Last Update : 30-March-2012,Friday
 

ફેસબુક દ્વારા અપૂર્વ પગાર ચૂકવાશે
અલ્હાબાદના સોફટવેર ઇજનેરી વિદ્યાર્થીને રૃા.૧.૩૪ કરોડ વેતનની ઓફર

મૂળ કાનપુરના વિદ્યાર્થીએ નોકરી માટે કેલિફોર્નિયા જવું પડશે
(પીટીઆઇ) અલ્હાબાદ,તા.૨૯
જાણીતી સોશ્યલ નેટવર્કીંગ ફેસબુકે અહીંના એક ઇજનેરી વિદ્યાર્થીને રૃા.૧.૩૪ કરોડના તગડા વાર્ષિક વેતનના પેકેજની ઓફર કરી છે. દેશમાંની કોઇપણ ટેકનીકલ સંસ્થાના કોઇ પૂર્વ વિદ્યાર્થીને કરાયેલી સહુથી મોટી ઓફરોમાંની આ એક છે.
મોતીલાલ નહેરૃ નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી (એમએનએનઆઇટી) માંથી બી.ટેક. થયેલા એક પૂર્વ વિદ્યાર્થીએ પોતાનું નામ સલામતીના કારણોસર જાહેર નહિ કરવાની શરતે જણાવ્યુ કે એને ગઇ તા.૨૭ માર્ચે ફેસબુક તરફથી મળેલા પત્રમાં જણાવાયું છે કે એ વિદ્યાર્થીને ફેસબુકમાં નોકરી પુરી પડાઇ રહી છે, અને એનું વાર્ષિક વેતન ૨,૬૨,૫૦૦ અમેરિકી ડોલર એટલે કે લગભગ રૃા.૧.૩૪ કરોડ રહેશે.
રસપ્રદ વાત એ છે કે એમએનએનઆઇટીના નિયામક પી. ચક્રવર્તીએ જણાવ્યું કે ગયા ઓકટોબરમાં ફેસબુકમાંથી મળેલા એક મેઇલ સાથે ઉપરોક્ત વિદ્યાર્થીની નિમણુક પ્રક્રિયા શરૃ થઇ હતી. એ પછી વિદ્યાર્થીના ટેલિફોન પર નવ વાર ઇન્ટરવ્યુ થયા હતા. એ પછી એની અંતિમ પસંદગી થઇ હતી. મખમલી આ નોકરી કરવા માટે કાનપુરના વિદ્યાર્થીએ ઇન્સ્ટિટયુટમાંથી એનો સોફટવેર ઇજનેરી કોર્સ પુરો કર્યા પછી અમેરિકાના કેલિફોર્નિયાના મેન્લો પાર્ક નામના સ્થળે જવું પડશે.
અમારી ઇન્સ્ટિટયુટના અનેક વિદ્યાર્થીઓએ લાભકારક નોકરી મેળવી છે. આ પૈકીના ઓછામાં ઓછા ૩૦ પૂર્વ વિદ્યાર્થીઓને માઇક્રોસોફટ, એમેઝોન, અડોબ વગેરે જેવી કંપનીએ રૃા. ૧૦ લાખ કરતા વધુ રકમની ઓફર કરી છે, એમ ચક્રવર્તીએ ઉમેર્યુ હતું.
જો કે કાનપુરના ઉપરોક્ત વિદ્યાર્થીને થયેલી ઓફર અપૂર્વ છે. અમને ખાતરી છે કે શહેરની કોઇ પણ અન્ય સંસ્થા અથવા દેશભરની બે ડઝન કરતા વધુ નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજીના કોઇ અન્ય વિદ્યાર્થીને આટલા જબરદસ્ત વેતનની ઓફર થઇ નહિ હોય, એમ એમણે ઉમેર્યુ હતું.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ફિલ્મ અભિનેત્રી પ્રિટી ઝિંટાએ હવે પટકથા લેખન પર હાથ અજમાવ્યો
તિગ્માંશુ ધુલિયા બેગમ સામરુના જીવન આધારિત ફિલ્મ બનાવશે
જ્હોન અબ્રાહમ 'ફોર્સ' કરતાં વધુ એક્શન દ્રશ્યો ભજવવા તૈયાર
ટ્રાફિકથી બચવા અક્ષય કુમારે પોલીસની બાઈક પર સવારી કરી
બિપાશા બાસુ એક વિશાળ ટેરેસ ફલેટની તલાશમાં
નવા નાણાકીય વર્ષની સરપ્રાઇઝ ભેટ? આરબીઆઇ વ્યાજ દર ઘટાડશે
બોમ્બે સ્ટોક એક્સચેન્જની નીતિને કારણ રોકાણકારો માટે મુશ્કેલી
મારો ૧૦૦ સદીનો રેકોર્ડ કોહલી કે રોહિત શર્મા તોડી શકે ઃ તેંડુલકર
આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટ્વેન્ટી-૨૦ મુકાબલો થશે
રાયડર આઇપીએલ દરમિયાન સાઇકોલોજીસ્ટની મદદ લેશે

શ્રીલંકાએ ઈંગ્લેન્ડને પ્રથમ ટેસ્ટમાં ૭૫ રનથી હરાવ્યું

માયામી માસ્ટર્સમાં નડાલ અને મરે વચ્ચે સેમિ ફાઇનલ જંગ

કુદરતી ગેસના ઉત્પાદનમાં ઘટાડો થશે ઃ વીજ કંપનીઓ ચિંતામાં
૨૦૦૮ સુરત બોમ્બકાંડનો આરોપી રફીક દક્ષિણ આફ્રિકામાં ઝડપાયો
૨૦ વર્ષે ભરતીમાં ગોબાચારી પકડાતા ચાર શિક્ષકો ડીસમીસ
 
 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં નેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved