Last Update : 28-March-2012,Wednsday
 

મહામૃત્યુંજય મંત્રનો મ્યુઝિક થેરાપીમાં થઇ રહેલો ઉપયોગ

 

- યોગ-ભારતીય સંગીત-આયુર્વેદનો સમન્વય કરાયો

જૂનાગઢ, તા.૨૬
જૂનાગઢના એક યુવાને યોગ, ભારતીય સંગીત અને આયુર્વેદના સમન્વયથી મહામૃત્યુંજય મંત્રને ૧૫ રાગમાં ઢાળી રોગ સામે રાગની મ્યુઝીક થેરાપી બનાવી છે અને તે આયુર્વેદિક તબીબોને આપી છે. તેના પ્રયોગ દ્વારા દર્દીઓને રાહત થયાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.
જૂનાગઢના યુવાનની થેરાપીનો કેનેડાની રિસર્ચ સેન્ટરમાં થનારો પ્રયોગ
ભારતીય શાસ્ત્રીય સંગીતના જુદા જુદા રાગોથી રોગનું નિવારણ થાય છે તે વાત ઘણા સમયથી સાબિત થઈ ગઈ છે. આ અંગે અમેરિકન અને જર્મન વૈજ્ઞાનિકો દ્વારા ભારતીય સંગીત પર પ્રયોગો પણ થઈ રહ્યા છે. ભારતીય આઘ્યાત્મીક સંસ્કૃતિમાં મહામંત્ર એટલે મહામૃત્યુંજય મંત્ર, જૂનાગઢના બેંકર્સ કોલોનીમાં રહેતા અને તાલાલા કોર્ટમાં ફરજ બજાવતા તથા ૨૦૦૫માં ૧૭ કલાક હારમોનિયમ વગાડી લીમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પામેલા નયનભાઈ વૈષ્ણવે યોગ ભારતીય સંગીત અને આયુર્વેદનો સમન્વય કરી રાગથી રોગનું નિવારણ કરવા માટે મહામૃત્યુંજય મંત્રને ૧૫ વિવિધ રાગમાં ઢાળી મ્યુઝીક થેરાપી બનાવી છે. આયુર્વેદ અને ભારતીય સંગીતની શરીર પર અસર થાય છે અને ચોક્કસ રાગ સામે ચોક્કસ રોગ મટી શકે છે. હાલ તેઓએ આ થેરાપી આયુર્વેદ તબીબોને આપી છે અને તેનો પ્રયોગ પણ શરૂ થયો છે. જેનાથી દર્દીઓને રાહત થયાનો પણ દાવો નયનભાઈએ કર્યો હતો. તેઓએ વઘુમાં જણાવ્યું હતું કે મહા મૃત્યુંજય મંત્રને ૧૫થી વઘુ રાગોમાં કમ્પોઝ કરી તેના શબ્દોને એવી રીતે સાંકળેલા છે. જેથી શબ્દ સાથેનો સ્વર માણસના શરીરમાં આવેલા સાત ચક્રોમાંથી નિશ્ચીત ચક્ર સાથે અફળાઈ સ્પંદનો પેદા કરી શકે છે અને તેમાંથી ઉદભવતા રસાયણ નિયંત્રીત કરે છે. જેથી રોગનું નિયંત્રણ થઈ શકે. આ સંગીત સાંભળતી વખતે દર્દીને યોગની ખાસ પ્રકારની મુદ્રામાં બેસાડવા પડે છે. જેથી વઘુમાં વઘુ સંગીતની અસર થાય. દર્દીને રાગ વિશે જ્ઞાન હોય કે ન હોય પરંતુ તેના પર સ્વરો જરૂર અસર કરે છે. સંગીતમાં વિશારદની પદવી પ્રાપ્ત કરનાર નયનભાઈને કેનેડાના મેડીકલ હેલ્થ સેન્ટરના ડીન ડો. જેફરી મેયરે પોતાના રિસર્ચ સેન્ટરમાં ‘રાગથી રોગ નિવારણ’ યોજવા આમંત્રણ આપ્યું છે.
આ મ્યુઝીક થેરાપી અનિયમીત જીવનશૈલીને લગતા બી.પી., ડાયાબિટીસ, તનાવ, હાઈપર ટેન્શન, હૃદયરોગ તથા મગજના જ્ઞાનતંતુને લગતા રોગ સામે અસરકર્તા હોવાનું તેઓએ જણાવ્યું હતું. આયુર્વેદના તજજ્ઞો પણ આ દિશામાં સંશોધનો કરી રહ્યા છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગુજરાતમાંબાકી વસૂલાત કેસોમાં માફી યોજના
'કેગનો રિપોર્ટ રજૂ કરો'ના સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસનો ગૃહમાંથી વૉકઆઉટ
અમદાવાદના પૂર્વવિસ્તારમાં બોગસ ડૉકટરોની હાટડીઓ ઃ ૨૧ ઝડપાયા
વિધાનસભામાં પ્રતિકાત્મક વિરોધ બાદ વિપક્ષ કાર્યવાહીમાં સામેલ
'ઘરમાં થતો ઝઘડો બાળકોના ઘર છોડવાનું કારણ બને છે'
દેશની વ્યાપારી ખાધ વધીને ૪૨૮ અબજ ડોલર પાર કરી જશે
કોલસાની તંગી ઃ વીજ કંપનીઓએ ૮.૭ અબજ યુનિટ ગુમાવ્યા
બીસીસીઆઇએ સેહવાગની ઇજાના મામલે સ્પષ્ટતા કરવી જોઇએ
માયામી માસ્ટર્સઃરોડ્ડિકે ફેડરરને હરાવીને મેજર અપસેટ સર્જયો
ન્યુઝીલેન્ડે આખરી ટેસ્ટ ડ્રો કરી સાઉથ આફ્રિકાનો શ્રેણીમાં વિજય

પ્રથમ ઇનિંગની ૧૨૫ રનની સરસાઇ બાદ શ્રીલંકાના પાંચ વિકેટે ૮૪ રન

દ્રવિડના સન્માન સમારંભમાં તેંડુલકરની ગેરહાજરીથી આશ્ચર્ય
કુદરતી ગેસના ઉત્પાદનમાં ઘટાડો થશે ઃ વીજ કંપનીઓ ચિંતામાં
તેલીબિયાંનું ઉત્પાદન ઊંચું હોવા છતાં વેજીટેબલ ઓઈલની આયાતમાં વધારો
ડેબિટ કાર્ડ પરના ટ્રાન્ઝકશન ચાર્જ નીચા રાખવા આરબીઆઈનો અનુરોધ
 
 

Gujarat Samachar Plus

વાસ્તવિક જીવનમાં નેકને છે, પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ, પીર મહંમદ લાઇબ્રેરીમાં અકબંધ છે
અદિતી ગોવિત્રીકર કહે છે, બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved