Last Update : 26-March-2012,Monday
 

વેટના કાયદાને મંગલમય બનાવો
વેટ માંગે છે કાયાપલટ

 

વેટનો કાયદો અસ્તિત્વમાં આવે લગભગ છ વર્ષ થઈ ગયા છે, પણ તેમાં રહેલી ઉઘાડી ક્ષતિઓ નિવારવાની કોઈને કાંઈ પડી નથી.
મહેસુલી આવક વધારવાની કે વેપારી આલમ ઉપર વેટનો ફાંસલો વધારે ને વધારે કેમ સખ્ત કરવો તેની જ ખાતાને કે નાણાં ખાતાને ચંિતા છે. વેપારી આલમે જાગૃત થવાની જરૂર છે.
ગુજરાત મૂલ્યવર્થિક વેરા કાયદામાં જે ક્ષતિઓ રહેલી છે, તેનું અવલોકન આ કટારમાં છેલ્લા કેટલાક લેખોથી રજુ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં ૨૪ ક્ષતિઓ અંગે અવલોકન થયું છે. આજે થોડીક અન્ય ક્ષતિઓનું નિરૂપણ કર્યું છે.
ક્ષતિ નંબર ઃ ૨૫ વેપારી વર્ગની સમજ મુજબ વેરો લેવો
કેટલીકવાર એવું બની શકે છે કે વેપારી આલમની સમજ મુજબ કોઈ ચીજ બાબતે અમુક દર વેરો લાગે, પરંતુ કાયદાની એરણ ઉપર તપાસતાં તે સમજ ખોટી પણ હોય.
દા.ત. ‘વોલ પેપર’ને, ગુજરાતના વેપારીઓ ‘પેપર’ એટલે કે ‘કાગળ’ ગણાય તેવી રીતે છેલ્લાં કેટલાંક વર્ષોથી ધંધો કરી રહ્યા છે. પરંતુ ખાતાની દ્રષ્ટિએ ‘વોલ પેપર’ તે ‘પેપર’ કહેવાય નહિ, તેથી તેવા વેચાણ પર વેરાનો દર કુલ્લે ૧૫ ટકા ગણાય.
આખા ને આખા વેપારી વર્ગમાં આ પ્રમાણેનો અભિગમ હોય તો તે અભિગમ મુજબ રાજ્ય સરકારે વેરો ઉઘરાવવો જોઈએ નહિ તો ઘણા બધા વેપારીઓ ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ જાય.
અગાઉ ગુજરાત વેચાણ વેરા કાયદા ૧૯૬૯ની કલમ ૫૫ સી માં, એક સુંદર કલ્યાણકારી જોગવાઈ કરવામાં આવી હતી, તે મુજબ વેપારી વર્ગ કોઈ ચીજ ઉપર અમુક દરે જ વેરો લાગે તેવું માનતા હોય તો કાયદામાં ગમે તે જોગવાઈ હોય અથવા કોઈ ચુકાદાથી વઘુ વેરો લાગતો હોય તો પણ રાજ્ય સરકાર યોગ્ય જાહેરનામું બહાર પાડીને વઘુ લાગતો વેરો ભરવો નહિ પડે તેવું વલણ દાખવી શકે.
હાલના ગુજરાત મૂલ્યવર્ધિક વેરા કાયદાની કલમ ૪૧ મુજબ પ્રજાના હિતમાં બેવડો વેરો લાગતો હોય, કોઈ અન્યાયી પરિસ્થિતિ ઉદ્‌ભવતી હોય તેવા કિસ્સામાં વેરો, દંડ વ્યાજ જતું કરવાની જોગવાઈ છે. પરંતુ તેવી જોગવાઈ હોય અથવા કોઈ ચૂકાદાથી વઘુ વેરો લાગતો હોય તો પણ રાજ્ય સરકાર યોગ્ય જાહેરનામું બહાર પાડીને વઘુ લાગતો વેરો ભરવો નહિ પડે તેવું વલણ દાખવી શકે.
હાલના ગુજરાત મૂલ્યવર્ધિત વેરા કાયદાની કલમ ૪૧ મુજબ પ્રજાના હિતમાં બેવડો વેરો લાગતો હોય, કે કોઈ અન્યાયી પરિસ્થિતિ ઉદ્‌ભવતી હોય તેવા કિસ્સામાં વેરો, દંડ વ્યાજ જતું કરવાની જોગવાઈ છે, પરંતુ તેવી જોગવાઈ સમગ્ર પ્રજાના હિતમાં હોય તો જ કરી શકાય, જ્યારે અમુક ચીજના વેપારી વર્ગ માટે યોગ્ય રાહત આપવા માટે કલમ ૪૧માં કોઈ જોગવાઈ નથી, જેથી અગાઉના કાયદાની કલમ ૫૫ સી જેવી કોઈ કલમ મૂલ્યવર્ધિત વેરા કાયદામાં દાખલ કરવી જરૂરી છે.
ક્ષતિ નંબર ઃ ૨૬ - જામીનગીરી ઉપર વ્યાજ આપો
મૂલ્યવર્ધિત વેરા કાયદા તળે તથા કેન્દ્રિય વેચાણવેરા કાયદા તળે નોંધણી નંબર મેળવવા માટે, કાયદા દીઠ રૂા. ૧૦ હજાર ભરેલ ચલણ બે વર્ષ માટે નોંધણી નંબરની અરજી સાથે રજુ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ જામીનગીરી તરીકે ભરેલ રકમ ઉપર વ્યાજ આપવાની કોઈ જોગવાઈ નથી. જે બાબત કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિરૂદ્ધમાં છે.
અમારું નમ્રસૂચન છે કે આવી રીતે જામીનગીરી માટે આપેલી રકમ ઉપર ૮ ટકા લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ મળવું જોઈએ.
આમ કરવાથી હાલના નાણાંકીય ભીડના સમયમાં, વેપારી વર્ગને આર્થિક ભારણ ન થાય તે માટે રાજ્ય સરકારે સહૃદયપૂર્વક વિચારણા કરીને જામીનગીરી તરીકે મૂકેલી રકમ ઉપર વ્યાજ પણ મળે તેવો ફેરફાર કાયદામાં કરવાની જરૂર છે.
ક્ષતિ નંબર ઃ ૨૭ - અધિકારીની વ્યક્તિગત જવાબદારી
(૧) કાયદાની અજ્ઞાનતા કે (૨) બેદરકારી કે (૩) માનનીય મૂલ્યવર્ધિત વેરા ટ્રીબ્યુનલ કે માનનીય ગુજરાત હાઈકોર્ટ કે માનનીય સુપ્રીમ કોર્ટના અધિકારીઓ ચૂકાદા ન અનુસરીને વેપારીને ખૂબ મોટું નુકસાન કરે છે, જેથી વેપારીને બીન જરૂરી ખર્ચા કરીને પ્રથમ અપીલ, બીજી અપીલ વગેરે કા૪યવાહિ કરવી પડે છે.
વળી વેપારીની તરફેણમાં ચૂકાદા હોવા છતાંય કેટલાંક અધિકારીઓ, તેવા મંગળ ચૂકાદા વિરૂદ્ધ જઈને વેપારી ઉપર વેરો, વ્યાજ તથા દંડ લગાવીને વેપારીને કફોડી સ્થિતિમાં મૂકી દે છે. વેપારીને તેવા અધિકારી ઉપર રોષ તો ચઢે છે, પણ શું થાય ?
‘બળતામાં તેલ હોમાય’ તેવી રીતે આકારણી કરનાર અધિકારીના આદેશ વિરૂદ્ધ પ્રથમ અપીલ કરી હોય તો તે અપીલ સાંભળનાર અધિકારી પણ, નીચેના અધિકારી જેવું જ વલણ દાખવે છે, તે પણ જ્ઞાનરહિત જ રહેતા હોય છે. જાણે કે ‘ભરૈૅર્ ક ારી જચસી ર્નય’ એટલે કે એક જ લાકડાની પટ્ટી.
માનનીય ટ્રીબ્યુનલના સદસ્યો ખાસ્સી મોટી ઉંમરના હોય છે, જેથી સ્વાભાવિક જ દયાભાવવાળા હોય છે, જેથી પોતાના નિર્ણય વિરૂદ્ધ અધિકારીનું વલણ હોય તો પણ એક સમાધિસ્થ યોગીની માફક નિઃસ્પૃહથી સહન કરી લે છે, ને કાંઈ શિક્ષા (ર્બજા) લાદતા નથી.
એટલે સૂચન એવું છે કે, કોઈ અધિકારી (૧) કાયદાની સ્પષ્ટ જોગવાઈ વિરૂદ્ધ કે (૨) ઉપલી સત્તાના આદેશ વિરૂદ્ધ આદેશ કરે તો તે અધિકારી વ્યક્તિગત રીતે જવાબદાર રહેશે તેવી જોગવાઈ કરવાની જરૂર છે.
આવી જોગવાઈ ભ્રષ્ટાચાર ડામવામાં પણ મદદરૂપ થશે.
મહારાષ્ટ્ર રાજ્યે આવી ‘‘ચબર્બેહાચમૈનૈાઅ’’ માટેની જોગવાઈ ત્યાંના વેટ કાયદામાં કરી છે, જે બીના ખૂબ અગત્યની છે.

 
 

Gujarat Samachar Plus

રિયલ લાઇફ પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ લાઇબ્રેરીમાં અકબંધ
બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved