Last Update : 26-March-2012,Monday
 

નાણામંત્રી રિયાલ્ટી ઉદ્યોગની વ્હારે પણ વાસ્તવિકતા કંઈક જૂદી જ

 

અનેક અવરોધો વચ્ચે ઘેરાયેલા રીયાલ્ટી ઉદ્યોગને રાહત મળે તે હેતુસર ૨૦૧૨-૧૩ના અંદાજપત્રમાં નાણાં મંત્રીએ આ ઉદ્યોગ માટે મહત્વની જાહેરાત કરતા એક તરફ રીયાલ્ટી ઉદ્યોગ થનગનવા માંડ્યો છે પરંતુ બીજી તરફ સર્વિસ ટેક્સ વધારીને ૧૨ ટકા કરાતા તેમજ સર્વિસ ટેક્સમાં નવી સેવાઓના ઉમેરાના કારણે આ ઉદ્યોગ દ્વિધામાં મૂકાઈ ગયો છે. આમ, બજેટમાં અપાયેલ રાહતોની આ ઉદ્યોગ પર તેમજ નવી મિલકત ખરીદનાર ગ્રાહક વર્ગ બંનેમાંથી કોઈકને ફાયદો થવાની શક્યતા જણાતી નથી. જોકે, બજેટની દરખાસ્ત જોતા આગામી સમયમાં પરવડી શકે તેવા હાઉસીંગ પ્રોજેક્ટની માંગમાં વધારો થવાની શક્યતા છે.
નાણામંત્રી દ્વારા દેશના આગેવાન શહેરો અને નગરોમાં નીચી આવક ધરાવતા ગુ્રપો માટે વધારાની હાઉસીંગ લોન ઉપલબ્ધ કરવા નીચી કંિમત ના પરવડી શકે તેવા હાઉસીંગ પ્રોજેક્ટો માટે એક્સટર્નલ કોમર્શિયલ બોરોઈંગ્સને (ઈસીબી) મંજૂરી આપી છે. ઈસીબીએ વિવિધ ક્ષેત્રોમાં નવા રોકાણ માટે અને નાણાંકીય વિસ્તરણ માટે પીએસયુ અને કંપની જગતને ભંડોળના વધારાના સ્રોતોને પૂરા પાડવા માટે સરકાર દ્વારા મંજૂરી અપાય છે. નાણા મંત્રાલયે હાઉસંિગ લોન માટે સંસ્થાગત ધિરાણના સારા પ્રવાહની ખાતરીના ક્રેડિટ ગેરન્ટી ટ્રસ્ટ ફંડની સ્થાપના કરવાની પણ દરખાસ્ત કરી છે. રૂરલ હાઉસંિગ ફંડ હેઠળ જોગવાઈ રૂા. ૩૦૦૦ કરોડથી વધારીને રૂા. ૪૦૦૦ કરોડ કરવાની દરખાસ્ત પણ છે. આ ઉપરાંત નાણામંત્રીએ રૂા. ૧૫ લાખ સુધીની હાઉસંિગ લોન પર એક ટકાની સબસિડીની યોજનાને વધારવાની પણ દરખાસ્ત રજૂ કરાઈ છે.
બીજી તરફ નાણાંમંત્રી દ્વારા સર્વિસ ટેક્સનો દર ૧૦ ટકાથી વધારીને ૧૨ ટકા કરવામાં આવ્યો છે. જેના પગલે બાંધકામમાં વપરાતી વિવિધ ચીજવસ્તુઓના ભાવમાં વધારો થશે અને તેની સીધી પ્રતિકૂળ અસર જે તે પ્રોજેક્ટના માળખા પર પડશે અને પ્રોજેક્ટ ખર્ચમાં વધારો થતા મિલકતોની કંિમતમાં પણ વધારો થશે. આ ઉપરાંત સર્વિસ ટેક્સની યાદીમાં સરકારે વઘુ કેટલીક સર્વિસોને ટેક્સ નેટ હેઠળ આવરી લેતા તેની પણ પ્રોજેક્ટ ખર્ચ પર અસર થશે.
આમ, સરકારે એક તરફ રિયાલ્ટી ક્ષેત્રને ઇસીબી માટે મંજૂરી આપી છે તે આવકારદાયક બાબત છે. તેનાથી કંપનીઓને નવું ભંડોળ એકત્ર કરવામાં પણ રાહત થશે અને ગ્રાહકોને નીચી કંિમતે ઘર પણ ઉપલબ્ધ થશે. તો બીજી તરફ સર્વિસ ટેક્સના વધારાના પગલે બાંધકામક્ષેત્રે વપરાતી વસ્તુઓની કંિમતનો સૂચિત ભાવવધારો પણ સરવાળે તો ગ્રાહકોના માથે જ આવશે. આ તો માત્ર બજેટ દરખાસ્તની જ વાત થઈ. આમ, પણ આ ઉદ્યોગ અનેક પ્રતિકૂળતાઓનો સામનો કરી રહ્યો છે.

 
 

Gujarat Samachar Plus

રિયલ લાઇફ પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ લાઇબ્રેરીમાં અકબંધ
બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved