Last Update : 26-March-2012,Monday
 

દેશના પોલીસ તંત્રને વ્યવસ્થિત કરવામાં કોઇને પણ રસ છે ખરો ?

- પોલીસમેનોની ભરતીના, તેઓના પગારના,શારીરિક ક્ષમતાના, રહેઠાણના અને કામ કરવાના કલાકો તેમજ ઓવરટાઇમના કોઇ નિયમો છે ખરા ?

 

દેશભરના લગભગ બધા જ રાજ્યોમાં ભ્રષ્ટાચારના સૌથી વઘુ નોંધાયેલા બનાવોમાં પોલીસ ખાતુ પહેલાં નંબરે આવે છે અને ત્યારબાદ મહેસુલ ખાતુ, વેચાણ વેરા ખાતુ, પુરવઠા ખાતા જેવાનો નંબર લાગે છે. પોલીસ ખાતાની આ હાલત માટે કોણ જવાબદાર છે ?? સૌ પ્રથમ પોલીસની ભરતી માટેનો કોઇ નિયમો નથી.

 

લાયકાત માટેના પાયાના ધોરણો પણ નોંધાયેલા નથી એક માત્ર લાયકાત ૧૦મું ધોરણ પાસ અને ૫ ફૂટ ૩ ઇંચની ઓછામાં ઓછી ઊચાઇ. પગારના ખાસ ધોરણો નહીં ફરજ પરના સમયના કોઇ નિશ્ચીત કલાકો નહીં. વધારાના સમય પર ફરજ બજાવે તો કોઇ ઓવરટાઇમ નહીં પ્રધાન કે કોઇ વીઆઇપી આવવાના હોય તો રોડ પર કોઇપણ પ્રકારની ચોક્કસ કાર્યવાહી વગર પોલીસમેનોની ફોજ ઉતારી દેવાની અને જ્યાં જરૂર હોય ત્યાં ગુનાના સ્થળે કલાકો સુધી પણ નહીં પહોંચવા માટેની પ્રથાથી સામાન્ય પ્રજાજનોને પોલીસ તંત્ર માટે કોઇ માન થતુ નથી.

 

સામાન્ય પ્રજા પોલીસ સાથે કામ કરવાનું અથવા તો કોઇ કામ વગર પોલીસ સ્ટેશને જવાનું ટાળતા હોય છે. પોલીસવાળાની દોસ્તી પણ સારી નહીં અને દુશ્મની પણ સારી નહીં તેવી સલાહ નાગરિકો એકબીજાને આપતા હોય છે.

 

આ પરિસ્થિતિ માટે જવાબદાર કોણ ?? એકલા ઉત્તરપ્રદેશમાં પોલીસના રેકોર્ડ પર ૨૫ લાખ ૪૦ હજાર કેસો ઉકેલ માટે ઘૂળ ખાઇ રહ્યા છે. તામીલનાડુમાં આ સંખ્યા ૮૦ લાખ ૨૦ હજારની છે.

 

જ્યારે આંધ્રમાં સાત લાખ કેસો, મહારાષ્ટ્રમાં ૪ લાખ ૮૦ હજાર અને ગુજરાત, કેરળ અને મઘ્યપ્રદેશમાં ત્રણ ત્રણ ત્રણ લાખ કેસો પોલીસોના દફતરોમાં વર્ષોથી ઘૂળના ઢગલામાં દબાયેલા પડ્યા છે.

 

તાલીમ પામેલા પોલીસ અધીકારીઓની સંખ્યા પણ ઘણી ઓછી છે. દેશના ગૃહ ખાતાએ વિવિધ રાજ્યો માટે આઇ.પી.એસ. અધીકારીઓનો ક્વોટા નક્કી કર્યો છે.

 

જે અનુસાર સમગ્ર દેશના બધા રાજ્યોમાં કુલ્લે ૪૭૨૦ આઇપીએસ અધીકારીઓની જરૂરીયાત સામે માત્ર ૩૩૯૩ અધીકારીઓ ડ્યુટી પર છે અને બાકીનાઓની ભરતી કરવાની બાકી છે.

 

વિશ્વના મોટા ભાગના વિકસીત દેશોમાં દશ લાખની વસ્તી માટે ૨૨૫થી ૨૫૦ પોલીસ કર્મીઓની સંખ્યા હોય છે. ભારતમાં આ સરેરાશ આંકડો દશ લાખની વસ્તી માટે ૧૨૦થી ૧૨૭નો થાય છે પરિણામે વિકટ પરિસ્થિતિનો સામનો કરવાનો આવે ત્યારે પોલીસ કર્મીઓના જીવનનો ભોગ લેવાતો હોય છે ભારતમાં ૨૦૦૭ના વર્ષ દરમ્યાન ૮૭૬ જવાનો ફરજ પર હાજર હતા ત્યારે માર્યા ગયા. આ આંકડો ૨૦૦૮માં ૭૬૩નો થયો પરંતુ ૨૦૦૯માં તે ૯૫૪ સુધી પહોંચી ગયો. દેશના ગૃહમંત્રાલય સમક્ષ ૨૦૧૦ના આંકડા હજી સુધી નક્કી થયા નથી.

 

દેશની સુપ્રીમ કોર્ટો ૨૨મી સપ્ટેમ્બર ૨૦૦૬ના રોજ પોલીસ કર્મીઓની કામગીરીમાં સુધારણા કરવાના આદેશ આપતા હુકમો રાજ્ય સરકારોને કર્યા આજે પાંચ વર્ષ પછીથી પણ સુપ્રીમકોર્ટના આ આદેશોના અમલની દિશામાં દેશના કોઇપણ રાજ્યે હજી શરુઆત સુઘ્ધાં કરી નથી. ગુજરાત, મહારાષ્ટ્ર, તામીલનાડુ જેવા પ્રગતિશીલ ગણાતા રાજ્યો પણ તેમાંથી બાકાત નથી.

 

પોલીસ કર્મીઓ અને ગુનાઓમાં પાટનગર દિલ્હીનો રેકોર્ડ લગીરે સારો નથી. પાટનગર દિલ્હીની સરહદને અડીને આવેલા લોની ગામમાં એક પોલીસ ચોકી છે અને આ સ્ટેશનની બહાર પાટનગર દિલ્લીમાંથી ચોરાયેલી કારો, સ્કૂટરો અને મોટરો, સાયકલો મોટોમસ ખડકલો છે... ચોરીના દસ હજાર વ્હીકલ સાધનો આ સ્ટેશનની બહાર ખડકાયેલા છે.ફાંસીની સજા... પણ ફાંસી આપશે કોણ ?

 

દેશમાં ફાંસી આપનાર જ નથી. વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીની ૨૧મી મે ૧૯૯૧માં હત્યા કરનારને ફાંસી આપનાર કોઇ નથી ફાંસીના માંચડે ગુનેગારને કાળુ કપડું પહેરાવી ગળામાં ગાળીઓ નાંખનાર ફાંસીગરો છે જ નહીં.

 

સફાઇની કામગીરી કરનારા મહેતર કોમમાંથી ફાંસીગરો પસંદ કરાતા પિશ્ચમ બંગાળના નાટા મલિકના કુટુંબીઓ છેલ્લી ચાર પેઢીથી રાજ્યમાં ફાંસીગરની કામગીરી બજાવતા. હવે તેઓ આ કામ માટે તૈયાર નથી... કારણ ફાંસીની ેક સજાનો અમલ કરવા માટેની ફી માત્ર રૂા. ૧૮૦ની છે. આવડી નાની રકમ માટે કોણ માનવ હત્યાનું પાપ લેવા માટે તૈયાર થાય...

 

દેશના ગૃહખાતામાં ફાંસીની સજા અંગે એક પણ શબ્દ નહીં કહેવાનો મૌખિક હુકમ છે.આજની તારીખે ભારતમાં કુલ્લે કેટલાને ફાંસીની સજા ફરમાવી છે ? કેટલા તેના અમલની વાટ જોઇ રહ્યા છે તેની વિગતો આપવાનો ગૃહ વિભાગ ઇન્કાર કરતું હોય છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'ઈન્ડિયાસ ગ્લેમ દિવા'નો તાજ પ્રિયંકા ચોપરાને મળ્યો
શાહિદ કપૂર અને રણબીર કપૂરને લીધે પહલાજ નિહલાની મૂંઝવણમાં મૂકાયા
સંજય લીલા ભણસાળીની નવી ફિલ્મમાં કરીના કપૂરના પાત્રનું નામ લીલા હશે
પુલકિત સમ્રાટ પોતાની પ્રથમ ફિલ્મ સલમાન ખાનને દેખાડવા ઉત્સુક
અક્ષય કુમાર અને રિતેશ દેશમુખની પરવા કરતો ન હોવાની સાજિદ ખાનની કબૂલાત
બે ટીનજરોનું લોકલ ટ્રેનમાંથી પડી જવાને લીધે મોત
ઘરમાં સૂતેલા યુવકની આરોપીએ પગથી ગળું દબાવીને હત્યા
આદર્શ કૌભાંડમાં દેશમુખ ચવ્હાણ અને શિંદેની ઉલટતપાસ નહિ લેવાય
ચાંદિવલીના આવા ચાર ફલેટ જપ્ત કરવા હાઈ કોર્ટનો આદેશ કર્યો
છ કિશોરીને ભાગવામાં મદદ કરનારા યુવકોની ધરપકડ
વિધાનસભામાં અશ્લીલ ફોટા જોવા ગુનો નથી, આઈપેડ ખોલીને જોવું ગુનો છે
જસ્ટિસ શાહ કમિશન નિયત સમયમાં રિપોર્ટ નહીં આપી શકે
ગુજરાતમાં સોના-ચાંદીના વેપારીઓનું આજથી બેમુદત હડતાળનું એલાન
સસ્તા અનાજની દુકાનો પર બોઇલ્ડ ચોખા ફાળવાતાં વિવાદ
નવદંપતીએ પોલીસને કહ્યું 'અમારા છેડા-છેડી છોડાવો'
તેંડુલકરે નિવૃત્તિની શક્યતા નકારી હવે ૨૦૧૫ના વર્લ્ડ કપ પર નજર
એશિયા કપના આખરી બોલ અંગેવિવાદઃબાંગ્લાદેશે ફરિયાદ નોંધાવી
આખરી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે સાઉથ આફ્રિકાએ ૪૭૪ રન ખડક્યા

આજથી ગોલમાં ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ

માયામી માસ્ટર્સમાં યોકોવિચ અને ફેડરરની વિજય સાથે આગેકૂચ
સોનલ ચૌહાણ સાથે ગાઢ સંબંધમાં જોડાતા પૂર્વે નીલ નીતિન મુકેશને સમય જોઈએ છે
રણબીર કપૂર અને દીપિકા પદુકોણે અયાન મુખર્જીની ફિલ્મ માટે મનાલીમાં શૂટિંગ કર્યું
ધકધક ગર્લની પાંચ કરોડથી ફીથી નિર્માતાઓની ધડકન વધી
સાજિદ નડિયાદવાલાની આગામી ફિલ્મની રિલીઝ તેના આઈટમ ગીતને લીધે મુશ્કેલીમાં
બોલિવૂડની અભિનેત્રી સેલિના જેટલીએ જોડિયા પુત્રોને જન્મ આપ્યો
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ
વિજયોત્સવ અટકાવતા ગુલાલને બદલે લાઠી અને પથ્થરો ઉછળ્યા
'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'
ગુજરાતમાં હજુ એક દિવસ વાતાવરણ ધૂંધળું રહેશે
મેડિકલ-ડેન્ટલ કોલેજના ડૉક્ટર અધ્યાપકો આજથી હડતાલ પર
 

 

 

Gujarat Samachar Plus

રિયલ લાઇફ પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ લાઇબ્રેરીમાં અકબંધ
બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved