Last Update : 26-March-2012,Monday
 

કાપડ બજાર....

- ઉદયન મોદી

કાપડ બજાર ઃ માર્ચ એન્ડીંગના કારણે ઓછા ભાવે વેચાતા સ્ટોક લૉટ

કાપડ બજારમાં માર્ચ મહિનો હોવાના લીધે નાણા ભીડ સખત છે. માર્ચ મહિનો એટલે શરાફી- ટેક્ષ પ્લાનીંગ, એડવાન્સ ટેક્ષના લીધે નાણાભીડ વધવા પામેલ છે. માર્ચ એન્ડીંગના લીધે બજારમાં સ્ટોકલૉટ ઓછા ભાવે વેચાવા નીકળ્યા છે. આના લીધે કાપડની બીજી વેરાઇટી ઉપર અસર થવા પામેલ છે. દેશમાં ગરમી ચાલુ થઇ જતા ગરમીના ચાલતા માલોનુ ઉત્પાદન થવા લાગેલ છે. આમ સફેદ અને ઝીણા માલોનું ઉત્પાદન વધવા પામેલ છે. કાપડ ઉપર આંધ્ર સ્ટેટમાં ૪ ટકા વેટ ચાલુ છે. હવે મઘ્ય પ્રદેશના તા. ૧ એપ્રિલથી કાપડ ઉપર વેટ લાગુ પડી જશે. મહારાષ્ટ્રમાં હવે બજેટ આવતું હોવાના લીધે ત્યાં પણ વેટ આવે છે કે નહીં તે જોવાનું રહે છે.
આ વખતના બજેટમાં બ્રાન્ડેડ રેડીમેઇડ ગાર્મેન્ટસ પરની એકસાઇઝ ડયુટી ૧૦ ટકાથી વધારી ૧૨ ટકા કરવામાં આવી છે. પણ તેની સાથે રીટેલ સેલ ભાવમાંથી ૫૫ ટકા એલેટમેન્ટ જે ગણવામાં આવતુ હતું તે હવે ૭૦ ટકા ગણાશે. ામ ગાર્મેન્ટસના છૂટક ભાવ પર ડયુટીનું ભારણ જે ૪.૫ ટકા થતુ હતું તે ઘટીને ૩.૬ ટકા થશે. કાપડના વિવંિગ ક્ષેત્રને ઉત્તેજન આપવા ઓટોમેટિક રાટલલેસ લૂમો પરથી બેઝિક કસ્ટમ ડયૂટી જે ૫ ટકા હતી તે સંપૂર્ણ નાબૂદ કરવામાં આવી છે. આજ રાહત ઓટોમેટિક સિલ્ક રિલંિગ, પ્રોસેસંિગ મશીનરી અને તેના ભાગોને પણ મળશે. આ રાહત માત્ર નવી ટેક્ષટાઇલ મશીનરીની આયાતને જ અપાશે. સેકન્ડહેડ મશીનરી પણ બેઝિક ડયુટી ૭.૫ ટકા લાગશે. વૂલ વેસ્ટ અને વૂલ ટોપ્સ પરની બેઝિક કસ્ટમ ડયુટી ૧૫ ટકાથી ઘટાડી ૫ ટકા કરાઇ છે. અત્યારે ૪ મોટા હેન્ડલૂમ કલસ્ટર કાર્યરત થઇ ચૂકયા છે. અને હવે બે વઘુ મેગા કલસ્ટર શરૂ કરાશે.
આ વર્ષે કપાસનું ઉત્પાદન પ્રમાણમાં સંતોષકારક રહેવા પામેલ છે. નિકાસમાં કપાસનું લક્ષ્યાંક થઇ ગયેલ છે. યાર્નમાં પણ ઉત્પાદન વધવા પામેલ છે. કપાસની નિકાસ કરતા વેલ્યુ એડીશન યાર્ન, ગારમેન્ટ અને ફેબ્રિકની નિકાસ વધે તે માટે સરકારે પ્રયત્ન કરવા જોઈએ. બજારમાં ટુ બાય ટુ રૂબિયાના કોસ્ટંિગ ઉંચા જતા તેના ભાવ વધવા પામેલ છે. ટુ બાય ટુ રૂબિયામાં રૂ. ૭૦.૭૫ અને ટુ બાય વન રૂબિયાના ભાવ રૂ. ૫૦ ની આસપાસના ભાવ થયેલ છે. ૮૦/૨૦ પોલીએસ્ટરની માંગ જળવાઇ રહેવા પામેલ છે. તેના ભાવ રૂ. ૩૦ની આસપાસ છે. શીટીંગમાં ૨૦/૨૦ ૫૨/૫૨ ૫૦ ગ્રેના ભાવ રૂ. ૨૬ માં સોદા થયેલ છે. પોપલીન ૪૦/૪૦ ૧૦૦/૯૨ કવોલીટી ૫૦ પનામાં રૂ. ૪૨ માં માલો વેચાય છે. ડેનિમ કાપડમાં ડીમાન્ડ જળવાઈ રહેવા પામેલ છે. લીનનમાં માલની શોર્ટેજના લીધે ભાવ વધવા પામેલ છે. લોગકલોથ અને સ્કૂલ યુનિફોર્મના માલોના ઉત્પાદન માટે પ્રોગ્રામ થવા લાગ્યો છે. રેડીમેઇડ ગારમેન્ટના કારખાના પાસે સારા ઓર્ડર છે. પરંતુ કારીગરોની શોર્ટેજના લીધે ઉત્પાદન ઓછું છે. પ્રોસેસના કારખાના પાસે પ્રીન્ટીંગના કામ ઓછા થઇ ગયેલ છે. પ્રીન્ટીંગના બદલે ડાઇડ અને પ્લેન માલો વઘુ ચાલે છે. ચેક્સમાં મોટી ડીઝાઇનના ઓર્ડર સારા છે. ચેક્સમાં જેટલા માલો બને છે તે ઓર્ડરની સામે જ હોય છે. સાઉથ ઇન્ડિયામાં પાવર કટના લીધે ઉત્પાદનને અસર થવા પામેલ છે. જોકે ૧૨ કલાક પાવરકટની સામે ૨ કલાક ઘટીને ૧૦ કલાક પાવરકટના લીધે ઉત્પાદન વધતા સાઉથમાં બનની જાતોના ભાવમાં ઘટાડો જોવા મળે છે.
કાપડના ભાવ
નીચેના કાપડના ભાવ ગ્રે કવોલીટીના છે. બજારમાં ડીમાન્ડ ઓછી છે. નાણા ભીડના લીધે વધતા-ઓછા ભાવે માલો મલતા થયેલ છે. ગરમીના ચાલતા માલોનું ઉત્પાદન વધવા પામેલ છે. માર્ચ સુધી ડીમાન્ડ ઓછી રહેશે.
એરજેટ લૂમના માલોમાં ૬૩ પનો ૪૦/૪૦ ૧૩૨/૭૨ કવોલીટી રૂ. ૬૨ માં સોદા થયેલ છે. ૬૩ પનો ૬૦/૬૦ ૧૩૨/૧૦૮ કવોલીટી રૂ. ૬૫ માં માલો વેચાય છે. રેપીયર લૂમ યાર્ન ડાઇડ શર્ટંિગ્સમાં ૬૧ પનો ૪૦/૪૦ ૧૨૦/૮૦ કવોલીટી રૂ. ૧૦૨ અને ૫૮ પનો ફીનીશના માલો રૂ. ૧૨૦ માં વેચાણ થાય છે. રેપીયર લૂમ્સ ૪૦/૬૦ ૧૩૨/૮૬ કવોલીટી રૂ. ૧૧૫ અને ફીનીશ માલો રૂ. ૧૩૦માં વેચાણ થાય છે. યાર્ન ડાઇડ ચેકસ ૬૧ પનો ૪૦/૪૦ ૧૦૮/૭૬ કવોલીટી રૂ. ૯૫માં માલો વેચાય છે. ૬૩ કવોલીટીમાં ૫૦ પનો ૧૦/૮ કાઉન્ટ ૮૪/૨૮ કવોલીટી રૂ. ૪૬માં માલો મલે છે. ૩૬ પનો ૬૩ ૧૦/૬ ૭૬/૨૮ કવોલીટી રૂ. ૩૯ માં માલો વેચાય છે. ૬૩ ૬૩ પનો ૧૦/૬ ૭૬/૨૮ રૂ. ૬૪ માં માલો વેચાય છે. ૬૩ ૭૨ પનો ૧૦/૮ ૮૪/૨૮ કવોલીટી રૂ. ૬૮માં માલો મલે છે.
- ઉદયન રસિકભાઈ મોદી

 

 

 

Gujarat Samachar Plus

રિયલ લાઇફ પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ લાઇબ્રેરીમાં અકબંધ
બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved