૂ કરવા જતા અગાઉ નાણાંપ્રધાન ઓ. પન્નીરસેલમે મુખ્યપ્રધાન જે. જયલલિતાને પગે લાગીને આશીર્વાદ લીધા હતા. આ ક્ષણે થોડીવાર માટે તો એવું જ લાગી રહ્યું હતું કે, જાણે અમ્મા (જયલલિતા) જ સેલ્વમ માટે ભગવાન છે ! નાણાં પ્રધાને ભગવાન કરતા 'અમ્મા'ને વધારે મહત્ત્વ આપ્યું હતું. પ્રજા માટેનું બજેટ રજૂ કરતા અગાઉ મુખ્યપ્રધાનને 'પગે પડવાનું' પગલું 'ચાપલૂસી' હોવાનું માનનારા લોકો પણ ઘણા છે.
તમિલનાડુ જેવા રાજ્યોમાં સમર્થકોને મન તેમના નેતાઓ ભગવાનથી ઓછું મહત્ત્વ ધરાવતા નથી. હરિયાણામાં પણ આ રીતે પગ લાગણની પરંપરા ઘણી જૂની છે. જાહેર કાર્યક્રમોમાં નેતાઓને પગે પડતા કાર્યકરો મોટે ભાગે આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. હરિયાણામાં પ્રધાન બન્યા બાદ ગીતા ભુકલે પણ જાહેર સમારોહમાં મુખ્યપ્રધાન ભુપેન્દરસિંહ હુડ્ડાને પગે લાગીને આશીર્વાદ લીધા હતા તેવી જ રીતે એકવાર કુલદીપ બિશ્નોઈ પણ ભાજપના વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજના આશીર્વાદ લેતા નજરે પડયા હતાં.
ઘણીવાર વિરોધ પક્ષના નેતાને પગે લાગતા પ્રધાનો કે સાંસદો પણ ચર્ચા જગાવી જાય છે. હિમાચલપ્રદેશમાં ભૂતપૂર્વ સાંસદ મહેશ્વરસિંહે આવી જ રીતે કેન્દ્રીય પ્રધાન વીરભદ્રસિંહને જાહેરમાં પગે લેવાની હિમાચલની પરંપરા જાળવી રાખી હતી. આ ઘટના કુલ્લુ દશેરા દરમિયાન બની હતી. રાજનીતિના નિષ્ણાતો એવું માને છે કે કાર્યકર્તાઓ અને સામાન્ય લોકો તેમના કામો કઢાવવા માટે આ રીતે જાહેરમાં નેતાઓને પગે પડી જતા હોય છે. જેમાં ટિકિટ મેળવવાથી માંડીને ટેન્ડર પાસ કરાવવા સુધીના 'કામ' સામેલ છે.
આ પરંપરામાં જમ્મુ-કાશ્મીર પણ પાછળ નથી. ગયા વર્ષે કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન ગુલામનબી આઝાદ જમ્મુના પ્રવાસે હતા ત્યારે સલામતી કર્મીઓ સાંસદના જોડા હાથમાં લઈને ફરતા નજરે પડયા હતા. તેવી જ રીતે રાજ્યના શિક્ષણ પ્રધાન પીરજાદા મોહમ્મદ સઇદ પણ તેમના સ્ટાફના હાથે બૂટ-મોજા પહેરતા હોવાની વાત જગજાહેર છે. જો કે બીમારી કે શારીરિક ક્ષતિના કારણે આ કામમાં સ્ટાફની મદદ લેવી પડતી હોવાનો તેમનો બચાવ પણ 'સ્વાભાવિક' છે !
વાત પગે લાગવાની કે નેતાઓના પગે પડી જવાની હોય અને ઉત્તરપ્રદેશનો ઉલ્લેખ ન થાય તે કેવી રીતે ચાલે ? ઉત્તરપ્રદેશમાં પોતાની તેમજ પક્ષના ચિહ્ન હાથીની અસંખ્ય પ્રતિમાઓ મુકાવીને વિવાદ સર્જનારા ભૂતપૂર્વ મુખ્યપ્રધાન માયાવતીના 'વ્હાલા' થવા માટે જાહેરમાં પગે લાગનારા ધારાસભ્યો પણ ઘણા છે.
પ્રધાનમંડળમાં રહેવું કે બહાર ફેંકાઈ જવું એ સીધી રીતે મુખ્યપ્રધાનના મિજાજ ઉપર આધાર રાખતી બાબત છે. પંજાબમાં પણ શપથગ્રહણના સમારોહમાં મુખ્યપ્રધાન પ્રકાશસિંહ બાદલને પગે પડીને અને પ્રધાનોએ પોતાને 'સલામત' કરી દીધા હતા.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાસપોર્ટ - વિઝાના દસ્તાવેજો બનાવવાનું કૌભાંડ ઝડપાયું
આકાશ ગુ્રપના ભાગીદારનું રૃા.૧૦ કરોડનું કાળુ નાણું મળ્યું
ઓખાના દરિયામાંથી પાકિસ્તાની માછીમારો સાથે બોટ ઝડપાઈ
વડાલ પાસે અકસ્માતમાં ઔબે ભાઈઓના મોત, ૨૮ ઘાયલ
અંબાજી મંદિરનું શિખર ૬૦ કિલો સોના વડે સુવર્ણ જડિત બનાવાશે
શેરોમાં આગઝરતી તેજી ઃ સેન્સેક્ષ ૩૪૬ પોઇન્ટની છલાંગ
પાર્ટિસિપેટરી નોટ્સ મારફતે કરાતાં વ્યક્તિગત રોકાણ કરમુક્ત
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટી-૨૦નું આયોજન ફારસ પૂરવાર થયું
આઇપીએલ-પનો ઉદ્ધાટન સમારંભ ૩જી એપ્રિલે યોજાશે
મારી અને તેંડુલકર વચ્ચે કોઇ ટકરાવ નથી ઃદ્રવિડની સ્પષ્ટતા

ભારત આઇસીસી ટેસ્ટ રેન્કિગમાં ચોથા ક્રમે ફેંકાય તેવી શક્યતા

માયામી માસ્ટર્સમાં ફેરરને હરાવીને યોકોવિચ સેમિ ફાઇનલમાં

કુદરતી ગેસના ઉત્પાદનમાં ઘટાડો થશે ઃ વીજ કંપનીઓ ચિંતામાં
રિઝર્વ બેંકને બોર્ડને વિખેરવાની અને લાઈસન્સ રદ કરવાની સત્તા મળશે
પ્રત્યક્ષ રોકાણ સંદર્ભે ખુલાસો માગતા ફોરેન બેંક કસ્ટોડિયન
 
 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં નેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved