Last Update : 26-March-2012,Monday
 
 

તેંડુલકરે નિવૃત્તિની શક્યતા નકારી હવે ૨૦૧૫ના વર્લ્ડ કપ પર નજર

 

નિવૃત્તિની સલાહ આપનારાઓએ ટીમમા મને જગ્યા નથી અપાવી
૧૦૦મી સદી બાદ ઇશ્વરને પુછ્યું કે, મેં શું ખોટુ કર્યું હતુ ? સદી પુરી કરાવતા આટલી વાર કેમ લગાડી ?
મુંબઇ,તા.૨૫
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૦૦ સદીની મહા સિધ્ધિ મેળવ્યા બાદ તેંડુલકરે સ્પષ્ટ કરી દીધું છે કે, હાલમાં નિવૃત્તિ લેવાનો તેનો કોઇ ઇરાદો નથી. તેંડુલકરે એવો પણ અણસાર આપ્યો હતો કે, તે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં રમાનારા ૨૦૧૫ના વર્લ્ડ કપમાં પણ રમતો જોવા મળી શકે છે. તેંડુલકર આવતા મહિને ૩૯ વર્ષનો થશે.
કપિલ દેવ, ઇમરાન ખાન સહિતના ભૂતપૂર્વ દિગ્ગજોએ તેંડુલકરને વન ડેમાંથી નિવૃત્તિ લઇને માત્ર ટેસ્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી હતી.
જો કે તેંડુલકર હાલમાં કોઇ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરવાના મુડમાં નથી. તેંડુલકરે કહ્યું કે, જ્યારે મારી કારકિર્દીની શરૃઆત થઇ હતી તો તે કોઇના કહેવાને કારણે નહતી થઇ. હવે આ જ રીતે મારી કારકિર્દી પર પૂર્ણવિરામ પણ હું મારી રીતે જ મુકીશ.
હું ૨૦૧૫માં પણ કદાચ વર્લ્ડ કપ રમી શકું
તેંડુલકરે ૨૦૧૫માં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં યોજાનારા વર્લ્ડ કપમાં રમવાની શક્યતાને પણ નકારી નથી. તેણે સ્પષ્ટ શબ્દોમાં તો ટુર્નામેન્ટમાં રમવાની જાહેરાત તો નહતી કરી પણ તેણે કહ્યું કે, જ્યારે મને ૨૦૦૭ના વર્લ્ડ કપ બાદ કોઇએ પુછ્યું કે શું તમે ૨૦૧૧ના વર્લ્ડ કપમાં રમશો ત્યારે મારા માટે તે પ્રશ્નનો જવાબ આપવો મુશ્કેલ હતો. આજની પરિસ્થિતી પણ તેવી જ છે. મારે ૨૦૧૫ અંગે શું કહેવું તે સમજાતું નથી. જો ચાહકો મારા માટે સતત પ્રાર્થના કરતાં રહે - જે મારા માટે સૌથી મહત્વની છે. હું પ્રયત્ન કરતો રહીશ પછી તો બધુ ઇશ્વરના હાથમાં છે.
મેં ઇશ્વરને પુછ્યું ઃ મારી શું ભુલ થઇ ?
તેંડુલકરે એશિયા કપમાં બાંગ્લાદેશ સામે કારકિર્દીની ૧૦૦મી સદી પુરી કરી હતી. તે પળને યાદ કરતાં તેંડુલકરે કહ્યું કે, જેવી મેં સદી પુરી કરી તે પછી મારા બેટ સામે જોયું અને ત્યાર બાદ આકાશ સામે જોઇને ઇશ્વરને પુછ્યું કે, મેં શું ખોટું કર્યું હતુ ? મારી સદી પુરી કરાવવા માટે શા માટે આટલી રાહ જોવડાવી ? તેંડુલકરને ૯૯ થી ૧૦૦મી આંતરરાષ્ટ્રીય સદી સુધી પહોંચતા આશરે એક વર્ષ જેટલો સમય લાગ્યો હતો.
મારા રેકોર્ડ ભારતીય તોડે તેવી આશા તેંડુલકર માનતો નથી કે તેનો ૧૦૦ સદીનો રેકોર્ડ અતુટ રહેશે. તેણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતુ કે, મન ખબર નથી કે આગળ જતાં શું થશે.
જોકે મને લાગે છે કે બધા રેકોર્ડ તુટવા માટે જ સર્જાતા હોય છે. હું આશા રાખું છું કે, જ્યારે પણ આ રેકોર્ડ તુટે તો તેને કોઇ ભારતીય જ તોડે.
તેંડુલકરે એમ પણ ઊમેર્યું કે, મને મારા પરિવાર તેમજ મારા કોચિસ તરફથી તાકાત મળે છે. તેઓનો મારા પર અતુટ વિશ્વાસ છે અને તેઓ મને સતત સમર્થન પુરૃ પાડે છે. તેંડુલકરે એમ પણ ઊમેર્યું કે, મારી કારકિર્દીના બેસ્ટ કોમ્પલીમેન્ટ્સ મને લેજન્ડરી ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સર ડોન બ્રેડમેન તરફથી મળ્યા હતા. તેમણે મન તેમની ઓલ ટાઇમ ટેસ્ટ ઇલેવનમાં સ્થાન આપ્યુ હતુ. મારા માટે આનાથી ગૌરવપૂર્ણ વાત બીજી કોઇ હોઈ જ ન શકે.

વર્લ્ડ કપમાં તેંડુલકર
તેંડુલકર કારકિર્દીમાં કુલ છ વર્લ્ડ કપ રમી ચુક્યો છે અને હવે તે સાતમાં વર્લ્ડ કપ તરફ મીટ માંડી રહ્યો છે. તેંડુલકર ૧૯૯૨માં ૧૮ વર્ષની ઊંમરે પ્રથમ વર્લ્ડ કપ રમ્યો હતો. જે પછી ૨૨ વર્ષની ઊંમરે તે ૧૯૯૬ના વર્લ્ડ કપમાં, ૨૬ વર્ષની ઊંમરે ૧૯૯૯ના વર્લ્ડ કપમાં, ૨૯ વર્ષની ઊંમરે ૨૦૦૩ના વર્લ્ડ કપમાં, ૩૩ વર્ષની ઉંમરે ૨૦૦૭ના વર્લ્ડ કપમાં અને ૩૭ વર્ષની વયે ૨૦૧૧ના વર્લ્ડ કપમાં રમ્યો હતો. હવે જો તે ૨૦૧૫ના વર્લ્ડ કપ માટેની ટીમમાં પસંદ થાય તો ત્યારે તેની ઊંમર ૪૧ વર્ષની હશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'ઈન્ડિયાસ ગ્લેમ દિવા'નો તાજ પ્રિયંકા ચોપરાને મળ્યો
શાહિદ કપૂર અને રણબીર કપૂરને લીધે પહલાજ નિહલાની મૂંઝવણમાં મૂકાયા
સંજય લીલા ભણસાળીની નવી ફિલ્મમાં કરીના કપૂરના પાત્રનું નામ લીલા હશે
પુલકિત સમ્રાટ પોતાની પ્રથમ ફિલ્મ સલમાન ખાનને દેખાડવા ઉત્સુક
અક્ષય કુમાર અને રિતેશ દેશમુખની પરવા કરતો ન હોવાની સાજિદ ખાનની કબૂલાત
બે ટીનજરોનું લોકલ ટ્રેનમાંથી પડી જવાને લીધે મોત
ઘરમાં સૂતેલા યુવકની આરોપીએ પગથી ગળું દબાવીને હત્યા
આદર્શ કૌભાંડમાં દેશમુખ ચવ્હાણ અને શિંદેની ઉલટતપાસ નહિ લેવાય
ચાંદિવલીના આવા ચાર ફલેટ જપ્ત કરવા હાઈ કોર્ટનો આદેશ કર્યો
છ કિશોરીને ભાગવામાં મદદ કરનારા યુવકોની ધરપકડ
વિધાનસભામાં અશ્લીલ ફોટા જોવા ગુનો નથી, આઈપેડ ખોલીને જોવું ગુનો છે
જસ્ટિસ શાહ કમિશન નિયત સમયમાં રિપોર્ટ નહીં આપી શકે
ગુજરાતમાં સોના-ચાંદીના વેપારીઓનું આજથી બેમુદત હડતાળનું એલાન
સસ્તા અનાજની દુકાનો પર બોઇલ્ડ ચોખા ફાળવાતાં વિવાદ
નવદંપતીએ પોલીસને કહ્યું 'અમારા છેડા-છેડી છોડાવો'
તેંડુલકરે નિવૃત્તિની શક્યતા નકારી હવે ૨૦૧૫ના વર્લ્ડ કપ પર નજર
એશિયા કપના આખરી બોલ અંગેવિવાદઃબાંગ્લાદેશે ફરિયાદ નોંધાવી
આખરી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે સાઉથ આફ્રિકાએ ૪૭૪ રન ખડક્યા

આજથી ગોલમાં ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ

માયામી માસ્ટર્સમાં યોકોવિચ અને ફેડરરની વિજય સાથે આગેકૂચ
સોનલ ચૌહાણ સાથે ગાઢ સંબંધમાં જોડાતા પૂર્વે નીલ નીતિન મુકેશને સમય જોઈએ છે
રણબીર કપૂર અને દીપિકા પદુકોણે અયાન મુખર્જીની ફિલ્મ માટે મનાલીમાં શૂટિંગ કર્યું
ધકધક ગર્લની પાંચ કરોડથી ફીથી નિર્માતાઓની ધડકન વધી
સાજિદ નડિયાદવાલાની આગામી ફિલ્મની રિલીઝ તેના આઈટમ ગીતને લીધે મુશ્કેલીમાં
બોલિવૂડની અભિનેત્રી સેલિના જેટલીએ જોડિયા પુત્રોને જન્મ આપ્યો
ભાજપ સરકારના અંતની શરુઆત માણસાના મતદારોએ કરી છે ઃ કોંગ્રેસ
વિજયોત્સવ અટકાવતા ગુલાલને બદલે લાઠી અને પથ્થરો ઉછળ્યા
'શંકર ચૌધરીની માનહાનિ પાછળ ચોક્કસ તત્ત્વોનો હાથ'
ગુજરાતમાં હજુ એક દિવસ વાતાવરણ ધૂંધળું રહેશે
મેડિકલ-ડેન્ટલ કોલેજના ડૉક્ટર અધ્યાપકો આજથી હડતાલ પર
 
 

Gujarat Samachar Plus

રિયલ લાઇફ પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ લાઇબ્રેરીમાં અકબંધ
બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved