Last Update : 26-March-2012,Monday
 

બજેટ ૨૦૧૨-૧૩ઃ વૈશ્વિક બજારોના આંચકાઓને પચાવવાનો પ્રયાસ

 

સંજોગો પ્રમાણે આવશ્યક પગલાંઓ લેવાયા
મેડમ સ્પીકર, આઈ રાઈઝ ટુ સે સોરી ફોર ધી ઈન્ટરપ્શન ઈન ધી યર ઓફ રિકવરી

વર્ષ ૨૦૦૮ની મંદીથી લઈને અત્યાર સુધીમા વિશ્વના સમૃદ્ધ યુરોપના દેશોએ નાદારી કેવી હોય છે તેનો અહેસાસ કર્યો છે અને કટોકટીમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યાં છે ત્યારે ભારતે પાણી પહેલાં પાળ બાંધી છે.....
વિશ્વમાં વર્ષ ૨૦૦૮ દરમિયાન જોવાયેલી મંદીના ઓથાર હજુ સુધી લંબાઈ રહ્યાં છે. વચગાળાના સમયમાં આવેલા સુધારાઓ ઉભરા જેવા ઉછાળા પુરવાર થયાં છે. યુરોપ અને પશ્ચિમના બીજા સમૃદ્ધ ગણાતાં દેશોએ પણ નાદારી કોને કહેવાય છે તેનો અહેસાસ કર્યો છે. અંગ્રેજીમાં ઓસ્ટેરિયટી મેઝર્સ કહેવાય છે એવાં રૂપકડા શબ્દ પર્યાય કે જેને આપણે સાદી ભાષામાં કરકસરના પગલાંઓ કહીએ છીએ તેને અપનાવવાની જરૂર આવા દેશોને પડી છે. શસ્ત્રોનો વેપાર કરીને ભારત જેવા વિકસતા અને સુદાન જેવા આફ્રિકાના અલ્પવિકસિત દેશોને દેવાના બોજા હેઠળ રાખીને સખાવત કરતાં આવા પશ્ચિમી દેશોને મંદીનો અનુભવ થયો છે. ગ્રીસે લગભગ નાદારી નોંધાવી છે ત્યારે કોમન કરન્સી શેર કરતાં યુરોઝોનના દેશોમાં સાગમટી મંદી આવી છે. ત રાષ્ટ્રો હવે મંદીમાથી બહાર આવવાના પ્રયાસમાં છે. આ સંજોગોમાં ભારત અને ચીન મહદઅંશે મંદીથી અલિપ્ત રહ્યાં છે. અલબત્ત, અહીં માપદંડોનો ફરક પણ છે જેમ કે, ભારતમાં ફુગાવાનો દર કૃષિચીજો આધારિત છે તેથી પેટ્રોલ અથવા તો ક્રૂડની કંિમતોની બહુ અસર ફુગાવાના આંકમાં દેખાતી નથી. પરંતુ, તેની વાસ્તવિક અસરથી તો સહુ કોઈ પરિચિત છે. પરિણામે, વર્ષ ૨૦૧૨-૧૩ના આપણા અંદાજપત્રમાં વધારે કરવેરા લાદવામાં આવ્યાં છે. પશ્ચિમી દેશોની હાલત જોઈને આપણે કહી શકીએ કે બજેટમાં પારોઠના પગલાં લેવાયા છે અથવા તો તેની અસર ના થાય એવી પદ્ધતિને અખત્યાર કરવામાં આવી છે. સાદી ભાષામાં એક પ્રકારે સંતુલિત સ્થિતિ બનાવવાનો પ્રયાસ આ છેલ્લા બજેટમાં કરાયો છે. તત્કાળ તેની અસર આપણને કદાચ કડવી લાગે પણ લાંબા ગાળે તો અર્થતંત્ર માટે તે લાભકારક નીવડશે તેમ લાગે છે. રિકવરીમાં ભંગ કર્યો છે અને આપણે તેને એક વર્ષ પાછી ઠેલી છે.
પ્રત્યેક વ્યક્તિના જીવનમાં બેલેન્સંિગ એક્ટ-સંતુલન જાળવવાની ક્રિયા એક પ્રમુખ ભૂમિકા ભજવે છે અને ખાસ કરીને જ્યારે આર્થિક નિર્ણયો લેવાના હોય છે ત્યારે તે મહત્વની બને છે. આપણાં નાણાંકીય વર્ષ ૨૦૧૨-૧૩માં આ કલાને ખૂબીપૂર્વક રજૂ કરવામાં આવી છે. વિકાસનો દર ઉંચો જાય કે નહીં પરંતુ, તે જળવાઈ રહે તેની તકેદારી અવશ્ય રાખવામાં આવી છે. કરન્ટ એકાઉન્ટની ખાધને મુખ્યત્વે કાબુમાં રાખવા માટે ફુગાવાને ઘટાડવા પરથી ઘ્યાન બદલીને પાવર, એવિયેશન, એગ્રિકલ્ચર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એજ્યુકેશન, ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટ વગેરે જેવાં સેક્ટરને પણ સમાન પ્રાધાન્યતા આપવામાં આવી છે.
રાજીવ ગાંધી ઇક્વિટી સેવંિગ્સ સ્કીમમાં ત્રણ વર્ષનાં લોક ઈન પિરિયડની શરતે નાના રોકાણકારોને રૂા. ૫૦,૦૦૦ સુધીની કરમુક્તિની છૂટ અપાઈ છે અને ડિલિવરી બેઝ્‌ડ સોદામાં સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ (એસટીટી)માં ૨૦ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. વિશ્વભરના બજારોમાં અત્યારે ભારે ઉથલપાથલ ચાલે છે ત્યારે ઘરઆંગણના બજારોમાં આ નવું ચાલકબળ બની રહેશે. વિદેશી ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ પ્લેયર્સને પણ બોન્ડ માર્કેટમાં હિસ્સો લેવાની છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત સ્થાનિક કંપનીઓને પરદેશમાં મળતા સસ્તા દરના ધિરાણને ચોક્કસ મર્યાદામાં લેવાની છૂટ અપાઈ છે. સરવાળે વિદેશી બજારમાંથી નાણાંનો પ્રવાહ દેશમાં લાવવાની તરકીબ ખુલ્લી કરાઈ છે.
બીજીતરફ, કોમોડિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ અથવા તો સીટીટી લાદવાનું સૂચન કરવામાં આવ્યુ હતુ પણ તેની દૂરોગામી અસરને ઘ્યાનમાં રાખીને આ બાબતે કશું નહીં કરવાનો નિર્ણય સરકારે લીધો હતો. આમ, કોમોડિટીના વાયદા બજારોનો વિકાસ દર વધશે.
કોમોડિટીનો પ્રશ્ન આવે છે ત્યારે સરકારે બહુ વિચારપૂર્વક સોનાની આયાત ઉપર લાગતી ઈમ્પોર્ટ ડ્યુટી બમણી કરી છે.કેલેન્ડર વર્ષ ૨૦૧૧ના છેલ્લા છ મહિનામાં અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયાનું લગભગ ૨૦ ટકા જેટલું અવમૂલ્યન થયું હતું. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ જો તેને રોકવાના પગલાં ના ભર્યાં હોત તો આ અવમૂલ્યનનું પ્રમાણ વધારે હોત. ડિસેમ્બર ૨૦૧૧માં રૂપિયો તૂટીને ૫૪.૩૪ના મથાળે ઉતરી ગયો ત્યારે દરેક સેક્ટરમાં ચંિતા વ્યાપી ગઈ હતી. ખાસ કરીને ક્રૂડ અને સોના-ચાંદીના આયાતકારોમાં હાહાકાર મચી ગયો હતો. ક્રૂડ અને સોના ચાંદીના આંતરરાષ્ટ્રીય ભાવો આજેય અભૂતપૂર્વ ઊંચાઈએ છે.
આ બંને કોમોડિટીની મહત્તમ આયાત ભારત કરે છે અને તેની ખરીદી પાછળ દેશનું વિદેશી હૂંડિયામણ ખર્ચાય છે. ડોલર સામે રૂપિયાને તૂટતો અટકાવવા માટે સોનાની ઈમ્પોર્ટ ડ્યુટીને વધારવામાં આવે તો સહેલો રસ્તો હતો. સોનાનો ભાવ વધે તો ડોલર બહાર જતો અટકે એવી સાદી ગણતરી લગાવવામાં આવી છે. ક્રૂડની આયાતને અટકાવી શકવાની સ્થિતિમાં આપણે નથી. વળી, ઈરાન અને પશ્ચિમી દેશો વચ્ચેની અંટસને કારણે ક્રૂડ ઓઈલ મેળવવાનો નવો રસ્તો વિચારવાની આપણને ફરજ પડી છે. આ સંજોગોમાં ક્રૂડ અંગે કશું થઈ શકે તેમ નથી. પરિણામે, દેશમાં બીજા ક્રમે જેની સૌથી વધારે આયાત થાય છે એવાં સોના ઉપર લગામ નાંખવાનો રસ્તો સરકારે અપનાવ્યો છે. સોનું મોંધુ થતાં ઝવેરીઓ ભલે નારાજ થયાં હશે પણ રોકાણની દૃષ્ટિએ તો તે એક ડેડ ઈન્વેસ્ટમેન્ટ ગણાય છે. ફુગાવા સામે જોકે તે એક ડિફેન્સિવ ઈન્સ્ટ્રુમેન્ટ છે. પરંતુ, વિકાસની વાત આવે ત્યારે લિક્વડિટી મહત્વની બને છે.
સોનાની ઈમ્પોર્ટ ડ્યુટી બેથી વધારીને ચાર ટકા કરવામાં આવી છે એટલે પીળી ધાતુનો ભાવ વધશે.આ પગલું એકંદરે સારૂ છે પણ તેની સાથે તે જોખમી પણ છે. ભારતમાં સોનાની માગ ઘટવાની નથી એટલે દાણચોરીનો ઉપદ્રવ વધી શકે છે. ૨૦૧૧માં ભારતે ૯૫૦ ટન સોનાની આયાત કરી હોવાનો અંદાજ છે અને નવા વર્ષે તે વધીને ૧૦૫૦ ટન થવાની ગણતરી હતી પણ ઈમ્પોર્ટ ડ્યુટી વધી હોવાથી તેમાં ૨૫ ટકાનો ઘટાડો થશે તેમ માર્કેટ કહે છે. બીજી બાજુ ચાંદીના બ્રાન્ડેડ દાગીના પરથી એક્સાઈઝ ડ્યુટી દૂર કરવામાં આવી છે તેથી તે સસ્તાં બનશે અને ચાંદીના દાગીનાના છૂટક વેપારીઓને તેનાથી રાહત મળશે. સોનાની આયાત ઓછી થતાં કરન્ટ એકાઉન્ટ ડેફિસીટ અંકુશમાં આવશે. એક અંદાજે સોનાની આયાત ઘટવાથી ચાલુ ખાતાની ખાધ લગભગ એક ટકો ઓછી થશે.
કૃષિપેદાશોની દૃષ્ટિએ આ બજેટમાં કોઈ મોટા પગલાં લેવાયા નથી તેમ છતાં તેને પ્રાયોરિટી સેક્ટરની કેટેગરીમાં જ રખાયું છે અને આ ક્ષેત્ર માટે ધિરાણની રકમ વધારાઈ છે. આગામી નાણાંકીય વર્ષ માટે કૃષિક્ષેત્રને અપાતી ક્રેડિટને રૂા.૧ લાખ કરોડ વધારીને રૂા. ૫.૭૫ લાખ કરોડ કરવામાં આવી છે. સબસિડીને પણ ૧૮ ટકા વધારીને રૂા. ૨૦,૨૦૦ કરોડ કરવાનો પ્રસ્તાવ છે. ફુડ સિક્યોરિટી બિલ પણ સરકાર સમક્ષ પેન્ડંિગ છે. જાહેર વિતરણ વ્યવસ્થાનું કોમ્પ્યુટરાઈઝેશન કરવાની યોજના છે. તેનાથી આવનારા વર્ષોમાં ખાદ્યાન્નની પ્રક્રિયા સુધરવાની અપેક્ષા છે.
હવામાનની પ્રતિકૂળતાઓનો સામનો કરી શકે અને વઘુ ઉપજ આપે એવાં છોડ અને બીયારણની જાતોને વિકસાવવા પ્રત્યે વધારે ભાર મૂકવામાં આવ્યો છે.ભારતના કૃષિબજારોમાં આ એક મહત્વનું પગલું બની રહેશે અને સતત વધતી જતી દેશની વસતિ માટે અન્નના પુરવઠાની તકેદારી રહેશે.
વિશ્વના બજારોમાં હાલની પરિસ્થિતિને જોતા સ્થાનિક સ્તરે આ બજેટ ઉપયોગી બની રહેશે. પાવર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એવિયેશન, કોલસા, ગૃહનિર્માણ વગેરે જેવા ચાવીરૂપ ક્ષેત્રોને ખાસ્સી રાહત અપાઈ છે. તેની સાથે ઉદ્યોગક્ષેત્રની કામગીરી સારી રહેવાની અપેક્ષાએ આવનારા વર્ષે વિકાસદર ૭.૬ ટકા રહેવાનો લક્ષ્યાંક રખાયો છે.
વિકાસદરની આડે અવરોધજનક જો કોઈ કોમોડિટી હોય તો તે છે ક્રૂડ. પાછલા વર્ષે ક્રૂડનો બેરલદીઠ સરેરાશ ભાવ અંદાજિત ૯૦ ડોલર સામે ૧૧૫ ડોલર રહ્યો હતો જેનાના પરિણામે આ વર્ષના બજેટમાં સબસિડીઓ વધારવી પડી છે. આવનારા વર્ષે ક્રૂડના ભાવ ક્યાં રહે છે તે જોવાનું રહેશે. વિકાસદરમાં તેની મુખ્ય ભૂમિકા રહેશે.

 
 

Gujarat Samachar Plus

રિયલ લાઇફ પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ લાઇબ્રેરીમાં અકબંધ
બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved