Last Update : 26-March-2012,Monday
 

કોમોડિટી કરંટ

* એગ્રો કોમોડિટીની ઉછળતી બજાર કંટ્રોલ કરવા ચેતવણી
* ગવાર ગમની નિકાસના આંકડાઓમાં ગેરરીતિની આશંકા

આજકાલ એગ્રો કોમોડિટી બજારમાં તોફાની તેજીઓ સામે વાયદા પંચ સદંતર નિષ્ફળ પુરવાર થઈ રહ્યું છે. ગવાર સીડ, ગવાર ગમ, કાલી મિર્ચ, મેન્થા, સોયાબિન, ચણા જેવી અનેક કૃષિ ચીજો સટોડિયાઓનો શિકાર બની રહી છે. ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવી વાયદા પંચની ઢીલી નીતિના કારણે હજારો રોકાણકારોને લાખો રૂપિયાનો ચૂનો લાગી ગયો છે આ વર્ષે ગવારની સમાંતર મેન્થા બજારમાં ૬૦ ટકા ઉછાળા સાથે પ્રતિ કિલોએ ૨૪૦૦/- રૂપિયા કાલી મિર્ચમાં ૨૫ ટકા ઉછાળા સાથે પ્રતિ ક્વિન્ટલ રૂા. ૪૧૦૦/- બજાર વધી છે. ચણામાં પણ છેલ્લા એકાદ માસમાં ૨૦ ટકાના ઉછાળા સાથે ભાવો પ્રતિ ક્વિન્ટરે રૂા. ૪૦૦૦/- થયા છે. ચણા સિવાય અન્ય દાળો મગ કે અડદમાં ભાવો નીચા છે પરંતુ ચણા વાયદો અચાનક ગરમી પકડતા તેની અસર હાજર બજાર ઉપર પણ વર્તાઈ રહી છે. ગવારની જેમ મેન્થા, કાલી મિર્ચ તેમજ ચણામાં પણ મોટે પાયે થતી ઉથલપાથલને જોઈ સરકારે વાયદા પંચને ચેતવણી આપતાં વાયદા પંચે ચણા ખરીદ- વેચાણ ઉપર સ્પેશ્યલ પાંચ ટકા કેશ માર્જિન લાદ્યું હતું. તેમ છતાં વાયદા પંચના બિનઅસરકારક નબળા પગલાંની અનેક ટીકાઓ થઈ રહી છે.
સટોડિયાઓની ચાલમાં ફસાયેલી ગવારને બહાર કાઢવા માટે પણ વાયદા પંચે નવી ખરીદી ઉપર ડિસેમ્બર- ૨૦૧૨ સુધી પ્રતિબંધ ફરમાવી નાના સોદા ઉપર બ્રેક મારતા ગવાર બજારમાં પ્રત્યાવર્તી પડઘા પડ્યા છે. લાંબા ગાળાના અંતે વાયદા પંચના સખ્ત પગલાના પ્રતાપે એક લાખની સપાટી કુદાવી ગયેલ ગવાર ગમની બજાર ૨૫ ટકા તૂટીને ૭૫૦૦૦/- પ્રતિ ક્વિન્ટલ અને ગવાર સીડ બજાર ૨૭ ટકા તૂટીને ૨૨૦૦૦/-ની સપાટીએ છેલ્લા ત્રણ માસના ગાળા દરમિયાન પ્રથમવાર નીચે આવી છે.
તાજેતરમાં એગ્રીકલ્ચર એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા જાહેર કરેલા ગવાર ગમની નિકાસના આંકડાઓ અને ગવારના ઉત્પાદનના જાહેર થયેલા આંકડાઓ કરતા વઘુ હોવાનું બહાર આવતા દાળમાં કંઈક કાળું હોવાની આશંકા જન્મી છે. આ સંદર્ભે વાયદા પંચ, નાણાં મંત્રાલય તેમજ કન્ઝ્‌યુમર્સ અફેર્સ મંત્રાલયનો એકબીજા સાથે સમન્વય નહિ હોવાનું જણાઈ રહ્યું છે.
છેલ્લા છ માસમાં ગવારમાં કરેલું એક રૂપિયાનું રોકાણનું વળતર રૂા. ૧૨૫/- રૂા. આવતા બજાર નિષ્ણાતો, રોકાણકારો તથા વેપારીઓ મોઢામાં આંગળા નાંખી રહ્યા છે. સોના- ચાંદીમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વેપારો થતા હોવાથી ક્યારેક આ પ્રકારની તેજી જોવા મળે પરંતુ એગ્રો કોમેડિટી બજારમાં ગવારમાં છવાયેલી તેજીએ ઇતિહાસ કાયમ કર્યો છે. જાન્યુઆરી ૨૦૧૧માં ગવાર સીડનો પ્રતિ ક્વિન્ટલે ભાવ ૨૩૩૪/- અને ગવાર ગમનો ૬૭૮૯ હતો જે જાન્યુઆરી ૨૦૧૨માં ઉછળીને અનુક્રમે ૬૩૬૪ અને ૨૨૫૬૫ થયો હતો અને છેલ્લા ત્રણ માસમાં અસામાન્ય વધારા સાથે ઉછળીને ગવારસીડ ૩૦,૦૦૦/- અને ગવાર ગમ એક લાખ ઉપરાંત થતા ગવાર ટોક ઓફ કોમોડિટી બની ગઈ છે.
ગવારના બજાર રિપોર્ટ પ્રમાણે જોઈએ તો વર્ષ ૨૦૦૯-૧૦માં ગવાર ગમના ઉત્પાદન સામે લોકલ માંગ અને નિકાસ સમાંતર રહેતા ગવાર ગમનું બેલેન્સ નીલ હોવાનું મનાય છે. વર્ષ ૨૦૧૦-૧૧માં સારા પાક પાણીને કારણે ગવારનું ઉત્પાદન ૧૫ લાખ ટન થયું હતું સામાન્ય રીતે ૧૦૦ કિલો ગવારમાંથી ૩૩ કિલો ગવાર ગમની બનાવટ થાય છે. તેથી આ રેશિયા પ્રમાણે વર્ષ ૨૦૧૦-૧૧માં ૪.૯૫ લાખ ટન ગમના ઉત્પાદન સામે ૪.૦૪ ટન નિકાસ અને અન્ય ડોમેસ્ટિક ખપત બાદ કરતા ૪૦ હજાર ટન ગમનું બેલેન્સ મૂકી શકાય છે.
ેહવે ૨૦૧૧-૧૨ના વર્ષમાં પણ ગવારનું ૧૨.૧ લાખ ટન ઉત્પાદન સામે ગમની બનાવટ ઉપરોક્ત રેશિયા પ્રમાણે અંદાજે ચાર લાખ ટન થઈ શકે છે. ભારતમાં વર્ષે દહાડે ગવારમાંથી ગમની બનાવટ મહત્તમ કેપેસીટી પ્રમાણે ૫૦ હજાર ટન મહિને ગણીએ તો પણ વર્ષે દહાડે છ લાખટન જેટલી થાય છે. આ સંજોગોમાં સરકારે જાહેર કરેલ ગમની નિકાસના આંકડાઓ પ્રમાણે વર્ષ ૨૦૧૧-૧૨માં એપ્રિલથી ઓક્ટોબર સાત માસના ગાળા દરમિયાન ૩.૪૮ લાખ અને એપ્રિલથી નવેમ્બર માસમાં ૩.૨૩ લાખ ટન કેવી રીતે નિકાસ થઈ હશે ? એક માસનો નિકાસનો જંગી તફાવત ઉડીને આંખે વળગી રહ્યો છે. આ સંદર્ભે ક્યાં તો સરકારના નિકાસના આંકડાઓ અથવા ગવારના ઉત્પાદનના આંકડાઓ ખોટા હોઈ શકે તે પુરવાર થાય છે. આ બાબતે ઉત્પાદન અને નિકાસ વચ્ચે કોઈ મોટું કૌભાંડ હોવાની આશંકા પણ જણાઈ રહી છે. સરકારે આ અન્વયે સત્વરે ખુલાસો જાહેર કરવાની જરૂરિયાત ઉભી થઈ છે. ટૂંકમાં વાયદા પંચ તેમજ વિવિધ એક્સચેન્જો દ્વારા ફ્‌યુચરના કામકાજમાં અંકુશ લાદતા વોલ્યુમ ઘટે છે પરંતુ ટ્રેડંિગ વોલ્યુમ દિનપ્રતિદિન વધી રહી છે. સરકારે સટોડિયા તત્ત્વો ઉપર દરોડો પાડીને કરોડોના બેનામી સોદાઓ સીલ કર્યા હોવા છતાં કોમોડિટી બજાર હાલમાં બેલગામ બની રહી છે.

 
 

Gujarat Samachar Plus

રિયલ લાઇફ પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ લાઇબ્રેરીમાં અકબંધ
બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved