Last Update : 28-March-2012,Wednsday
 

એન્જિનીયરિંગ-ફાર્મસીની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર

 
જીટીયુ દ્વારા લેવાનારી સેમેસ્ટર ૧ થી ૮ની
રેગ્યુલર-રેમેડિયલ એકસાથે હોવાથી વાંચવાનો સમય ન હોવાની ફરિયાદ બાદ નવો કાર્યક્રમ જાહેર
અમદાવાદ,મંગળવાર
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા આગામી સમયમાં લેવાનારી બી.ઇ. અને બી.ફાર્મની સેમેસ્ટર ૧થી ૮ની પરીક્ષામાં વચ્ચે રીડીંગ માટે સમય આપવામાં આવ્યો ન હોવા ઉપરાંત રેમેડિયલની એકઝામ પણ રેગ્યુલરની સાથે જ લેવાની જાહેરાત કરવામાં આવી હતી. જેના કારણે વિદ્યાર્થીઓએ આંદોલન કરતાં છેવટે આજે પરીક્ષાના સમયમાં ફેરફાર કરીને વિદ્યાર્થીઓને વચ્ચે એક દિવસની રજા આપવાની સ્પષ્ટતાં સાથે પરીક્ષાનું નવું સમયપત્રક જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં તા.૮મી મેથી પરીક્ષાનો પ્રારંભ થઇને ૧૧મી જૂને પુરી કરવાનું નક્કી કરાયું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર જીટીયુ દ્વારા પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થતાંની સાથે જ વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો હતો. લાંબા કોર્સ અને સમજવામાં મુશ્કેલી હોવાથી વિદ્યાર્થીઓને તૈયારી કરવામાં વિલંબ થતો હોવાથી બે પરીક્ષાની વચ્ચે એક દિવસની રજા આપવી જોઇએ તેવી માંગણી વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ એટીકેટી આવી હોય તેમના માટે રેમેડીયલ એકઝામ લેવામા આવતી હોય છે. આ રેમેડીયલ એકઝામ પણ રેગ્યુલર એકઝામના દિવસે જ પરંતુ સમયમાં ફેરફાર સાથે ગોઠવવામાં આવી હતી. જેના કારણે વિદ્યાર્થીએ સવારે રેગ્યુલર અને સાંજે રેમેડીયલ એકઝામ આપવી પડે તેવી સ્થિતિ ઉભી થઇ હતી. એક દિવસમાં બે પરીક્ષાના કારણે ભારે મુશ્કેલી ઉભી થાય તેમ હોવાથી વિદ્યાર્થીઓએ એબીવીપીના નેજા હેઠળ આ મુદ્દે ઉગ્ર રજૂઆતો કરી હતી.
ેજેના અનુસંધાનમાં જીટીયુ દ્વારા પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર અને બે પરીક્ષા વચ્ચે એક દિવસની રજા આપવાની સ્પષ્ટતાં કરતો નવો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. જેમાં બી.ઇ.પ્રથમ અને બીજા સેમેસ્ટરની પરીક્ષા તા.૨૬મી મેથી ૧૧મી જૂન, બી.ઇ.થર્ડ સેમેસ્ટરની તા.૮મીથી ૧૫મી મે અને ચોથા સેમેસ્ટરની તા.૧૮મી મેથી ૨ જૂન, પાંચમા સેમેસ્ટરમાં તા.૩૧મી મેથી ૭મી જૂન,છ સેમેસ્ટરની ૯મીમેથી ૨૨મી મે,સાતમા સેમેસ્ટરની ૨૪મીમેથી ૯મી જૂન અને આઠમા સેમેસ્ટરની પરીક્ષા તા.૮મી મેથી ૧૬મી મે દરમિયાન રાખવાની સ્પષ્ટતાં કરી છે. આજ રીતે બી.ફાર્મની પરીક્ષા પણ તા.૮મી મેથી ૨૦મી જૂન દરમિયાન લેવામાં આવશે. પરીક્ષાનો કાર્યક્રમ વેબસાઇટ પર મુકી દેવામાં આવ્યો છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગુજરાતમાંબાકી વસૂલાત કેસોમાં માફી યોજના
'કેગનો રિપોર્ટ રજૂ કરો'ના સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસનો ગૃહમાંથી વૉકઆઉટ
અમદાવાદના પૂર્વવિસ્તારમાં બોગસ ડૉકટરોની હાટડીઓ ઃ ૨૧ ઝડપાયા
વિધાનસભામાં પ્રતિકાત્મક વિરોધ બાદ વિપક્ષ કાર્યવાહીમાં સામેલ
'ઘરમાં થતો ઝઘડો બાળકોના ઘર છોડવાનું કારણ બને છે'
દેશની વ્યાપારી ખાધ વધીને ૪૨૮ અબજ ડોલર પાર કરી જશે
કોલસાની તંગી ઃ વીજ કંપનીઓએ ૮.૭ અબજ યુનિટ ગુમાવ્યા
બીસીસીઆઇએ સેહવાગની ઇજાના મામલે સ્પષ્ટતા કરવી જોઇએ
માયામી માસ્ટર્સઃરોડ્ડિકે ફેડરરને હરાવીને મેજર અપસેટ સર્જયો
ન્યુઝીલેન્ડે આખરી ટેસ્ટ ડ્રો કરી સાઉથ આફ્રિકાનો શ્રેણીમાં વિજય

પ્રથમ ઇનિંગની ૧૨૫ રનની સરસાઇ બાદ શ્રીલંકાના પાંચ વિકેટે ૮૪ રન

દ્રવિડના સન્માન સમારંભમાં તેંડુલકરની ગેરહાજરીથી આશ્ચર્ય
કુદરતી ગેસના ઉત્પાદનમાં ઘટાડો થશે ઃ વીજ કંપનીઓ ચિંતામાં
તેલીબિયાંનું ઉત્પાદન ઊંચું હોવા છતાં વેજીટેબલ ઓઈલની આયાતમાં વધારો
ડેબિટ કાર્ડ પરના ટ્રાન્ઝકશન ચાર્જ નીચા રાખવા આરબીઆઈનો અનુરોધ
 
 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં નેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved