Last Update : 30-March-2012,Friday
 

રોકાણકારોના રૂ. ૬૪,૦૦૦ કરોડ સલવાયા

- શેર ટ્રેડિંગ સસ્પેન્શનને લીધે મુશ્કેલી

 

- ૧,૬૦૦થી વધારે કંપનીઓના શેરોમાં કામકાજોને બંધ કરાવ્યા

 

અમદાવાદ, ગુરુવાર
દેશના સૌથી જૂના મુંબઈ સ્ટોક એક્સચેન્જે (બીએસઈ) આવતા મહિનાથી વઘુ ૪૯ કંપનીના શેરોમાં કામકાજોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે અને તેની સાથે અત્યાર સુધીમાં બીએસઈ દ્વારા ૧,૬૦૦થી વધારે કંપનીના શેરોમાં કામકાજોને બંધ કરાવાયાં છે. પરિણામે રોકાણકારોના આશરે રૂા. ૬૪,૦૦૦ કરોડ સલવાયા છે. આવી કંપનીના શેરો વેચીને તેમાંથી છૂટાં થવાનો માર્ગ રોકાણકારો માટે કપરો બન્યો છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે એક્સચેન્જે સ્ક્રિપને સસ્પેન્ડ કરતાં પહેલાં રોકાણકારોને તેમાંથી છૂટાં થવાની પૂરતી તક આપવી જોઈએ.
નિષ્ણાતોના કહેવા પ્રમાણે નાણાં પ્રધાન પ્રણવ મુખરજીએ જ્યારે રાજીવ ગાંધી ઈક્વિટી સેવંિગ્સ સ્કીમ જાહેર કરી છે ત્યારે આવા શેરોમાં કામકાજોને બંધ કરાવાશે તો તેનાથી નાના રોકાણકારોમાં ખોટી છાપ પડશે.
સૂત્રોએ કહ્યુ હતું કે એક્સચેન્જ દ્વારા નિયમોનો બુદ્ધિપૂર્વક નહીં પણ જડ અમલ કરવામાં આવે છે. એક તરફ નાના રોકાણકારોને આકર્ષવાનો પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે આવા સસ્પેન્શન વાસ્તવિક સ્થિતિને જુદી જ બનાવે છે.
હકિકતમાં તો કંપનીના પ્રમોટર્સને રોકાણકારોના નાણાં લઈને રફુચક્કર થવાની સગવડ ના આપવી જોઈએ. રોકાણકારોના નાણાં હડપ કરી ગયેલાં ઘણી બધી લેભાગુ કંપનીના કોઈ પ્રમોટરને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા હોય એવું હજુ સુધી સાંભળવા મળ્યું નથી.
કંપનીના શેરોમાં કામકાજોને બંધ કરાવી દેવાનું કામ આસાન છે. પરંતુ, આવી બોગસ અને નબળી કંપનીઓના શેરોનું લિસ્ટંિગ જ શું કામ કરવા દેવાય છે? એવો સવાલ પણ સૂત્રોએ કર્યો હતો.
વળી, બીએસઈ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) તેમના નવા સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઈઝીસ(એસએમઈ) પ્લેટફોર્મને સફળ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે ત્યારે આવા સસ્પેન્શનથી રોકાણકારો શું સમજશે એવો સવાલ પણ પેદા થાય છે.
એસએમઈ ખાતે તો નાના કદની કંપનીના શેરોનું જ લિસ્ટંિગ થશે. પરિણામે લિસ્ટંિગના નિયમોનું પાલન નહીં કરી શકનારી કંપનીનાં શેરોમાં ઈન્વેસ્ટમેન્ટ કરતાં રોકાણકારો સો ટકા ખચકાશે.
તેઓ એસએમઈમાં વિશ્વાસ મૂકશે નહીં. આ એક ગંભીર પ્રશ્ન છે અને નિયમનકર્તાઓએ તેની પ્રત્યે ઘ્યાન આપવું જોઈએ. એક તરફ રાજીવ ગાંધી ઇક્વિટી સ્કીમ રજૂ કરીને નાના રોકાણકારોની હિસ્સેદારીને વધારવાનો પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે બીજીતરફ લેભાગુ કંપનીઓને સગવડ કરી આપવામાં આવે છે.
બ્રોકર્સના જણાવ્યા અનુસાર લિસ્ટંિગ એગ્રીમેન્ટનું પાલન નહીં કરવા બદલ કંપનીના શેરોમાં ટ્રેડંિગને સસ્પેન્ડ કરી દેવાની એક્સચેન્જની વર્ષો જૂની સિસ્ટમને ફરીથી ચકાસવાની જરૂર છે. વાસ્તવમાં તો ઘણી બધી કંપનીના પ્રમોટરો ડિલિસ્ટંિગ માટે આને સગવડભર્યો રસ્તો માને છે.
ધી સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એક્ટ હેઠળ રિટર્ન ફાઈલ કરવું, શેરહોલ્ડંિગની પેટર્ન રજૂ કરવી અને એન્યુઅલ રિપોર્ટસ તેમ જ લિસ્ટંિગ ફી જમા કરાવવા વગેરે જેવી લિસ્ટંિગ એગ્રીમેન્ટના નિયમોનું પાલન નહીં કરવા બદલ જે તે કંપનીના શેરોમાં ટ્રેડંિગને સસ્પેન્ડ કરવામાં આવે છે.
જો કોઈ કંપનીના પ્રમોટરને તેમના શેરોનું ડિલિસ્ટંિગ કરાવવુ હોય તો તેમને માટે આવા નિયમોનો ભંગ કરવાનું કામ આસાન છે. આ રીતે તેઓ સહેલાઈથી છટકી જાય છે પણ તેમને જવાબદાર બનાવવા જોઈએ. એક વર્ષ સુદી જો તઓ લિસ્ટંિગના નિયમોનું પાલન ના કરે તો તેમની સંપત્તિને ટાંચમાં લેવી જોઈએ. આ એક જ એવો રસ્તો છે કે તેમાંથી રોકાણકારોને તેમના નાણાં પરત આપી શકાશે તેમ સૂત્રોએ સૂચવ્યુ હતું.
તાજેતરમાં કૃત્રિમ વધઘટને પગલે સેબીની નજરે ચડેલી બી. કે. મોદી જૂથની કાલ્સ રિફાઈનરી નામની એક જ કંપનીના શેરોમાં આશરે બે લાખ રોકાણકારોએ તેમની મૂડી ગુમાવવી પડશે. સ્પાઈસ મોબાઈલ નામની કંપની કે જેને પાછળથી આઈડિયા સેલ્યુલરને વેચી દેવામાં આવી હતી તેને કારણે મોદી જૂથ જાણીતું બન્યુ હતું. તેમની કાલ્સ રિફાઈનરીના શેરોમાં પુષ્કળ સટ્ટો ખેલાયો હતો અને સેબીએ તેમાં મૂડી માળખાને બદલવા ઉપર પ્રતિબંધ લાદ્યો હતો. એક રૂપિયાની મૂળ કંિમત ધરાવતો કાલ્સ રિફાઈનરીનો શેર ઉપરમાં ૫ થઈને છેલ્લાં થોડા સમયમાં તૂટીને ૨૦ પૈસા થઈ ગયો હતો.
બીએસઈ અને એનએસઈએ તેમના ઈન્વેસ્ટર્સ પ્રોટેક્શન ફંડનો ઉપયોગ કરીને કોઈ ચોક્કસ વ્યવસ્થાતંત્ર ગોઠવવું જોઈએ તેમ સૂત્રોએ કહ્યુ હતું.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ફિલ્મ અભિનેત્રી પ્રિટી ઝિંટાએ હવે પટકથા લેખન પર હાથ અજમાવ્યો
તિગ્માંશુ ધુલિયા બેગમ સામરુના જીવન આધારિત ફિલ્મ બનાવશે
જ્હોન અબ્રાહમ 'ફોર્સ' કરતાં વધુ એક્શન દ્રશ્યો ભજવવા તૈયાર
ટ્રાફિકથી બચવા અક્ષય કુમારે પોલીસની બાઈક પર સવારી કરી
બિપાશા બાસુ એક વિશાળ ટેરેસ ફલેટની તલાશમાં
નવા નાણાકીય વર્ષની સરપ્રાઇઝ ભેટ? આરબીઆઇ વ્યાજ દર ઘટાડશે
બોમ્બે સ્ટોક એક્સચેન્જની નીતિને કારણ રોકાણકારો માટે મુશ્કેલી
મારો ૧૦૦ સદીનો રેકોર્ડ કોહલી કે રોહિત શર્મા તોડી શકે ઃ તેંડુલકર
આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટ્વેન્ટી-૨૦ મુકાબલો થશે
રાયડર આઇપીએલ દરમિયાન સાઇકોલોજીસ્ટની મદદ લેશે

શ્રીલંકાએ ઈંગ્લેન્ડને પ્રથમ ટેસ્ટમાં ૭૫ રનથી હરાવ્યું

માયામી માસ્ટર્સમાં નડાલ અને મરે વચ્ચે સેમિ ફાઇનલ જંગ

કુદરતી ગેસના ઉત્પાદનમાં ઘટાડો થશે ઃ વીજ કંપનીઓ ચિંતામાં
૨૦૦૮ સુરત બોમ્બકાંડનો આરોપી રફીક દક્ષિણ આફ્રિકામાં ઝડપાયો
૨૦ વર્ષે ભરતીમાં ગોબાચારી પકડાતા ચાર શિક્ષકો ડીસમીસ
 
 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં નેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved