Last Update : 26-March-2012,Monday
 

જોક્સ જંકશન

 

 

 

હાસ્ય પર વ્યાજ બમણું મળે છે !
નવાઈની વાત !
એક ભિખારીઃ (મનમોહનસંિહને) ‘‘સાબ, એક રૂપિયા દે દો... રોટી ખાની હૈ...’’
મનમોહનસંિહઃ (ચોંકીને) ‘‘એક રૂપિયા ? અરે, ૧૦૦૦ રૂપિયા દુંગા ! મગર પહલે બતાઓ, હમારી સરકાર હોતે હુએ એક રૂપિયે મેં રોટી કહાં મિલતી હૈ ?’’
* * *
સલાહ
હવે જ્યારે હોળી અને ચૂંટણીઓ બન્ને પતી ગઈ છે ત્યારે રાહુલ ગાંધીને એક સાદી-સીધી સલાહ...
દોસ્ત, ‘આમ આદમી’નું દર્દ સમજવું હોય તો લગ્ન કરવું પડે !
* * *
નવું નામ
ઉત્તર પ્રદેશની ચૂંટણીઓના પરિણામો પછી મુલાયમસંિહ એમના દિકરા અખિલેશ ઉપર એટલા ખુશ છે કે હવે તેઓ ઉત્તર પ્રદેશનું નામ બદલીને ‘પુત્તર પ્રદેશ’ રાખવાના છે!
* * *
આર્થિક ઉપાય
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ હુકમ બહાર પાડીને ‘ક્લોરમિન્ટ’ જેવી તમામ ૫૦ પૈસાવાળી ગોળીઓને ‘કરન્સી’ જાહેર કરી દેવી જોઈએ! દુકાનવાળા આમેય છુટ્ટામાં એ જ પકડાવે છે...
* * *
લંબી ‘કહાની’
વિદ્યા બાલનની સ્ટોરીઃ ‘ઈશ્કીયા’માં લવ કર્યો. ‘ડર્ટી પિકચર’માં સેક્સ કર્યું અને ‘કહાની’માં પ્રેગ્નન્ટ થઈ ગઈ?
* * *
જબરદસ્ત જંગ
લાખો ખેલાડીઓ...
હજારો ટીમ...
પાંચ રાઉન્ડમાં મેચો...
ટાર્ગેટ ૩૩...
ટાઈમ ૩ કલાક...
ચાલી રહી છે ઘૂંવાધાર
‘‘ઈ.પી.એલ.’’
(એકઝામ પ્રિમિયર લીગ)
ફાઈનલ છે ‘‘લાસ્ટ નાઈટ રીડર્સ’’ અને ‘‘બોર્ડ ડેવિલ્સ’’ વચ્ચે!
* * *
સરલ ફોર્મ
નવું ‘સરલ’ ઈન્કમટેક્સ ફોર્મ આવી રહ્યું છે. એમાં માત્ર ત્રણ જ ખાનાં હશે.
(૧) તમારી આવક કેટલી છે.
(૨) તમારો ખર્ચ કેટલો છે.
(૩) કેટલા બચ્યા ?
બસ, એ બચેલા રૂપિયા અમને આપી દો!
* * *
ઓલ્ટરનેટ રૂટ
એક છોકરાએ એક છોકરીને કહ્યું ‘‘આઈ લવ યુ.’’
છોકરીએ કહ્યું ‘‘પણ હું તો બીજા એક છોકરા જોડે બે વરસથી લવમાં છું.’’
છોકરો દસ મિનીટ સુધી કંઈ ના બોલ્યો.
પછી કહે ‘‘ઊભી રહે... કહેવા દે તારી મમ્મીને !’’
* * *
નો પ્રોબ્લેમ
છોકરો અને છોકરી રેસ્ટોરન્ટમાં બેઠા હતા.
છોકરો ઃ ડિયર, મારે તને એક વાત કહેવી છે.
છોકરી ઃ બોલ ને.
છોકરો ઃ હું એક બીજી છોકરીના પ્રેમમાં છું.
છોકરી ઃ બાપ રે! હું તો ડરી જ ગઈ હતી. મને તો એમ કે તારી પાસે બિલના પૈસા નથી!
* * *
નવી કોલેજ
બન્તાએ નવી કોલેજ ખોલી. સન્તાએ કહ્યું યાર, કોલેજ કા નામ એકદમ બઢિયા રખના.
બન્તાએ નામ રાખ્યું ‘‘બન્તા ગર્લ્સ કોલેજ ફોર બોયઝ.’’
* * *
બિમારી
દર્દી ઃ ડૉક્ટર, હું ઊભો રહી, વાંકો વળી, ડાબો પગ ધૂંટણોથી વાળીને સીધો કરું, પછી જમણો પણ ધૂંટણોથી વાળીને સીધો કરું અને આમ કરતી વખતે મારા બન્ને હાથ હું ધુંટણ પાસેથી મારી કમર બાજુ લાવું છું ત્યારે મને બોચી પાછળ સખત દુઃખાવો થાય છે.
ડૉક્ટર ઃ શું ઝખ મરાવા તમે આવી સ્ટુપિડ કસરત કરો છો ?
દર્દી ઃ ડૉક્ટર ઝખ મારવા નહિ, પણ જાંગિયો પહેરવા માટે તો આમ જ કરવું પડે ને !
* * *
અમદાવાદી
ગુજુ છોકરો ઃ (ફોરેનરને) વ્હેર આર યુ ફ્રોમ ?
ફોરેનર ઃ આઈ એમ ફ્રોમ કેમ્બ્રિજ યુ ?
ગુજ ઃ આઈ એમ ફ્રોમ એલિસબ્રિજ.
* * *
કુદરતી નિયમ
પ્રશ્ન ઃ ધરતીકંપ પછી ભેંશમાં શું ફેર પડે છે ?
જવાબ ઃ દૂધને બદલે મિલ્ક-શેક નીકળે છે.
* * *
વેરી સિમ્પલ
સ્વામીજી ઃ બેટી, બતાઓ. જો લોગ જીંદગી મેં ગલત કામ કરતે હૈ વો કહાં જાતે હૈ ?
યુવતી ઃ (શરમાઈને) જી, શહર કે લોગ હોટલ મેં ઔર ગાંવ કે લોગ ખેત મેં જાતે હૈં !
* * *
વઘુ સિમ્પલ
એક જાડાં બહેન ચાલતાં ચાલતાં પડી ગયાં.
કેવી રીતે ?
‘ભમ’ કરી ને!
* * *

SMS BUMPER
It is amazing how easy it is for a man to understand WIFE...
When she is not HIS WIFE !

 

 

Gujarat Samachar Plus

રિયલ લાઇફ પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ લાઇબ્રેરીમાં અકબંધ
બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved