Last Update : 26-March-2012,Monday
 

કૂતરા પાસે કોમ્યુનિકેશનનું એક માત્ર સાધન નિર્દયતાથી કપાય છે
કૂતરાની પૂંછડી કાપવા પર પ્રતિબંધ છે

 

પૂંછડી કાપવાની પદ્ધતિ યાતનાભરી ઃ ૧૦ થી ૧૪ દિવસના બચ્ચાઓને એનેસ્થેસીયા આપ્યા વિના પૂંછડી કપાય છે ઃ કેનલ ક્લબવાળાઓ શો બાજીમાં વ્યસ્ત...
લશ્કરમાં, બચાવ કામગીરી કરતાં, પોલીસ ડોગ તરીકે કામ કરતાં કૂતરાઓને બાકાત રખાય છે ઃ બ્રીડીંગ કરનારાઓ અને કૂતરા વેચનારાઓ ગેરકાયદે કરે છે...
વીકીપીડીયામાં ઘણાં મુદ્દે નર્યા જુઠાણા ભરેલા હોય છે. આપણી પાસે ફ્રી-એનસાઈક્લોપીડીયા હોય એ આવકારદાયક છે. પરંતુ અંગત હીત ધરાવતા લોકો તેમનો હેતુ સિદ્ધ કરવા કોમ્પ્યુટર પર બેસીને પાયા વિનાની અને કચરાપટ્ટી સમાન વિગતો મુકે છે. મને ખબર છે કે મારા વિશેષણ કેવું નોન-સેન્નસ લખાયું હતું. મેં આ બાબતે ફરિયાદ કરીને તે બદલાવ્યું પણ છે પરંતુ ઘણીવાર તે બદલાયું છે. વારંવાર આવું થવાથી અંતે મેં ફરિયાદ કરવાનું છોડી દીઘું છે. કેટલેક મુદ્દે માહિતી મેળવવા મેં વીકીપીડીયા જોવાનું બંધ કરી દીઘું છે. કૂતરાની પૂંછડી કાપી અને ટૂંકી કરી નાખવા અંગેની વીકીપીડીયામાં આપેલી માહિતી એક મિત્રએ મને મોકલી હતી.
જોકે આ માહિતી વીકીપીડીયા પર મુકનારનું નામ ન હોવા છતાં પણ તે સાચી હતી. રસપ્રદ વાત એ છે કે આ મુદ્દે કયા દેશમાં કેવી સ્થિતિ ચાલે છે તેનો ચાર્ટ હતો. સભ્ય દેશો એક તરફ અને બાકીના દેશો એક તરફ જેવી આ સ્થિતિ છે. ડોકંિગ (ર્ઘબંૈહય) એટલે પ્રાણીની પૂંછડીનો કેટલોક ભાગ કાપી નાખવો !!
પૂંછડી કાપવાની પદ્ધતિ બે રીતે કરાય છે. પ્રથમ પદ્ધતિમાં પૂંછડીને બ્લડ પહોંચાડતી નસોને રબ્બરથી ટાઈટ બાંધીને બ્લડ અટકાવી દેવાથી પૂંછડી ઓટોમેટીક ખરી પડે છે. બીજી પદ્ધતિમાં પૂંછડીને કાતર કે સ્કાલપેલથી કાપી નાખવામાં આવે છે. બંને પદ્ધતિ પ્રાણી માટે યાતનાજનક છે. કૂતરાના નાના ૧૦ થી ૧૪ દિવસના બચ્ચાઓની પૂંછડી કાપવાના કામમાં બ્રીડીંગ કરનારાઓ અને વેટરનરી ક્ષેત્રના લોકો એમ બંને સંડોવાયા હોય છે. આ લોકો એનેસ્થેસીયા આપ્યા વિના પૂંછડી કાપે છે. યુનાઈટેડ કંિગડમ ખાતે આ પદ્ધતિની શરૂઆત થઈ હતી. રાજા કોંટેએ એવો ફતવો બહાર પાડ્યો હતો કે રાજા-રજવાડાના જંગલમાં શિકાર કરી શકશે. જ્યારે કૂતરા દ્વારા શિકાર થતા હતા ત્યારની આ વાત છે. ત્યારે શિકાર કોણે કર્યો તે અંગે કોઈ વિવાદ ના થાય એટલે ગરીબ લોકોને તેમના કૂતરાઓની પૂંછડી કાપી નાખવાનો યાતનાભર્યો આદેશ અપાયો હતો. જેથી જો ટૂંકી પૂંછડીવાળા કૂતરા શિકાર કરે તો સજા ફરમાવી શકાય. ૧૦૩૦ અર્થાત્‌ એક હજાર વર્ષ પહેલાની આ વાત છે.
જોકે લાંબો સમય પસાર થયો હોવા છતાં કૂતરાની પૂંછડી કાપવાની પ્રેક્ટીસ સમય સાથે ભૂલાઈ નથી. આની પાછળનું કારણ પણ ખૂબ યાતનાભર્યું છે.
મેં તાજેતરમાં જ વાંચ્યું હતું કે ભારતમાં ન્યુમોનિયાથી પીડાતા એક બાળકને મૃત્યુ પહેલાં ૨૭ વાર ડામ આપવામાં આવ્યા હતા. ડામથી કદાચ રોગ મટે છે એમ આ લોકોનું માનવું હશે. એવી જ રીતે સદીઓથી પૂંછડી કાપવાની સિસ્ટમ એટલા માટે ચાલુ રહી હતી કે માન્યતા પ્રમાણે તેનાથી બચ્ચાને હડકવાથી બચાવી શકાય, તેની પીઠ મજબુત થઈ શકે, તેની સ્પીડ વધી શકે તેમજ અન્ય કૂતરા સાથે ઝઘડતી વખતે પૂંછડી બચાવી શકાય, કૂતરાની બીજા કૂતરા તેમજ રીંછ સાથેની લડાઈ બ્રિટનના લોકોને ગમતી હતી. આ ખતરનાક ગેમને તે પશ્ચિમના દેશો સુધી ખેંચી ગયા હતા.
જ્યોર્જિયન કાળમાં એટલે કે ૧૭૧૪ પછીના સમયગાળામાં પૂછડી સાથે કામ કરતા કૂતરા પર ટેક્સ લાદવામાં આવ્યો હતો. તેમના માલિકોને આ ટેક્સ ભરવો પડતો હતો. આ ટેક્સના ભારણથી બચવા ઘણાં કૂતરાઓની પૂંછડી કાપી નાખવામાં આવતી હતી. પૂંછડી કાપવાની પ્રક્રિયા ૧૯મી સદીમાં પણ રહી પરંતુ તેની પાછળના કારણો જુદા હતા. ખેતરોમાં કામ કરતા, શિકાર કરતા અને પ્રાણીઓને સાચવતા કૂતરાઓને બચાવવા આ પૂંછડી કાપવાવાળી સિસ્ટમ અપનાવાતી હતી. આ કૂતરાઓ જ્યારે જંગલમાં ફરતા ત્યારે ઝાડ-ઝાંખરાના કારણે તેમની પૂંછડીને નુકસાન થતું હતું. રૂંવાડાવાળી લાંબી પૂંછડીઓમાં કાંટા ભરાતા હોઈ તે સાફ કરવામાં પણ સમસ્યા ઉભી થતી હતી. માત્ર શિકારી કૂતરાઓ જ નહીં પણ ‘શો’માં કાન કરતા પુડલ્સ અને પાળેલા કૂતરાઓની પૂંછડી પણ કાપવામાં આવતી હતી. બ્રીડર્સ પાસે પૂંછડી કાપવાનું કોઈ કારણ નહોતું પરંતુ જો પૂંછડી ના કાપી હોય એવા કૂતરાઓને ડોગ શો માં ભાગ લેવા દેવામાં આવતો નહોતો.
ધ અમેરિકન બ્રિડ સ્ટાન્ડર્ડે તો એવું સૂચવ્યું હતું કે જેણે કૂતરાની પૂંછડી ના કાપી હોય તેમને સખત દંડ કરવો. અમેરિકાના પાળેલા કૂતરાઓ અંગે કામ કરતી સંસ્થા એકેસીએ કાન કોચાવા અને પૂંછડી કાપવી એ બંને સિસ્ટમને સ્વીકાર્ય પ્રેક્ટીસ ગણાવી હતી. તેનાથી કૂતરાની બ્રીડ-જાતનું પણ રક્ષણ થાય છે એમ મનાતું હતું. પ્રાણીઓના કોઈ ભાગ કાપીને કેવી રીતે બ્રીડ નક્કી થઈ શકે ?
તમામ અભ્યાસો પરથી જાણવા મળ્યું છે કે પૂંછડી કાપવાથી કૂતરાને ઘણા ગેરલાભ થાય છે. પ્રથમ તો એ કે કુતરું અન્ય કૂતરા સાથે કે માણસ સાથે કોમ્યુનિકેટ કરવા પૂંછડીનો ઉપયોગ કરે છે. પૂંછડી વિનાનો કૂતરો એક પ્રકારનો અપંગ બની જાય છે તે ડર, ભય, ગુસ્સો કે રમતીયાળપણું દર્શાવી શકતો નથી. કેટલીક જાતના કૂતરાઓ તરતી વખતે તેમની પૂંછડીનો રડાર તરીકે અને દોડતી વખતે બેલેન્સ માટે કરે છે. આમ કપાયેલી પૂંછડીવાળા કૂતરાનો ઘણો ગેરલાભ રહે છે.
જે કૂતરાની પૂંછડી કાપેલી હોય તેની નજીક જતાં વિચારવું જોઈએ કેમકે કૂતરો જે અંગથી તેની લાગણી બતાવે છે તે તેની પૂંછડી હોય છે. કાપેલી પૂંછડીવાળા કૂતરાઓ વઘુ આક્રમક અને માણસો સાથે બહુ ના ભળનારા હોય છે.
આજે ઘણા દેશોએ કૂતરાની પૂંછડી કાપવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. કેમકે આ દેશો માને છે કે આ બીનજરૂરી, યાતનાજનક અને ક્રૂર પગલું છે. યુરોપના દેશોનું યુરોપીયન કન્વેન્શન ફોર પ્રોટેક્શન ઓફ પેટ એનીમલ્સે સમગ્ર યુરોપમાં પ્રાણીઓના કાન વીંધવા પર પ્રતિબંધ મુક્યો છે.
યુનાઈડેટ કંિગડમના વેટરનરી સર્જનોની સત્તાવાર સંસ્થા રોયલ કોલેજ ઓફ વેટરનરી સર્જને સ્વીકાર્યું છે કે પૂંછડી કાપવી એ બીનજરૂરી છે. તે કામ શોખ ખાતર ના કરવું જોઈએ. તેને થેરાપ્યુટીક કારણોસર ચલાવી શકાય. માર્ચ-૨૦૦૬માં એનીમલ વેલફેર બીલમાં કૂતરાની પૂંછડી કાપવાને ગેરકાયદે ઠેરવતું એમેન્ડમેન્ટ કરાયું હતું. જોકે તેમાં પોલીસ ફોર્સ, લશ્કર, બચાવ કામગીરી વગેરે કામમાં જોતરાયેલા વર્કીંગ ડોગનો સમાવેશ કરાયો નહોતો. ૪૭૬ વિરૂદ્ધ ૬૩ મતે આ બીલ સંસદમાં પાસ થયું હતું. જે આ ગેરકાયદે કામગીરી કરતા પકડાશે તેને ૨૦ હજાર પાઉન્ડનો દંડ અને ૫૧ અઠવાડિયાની સજાની જોગવાઈ હતી.
સ્કોટલેન્ડમાં તો કોઈપણ જાતના કૂતરાની પૂંછડી કાપવા પર પ્રતિબંધ છે. સ્કોટલેન્ડના એનીમલ હેલ્થ એન્ડ વેલફેર એક્ટ-૨૦૦૬માં પાળેલા પ્રાણીઓના કોઈ અંગ કાપવા પર પ્રતિબંધ હતો. ભારતમાં તો તે પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે.
હકીકત તો એ છે કે આ સિસ્ટમ પર ૧૯૬૦માં પ્રતિબંધ મુકનાર ભારત પ્રથમ દેશ હતો. પરંતુ આ પ્રતિબંધને કોઈ બહુ ગણકારનું નહોતું. કેનલ ક્લબવાળાઓએ આ પ્રેક્ટીસ ચાલુ રાખી હતી. તેમની આ ગેરકાયદેસર પ્રેક્ટીસ હકીકતે તો બ્રિટનનું અનુકરણ હતું. હવે તો બ્રિટનમાં પણ તેના પર પ્રતિબંધ મુકાયો છે. આમ હવે તેમના અનુકરણનું કોઈ કારણ રહેતું નથી.
વેટનરી કાઉન્સીલ ઓફ ઇન્ડિયા અને એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાએ કૂતરાઓની પૂંછડી કાપતી કેનલ ક્લબને ચેતવણી આપતા પત્ર લખીને જણાવ્યું છે કે કોઈપણ શોમાં કાપેલી પૂંછડીવાળા કૂતરા જોવા મળશે તો તેનું લાયસન્સ રદ્દ થશે.
જો કોઈ બ્રિડર કે કૂતરા વેચનાર આવી રીતે કૂતરાની પૂંછડી કાપતા હોય એવું તમે જાણતા હોય તો મને જણાઓ, અમે ત્વરીત પગલાં લઈશું.
કૂતરાની પૂંછડી કાપવા પર અનેક દેશોમાં પ્રતિબંધ છે. ૨૦૦૪માં ઓસ્ટ્રેલિયાએ, ૨૦૦૫માં ઓસ્ટ્રીયાએ, ૨૦૦૬માં બેલ્જીયમે, ૧૯૯૧માં બ્રાઝીલ, કોલમ્બીયા, ક્રોએશીયા, કેનેડા, ન્યુબ્રન્સવીક, નોવા સ્કોટીયા, સાયપ્રસમાં, ૧૯૯૬માં ઝેકોસ્લોવેકીયા રીપબ્લીક અને ડેનમાર્કે, ૨૦૦૬માં ઇંગ્લેન્ડે, ૨૦૦૧માં ઇસ્ટોનીયાએ, ૧૯૯૬માં ફીનલેન્ડે, ૨૦૦૩માં ફ્રાન્સે, ૧૯૯૮માં જર્મનીએ, ૧૯૯૧માં ગ્રીસે, ૨૦૦૧માં આઈલેન્ડે, ૨૦૦૦માં ઇઝરાયલે, ૧૯૯૧માં ઇટાલી, લેટીવા, લીથુઆનીયા, લક્ઝમબર્ગે, ૨૦૦૧માં નેધરલેન્ડે, ૧૯૮૭માં નોર્વેએ, ૧૯૯૭માં પોલેન્ડે, ૨૦૦૩માં સ્લોવેકીયાએ, ૨૦૦૭માં સ્લોવેનીયાએ, ૨૦૦૭માં સાઉથ આફ્રિકાએ, ઉત્તર આયરલેન્ડમાં પ્રાણીનો કાન વીંધવો ગેરકાયદે છે જ્યારે પૂંછડી કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધનું સૂચન કર્યું છે, ૧૯૮૯માં સ્વીડન, ૧૯૮૧માં સ્વીત્ઝર્લેન્ડે કાન વીંધવા પર અને ૧૯૮૯માં પૂંછડી કાપવા પર પ્રતિબંધ મુક્યો છે, ૨૦૦૪માં તૂર્કે, ૨૦૦૫માં વર્જીન આઈલેન્ડે પ્રતિબંધ મુક્યો હતો.
સૌથી મોટી સમસ્યા અમેરિકામાં છે. ન્યુયોર્ક આ સિસ્ટમ પર પ્રતિબંધ મુકવાનું વિચારે છે. આશ્ચર્ય છે કે અન્ય ક્ષેત્રોમાં હંિસાચાર અટકાવવા અમેરિકા પ્રયાસો કરે છે પરંતુ કૂતરાની પૂંછડી કાપવા પર પ્રતિબંધ મુકવામાં સૌથી છેલ્લે છે.

 
 

Gujarat Samachar Plus

રિયલ લાઇફ પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ લાઇબ્રેરીમાં અકબંધ
બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved