Last Update : 31-March-2012,Saturday
 

સરકાર અને મારી વચ્ચે 'તડાં' નથી ઃ વી.કે. સિંહ
ટેટ્રા ટ્રક કૌભાંડમાં કેસ દાખલ કરતી CBI ઃ ચાર સ્થળોએ દરોડા પાડયા

એન્ટોનીને ૨૦૦૯થી કૌભાંડની જાણ હોવાનો ઘટસ્ફોટ ઃ ભાજપે રાજીનામું માગ્યું
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૩૦
કેન્દ્રિય તપાસ સંસ્થા (સીબીઆઈ)એ ટેટ્રા-બીઈએમએલ ટ્રક ડીલના સંદર્ભે કેસ દાખલ કર્યો છે અને ટેટ્રામાં સૌથી વધુ હિસ્સેદારી ધરાવતા વેક્ટ્રા જૂથના વડા રવિ રિષિને પૂછપરછ માટે તેડું મોકલ્યું હતું. બીજી બાજુ સંરક્ષણ પ્રધાન એ.કે. એન્ટોનીએ આ કૌભાંડ અંગે ૨૦૦૯થી જ જાણ હોવાનો માધ્યમોએ ઘટસ્ફોટ કર્યો છે. દરમિયાન સમચાર પત્રોમાં આ કૌભાંડ પ્રકાશમાં આવ્યું તે પહેલાં ૨૦૦૯માં જ સંરક્ષણ પ્રધાન એન્ટોનીએ કૌભાંડ અંગેના કેસમાં સીબીઆઈ તપાસનો આદેશ આપી દીધો હોવાનું સત્તાવાર રીતે જણાવાયું છે. સમગ્ર ઘટનાક્રમને પગલે દેશના મુખ્ય વિરોધ પક્ષ ભાજપે સંરક્ષણ પ્રધાનના રાજીનામાની માગણી કરી છે. સીબીઆઈએ આ કૌભાંડના સંદર્ભે આજે ચાર સ્થળોએ દરોડા પણ પાડયા હતાં.
સીબીઆઈના સૂત્રોએ જણાવ્યું હતું કે સંરક્ષણ પ્રદર્શન માટે નવી દિલ્હીમાં આવેલા બ્રિટિશ નાગરિક રિષિને ટેટ્રા ટ્રક કૌભાંડના સંદર્ભે પૂછપરછ માટે બોલાવાયા હતાં. સીબીઆઈના નિર્દેશક એ.પી. સિંહે આ કેસના અહેવાલની તપાસ કરી હતી. જેમાં આ કૌભાંડમાં સંપૂર્ણ તપાસ જરૃરી હોવાનું સીબીઆઈના સંયુક્ત નિર્દેશકોમાંના એકનું મંતવ્ય પણ સામેલ છે. ટ્રકની ખરીદી અંગેની ફાઈલને લીલી ઝંડી આપવા માટે ૧૪ કરોડની લાંચનો પ્રસ્તાવ અપાયો હોવાના સૈન્યના વડા જનરલ વી.કે. સિંહના આરોપ બાદ આ વિવાદાસ્પદ ડીલ તપાસમાં આવી છે. બીજીબાજુ સંરક્ષણ પ્રધાન એન્ટોનીને આ કૌભાંડ અંગે ૨૦૦૯થી જ જાણ હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. અખબારે દાવો કર્યો છે કે આ ગેરરીતિ અંગે સોનિયા ગાંધીને પત્ર લખાયો હતો જેમાં ગાંધીએ સંરક્ષણ મંત્રાલયને યોગ્ય પગલાં ભરવા તાકીદ કરી હતી. જેના જવાબમાં સંરક્ષણ મંત્રાલયે ૨૦૦૯ના ઓક્ટોબર મહિનામાં તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું. આજે સંરક્ષણ મંત્રાલયના સત્તાવાર નિવેદનમાં પણ ટેટ્રા ટ્રક ડીલ અંગે ૨૦૦૯માં જ સીબીઆઈ તપાસને લીલી ઝંડી આપી દેવાઈ હોવાનો ખુલાસો કરાયો છે. તેમાં જણાવાયું છે કે આ કૌભાંડની તપાસ અંગે સંરક્ષણ મંત્રાલય અને બીઈએમએલ વચ્ચે થયેલા સત્તાવાર પત્ર વ્યવહારની વિગતો પણ મળી છે. નિવેદનમાં એમ પણ જણાવાયું છે કે ગુલામ નબિ આઝાદે ઓક્ટોબર, ૨૦૦૯માં પત્ર લખ્યા બાદ સંરક્ષણ પ્રધાને આ સંદર્ભે તપાસ કરવાનો સંરક્ષણ ઉત્પાદન સચિવને આદેશ આપ્યો હતો.
છેલ્લા ઘણા દિવસોથી જોવા મળેલી 'કડક મુખમુદ્રા' વચ્ચે આજે સૈન્યના વડા વી.કે. સિંહે જણાવ્યું હતું કે કેટલાક 'ઉપદ્રવી તત્ત્વો' તેમની અને સંરક્ષણ પ્રધાન એ.કે. એન્ટોની વચ્ચે 'મતભેદો' હોવાનું ચિત્ર રજૂ કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે માધ્યમો દ્વારા રજૂ થતાં સરકાર અને સૈન્યના વડા વચ્ચે 'યુધ્ધ' હોવાના અહેવાલો ગેરમાર્ગે દોરનારા છે. દરમિયાન સીબીઆઈએ આજે દિલ્હી, નોઈડા અને બેંગ્લોરમાં ચાર સ્થળોએ દરોડા પાડીને શોધખોળ હાથ ધરી હતી. સંરક્ષણ મંત્રાલય, સૈન્ય, બીઈએમએલ અને વેક્ટ્રાના અનામી અધિકારીઓ સામે કેસ દાખલ કરાયો છે. બીજી બાજુ આ સમગ્ર ઘટનાક્રમે પગલે ભાજપે સંરક્ષણ પ્રધાન એ.કે. એન્ટોનીના રાજીનામાની માગણી કરી છે. રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન ભાજપે આ મુદ્દો ઉઠાવ્યો હતો.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાસપોર્ટ - વિઝાના દસ્તાવેજો બનાવવાનું કૌભાંડ ઝડપાયું
આકાશ ગુ્રપના ભાગીદારનું રૃા.૧૦ કરોડનું કાળુ નાણું મળ્યું
ઓખાના દરિયામાંથી પાકિસ્તાની માછીમારો સાથે બોટ ઝડપાઈ
વડાલ પાસે અકસ્માતમાં ઔબે ભાઈઓના મોત, ૨૮ ઘાયલ
અંબાજી મંદિરનું શિખર ૬૦ કિલો સોના વડે સુવર્ણ જડિત બનાવાશે
શેરોમાં આગઝરતી તેજી ઃ સેન્સેક્ષ ૩૪૬ પોઇન્ટની છલાંગ
પાર્ટિસિપેટરી નોટ્સ મારફતે કરાતાં વ્યક્તિગત રોકાણ કરમુક્ત
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટી-૨૦નું આયોજન ફારસ પૂરવાર થયું
આઇપીએલ-પનો ઉદ્ધાટન સમારંભ ૩જી એપ્રિલે યોજાશે
મારી અને તેંડુલકર વચ્ચે કોઇ ટકરાવ નથી ઃદ્રવિડની સ્પષ્ટતા

ભારત આઇસીસી ટેસ્ટ રેન્કિગમાં ચોથા ક્રમે ફેંકાય તેવી શક્યતા

માયામી માસ્ટર્સમાં ફેરરને હરાવીને યોકોવિચ સેમિ ફાઇનલમાં

કુદરતી ગેસના ઉત્પાદનમાં ઘટાડો થશે ઃ વીજ કંપનીઓ ચિંતામાં
રિઝર્વ બેંકને બોર્ડને વિખેરવાની અને લાઈસન્સ રદ કરવાની સત્તા મળશે
પ્રત્યક્ષ રોકાણ સંદર્ભે ખુલાસો માગતા ફોરેન બેંક કસ્ટોડિયન
 
 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં નેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved