Last Update : 26-March-2012,Monday
 
દિલ્હીની વાત
 
કરાત બાદ હવે ચૌટાલાએ પણ ત્રીજા મોરચાની વાત છેડી
નવી દિલ્હી, તા. ૨૫
સરકાર, ૨-જી સ્પેક્ટ્રમ એટલે હવામાં પ્રવાસ કરતા અવાજના તરંગોના શોર્ટ બેન્ડ લોંગ બેન્ડ ક્ષેત્રોની ફાળવણી જે ઉપગ્રહોના અમુક બેન્ડ હિસ્સા સાથે સંકળાયેલા કૌભાંડમાં પ્રથમ ફસાઇ તેને આકાશ ગણીએ, કોલસાના કૌભાંડની ચર્ચા ચાલી રહી છે. તે જમીનમાં ઘણે નીચેથી કાઢવામાં આવે છે, માટે તેને પાતાળ કહીશું અને કોમન વેલ્થ ગેમ્સ કૌભાંડ પાટનગરમાં આવેલા સ્ટેડીયમોમાં રચાયેલી સુવિધાનું કૌભાંડ પૃથ્વી ગણીએ તો વર્તમાન સરકાર આકાશ પાતાળ અને પૃથ્વી એમ ત્રણે સ્થળે થયેલા ભ્રષ્ટાચારથી ઘેરાઇ છે. તાજેતરમાં સરકારને બચાવવાની કપરી કામગીરી બજાવી ચુકેલા મુલાયમસિંહ યાદવે પોતાના પક્ષની બેઠકમાં મધ્યસત્ર ચૂંટણીનો સંકેત આપ્યો હતો. વળી છેલ્લા ઘણા સમયથી તૃણમુલ કોંગ્રેસના મમતા બેનર્જી પણ સરકાર સાથે શિંગડા અફળાવી રહ્યા છે. મમતા તેમનું જક્કી વલણ જાળવી રાખે અને મુલાયમ સરકારને બચાવવાની કામગીરીથી વેગળા રહે તો સરકારને ભોંયભેગી થતા વાર ન લાગે!
છેલ્લા કેટલાક સમયથી બન્ને રાષ્ટ્રીય પક્ષોને છોડીને ત્રીજો મરચો રચવાની વાતો હવામાં સતત ઘુમતી રહે છે. મમતાએ ત્રીજા મોરચાની વાત કહી, કરાતે પણ તેમાં સુર મેળવ્યો, મુલાયમ મધ્યસત્ર ચૂંટણીની વાત કરી રહ્યા છે. માયાવતીની પસંદનું હવે ખાસ મહત્વ ન હોવા છતાં ૨૧ સાંસદો સંસદમાં તો છે જ. આમ કોંગ્રેસના ચીકમંગલુરના સાંસદ સહીત ૨૦૭ સાંસદ છે. ભાજપના ૧૧૪, બન્ને પક્ષના ભેગા થઇને ૩૨૧ સાંસદો થાય છે જ્યારે બાકીના સાંસદો ભાજપના કે કોંગ્રેસના સાથી પક્ષો ગણાતા નાના-નાના પક્ષોના છે. ટુંકમાં ૫૪૩ સાંસદોના ગૃહમાં ૨૨૨ સાંસદો એવા છે જે ભાજપ, કોંગ્રેસથી અલગ અસ્તિત્વ ધરાવે છે. તે સંજોગોમાં જાજા નબળા લોકથી કદી ન કરીએ વેર, જાજી કીડીઓ સાપને તાણે એણી પેર,ના ન્યાયે જો નાના પક્ષો ત્રીજો મોરચો રચીને કદાચ અત્યારે સરકારને ગબડાવવામાં અને ભવિષ્યમાંએક નવા જ રાજકીય પરીબળ સ્વરૃપે ઊભરે તો નવાઇ એટલા માટે ન કહેવાય કે ભારતીય રાજનેતાઓના પ્રત્યેક પગલામાં ઊંચા આદર્શોની ઢાલ અને વાતો પાછળ તેમના ક્ષુલ્લક અને મળે તે ઘરભેગું કરવાનો સ્વાર્થ હંમેશા છુપાયેલો હોય છે. તે સંજોગોમાં હમણા ત્રીજા મોરચાની વાત સતત વેગ પકડતી જાય છે. ગઇકાલે કોમરેડ પ્રકાશ કારતે ત્રીજો મોરચાનો રાગ આલાપ્યો.
બન્ને મહત્વના રાજકીય પક્ષો કોંગ્રેસ અને ભાજપ પાંચ રાજ્યોના વિધાનસભાના ખાસ કરીને ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ જેવા મહત્વના રાજ્યોના પરીણામથી સ્તબ્ધ છે! પાંચ પૈકી ગોવામાં કોંગ્રેસ જતા ભાજપ આવી છે. તો ઉત્તરાખંડમાં ભાજપ જઇને પાતળી બહુમતી સાથે કોંગ્રેસ આવી છે પણ હરખાવા જેવું પરિણામ બન્ને પક્ષમાંથી કોઇને મળ્યું નથી. પંજાબમાં સ્થાનિક અકાલી દળ, ઉત્તર પ્રદેશમાં સ.પા. મેદાન મારી ગયા છે. પરીણામે નાના પક્ષોના બાવડે બળ ભરાયું છે. આજે ભારતીય રાષ્ટ્રીય લોકદળના પ્રમુખ ઓમપ્રકાશ ચૌટાલાએ પણ ત્રીજા મોરચાના વિચારને આવકાર્યો છે. હરીયાણાના પૂર્વ મુખ્યપ્રધાન તેમજ દિલ્હી હરીયાણા પંજાબના કેટલાક વિસ્તારના ખેડૂતો પર મજબુત પકડ ધરાવતા આ નેતાએ મંતવ્ય ઉચ્ચાર્યું છે કે ત્રીજા મોરચાની રચના કદાચ સમય માંગી લેશે પણ રાષ્ટ્રીય સ્તરે તે બાબત આવકાર્ય છે. અમારો પક્ષ આવા ત્રીજા મોરચાની રચના માટે તમામ પ્રયાસો કરી રહ્યો છે. કેમકે કેન્દ્રમાં મધ્ય સત્ર ચૂંટણીના ઘડીયાળા વાગી રહ્યા છે. આમ ઉત્તરના હિંદીપટ્ટામાં મોટા ગજાના ગણાતા ત્રણ નેતાઓ મમતા, મુલાયમ અને ચૌટાલા પૈકી બેએ મધ્યસત્રની અટકળ વ્યક્ત કરી છે જ્યારે મમતા સરકાર પક્ષે હોવા છતાં તેમની સામે રણે ચઢ્યાં છે. આમ દિલ્હીમાં કેન્દ્ર સરકાર મજબુતીનું ગાણું ગાતી હોવા છતાં તેમની સરકારના એક પછી એક ચોસલા ખરતા જાય છે તે હકીકત છે.
Share |
 

Gujarat Samachar Plus

રિયલ લાઇફ પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ લાઇબ્રેરીમાં અકબંધ
બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved