Last Update : 26-March-2012,Monday
 

સમતા, સ્થિરતા, સાથેના સમતુલિત વિકાસના હેતુઓ કેન્દ્રિય બજેટમાં સિદ્ધ થશે ?

 

કેન્દ્રના નાણાંમંત્રી શ્રી પ્રણવકુમાર મુખરજીએ આર્થિક, રાજકીય, સામાજિક અને વૈશ્વિક પ્રતિકૂળતાઓ વચ્ચે ૨૦૧૨-’૧૩નું કેન્દ્રીય અંદાજપત્ર તા. ૧૬-૩-૧૨ના રોજ રજૂ કરેલ જીડીપી વૃદ્ધિનો દર ૨૦૦૮-૦૯માં ૯.૭ ટકા હતો તે ઘટીને ૨૦૧૧-૧૨માં ૬.૯ ટકા થયેલ ભારત ખેતીપ્રધાન અને ગ્રામીણ દેશ હોવાથી દેશના, વિકાસનો આધાર ખેતીપ્રધાન અને ગ્રામીણ દેશ હોવાથી દેશના, વિકાસનો આધાર ખેતી પર છે. પણ જીડીપીમાં ખેતીનો હિસ્સો ૧૯૮૦-૮૧માં ૩૬.૧ ટકા હતો તે ઘટીને ૨૦૧૧-૧૨માં ૧૩.૯ ટકા થયેલ. આ જ સમયગાળા દરમિયાન જીડીપીમાં ઉદ્યોગનો હિસ્સો ૨૫.૯ ટકાથી વધીને ૨૭ ટકા અને સેવા ક્ષેત્રનો હિસ્સો ૩૮ ટકાથી વધીને ૫૯ ટકા થયેલ.
દેશના વિકાસનો આધાર રોકાણ અને ઉત્પાદન પર અને ઉત્પાદનનો આધાર વપરાશ પર છે. ૨૦૧૦-૧૧માં વપરાશનો વૃદ્ધિ દર ૮.૧ ટકા હતો તે ઘટીને હતો તે ઘટીને ૨૦૧૧-૧૨માં ૬.૪ ટકા હતો ૨૦૧૧-૧૨માં મૂડી સર્જન જીડીપીના ૩૧.૯ ટકા થયેલ. ૨૦૦૮માં બચતનો દર ૩૬.૮ ટકા હતો તે ઘટીને ૨૦૧૧માં ૩૨.૩ ટકા થયેલ ૨૦૧૧-૧૨માં મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રમાં ૨.૭ ટકા અને કૃષિ ક્ષેત્રે ૨.૫ ટકાનો નિમ્નતમ વૃદ્ધિદર હાંસલ કરેલ. આ બધી વિગતો વર્તમાન આર્થિક ચિત્ર ઘૂંધળું અને નિરાશાજનક છ તે દર્શાવે છે. આ સંજોગોમાં આ બજેટમાં વિકાસને વેગ મળે તેવા પગલાઓની અપેક્ષા હતી.
વિશ્વના દેશોમાં મંદીના મરસિયા સંભળાતા ત્યારે ભારતીય અર્થકારણ મંદીમાં ખૂંપી ગયેલ ન હતું આપણે ધીમો પણ મક્કમ વિકાસ ચાલુ રાખેલ આમ છતાં ઉત્પાદન, રોકાણ, નિકાસ પર યુરોપીય કટોકટી અને વૈશ્વિક મંદીની અસર થયેલ તેમાંથી અર્થકારણને બહાર કાઢીને વિકાસના રસ્તા પર લાવવાના પ્રયાસો બજેટમાં અપેક્ષિત હતા એ જ રીતે દેશમાં રોજગારીમાં થઈ રહેલો ઘટાડો, ગરીબી અને અસમાનતાના પ્રશ્નોને હળવા બનાવીને વંચિતોને વિકાસના લાભો મળે તેવા અંદાજપત્રની આવશ્યકતા હતી. મૂળભૂત સવાલ એ છે કે સમતા, સ્થિરતા સાથે ઝડપી વિકાસ માટેના પ્રયાસો આ બજેટમાં કેટલા અંશે થયા છે ? આ પ્રયાસો સફળ થશે કે કેમ ? આ પ્રયાસોને સફળ બનાવવા શું કરવું જોઈએ ?
દેશના વિકાસને વેગ આપવા પ્રસ્તુત બજેટમાં ખેતી અને ગ્રામીણ વિકાસ માટે જોગવાઈ કરવામાં આવી છે. ખેતધિરાણમાં રૂા. એક લાખ કરોડનો વધારો કરીને ૨૦૧૨-૧૩માં રૂા. ૫,૭૫,૦૦૦ કરોડ ખેતધિરાણ કરાશે. હરિતક્રાંતિ માટે રૂા. ૧,૦૦૦ કરોડ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનાનું ભંડોળ ૧૭ ટકા વધારીને રૂા. ૯૨૧૭ કરોડ કરાયેલ છે. કૃષિ અને સહકાર માટેની કુલ વિસ્તરીત યોજનાનું કદ રૂા. ૨૦૨૦૮ કરોડ કરાયેલ છે. સમયસર લોન ચુકવનાર ખેડૂતોને ૩ ટકાની રાહત ચાલુ રહેશે. ક્ષેત્રીય ગ્રામીણ બેંકોને ધિરાણ આપવા માટે સરકાર નાબાર્ડને રૂા. ૧૦,૦૦૦ કરોડ આપશે ગામડામાં ખાસ પાણી અને સેનીટેશન માટે રૂા. ૧૪,૦૦૦ કરોડ ખર્ચાશે. આ ઉપરાંત પ્રસ્તુત બજેટમાં ગ્રામીણ માર્ગો, રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશન, ખાદ્ય પ્રક્રીયાત્મક ઉદ્યોગો વગેરે માટે પણ આ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. તે ઉપરાંત યુરીયાના ઉત્પાદનમાં સ્વાવલંબનની પણ હિમાયત કરવામાં આવી છે. આ બજેટમાં ગ્રામીણ વિકાસ માટે રૂા. ૩૩,૦૦૦ કરોડ ગ્રામીણ આવાસ માટે રૂા. ૧૧૦૭૫ કરોડ, પ્રધાનમંત્રી સડક યોજના માટે રૂા. ૨૪,૦૦૦ કરોડ, માઇક્રો ઇરીગેશન માટે રૂા. ૧૫૦૦ કરોડ હોર્ટિકલ્ચર મિશન માટે રૂા. ૧૦૫૦ કરોડ ફાળવવામાં આવ્યા છે.
દેશના ઔદ્યોગિક આર્થિક અને સામાજિક વિકાસનો આધાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર છે તેથી તે અંગે અગત્યની જોગવાઈઓ આ બજેટમાં કરાઈ છે. નાણાંકીય અને માળખાગત ક્ષેત્રો માટે નાણાં આપી શકાય તે માટે જાહેર ક્ષેત્રની બેંકો અને નાણાંકીય સંસ્થાઓના મૂડીકરણ માટે રૂા. ૧૫૮૮૦ કરોડ અપાશે, ૧૨મી પંચવર્ષીય યોજનાના માળખાગત ક્ષેત્રે રૂા. ૫૦ લાખ કરોડનું રોકાણ થશે જેમાં અડધો હિસ્સો ખાનગી ક્ષેત્રનો રહેશે. નાણાંકીય માળખાગત પ્રોજેક્ટસ માટે રૂા. ૬૦,૦૦૦ કરોડના ટેક્સ ફ્રી બોન્ડ બહાર પાડવામાં આવશે. એરલાઇન ઉદ્યોગ માટે કામચલાઉ મૂડી ઉભી કરવા માટે એક વર્ષ માટે એક અબજ ડોલર સુધીના બાહ્ય વાણિજ્ય દેવું ઉભું કરવા માટે મંજૂરી અપાશે એન.આર.એચ.એમ. માટે રૂા. ૨૦૮૨૨ કરોડ ફાળવાયા છે. વર્તમાન વીજ પરિયોજના માટે નાણાં મેળવવા વિદશી વાણિજ્યિક દેવાની છૂટ આપવામાં આવી છે. એનએચડીપી હેઠળ આ ક્ષેત્રે ૮૮૦૦ કી.મી.ના રાષ્ટ્રીય ધોરીમાર્ગ બાંધવામાં આવશે. માર્ગ પરિવહન ધોરીમાર્ગ મંત્રાલયની ફાળવણી ૧૪ ટકા વધારીને રૂા. ૨૫૩૬૦ કરોડ કરાઈ છે. હવાઈ પરિવહનમાં ૪૯ ટકા જેટલા વિદેશી રોકાણની છૂટ આપવામાં આવી છે.
વંચિતોના વિકાસ માટે અને ગરીબોના કલ્યાણ માટ કેટલાક પગલાઓ લેવાયા છે નરેગાને વધારે અર્થપૂર્ણ બનાવવાની સાથે પ્રાઇમ મિનિસ્ટર્સ એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામની ફાળવણી ૨૩ ટકા વધારીને રૂા. ૧૨૭૬ કરોડ કરવામાં આવી છે. નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ દ્વારા ૧૦ વર્ષના અંતે ૬.૨ કરોડ લોકોને કૌશલ્ય તાલીમ અપાશે નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ માટે રૂા. ૧૦૦૦ કરોડ ફાળવાયા છે. એનએસએપી હેઠળની ફાળવણી ૩૭ ટકા વધારીને રૂા. ૮૪૪૭ કરોડ કરાઈ છે. વિધવા સ્ત્રીઓ અને અક્ષમ લોકોને પેન્શનની રકમ રૂા. ૨૦૦થી વધારીને રૂા. ૩૦૦ કરવામાં આવી છે. ગરીબ પરિવારની મુખ્ય વ્યક્તિનું મરણ થવાના કિસ્સામાં રૂા. ૨૦,૦૦૦ની સહાય અપાશે શહેરોમાં સસ્તા મકાનો માટે બિલ્ડર્સને વિદેશમાંથી ભંડોળ મેળવવાની છૂટ આપવામાં આવી છે. આ વર્ષે દેશના ગરીબોને અત્યંત નીચા ભાવે ૩૫ કિ.ગ્રામ અનાજ માટે પૂરતા પ્રમાણમાં ખાદ્યાન્ન સબસીડી ફાળવાશે. કેરોસીન, ડીઝલ, ગેસ વગેરેની સબસીડી, ગરીબોના બેંક ખાતામાં નીલેકણી કમિટીની ભલામણો પ્રમાણે જમા કરાશે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના માટે રૂા. ૧૮૦૦ કરોડ ફાળવાયા છે.
આ ઉપરાંત આ બજેટમાં સર્વ શિક્ષા અભિયાન માટે રૂા. ૨૫૫૫ કરોડ, મઘ્યાનહન ભોજન યોજના માટે રૂા. ૧૧૯૩૭ કરોડ, ટેકનિકલ એજ્યુકેશન માટે રૂા. ૬૬૮૦ કરોડ એકીકૃત બાલવિકાસ માટે રૂા. ૧૫૮૫૦ કરોડ, કીશોરી બાલિકા સશક્તીકરણ માટે રૂા. ૭૫૦ કરોડ, અનુસૂચિત જાતિની વિશેષ સહાયતા માટે રૂા. ૬૨૫ કરોડ અનુ- જનજાતિઓની મેટ્રિક પછીની શિષ્યવૃત્તિ માટે રૂા. ૧૫૦૦ કરોડ ફાળવાયા છે.
દેશમાં વધતી જતી ખાધનો પ્રશ્ન ગંભીર છે. ૨૦૧૨-૧૩માં તે ઘટાડીને જીડીપીના ૫.૧ ટકાનો લક્ષ્યાંક છે. ત્યારે આવક વધારવા અને ખર્ચ ઘટાડવાનો અને ખાસ કરીને ખાનગી ક્ષેત્રનું રોકાણ વધારીને રોકાણ વધારવાના પ્રયાસો બજેટમાં થયો છે આ બજેટમાં સેવા કરમાં ૨ ટકાનો વધારો કરાયેલ છે જે હાલમાં ૧૭ સિવાયની તમામ સેવાઓ પર ૧૨ ટકાના દરે કર લેવામાં આવે સેવા કરનો પ્રારંભ ૧૯૯૪-૯૫થી થયેલ જેમાં ૦૩ સેવાઓ પર રૂા. ૪૧૦ કરોડનો સેવા કર લેવાતો.
હાલમાં ૧૧૯ સેવાઓ પર રૂા. ૬૨,૦૦૦ કરોડનો સેવા કર લેવામાં આવશે. સેવા કરની શરુઆત ૧૯૯૪માં ૫ ટકાથી થયેલ જે અત્યારે ૧૨ ટકા થયેલ છે. નાના રોકાણકાર માટે રાજીવ ગાંધી ઇક્વિટી સેવંિગ સ્કીમ રજૂ કરીને રૂા. ૧ લાખના રોકાણ પર ૫૦ ટકાની છૂટ આપી છે. ઇસીબી, ટેક્સ ઘટવાથી વિદેશમાંથી નાણાં ઉભા કરી શકશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં કરમુક્ત બોન્ડ વિદેશી અને ખાનગી રોકાણ વધારાશે. એસટીટીમાં ઘટાડો થવાથી શેર ખરીદવા- વેચવાનો ખર્ચ ઘટતા રોકાણકારોને ફાયદો થશે. જાહેર કંપનીના શેરો વેચીને રૂા. ૩૦,૦૦૦ કરોડ ઉભા કરાશે રૂા. ૧૦,૦૦૦ કરોડથી વધારે ૈંર્ઁં માટે ઓનલાઇન અરજી લઈ શકાશે નાના ઉદ્યોગ શરુ કરવા માટે સીડબી- વેન્ચર ફંડ બનાવવાની જાહેરાત કરાઈ છે.
આ બધી વિગતો પરથી પ્રસ્તુત બજેટની વિવિધ જોગવાઈઓનો ખ્યાલ આવે છે. પણ આ જોગવાઈઓને કારણે સમતા, સ્થિરતા અને ઝડપી વિકાસના હેતુઓ સિદ્ધ થશે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે. ઝડપી વિકસા માટે આ બજેટમાં બીગપુશની જરૂર હતી જેનાથી વિકાસને વેગ મળે તે માટે રોકાણલક્ષી માળખાગત અને નાણાંકીય તેમજ રાજકોષીય પ્રોત્સાહનોની આવશ્યકતા હતી પણ કમનસીબે તે શક્ય બનેલ નવી આર્થિક સ્થિરતા માટે ઉત્પાદન વૃદ્ધિ, સરકારના બિન ઉત્પાદક ખર્ચમાં ઘટાડા દ્વારા રાજકોષીય ખાધ ઘટાડવાના પ્રયાસો, બિન કરવેરા આવક વૃદ્ધિના પ્રયાસોની અપેક્ષા હતી તે પણ સિદ્ધ થયેલા નથી.
વંચિતો અને ગરીબોના વિકાસ માટે નરેગાનો પારદર્શક, કાર્યદક્ષ અમલ થાય તે માટે તેના અમલીકરણની પ્રક્રિયા અને પદ્ધતિની બજેટમાં જાહેરાત થાય તેવી અપેક્ષા હતી એ જ રીતે ખાદ્ય સલામતી યોજના અંગેની સ્પષ્ટ અને સુઆયોજિત તેમજ પ્રમાણિકપણે અમલ થાય તે માટે જાહેર વિતરણ વ્યવસ્થાની પદ્ધતિમાં આમૂલ પરિવર્તનની વ્યવસ્થાની આ બજેટમાં અપેક્ષા હતી ગરીબો, બેકારો અને વંચિતો માટે એક વ્યાપક ચળવળ હાથ ધરાય તેની ખાસ જરૂર છે આશા રાખીએ કે આવતા દિવસોમાં સમતા, સ્થિરતા સાથેના ઝડપી વિકાસના પરિણામલક્ષી પ્રયાસો સરકાર દ્વારા થાય આગળના લેખમાં જણાવ્યા પ્રમાણે કેટલીક આર્થિક બાબતો અને સામાજિક વિકાસ માટે રાજકીય સર્વસંમતિ જરૂરી છે. પક્ષાપક્ષીથી પર રહીને સર્વ સામાન્ય આર્થિક સામાજિક એજન્ડા તૈયાર કરીને તેને સિદ્ધ કરવા માટે સૌના સહિયારા, સંકલિત સમન્વિત અને સમર્પિત પ્રયાસોની જરૂર છે.

 
 

Gujarat Samachar Plus

રિયલ લાઇફ પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ લાઇબ્રેરીમાં અકબંધ
બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved