Last Update : 26-March-2012,Monday
 

એલ્ગા (શેવાળ) લીલ વિશે જાણકારી

 

વિશ્વની વસ્તિ કુદકે ને ભૂસકે વધી રહી છે. જ્યાં વસ્તિનો સમાવેશ જ એક પ્રશ્ન છે ત્યાં અન્ન ઉત્પાદનનો પ્રશ્ન પણ એક વિટંબણા ઊભી કરશે કારણ કે પૃથ્વી ઉપર ખેતીલાયક જગ્યા નામશેષ થતી જાય છે અને ખેતીની જગ્યાઓમાં સિમેન્ટ કોંક્રિટના કોમર્શિયલ બિલ્ડીંગો અને મોલ ઊભા થઇ રહ્યાં છે. આ દરેક બાબતોને ઘ્યાનમાં લઇ વિશ્વના વૈજ્ઞાનિકો આ વિટંબણાને ટાળી શકે તેવા તેના અભિયાનના સંદર્ભમાં આગેકૂચ કરી રહ્યાં છે.
આજે આગળ વધતા જતાં જમાનાની અસરથી કોઇ દેશ અલિપ્ત નથી. વિજ્ઞાનની હરણફાળ અવકાશને વંિધીને આગળ વધી રહી છે. આજથી જ વૈજ્ઞાનિકોએ ખોરાકની અવનવી શોધ કરી દીધી છે.
પરંતુ આ પ્રકરણે પણ ખોરાકની શોધ ન થઇ શકે તો દુનિયાની અડધી વસ્તિ ખોરાક વગર ટળવળશે સાથે લાખો બિમાર લોકો જરૂર પૂરતો ખોરાક ન મેળવી શકવાથી મૃતપાય થઇ જશે. આ સંદર્ભને ઘ્યાનમાં લઇ આવતી સદી માટે અન્ન અભિયાનની તડામાર તૈયારીઓ વિશ્વ આરોગ્ય સંસ્થાના નેજા હેઠળ થઇ રહી છે. તેના સૌ પ્રથમ અભિયાન તરીકે પડતર, પથરાળ તેમજ ડુંગરની કોતરોમાં નાના-મોટા તળાવોની રચના કરી, આ તળાવોમાં પાણી ભરી, અથવા વરસાદના પાણીને એકઠું કરી તેમાં એલ્ગા (શેવાળ) લીલનું વાવેતર કરવું અને તેની ઉપજ લઇ તેને ખોરાકમાં અથવા ફાસ્ટફુડમાં ઉપયોગ કરવો. કારણ કે એલ્ગા એક જાતની ખેતી છે અને તેનો ખોરાક તરીકે ઉપયોગ થઇ શકે તેમ છે.
એલ્ગા શું છે?
એલ્ગા એટલે દરિયાળ, તળાવ ઉપર બાઝતો શેવાળ (લીલ) છે. જે ક્લોરોફાઇલ અંગસ્થિત પ્રાણીજ કે વનસ્પતિ જન્ય એ એવી એક હરિયાળી સાદર છે કે તેને કોઇ ફુલ કે છોડ જેવું કશું હોતું નથી. પરંતુ એકકોશીય ફરી ફરી ઉત્પન્ન થતો માઇક્રો ઓરગેનિજમ છોડ હોય છે. જે એકસો ફુટની લંબાઇનો પણ હોઇ શકે છે. એલ્ગા ચાર પ્રકારના હોય છે. જેમાં બ્રાઉન, રેડ, ગ્રીન અને બ્લ્યુ ગ્રીન, બ્લ્યુ ગ્રીન એલ્ગા જમીનઉપર પણ ઉગી નીકળે છે. એલ્ગા ફોટોસાઇનથેસિસ સૂર્ય પ્રકાશ અને પાણીના ભેજથી આપોઆપ ઓક્સીજનને રીમૂવ કરી કાર્બન ડાયોકસાઇડને મુક્ત કરે છે. એલ્ગામાં ઘણા પ્રકારના મિનરલ, વિટામિન, પ્રોટિન, એસેન્સીયલ એમિનો એસિડ, એલજીનિક એસિડ અને બીજા ઘણા દ્રવ્યો રહેલા હોય છે.
એલ્ગા (શેવાળ) લીલ વિશે જાણકારી
એલ્ગામાં ૭૦ ટકા જેટલો પ્રોટિનનો સમાવેશ છે. તેથી તે બીજા શાકભાજી કરતા વધારે પ્રોટિન પૂરૂ પાડી શકે છે. પહેલાના સમયમાં એલ્ગાની ખેતી પશુઆહાર અને આયોડિનના સોર્ચ માટે કરવામાં આવતી હતી. અને તે સીર્ફ તળાવોમાંથી જ મેળવવામાં આવતી હતી. બ્લ્યુગ્રીન એલ્ગા ઝેરી હોય છે જે માછલી અને બીજા જીવો માટે ખતરો ઊભો કરી શકે છે. ફોસફેટ બેઝ ડીટરજન્ટ વેસ્ટ એલ્ગાને ઉદ્દીપ્ત થવામાં બાધારૂપ બને છે.
ઉત્તમ પ્રકારના એલ્ગાને વૈજ્ઞાનિકો પ્રિઝર્વ તેમજ રીફાઇન્ડ કરી, ખોરાક તેમજ ફાસ્ટફુડ તરીકે ઉપયોગમાં લઇ શકાય અને માનવ આહાર તરીકે ઉપયોગમાં લઇ શકાય તેવી રીતે ચોક્કસ પ્રકારના એલ્ગા પાવડરના પેકેટ તેમજ ટીન પેકેજમાં વેચી શકાય અને માનવ આહાર તરીકે પ્રોટિન યુક્ત ખાદ્ય પદાર્થ તૈયાર થઇ શકે તેવા અંદાજીત આ પ્રોડકટ્‌સને બજારમાં લાવવાની તજવીજ થઇ રહી છે. સાથે ફાસ્ટફુડ રેસ્ટોરા તેને અલગ અલગ સ્વાદ આપી પ્રોટિન યુક્ત ભોજન તૈયાર કરશે.
આજે ફાસ્ટફુડ ખોરાકમાં નવા જનરેશનનો ક્રેઝ વધતો જઇ રહ્યો છે. તેમાં નાના મોટા ગામડાઓથી લઇ મેટ્રો સિટીમાં ફાસ્ટફુડની બોલબાલા છે. જેમાં પીઝા, બર્ગર, પાઉભાજી, વડાપાઉ, સેન્ડવીચ, પાણીપૂરી, ભેળપૂરી, ઢોસા જેવા અનેક પદાર્થ લોકો ખૂબ જ સહેલાઇથી ખાય લેતા હોય છે. ત્યારે ગુજરાત- સૌરાષ્ટ્રની વાત લઇએ તો વધારે પડતા ગાઠીયા- ફાફડા, ગોટા જેવા અનેક ખાદ્ય પદાર્થ ખાતા હોય છે. એક અનુમાન પ્રમાણે રેસ્ટોરેન્ટના ખાદ્ય પદાર્થ કરતા રસ્તાની રેકડીઓમાં બનતા ખાદ્ય પદાર્થનું ટર્નઓવર બમણું આંકવામાં આવે છે. એજ રીતે મહારાષ્ટ્રની વાત લઇએ તો એકલા મુંબઇનું વડાપાઉનું રોજનું ટર્નઓવર લગભગ દસ લાખ રૂપિયાનું આંકવામાં આવ્યું છે જેમાં લોકો ઊભા-ઊભા, ચાલતા-ચાલતા, ઓફિસર ગ્રેડના લોકોથી લઇ કારીગર વર્ગનો સમાવેશ થઇ શકે છે.
* પ્રોજેક્ટ ઃ- આ પ્રકારના પ્રોજેક્ટો સેન્ટ્રલ ફુડ કોર્પોરેશન અને એગ્રીકલ્ચર ઓરગેનાઇઝેશનના સહયોગથી આપણે ત્યાં લાવી શકાય તેમ છે. જે વધતી જતી માનવ વસ્તિ માટે સહાયરૂપ બની શકશે.
* નોંધ ઃ- આ પ્રોડક્ટસ ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના ધારાધોરણ મુજબ ઉત્પાદીત કરી શકાશે અથવા પેકેજ સિસ્ટમથી વેચી શકાશે જે ફુડ એન્ડ ડ્રગ એક્ટ પર આધારિત હશે.

 
 

Gujarat Samachar Plus

રિયલ લાઇફ પ્રેગનેન્સીની સ્ટ્રોંગ 'કહાની'
સોરી બાપુ... ખરાબ અક્ષરો અધૂરા ભણતરની નિશાની નથી રહ્યા...
શહેરની પ્રાચીન સ્ટ્રીટલાઇટ લાઇબ્રેરીમાં અકબંધ
બાળકો મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે
 

Gujarat Samachar Plus

પૂર્વ અને પશ્ચિમમાં લોટા અને ગ્લાસ જેટલો ફર્ક
ગરમીની સીઝનમાં મેંગો માસ્કથી લાવો ત્વચામાં નિખાર
સફળતાનો આધાર સારા લોકેશન પર રહેલો છે
તમારા કોસ્મેટિક્સની સારસંભાળ કેવી રીતે કરશો?
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

ગાંધીનગરમાં ભીષણ આગ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved