Last Update : 31-March-2012,Saturday
 

ચૅક કંપનીના ટેટ્રા ટ્રક ખરીદી કૌભાંડ
યુરોપમાં રૃ.૪૦ લાખમાં મળતા ટ્રક ભારતે રૃ. ૧ કરોડની કિંમતે ખરીદ્યા ઃ રિપોર્ટ

ઉત્પાદકો પાસેથી જ ખરીદીનો સેનાનો નિયમ છતાં વચેટિયા કંપની પાસેથી ૭,૦૦૦ ટ્રક ખરીદાયા
નવી દિલ્હી, તા. ૩૦
ભારતીય ભૂમિસેનાએ હજી સુધીમાં ૭૦૦૦ ટેટ્રા ટ્રક ખરીદ્યા છે. આ ચેકોસ્લાવાકિયામાં બનાવેલા ટ્રકની ક્ષમતા અંગે કોઇ પ્રશ્ન નથી. પરંતુ પ્રશ્ન તે છે કે યુરોપમાં જે ટ્રક ૪૦ લાખ રૃપિયામાં મળતો હતો તે જ ટ્રક માટે ભૂમિ સેનાએ શા માટે રૃ. ૧ કરોડ (ટ્રક દીઠ) ચૂકવ્યા ?
જનરલ વી. કે. સિંહ તેઓનાં વય અંગેનાં યુદ્ધમાં પરાજિત થયા પછી સેનાધ્યક્ષ હવે એક પછી એક બાબતો ઉખેળતા જતા હોય તેમ લાગે છે. તેમાં સત્યનો પણ અંશ હોવાની સંભાવના રહેલી છે. જનરલ સિંહનાં જણાવ્યા પ્રમાણે આ ટેટ્રા ટ્રકોનો પહેલો સોદો ચેક કંપની ઓમ્નીપૉલ સાથે ૧૯૮૬માં કરવામાં આવ્યો હતો. પરંતુ ૧૯૯૨માં ચેકોસ્લોવાકીયાનું વિભાજન થયા પછી આ ટ્રક બીઈએમએલ એટલે કે ભારત અર્થમુવર લિમિટેડે ટેટ્રા સિમોકસ યુ.કે. નામની કંપની પાસેથી ખરીદવી શરૃ કરી. અહીં જ સેનાઓના પહેલા જ નિયમનો ભંગ થયો.એક ટીવી ચેનલના જણાવ્યા પ્રમાણે ટેટ્રા સિમોકસ લંડનની એક ટ્રેડીંગ કંપની છે. તે પોતે ટેટ્રા ટ્રક બનાવતી નથી. સેનાઓ દ્વારા કરાતી ખરીદીનો સૌથી પહેલો નિયમ છે કે ખરીદી માટેનો સોદો સીધો મેન્યુફેકચરર સાથે જ થવો જોઈએ. કોઇ વચેટિયો કે દલાલ વચ્ચે હોઇ જ ન શકે. આમ છતાં વીઇએમએલ દ્વારા ટેટ્રા સિમોકસ પાસેથી ટ્રક ખરીદવાનું ચાલુ રખાયું.
આશ્ચર્ય તો તે વાતનું છે કે, આ કંપનીની મૂડી રૃપિયામાં ગણતાં માત્ર ૨૪ કરોડ રૃપિયાની જ છે. છતાં આ કોન્ટ્રેકટથી તેને હજ્જારો કરોડ રૃપિયા મળ્યા છે.
આ કંપનીના શેર હોલ્ડરોમાં રવિ ઋષિ અને જોસેફ માજેસ્કી છે. સ્લોવાકિયા વર્તમાનપત્રોના જણાવ્યા પ્રમાણે આ બંને ગેરકાયદે પૈસાની હેરાફેરી માટે જેલમાં પણ જઇ આવ્યા છે. જયારે રવિ ઋષિનો દાવો છે કે તેની કંપનીએ કેટલાયે દેશોને ટ્રક પૂરા પાડયા છે. આ સિમોકસ કંપની આધ્યાત્મિક, ધાર્મિક અને સામાજિક સેવાઓ કરે છે. આવી કંપની ભારતીય સૈન્યને ટ્રકો સપ્લાય કરી રહી છે. ૨૦૦૩માં સેનાની ઇકિવપમેન્ટ બ્રાંચે જ સિમોકસ ટ્રકોની ખરીદી ઉપર સવાલ ઉઠાવ્યો હતો. ૨૦૦૩માં વીઇએમએલ દ્વારા ટેટ્રા અને વેકટ્રા નામની બે કંપનીઓની સાથે જોઇન્ટ વેન્ચર સાઇન કર્યું. પરંતુ આ બંને કંપનીના મોટા શેરહોલ્ડર રવિ ઋષિ જ હતા. આ સોદા ઉપર ફેબુ્રઆરી ૨૦૧૦માં હસ્તાક્ષર કરાયા જે હસ્તાક્ષર કરનાર તે સમયના ભૂમિદળના વડા દીપક કપૂર હતા. આ પછી અત્યારે જનરલ વી.કે. સિંહે આ સોદા અંગે પ્રશ્નો ઉઠાવ્યા.
આ સોદામાં બીઈએમએલની ભૂમિકા પણ સંદેહમાં આવી છે, તેણે જે ટેટ્રા ટ્રકોની માટે ટેટ્રા સિમોકસ યુકે સાથે જોઇન્ટ વેન્ચર કરવાની રજ માગી હતી તેણે દાવો કર્યો હતો કે ટેટ્રા સિમોકસ યુકે ચેક કંપની એમ.એસ. ટેટ્રાની મુખ્ય શેર હોલ્ડર કંપની છે. સિમોકસ તેને માટે માર્કેટિંગનું કામ કરે છે. પરંતુ આ કંપનીનાં ઓવરસીઝ ખરીદ-વેચાણની વિગતો જ મળતી નથી.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાસપોર્ટ - વિઝાના દસ્તાવેજો બનાવવાનું કૌભાંડ ઝડપાયું
આકાશ ગુ્રપના ભાગીદારનું રૃા.૧૦ કરોડનું કાળુ નાણું મળ્યું
ઓખાના દરિયામાંથી પાકિસ્તાની માછીમારો સાથે બોટ ઝડપાઈ
વડાલ પાસે અકસ્માતમાં ઔબે ભાઈઓના મોત, ૨૮ ઘાયલ
અંબાજી મંદિરનું શિખર ૬૦ કિલો સોના વડે સુવર્ણ જડિત બનાવાશે
શેરોમાં આગઝરતી તેજી ઃ સેન્સેક્ષ ૩૪૬ પોઇન્ટની છલાંગ
પાર્ટિસિપેટરી નોટ્સ મારફતે કરાતાં વ્યક્તિગત રોકાણ કરમુક્ત
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટી-૨૦નું આયોજન ફારસ પૂરવાર થયું
આઇપીએલ-પનો ઉદ્ધાટન સમારંભ ૩જી એપ્રિલે યોજાશે
મારી અને તેંડુલકર વચ્ચે કોઇ ટકરાવ નથી ઃદ્રવિડની સ્પષ્ટતા

ભારત આઇસીસી ટેસ્ટ રેન્કિગમાં ચોથા ક્રમે ફેંકાય તેવી શક્યતા

માયામી માસ્ટર્સમાં ફેરરને હરાવીને યોકોવિચ સેમિ ફાઇનલમાં

કુદરતી ગેસના ઉત્પાદનમાં ઘટાડો થશે ઃ વીજ કંપનીઓ ચિંતામાં
રિઝર્વ બેંકને બોર્ડને વિખેરવાની અને લાઈસન્સ રદ કરવાની સત્તા મળશે
પ્રત્યક્ષ રોકાણ સંદર્ભે ખુલાસો માગતા ફોરેન બેંક કસ્ટોડિયન
 
 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં નેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved