Last Update : 26-March-2012,Monday
 

શેરબજારમાં જી્‌્‌ના વસવસો રિઝર્વ બેંક દૂર કરી શકશે ?

 

પ્રણવ મુખરજી દ્વારા રજૂ કરેલા ૨૦૧૨-૧૩ના અંદાજપત્રની દરખાસ્તને લઈને ભારતીય શેરબજાર નારાજ થયું છે. વૈશ્વિક કટોકટીના પગલે સર્જાયેલ મહામંદીના વાતાવરણ બાદ એફઆઈઆઈની હૂંફના સહારે નવા વર્ષમાં ભારતીય શેરબજાર બેઠું થયું હતું. આગામી સમયમાં તેમાં વઘુ સક્રિયતા જોવા મળે તે માટે બજાર વર્ગ બેચેનીથી બજેટની રાહ જોતો હતો. કારણ કે બજેટમાં બજારને સ્પર્શતા સૌથી મહત્વના પરિબળ સમા સિક્યુરીટી ટ્રાન્ઝેક્શન ટેક્સ (એસટીટી)માં છૂટ અથવા તો નાબૂદી થાય તેના તરફ સૌ કોઈ મીટ માંડીને બેઠા હતા. પરંતુ બજેટની રજૂઆત થતા બજારમાં પ્રવર્તતો તમામ ઉન્માદ, ઉત્સાહ ઓસરી ગયો છે. એસટીટી તેમજ બજારને સ્પર્શતી અન્ય દરખાસ્તોના નિશ્ચિત દિશાના અભાવે ભારતીય શેરબજારનું ચિત્ર ટૂંકાગાળા માટે વઘુ ઘૂંધળું થવાની શક્યતા છે.
એસટીટીની દરખાસ્તને લઈને શેરબજાર બજેટ પછી વઘુ ઝડપથી આગળ વધે તેવી આશા ઠગારી નીવડી છે. બજાર માટે હવે પછીનું પ્રોત્સાહન રિઝર્વ બેંક દ્વારા પોલિસી રેટમાં ઘટાડાનું રહેશે. એપ્રિલ માસમાં રિઝર્વ બેંક ચાવીરૂપ દરોમાં કોઈ મહત્વનો નિર્ણય લે છે કેમ તે તરફ હવે બજારે ઘ્યાન કેન્દ્રિત કર્યું છે. પણ આ નિર્ણય સાનુકુળ રહેશે કે કેમ તે અંગે પણ બજારમાં દ્વિધા અનુભવાઈ રહી છે.
નાણાં મંત્રીએ બજેટની દરખાસ્તોમાં શેરબજારમાં રોકડ ડિલીવરી સોદા પરનો એસટીટી હાલના ૦.૧૨૫ ટકાથી ઘટાડીને ૦.૧ ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ ઉપરાંત રાજીવગાંધી ઇક્વિટી સેવંિગ્સ સ્કીમ હેઠળ રૂા. ૧૦ લાખથી ઓછી વાર્ષિક આવક ધરાવતા રિટેલ રોકાણકારોને રૂા. ૫૦,૦૦૦ સુધઈનો કરલાભની યોજના રજૂ કરી છે. આ નવી યોજના હેઠળ અપાયેલા કર લાભ મ્યુચ્યુઅલ ફંડ અને વીમા ક્ષેત્ર માટે પ્રતિકૂળ પુરવાર થાય તેવું કેટલાક વર્ગનું માનવું છે.
આ બે મહત્વની બાબત સિવાય શેરબજાર માટે ખાસ કોઈ પગલાની જાહેરાત ન હોવાનો બજારને વસવસો છે. એસટીટીના મુદ્દાને લઈને મુંબઈ શેરબજારના અકેઝીક્યુટીવ ડિરેક્ટર અનિલ શાહે જણાવ્યું હતું કે શેરબજાર દેશની પારાશીશી છે. નાના વેપારી તેમજ કંપનીઓ શેરબજારમાંથી મુડી ઉભી કરવા માટે પોતાનો પબ્લિક ઇસ્યુ લાવે છે. જેના દ્વારા દેશની ઇકોનોમીને પ્રોત્સાહન મળે છે અને આ નાના વેપારીઓ આગળ જતા મોટા ઉદ્યોગપતિ બનવાના ઘણા બધા દાખલા આપણે જોયેલા છે. શેરબજારમાં ૨૦૦૪ના વર્ષ દરમિયાન સરકાર દ્વારા સીક્યુરીટી ટ્રેન્જેક્શન ટેક્સ (જી્‌્‌) નાખવામાં આવેલ હતો. તે વખતે માર્કેટની હાલત ખૂબ જ નાજુક હતી. ત્યારબાદ સીક્યુરીટી ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન ઓફ ઇન્ડિયા (બધા સ્ટોક એક્સચેન્જના બ્રોકરો દ્વારા બનાવેલી સંસ્થા)ની રજુઆતને ઘ્યાનમાં લઈને નાણામંત્રીએ બજેટ દરખાસ્તમાં સુધારા કરીને જી્‌્‌ ની રકમમાં ૯૦%નો ઘટાડો કરેલ હતો તેમજ જે પણ ટ્રાન્જેક્શનમાં એસટીટી લાગશે તો જે પણ ટ્રાન્જેક્શનમાં એસટીટી લાગશે તો જે પણ ઇન્વેસ્ટર કે ટ્રેડર તેને સ્પેક્યુલેશન ઇન્કમ તરીકે ગણશે તો તેને તે એસટીટીની રકમ ભરવાના થતા ઇન્કમટેક્સમાંથી બાદ મળશે તેવો સુધારો બજેટ પાસ કરતી વખતે કરેલો હતો.
ત્યારબાદ ૨૦૦૯ના બજેટ વખતે એસટીટી જે ઇન્કમટેક્સમાં બાદ મળતો હતો તેને ખર્ચ તરીકે બાદ આપીને ટેક્સની રાહત પાછી ખેંચી લીધી હતી. આમ થવાથી માર્કેટમાંથી ધીમે ધીમે લીક્વીડીટીનું પ્રમાણ દિવસે દિવસે ઘટવા માંડ્યું હતું. કોઈપણ મોટા ઇન્વેસ્ટરને શેરો લેવા વેચવા હોય તો તેને સ્લીપેજ કોસ્ટ વધારે લાગવા માંડી. એસટીટી લાગવાના કારણે શેરબજારમાં વર્ષોથી જોબીંગ, આર્બીટ્રેજ કરતો વર્ગ દિવસે દિવસે દુર થઈ ગયો. તે વખતે અંદાજે માર્કેટમાં જે ટ્રેડર્સ, આર્બીટ્રેજ તેમજ જોબર્સ કામ કરતા હતા તેમાંથી હાલમાં આઠથી દસ હજાર જેટલા લોકોની રોજીરોટી બંધ થઈ ગઈ. શેરબજારમાં બ્રોકર્સ તેમજ બ્રોકીંગ ઇન્ડસ્ટ્રીઝની હાલત મૃતપ્રાય જેવી હાલમાં બની ગઈ છે. જી્‌્‌ ની કોસ્ટ જ એવી છે કે ઉ.દા.
Traders
Cash Segment
ICR buy Rs. Nil ICR Sell 1250/-
ICR buy nil F & O segment ICr sell 850/-
ICR but 12500 STT Delivery ICR sell 12500/-

આ વખતના બજેટમાં ખુબ જ આશાવાદ હતો તેમજ સરકાર તરફથી પણ એવું લાગતું હતું કે જી્‌્‌ માં કાંઈક મોટી રાહત મળશે પરંતુ શેરબજારને ખુબ જ નિરાશા સાંપડી છે. આજે બ્રોકર્સ પણ ટ્રેડર્સ પાસેથી ૈંભઇ ના ટ્રેડીંગમાં ૨૦૦/- થી ૩૦૦/- રૂા. ની રકમ લે છે. જ્યારે સરકાર એસટીટીની ઉપર જણાવેલ રકમ + ૧ ભઇ ૨૦૦/- રૂા. સ્ટેમ્પ ડ્યુટી, સેબી ફી, સ્ટોક એક્સચેન્જ ૧ કરોડના ટ્રાન્જેક્શનમાં રૂા. ૨૦૦/- થી ૩૫૦/- રૂા. ખર્ચા અલગથી લાગે છે. તેમજ બ્રોકરેજ ઉપર સર્વીસ ટેક્સ અલગથી આપવાનો હોય છે. આવા સંજોગોમાં સરકારના ડીસઈન્વેસ્ટ પ્રોગ્રામો પણ સફળ થવા મુશ્કેલ થઈ ગયા છે. ૈંર્ઁં માર્કેટમાંથી પણ ઇન્વેસ્ટરની બાદબાકી થઈ ગઈ છે. માર્કેટમાં ૧ ભઇ ની રૂા. લેવેચ કરવા માટે રૂા. ૨૫૦૦/- રૂા. ની કોસ્ટ ટ્રેડર્સને પડે છે ત્યારે પાંચ રૂા. કમાવા આવવાવાળો વર્ગ કામ કરવા આવતા આ બધા ખર્ચના કારણે બંધ થઈ ગયા. શેરબજારોના મેનેજમેન્ટ દ્વારા પણ આ વર્ષ ઘણી બધી રજુઆતો ફાયનાન્સ મીનીસ્ટ્રીમાં કરવામાં આવેલ. બ્રોકર્સ ફોરમે પણ ઘણા બધા પ્રેઝન્ટેશન આપેલ તેમજ જીઈમ્ૈં ચેરમેને પણ ઘણા બધા પબ્લીક પ્લેટફોર્મ ઉપર પણ આ વખતે આશાવાદ વ્યક્ત કરેલ કે આ વખતના બજેટમાં કંઈક પોઝીટીવ રાહત ટ્રેડર્સને મળશે.
ભારતની ઈકનોમીનું બજેટ ૧૫ લાખ કરોડનું છે. શેરબજાર દેશની પારાશીશી છે અને જો આ વખતે શેરબજારમાં નાના ઇન્વેસ્ટર તેમજ ઇક્વીટી માર્કેટને પ્રોત્સાહન આપવા રૂા. ૫૦૦૦૦/-નું ઇન્વેસ્ટમેન્ટ ટેક્સ ફ્રી કરેલ છે. તો મને એમ લાગે છે સરકારે આ વખતે બજેટમાં જી્‌્‌ વર્ષ ૨૦૦૪ના બજેટનું સ્ટેટસ આપ્યું હોત તો પણ શેરબજાર ઇન્ડસ્ટ્રીઝ હાલમાં જે મૃતપ્રાય બનેલ છે તેમાં જાન આવી જાત. શેરબજારમાંથી સરકાર લગભગ ૧૦ થી ૧૨ હજાર કરોડ રૂા. એસટીટી દ્વારા મેળવે છે જે ૧૫ લાખ કરોડના બજેટમાં એકદમ નજીવી રકમ છે. પરંતુ જો સરકારે આમાં થોડો ઘટાડો કરીને તેને ઇન્કમટેક્સ રીટર્નમાં ટેક્સ તરીકે બાદ આપ્યો હોત તો આજે માર્કેટમાં જે વોલ્યુમ છે તે વોલ્યુમ ડબલ થઈ જાત અને સરકારની આવક ઘટવાને બદલે વધી જાત. કોમોડિટીઝ માર્કેટમાં મેટલ સેગમેન્ટમાં રોજ ૬૦,૦૦૦/- કરોડનું વોલ્યુમ થાય છે. જેમાં મોટા ભાગનું સ્પેક્યુલેશન છે. જેને ઇકોનોમી સાથે એટલી બધી લેવા દેવા જ નથી. મોટાભાગનું સ્પેક્યુલેશન જ થાય છે. અને ત્યાં એક પણ રૂા. નો ટેક્સ નહી અને ઇક્વીટી માર્કેટમાં તો વેપારી કે ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ મુડી ઉભી કરવા માટે આવે છે તો તેને ખરેખર પ્રોત્સાહન મળે તેમ કરવું જોઈએ. વિશ્વના કોઈપણ દેશમાં ડબલ ટેક્સેશન એટલે કે તમે ટ્રેડ કરો ત્યારે એસટીટી ચૂકવો અને નફો કરો ત્યારે પણ ટેક્સ ચુકવો. આવું તો દુનિયાભરના કોઈપણ શેરબજારમાં જોવા મળતું નથી.
આમ, બજાર ચાતક નજરે એસટીટી નાબુદ થવા તરફ મીટ માંડીને બેઠું હતું તે તમામ આશાઓ પર હાલ પાણી ફરી વળ્યું છે. હવે બજારની ચાલ વઘુ મક્કમ બને તે માટે રિઝર્વ બેંકના પગલા તરફ ઘ્યાન કેન્દ્રીત કર્યા સિવાય છૂટકો જ નથી. લેઈટ અસ વેઈટ એસટીટી પછી હવે રિઝર્વ બેંકના પગલા બજારને ટોનીક પુરું પાડે છે કે નહીં તે તો આગામી સમયમાં જ જાણવા મળશે.

 
 

Gujarat Samachar Plus

રિયલ લાઇફ પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ લાઇબ્રેરીમાં અકબંધ
બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved